Monday, September 9, 2024
More
    હોમપેજક્રાઈમગુજરાતનો એક જિલ્લો બાકી ન રહ્યો, જ્યાં લવ જેહાદનું દૂષણ પહોંચ્યું ન...

    ગુજરાતનો એક જિલ્લો બાકી ન રહ્યો, જ્યાં લવ જેહાદનું દૂષણ પહોંચ્યું ન હોય: 2023ના 40થી વધુ કિસ્સાઓ, જે ચોપડે નોંધાયા

    હિંદુ દીકરીઓ ભલે તે 5 વર્ષની હોય કે 21 અને મહિલાઓ ભલે તે 22 વર્ષની હોય કે 62, કોઇ પણ જેહાદીઓના આ ચંગુલથી પર નથી. જેહાદી માનસિકતા ધરાવતા આ નરાધમો પોતાના નામ અને ધર્મ છૂપાવીને કે ખોટા વાયદાઓ કરીને તેમને ફસાવતા હોય છે અને તેમનું માનસિક, શારીરિક તેમજ આર્થિક શોષણ કરતા હોય છે.

    - Advertisement -

    દેશભરમાં ગુજરાત એ એક સુરક્ષિત રાજ્ય તરીકે જાણીતું છે. અહીં કાયદા અને નિયમોનું રાજ ચાલતું હોય છે અને ગુંડાઓ તથા માફિયાઓ માટે કોઇ સ્થાન નથી. એમ છતાંય જ્યારે ઑપઇન્ડિયાએ વર્ષ 2023 દરમિયાન ગુજરાતમાં બની રહેલા લવ જેહાદના કિસ્સાઓની નોંધ રાખવાનું શરૂ કર્યું તો આંખ ઉઘાડતાં તથ્યો જાણવા મળ્યાં. ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવી રહેલા શક્ય તમામ પગલાં છતાંય જે આંકડાઓ સામે આવી રહ્યા હતા તે પહેલી નજરે માનવામાં ન આવે તેવા હતા. આંકડાઓનું માનીએ તો ગુજરાતમાં જેહાદી માનસિકતાવાળા મુસ્લિમ પુરુષો દ્વારા હિંદુ દીકરીઓને કોઇકને કોઇક રીતે ફોસલાવી, લોભાવી, લલચાવી, ડરાવી કે ધમકાવીને લવ જેહાદ કરવાના કિસ્સા ખૂબ જ વધી રહ્યા છે.

    લવ જેહાદનું આ દૂષણ હવે કોઇ એક વિસ્તાર, શહેર કે જિલ્લા સુધી સીમિત નથી રહ્યું, પરંતુ ગુજરાતના દરેક ખૂણે દરેક શેરીઓના નાકે પહોંચ્યું છે. કોઇ કાફિર ગણાતો કોઇ પણ ધર્મ કે સમાજ આનાથી અછૂત નથી રહ્યો. જરૂરી નથી કે આવા જેટલા પણ બનાવ બનતા હોય એ તમામ વિશે ફરિયાદ નોંધાતી હોય કે સમાચારપત્રના પાને ચડતા હોય. જો એવું થતું હોત તો આંકડો હજુય ઘણો વધી ગયો હોત. તેમ છતાંય આવા જેટલા પણ જઘન્ય કિસ્સાઓ ચોપડે નોંધાયા છે તે પણ ચાલુ વર્ષે ચિંતાજનક રીતે વધ્યા છે.

    ઑપઇન્ડિયા આપને આ 2023ના વર્ષના અંતમાં વર્ષ દરમિયાન નોંધાયેલ આવા જેહાદી ઘટનાક્રમોનું મહિનાઓ પ્રમાણે લિસ્ટ આપવાનો પ્રયાસ કરી રહ્યું છે.

    - Advertisement -

    જાન્યુઆરી 2023

    પેથાપુરમાં લવ જેહાદ અને ધર્માંતરણ

    2023ના વર્ષની શરૂઆતમાં રાજ્યના પાટનગરથી જ એક લવ જેહાદ અને ધર્માંતરણનો કિસ્સો સામે આવ્યો હતો. અમદાવાદના જુહાપુરા વિસ્તારના ઈસ્માઈલ બાદલ ખાન મલેકે બ્યુટીપાર્લરમાં કામ કરતી એક અન્ય યુવતીની મદદથી એક હિંદુ મહિલાને ફસાવી હતી.

    ભોળી-ભોળી વાતો કરીને તે મહિલાને જુહાપુરા બોલાવીને બળજબરીથી મસ્જિદમાં લઇ જઈને તેની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કરી લીધાં હતાં. જે બાદ ધર્મ-પરિવર્તન માટે પણ દબાણ કર્યું હતું. આ મામલે ફરિયાદ બાદ મુખ્ય આરોપીઓ ઇસ્માઇલ સિવાય મસ્જિદના મૌલવી અને અન્ય સાત આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

    સુરતમાં મોહમ્મદે મુકેશ બનીને આચર્યો લવ જેહાદ

    સુરત એક એવો જિલ્લો છે જેમાં વર્ષ દરમિયાન લવ જેહાદના સૌથી વધુ કિસ્સા નોંધાયા હોય. વર્ષની શરૂઆતમાં જ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો.

    સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતા મોહમ્મદ અખ્તર મોહમ્મદ સમતઅલી શેખની શહેરની જ એક હિંદુ યુવતી સાથે પાંચેક વર્ષ પહેલાં મુલાકાત થઇ હતી. ત્યારે તેણે પોતાની ઓળખ મુકેશ ગુપ્તા તરીકે આપી હતી. એટલું જ નહીં, પોતે રેલવેમાં નોકરી કરતો હોવાનું કહીને લગ્નની લાલચ આપીને યુવતીને ફસાવી હતી. જે બાદ તેણે યુવતીને અંદરમાં રાખીને તેની સાથે લગ્ન કરી લીધા. લગ્ન બાદ સત્ય સામે આવતા તેણે યુવતી પણ ધર્મ પરિવર્તન કરવાનું દબાણ શરૂ કર્યું. જે બાદ યુવતીએ ફરિયાદ નોંધાવતા તેની ધરપકડ કરવામાં આવી હતી.

    અમદાવાદના જાવેદે ઓળખ છુપાવીને ઉજ્જૈનની હિંદુ છોકરી ફસાવી

    આ પણ એક ચોંકાવનારો કિસ્સો હતો જેમાં અમદાવાદના એક મુસ્લિમ યુવાને, જાવેદ, ઉજ્જૈનની હિંદુ યુવતીને પોતે હિંદુ હોવાની ઓળખ આપીને ફસાવીને લવ જેહાદ આચર્યો હતો.

    પીડિતાએ જણાવ્યું કે, વર્ષ 2021ના અંતમાં સોશિયલ મીડિયા પર તેની ઓળખાણ જાવેદ સાથે થઇ હતી. પરંતુ ત્યારે તેણે પોતે ગુર્જર સમાજમાંથી આવતો હોવાનું જણાવ્યું હતું. પીડિતાએ આરોપ લગાવ્યો કે, ગુર્જર સમાજમાંથી આવતો હોવાના કારણે પહેલાં તેને લાગ્યું હતું કે તે હિંદુ છે. જે બાદ તેણે ઉજ્જૈન અને અમદાવાદમાં અનેકવાર ખોટી ઓળખ સાથે યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. પરંતુ જ્યારે હિંદુ યુવતીને તેની સાચી ઓળખની જાણ થઈ ત્યારે તે ભાગી પડી હતી અને જાવેદ સામે ફરિયાદ નોંધાવી હતી.

    ફેબ્રુઆરી 2023

    સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી રાજકોટની હિંદુ યુવતી સાથે ઝુબીનખાન પઠાણે કર્યો લવ જેહાદ

    સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતી રાજકોટની એક યુવતી પર અમદાવાદના ઝુબીન ખાને પાશવી બળાત્કાર ગુજાર્યો હતો. આરોપી ઝુબીન ખાનને ફરિયાદીને પ્રેમજાળમાં ફસાવી મઝહબનાં અન્ય પુસ્તકો સહિત કુરાન વાંચવા દબાણ કર્યું હતું અને ઝુબીન ખાન પરણિત હોવા છતા લગ્નની લાલચ આપી હતી.

    માર્ચ 2023

    પાલડીમાં ઉઝેફા છીપાએ પોતાના જ મિત્રની માતા સાથે કર્યો લવ જેહાદ

    અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા પાલડીથી એક એવો કિસ્સો સામે આવ્યો હતો કે જેણે સૌની આંખો પહોળી કરી દીધી હતી. જેમાં 21 વર્ષીય ઉઝેફા છીપા નામના મુસ્લિમ યુવાને પોતાના હિંદુ મિત્રની માતાને લગ્નની લાલચ આપીને ફસાવી હતી. બાદમાં ધાક-ધમકીઓ અપીને તેમની પાસે પૈસા પડાવતો હતો અને શારીરિક શોષણ કરતો હતો. આખરે કંટાળીને મહિલાએ પરિવાર સામે આપવીતી જણાવીને પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

    સુરતમાં વસીમે વાસુ બનીને હિંદુ યુવતી ફસાવી

    ફરી એકવાર સુરતનો કિસ્સો ચર્ચામાં આવ્યો. જ્યાં વસીમ અકરમ વાહીદે પોતાનું નામ વાસુ ગ્વાલડીયા જણાવીને હિંદુ યુવતી ફસાવી હતી અને તેના પર અનેકવાર બળાત્કાર કર્યો હતો. એકવાર તેનું આધારકાર્ડ યુવતીના હાથે લાગતા સમગ્ર ઘટના ખુલ્લી પડી હતી.

    એપ્રિલ 2023

    સુરતના ઓલપાડમાં હિંદુ સગીરાનું અપહરણ કરી ગયો સાહિલ

    સુરતના ઓલપાડમાં સાહિલ નામનો મુસ્લિમ યુવક એક હિંદુ સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવીને ભાગી જતા ચકચાર મચ્યો હતો. હિંદુ સંગઠનો અને સ્થાનિક લોકો રોષે ભરાતા સુરત ગ્રામ્ય પોલીસે આરોપી સાહિલને પકડી પાડીને હિંદુ સગીરાને છોડવી હતી.

    બારડોલીમાં સોયેબ ઇબ્રાહિમે લગ્ન બાદ હિંદુ યુવતી પર કર્યું ધર્માંતરણનું દબાણ

    બારડોલીની એક હિંદુ યુવતીને તેની સાથે કોલેજ કરતા ઇબ્રાહિમ રાવત નામના મુસ્લિમ યુવકે પ્રેમજાળમાં ફસાવીને લગ્ન કરી લીધા હતા. જે બાદ તે તેને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો અને ધર્માંતરણ કરીને મુસ્લિમ બની જવા માટે દબાણ કરતો હતો. પ્રતાડના સહન ના થતાં યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

    વડોદરામાં જીશાનુદ્દીને હિંદુ યુવતીના ઘરમાં ઘૂસીને તેને અને તેના મંગેતરને મારી નાખવાની આપી ધમકી

    તસલાલી ખાતે રહેતી હિંદુ યુવતીની ફરિયાદ અનુસાર જીશાનુદ્દીન નામનો મુસ્લિમ યુવક ઘણાં સમયથી તેની પાછળ પડ્યો હતો અને તેની સાથે સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. યુવતી તેના તાબે ના થતાં એક દિવસ જીશાનુદ્દીન બળજબરીથી તેના ઘરમાં ઘૂસી ગયો અને જો સંબંધ નહીં રાખે તો તેને અને તેના મંગેતરને મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસ કાર્યવાહી શરૂ થઈ હતી.

    જામનગરનો સૈફુલ્લાખાન હિંદુ નામ રાખી 2 વર્ષ સુધી યુવતી પર આચરતો રહ્યો દુષ્કર્મ

    લવ જેહાદનો એક કિસ્સો સૌરાષ્ટ્રના જામનગરથી પણ સામે આવ્યો. જ્યાં સૈફુલ્લાખાન આરિફખાન હાલાણીએ પોતાનું નામ છુપાવીને હિંદુ તરીકે ઓળખ આપીને એક હિંદુ યુવતી ફસાવી હતી. જે બાદ તે ખોટી ઓળખ સાથે સતત 2 વર્ષ સુધી યુવતીનું શારીરિક શોષણ કરતો રહ્યો. જ્યારે યુવતીને શંકા ગઇ અને તેણે તપાસ કરી ત્યારે તે સત્ય જાણીને ચોંકી ગઈ હતી. પોલીસે ફરિયાદ બાદ આરોપીની ધરપકડ કરી હતી.

    પાટણના હઝરૂદિન સલીમે ઇન્સ્ટાગ્રામ પર પ્રિન્સ પટેલ નામ આપીને હિંદુ યુવતી સાથે કર્યો લવ જેહાદ

    હવે વારો ઉત્તર ગુજરાતનો. જ્યાં પાટણની એક હિંદુ યુવતીને હઝરૂદિન સલીમ સિપાઈ નામના મુસ્લિમ યુવકે પ્રિન્સ પટેલ નામ આપીને પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં તેણે અનેકવાર તેની સાથે ઈચ્છા વિરૂધ્ધ શારીરિક સંબંધ પણ બાંધ્યા અને તેની પાસેથી પૈસા અને દાગીના પણ પડાવ્યા હતા. શારીરિક માનસિક પ્રતાડનાથી કંટાળીને યુવતીએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી કરી હતી.

    મે 2023

    અમદાવાદમાં નાસિર હુસૈને નામ છુપાવીને હિંદુ યુવતી ફસાવી, ધમકાવીને મિત્રો દ્વારા પણ કરાવ્યો બળાત્કાર

    અમદાવાદમાં આ પ્રકારનો ઘૃણાસ્પદ કિસ્સો સામે આવ્યો હતો, જેમાં નાસિર હુસૈન ઘાંચીએ સમીર પ્રજાપતિ બની અમદાવાદની પરિણીતા પર બળાત્કાર તો ગુજાર્યો, સાથે જ તેને એટલી હદે પ્રતાડિત કરી કે તે ફિનાઈલ પીને મરવા મજબૂર થઈ ગઈ હતી. તેણે તેના બે મિત્રો દ્વારા પણ તેના પર બળાત્કાર કરાવ્યો હતો.

    ઉધનામાં હિંદુ યુવતીને રસ્તા પર આંતરી મોહસીને કરી બળજબરી

    સુરતના ઉધના વિસ્તારમાં રહેતી એક હિંદુ યુવતી સાથે એક મુસ્લિમ યુવાને બળજબરી કરી. અનેકવાર સંબંધ રાખવા માટે કહેવા છતાં યુવતી તાબે ના થતાં મોહસીન શેખે તેને રસ્તામાં આંતરીને કહ્યું, “તું મને પસંદ છે, મારી સાથે ફરવા ચાલ.” છોકરીને ના પાડતાં તેણે તેને છરીથી મારવાની ધમકી આપી હતી.

    જામનગરમાં પરણિત શેફૂલ્લાખાને નામ બદલીને હિંદુ યુવતી ફસાવી, ખોટા લગ્ન કરી અનેક વાર બળાત્કાર આચર્યો

    જામનગરમાં શેફૂલ્લાખાને લવ જેહાદ આચરી 22 વર્ષીય હિંદુ યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. આટલું જ નહીં, મુસ્લિમ આરોપીએ પોતાની અસલ ઓળખ છુપાવીને હિંદુ રીતિરિવાજ મુજબ પીડિતા સાથે લગ્ન પણ કર્યા હતા. આ માટે તેણે પોતાના ખોટા ઓળખપત્રો પણ બનાવડાવ્યા હતા, પૃથ્વીરાજસિંહ ઝાલા નામ ધારણ કરી શેફૂલ્લાખાન આરીફખાન લોહાણી બન્યો હતો. જયારે પીડિતાને વાસ્તવિકતાની જાણ થઈ ત્યારે આરોપી શેફૂલ્લાખાન ભાગી છુટ્યો હતો.

    જુન 2023

    ગોમતીપુરમાં બે સગી બહેનો સાથે લવ જેહાદ

    અમદવાદના ગોમતીપુર વિસ્તારની બે સગી બહેનો સાથે થયેલ લવ જેહાદે પણ શહેર ગજવ્યું હતું. મોટી બહેનને ઈકબાલે તો નાની બહેનને સોહેલ ખાને મંથન જોષી બનીને પ્રેમજાળમાં ફસાવી હતી. જે બાદ તેમણે 7 વર્ષો સુધી UPના પ્રતાપગઢમાં ગોંધી રાખી હતી અને 5 વાર ગર્ભપાત પણ કરાવ્યા હતા.

    પાદરામાં પરણિત સાહિલ વ્હોરાએ વિકી બનીને હિંદુ યુવતી ફસાવી, કરાવ્યો દેહવ્યાપાર

    વડોદરાના પાદરાથી પણ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. જ્યાં પરણિત સાહિલ વ્હોરા નામના આરોપીએ વિકી નામ ધારણ કરીને એક હિંદુ યુવતી ફસાવી હતી. ખોટી ઓળખ આપીને પહેલા યુવતીને પ્રેમજાળમાં ફસાવી અને બાદમાં તેને ધમકાવીને તેને પાસેથી દેહવેપાર પણ કરાવતો હતો.

    વડોદરામાં ઈરફાને હિતેન નામ રાખીને હોટલ બુક કરીને આચર્યો લવ જેહાદ

    વડોદરામાં તરસાલી ખાતે ઇરફાન દિવાન નામના મુસ્લિમ યુવાને હિતેન ઠાકોર નામે રૂમ બુક કરાવીને હિંદુ યુવતી સાથે લવ જેહાદ આચર્યો હતો. તેના ફોનમાંથી અન્ય પણ હિંદુ યુવતીઓના ફોટા મળી આવ્યા હતા. જે બાદ અન્ય બે યુવતીઓએ પણ તેની સામે ફરિયાદ નોંધાવી હતી.

    જેતપુરની 15 વર્ષની હિંદુ સગીરાને સોશિયલ મીડિયા પર ફસાવીને અમરેલીના સાહિલે 3 વાર કર્યા બળાત્કાર

    જેતપુરથી પણ એક લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો હતો જેમાં પીડિત હિંદુ સગીરાની ઉંમર માત્ર 15 વર્ષની હતી. અમરેલીના સાહિલ કયુમભાઇ પરમાર નામના મુસ્લિમ યુવકે સોશિયલ મીડિયા દ્વારા સગીરાને ફસાવી. બાદમાં ફોસલાવીને મળવા બોલાવીને તેનું અપહરણ કરી લીધું હતું. સાથે જ યુવતી પર બળાત્કાર પણ ગુજાર્યો હતો.

    જુલાઈ 2023

    વડોદરાના માંજલપુરમાં સાહિલ ઘાંચીએ હિંદુ નામથી ઇન્સ્ટાગ્રામ પર હિંદુ યુવતી ફસાવી

    વડોદરાના માંજલપુરમાં સાહિલ ઘાંચી નામના મુસ્લિમ યુવકે હિંદુ નામથી એક મકાન ભાડે રાખ્યું હતું અને હિંદુ યુવતીને ભગાવીને લઇ આવ્યો હતો. કરણી સેનાને આ વાતની જાણ થતાં ઘટના છતી થઈ હતી. ફરિયાદ બાદ આરોપીની થઈ હતી ધરપકડ.

    સુરતમાં ફિરોઝે 15 વર્ષીય હિંદુ સગીરાને ઓળખ છુપાવીને ફસાવી, બિહાર લઇ જઈને આપી દીધું મુસ્લિમ નામ

    સુરતમાં 18 વર્ષના ફિરોઝે પોતે હિંદુ ધર્મનો હોવાનો ઢોંગ કરીને બાજુમાં રહેતી 15 વર્ષની હિંદુ સગીરાને ફસાવી તેની સાથે લગ્ન કર્યા અને બિહાર ભગાવી ગયો. ત્યાં જઈને તેણે યુવતીને મુસ્લિમ નામ આપીને તેનું ધર્માંતરણ કરવું દીધું. બજરંગ દળે ઘટનાસ્ફોટ કરતા પોલીસે કાર્યવાહી કરીને હિંદુ સગીરાને બચાવી હતી.

    સુત્રાપાડામાં આબીદ મુસાએ હિંદુ શિક્ષિકાના અંગત ફોટા પાડ્યા, ધર્માંતરણનું કર્યું દબાણ

    ગીર-સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ઘંટીયા પ્રાચી ગામથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. જ્યાં એક ખાનગી શૈક્ષણિક સંકુલના મુસ્લિમ રેક્ટર, આબીદ મુસા સામે એક હિંદુ શિક્ષિકાએ ગંભીર આરોપો કર્યા હતા. જેમાં છુપાઈને તેના અશ્લીલ ફોટા પાડવાથી લઈને, મારી નાખવાની ધમકી આપવી અને ધર્મપરિવર્તન કરી મુસ્લિમ બનવા માટે દબાણ કરવાનો સમાવેશ થાય છે. આ બાબતે ફરિયાદ પણ નોંધાઈ હતી.

    રાજકોટમાં ક્રિકેટ કોચિંગની આડમાં કોચ મહેબૂબ બુખારીએ હિંદુ યુવતી સાથે કર્યા બળાત્કાર

    રાજકોટમાં ક્રિકેટ કોચ મહેબૂબ બુખારીએ પોતાના ત્યાં ક્રિકેટ શીખવા આવતી હિંદુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી અને તેની સાથે અનેકવાર બળાત્કાર કર્યા હતા. યુવતીના પરિવારને જાણ થતા તેણે ધમકી આપતા કહ્યું હતું કે, “તારી દીકરી 17 વર્ષની હતી ત્યારથી બળાત્કાર કરું છું, થાય તે કરી લે.”

    સુરતમાં ઓઝૈર આલમે અર્જુનસિંઘ બનીને હિંદુ યુવતી સાથે કર્યો લવ જેહાદ

    સુરત શહેરમાંથી એક લવ જેહાદનો મામલો સામે આવ્યો હતો. અહીં એક ઓઝૈર આલમ નામના યુવકે ઓળખ છુપાવીને હિંદુ યુવતીને ફસાવી હતી. એટલું જ નહીં તેણે ‘અર્જુનસિંઘ’ નામથી નકલી આધાર કાર્ડ પણ બનાવી રાખ્યું હતું તેમજ વેપાર પણ તે હિંદુના નામે જ કરતો હતો. વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તાઓએ તેને પકડી પાડીને પોલીસના હવાલે કર્યો હતો. 

    સુરતની સુમેરા બાનુ દેશભરમાં આપતી હતી લવ જેહાદની ટ્રેનિંગ

    જુન મહિનામાં ગુજરાત ATSએ પોરબંદરથી ઇસ્લામિક આતંકવાદી સંગઠન ISKP સાથે જોડાયેલા ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરીને એક મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો. આ ત્રણની પૂછપરછ બાદ સુરતથી એક સુમેરાબાનુ નામની મહિલાને પણ પકડી લેવાઈ હતી. ગોરખપુરથી એક તારિક નામનો શખ્સ પકડાયો હતો, જણાવ્યું હતું કે યુપીમાંથી ઝડપાયેલા આતંકવાદી મોહમ્મદ તારિકે સુરતની સુમેરા બાનુ પાસેથી લવ જેહાદની ટ્રેનિંગ લીધી હતી.

    દ્વારકાના ઓખામાં હિંદુ પરણિતા સાથે નદીમ શેખે આચર્યો લવ જેહાદ

    દ્વારકાના ઓખાની હિંદુ પરિણીતા ઘરેથી કૉલેજનું એલ.સી લેવાનું કહી નીકળ્યા બાદ નદીમ શેખ નામના મુસ્લિમ વ્યક્તિ દ્વારા તેને ઉપાડી જવાની ઘટનાએ આખા પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ ઉભી થઈ હતી. હિંદુ પરિણીતા લવ જેહાદનો શિકાર બનતા સ્થાનિક હિંદુ સમાજમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો હતો. પીડિતાના પરિવારે લવ જેહાદનો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી આદરી હતી.

    ભરૂચમાં અતીક સૈયદે આરવ બનીને હિંદુ યુવતીને ફસાવીને લગ્ન કર્યાં

    ભરૂચમાંથી એક લવ જેહાદનો મામલો સામે આવ્યો હતો. અહીં એક અતીક સૈયદ નામના મુસ્લિમ યુવક પર હિંદુ નામ ધારણ કરીને હિંદુ યુવતીને તેની જાણ બહાર રજિસ્ટર મેરેજ કરી હતા. તેણે ‘આરવ પરમાર’ નામ રાખીને યુવતીને ફસાવી હતી અને પોતે હિંદુ હોવાનું સાબિત કરવા માટે મંદિરે જઈને માથે તિલક કરેલા ફોટા મૂકતો હતો. ભરૂચ પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ તેની ધરપકડ કરી લેવામાં આવી હતી.

    ઓગસ્ટ 2023

    ગાંધીનગરના દીવાન કાસમ દ્વારા હિંદુ યુવતી સાથે લવ જેહાદ

    ગાંધીનગર શહેરમાં સેક્ટર 22માં રહેતી એક હિંદુ યુવતી સાથે મુસ્લિમ યુવક દીવાન કાસમે રજીસ્ટર્ડ મેરેજ કરી લીધા હતા. મેરેજ સમયે મુસ્લિમ યુવકે યુવતીએ પહેરેલા સોનાના દાગીના પણ લઈ લીધા હતા. તેણે યુવતીના પિતાને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું સામે આવ્યું હતું. તેણે તેમની પુત્રીને લઈને લઈને સેક્ટર 29 મસ્જિદ પાસે આવવા કહ્યું હતું અને આમ ન કરવા પર ટોળું લઈ આવીને બળજબરીથી નિકાહ પઢાવી દેવાની ધમકી આપી હતી. આ ઘટનાને લઈને યુવતીના પિતાએ સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી.

    પાટણમાં મોહમ્મદ હુસૈન બલોચે હિંદુ નામ ધારણ કરી હિંદુ યુવતી ફસાવી

    પાટણમાં મોહમ્મદ હુસૈન ફકીર મોહમ્મદ બલોચ નામના મુસ્લિમ યુવકે હિંદુ નામ ધારણ કરીને હિંદુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. એટલું જ નહીં પણ ચાર માસ સુધી યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. યુવતીને મુસ્લિમ યુવાનની કરતૂતો વિશે જાણ થતાં તેણે પાટણ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ મુસ્લિમ યુવાનને ઝડપી પાડ્યો હતો.

    મુસ્લિમ યુવકના ત્રાસની આપવીતી લખીને ખેડાના મહેમદાવાદની હિંદુ પરિણીતાએ કરી આત્મહત્યા

    ખેડાના મહેમદાવાદમાં એક મુસ્લિમ યુવકના ત્રાસના કારણે એક હિંદુ પરિણીતાએ આત્મહત્યા કરી હોવાની વાત સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો હતો. આ ખુલાસો મહિલાની સ્યુસાઇડ નોટમાંથી થયો હતો. વાવ ફળિયામાં રહેતા તોસીફ પઠાણ નામના મુસ્લિમ યુવક કોલ અને મેસેજ કરીને તેને હેરાન કરતો હતો અને એકવાર તો તે બળજબરીથી ઘરમાં પણ ઘૂસી ગયો હતો.

    ભરૂચના સિરાજે ‘ફ્રી ફાયર’ પર હિંદુની ઓળખ આપીને 3 હિંદુ યુવતી ફસાવી, દુષ્કર્મ આચર્યું

    કરજણ ખાતે રહેતી હિંદુ યુવતીનો આરોપ છે કે ત્રણ સંતાનોના પિતા સિરાજ રૂસ્તમ પટેલે ‘ફ્રી ફાયર’ ગેમમાં હિંદુ ઓળખ આપીને તેને ફસાવીને દુષ્કર્મ આચર્યું હતું. તે સમયે પીડિતા સગીર વયની હતી. આ સિવાય બીજી બે હિંદુ યુવતીઓએ પણ તેની જ સામે નામ બદલીને પ્રેમમાં ફસાવીને લવ જેહાદ કરવાનો આરોપ લગાવ્યો હતો. જેમાં એકને તેણે મેહુલ પટેલ, બીજીને ગૌતમ વસાવા તરીકે ઓળખ આપી હતી.

    અલ્તાફે’ ઇન્સ્ટાગ્રામ પર ‘રાહુલ’ બનીને જામનગરની સગીરા સાથે કર્યો લવ જેહાદ

    જામનગરથી પણ એક લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી મુસ્લિમ યુવક અલ્તાફ ઉર્ફે બબલુ અન્સારીએ ઇન્સ્ટાગ્રામ પર હિંદુ નામ રાખી જામનગરની હિંદુ સગીરા ફસાવી હતી અને તેને ભગાડી જઈને દુષ્કર્મ આચર્યા હતા. આરોપી અલ્તાફ સોશિયલ મીડિયામાં રાહુલ, મિસ્ટર જોની જેવા નામ રાખીને અલગ અલગ એકાઉન્ટ બનાવી છોકરીઓ સાથે મિત્રતા કરી મળવા જતો. ત્યાર બાદ તેમને ભગાડીને લગ્ન કરી તેને કન્વર્ટ (ધર્માંતરણ) કરતો હોવાનું પણ ધ્યાને આવ્યું હતું.

    અમદાવાદના ઇસનપુરમાં ‘ઈલિયાસે’ ‘યશ’ બનીને 16 વર્ષની હિંદુ સગીરા સાથે કર્યો લવ જેહાદ

    અમદાવાદના ઇસનપુરમાં એક લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં ઈલિયાસ નામના મુસ્લિમ યુવકે હિંદુ નામ ‘યશ’ ધારણ કરીને 16 વર્ષની એક હિંદુ સગીરાને પોતાના પ્રેમમાં ફસાવી હતી અને તેને અંધારામાં રાખીને અનેકવાર તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. પીડિતાની માતાએ ફરિયાદ નોંધાવ્યા બાદ આરોપી ઈલિયાસની ધરપકડ થઇ છે.

    સપ્ટેમ્બર 2023

    વિજાપુરના લાડોલની 17 વર્ષીય હિંદુ સગીરાને ઉઠાવી લઇ ગયો આઝમખાન સિદ્દીકી

    વિજાપુરના લાડોલની 17 વર્ષની હિંદુ સગીરા 23 વર્ષના આઝમખાન સિદ્દીકીના સંપર્કમાં આવી હતી. સંપર્કમાં આવ્યા બાદ આઝમે તેનું બ્રેઈનવોશ કરવાનું શરૂ કરી દીધું હતું અને પોતાની વાતોમાં ફોસલાવીને આઝમે સગીરાને પ્રેમજાળમાં ફસાવી લીધી હતી. બાદમાં એક દિવસ તે સગીરાને ઉઠાવી જતા પરિવારે ફરિયાદ કરતા આરોપી પૂણેથી જડપાયો હતો.

    ઓક્ટોબર 2023

    સુરતની 15 વર્ષની હિંદુ સગીરાને સોશિયલ મીડિયા પર મહારાષ્ટ્રના મુસ્લિમ યુવકે કર્યું અપહરણ

    મહારાષ્ટ્રના એક મુસ્લિમ યુવકે સુરતની 15 વર્ષની હિંદુ સગીરાનું અપહરણ કરી લીધું હતું અને તેને લઈને ભાગી ગયો હતો. આરોપીએ એક હોટેલમાં રૂમ બુક કર્યો હતો અને બીજા દિવસે તે સગીરાને ત્યાં બોલાવી તેનું અપહરણ કરીને ત્યાંથી ભાગી ગયો હતો. સગીરાનું અપહરણ કરવાના આ કેસમાં આરોપી યુવકની સાથે તેનો અન્ય એક મિત્ર પણ સંડોવાયેલો હતો. સગીરાના પરિવારજનોએ આ અંગે વેસુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

    ભુજમાં ફિરોઝે હિંદુ યુવતી ફસાવી, ધર્માંતરણ કરાવીને કર્યા નિકાહ, અન્યો સાથે સુવા કરી મજબૂર

    ભુજમાં ફિરોઝ નામના એક મુસ્લિમ યુવકે હિંદુ યુવતી જાનકીને ફસાવીને તેની સાથે નિકાહ કર્યા. નિકાહ બાદ આ યુવકે યુવતીને અન્ય લોકો સાથે સંબંધ રાખવા કહેવામાં આવ્યું અને યુવતીએ તેમ કરવાની ના પડતા ફિરોઝે તેને ઢોર માર માર્યો. પીડિત મહિલાએ ઑપઇન્ડિયા સાથે વાત કરીને પોતાની આપવીતી પણ જણાવી હતી.

    સુરતમાં ‘કરણ’ બનીને રિઝવાને હિંદુ યુવતી સાથે કર્યો લવ જેહાદ, બળજબરીથી કરાવ્યું ધર્માંતરણ

    સુરતની એક હિંદુ યુવતી આરોપી રિઝવાન ગફાર શાહના સંપર્કમાં આવી હતી, તે સમયે તેણે પોતાનું નામ કરણ જણાવ્યું હતું. બાદમાં તેને ફસાવીને ભગાવીને દિલ્હી લઇ ગયો અને તેની સાથે નિકાહ પઢી લીધા હતા. નિકાહ બાદ તેણે યુવતી પર નામ બદલવા, બુરખો પહેરવા અને ધર્મ બદલવા દબાણ નાખવા માંડ્યો હતો.

    નવેમ્બર 2023

    રાજકોટમાં શાકભાજી વેચતા આર્યન શાશિફ બલોચે 13 વર્ષની હિંદુ સગીરાનું અપહરણ કરી શારીરિક અડપલા કર્યા

    રાજકોટમાંથી આ વર્ષના અંતમાં એક ખૂબ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં શાકભાજી વેચતા આર્યન શાશિફ બલોચ નામના મુસ્લિમ યુવાને 9મા ધોરણમાં ભણતી 13 વર્ષની હિંદુ દીકરી પર નજર બગાડીને, પીછો કરીને તેનું અપહરણ કરી લીધું હતું. બાદમાં તેની સાથે શારીરિક અડપલાં કર્યા હોવાનું પણ સામે આવ્યું હતું.

    જામખંભાળિયાના અહેમદ ઇકબાલ બુખારીએ એકતરફી પ્રેમમાં 12 વર્ષની હિંદુ દીકરી પર કર્યો હુમલો

    દ્વારકાના જામખંભાળિયામાં માથાભારે અહેમદ ઇકબાલ બુખારીએ સરજાહેર હિંદુ સગીરા પર હુમલો કર્યો હતો. આરોપી અહેમદ ઇકબાલ ઘણા સમયથી આ સગીરાની પાછળ હતો. તે અવારનવાર પીડિતાને પોતાની સાથે સંબંધ રાખવા દબાણ કરતો હતો. સગીરાએ તેમ કરવાની ના પડતા તેણે જાહેરમાં તેના પર હુમલો કરી દીધો. પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો સહિતના ગુના નોંધી કાર્યવાહી શરૂ કરી હતી.

    ડિસેમ્બર 2023

    પાલનપુરમાં મહેંદી હુસૈને નવા કપડાં લાલચ આપી 15 વર્ષીય બાળકીની આબરૂ લૂંટી

    પાલનપુરમાં ડ્રાઈવિંગનો ધંધો કરતા મહેંદી હુસૈન જામુશા ફકીરે ભોજન પીરસવાનું કામ કરતી 15 વર્ષની સગીરાને નવા કપડા લઇ આપવાની લાલચ આપીને પોતાની ગાડીમાં તેનું અપહરણ કર્યું હતું. જે બાદ તેને અલગ અલગ સ્થાને લઇ જઈને તેની સાથે પાશવી બળાત્કાર ગુજાર્યા હતા. પીડિતાની માતાની ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી.

    સુરતમાં સુરજ યાદવ બનીને પરણિત સમીર ખાને હિંદુ સગીરાનું અપહરણ કર્યું

    સુરતના કાપોદ્રામાં હિંદુ નામ સુરાજ યાદવ જણાવીને રહેતા સમીર ખાન ઉર્ફે ટીક્કન અલીએ પાડોશમાં રહેતી 17 વર્ષની હિંદુ સગીરાને પ્રેમજાળમાં ફસાવીને તેનું અપહરણ કર્યું હતું. અપહરણ કરીને રાજસ્થાનના જયપુર લઇ જઈને તેના પર બળાત્કાર કર્યા હતા. ફરિયાદ થયેલ તપાસમાં સામે આવ્યું હતું કે તે પહેલાથી પરણિત હતો અને તેને બાળક પણ હતું.

    આમ વર્ષભરમાં આ 40 કિસ્સા તો એવા છે જે પોલીસના ચોપડે નોંધાયા છે અને મીડિયામાં આવ્યા છે. આ સિવાય જેહાદીઓ દ્વારા થતાં લવ જેહાદના એ કિસ્સા કે જેને મીડિયામાં જગ્યા નથી મળી તે અલગ. ઉપરાંત જે કિસ્સાઓમાં ફરિયાદ નથી નોંધાઈ તે પણ અલગ.

    હિંદુ દીકરીઓ ભલે તે 5 વર્ષની હોય કે 21 અને મહિલાઓ ભલે તે 22 વર્ષની હોય કે 62, કોઇ પણ જેહાદીઓના આ ચુંગાલથી પર નથી. જેહાદી માનસિકતા ધરાવતા આ નરાધમો પોતાના નામ અને ધર્મ છુપાવીને કે ખોટા વાયદાઓ કરીને તેમને ફસાવતા હોય છે અને તેમનું માનસિક, શારીરિક તેમજ આર્થિક શોષણ કરતા હોય છે.

    એ વાત અલગ છે કે હાલની સરકારમાં આવા કિસ્સાઓ તુરંત પ્રકાશમાં આવે છે, ફરિયાદ નોંધાય છે અને આરોપીઓ સામે ત્વરિત કાર્યવાહી પણ થાય છે. પોલીસ અને પ્રશાસન પીડિત યુવતીઓ અને તેમના પરિવારને શક્ય તેટલી તમામ મદદ કરતી હોય છે. માટે જ તેમનામાં પોલીસ સ્ટેશન સુધી જવાની અને ફરિયાદ નોંધાવવાની હિંમત આવી છે. તેમ છતાં મૂળ વાત એ છે કે લવ જેહાદ જેવા દૂષણનો એક પણ કિસ્સો આ સમાજમાં બનવો જ ન જોઇએ અને તે માટે પોલીસ અને પ્રશાસને હજુ વધુ સતર્કતા દાખવવી જોઈએ તેમાં કોઇ બેમત નથી.

    આ સાથે જ હિંદુ સમાજે પણ પોતાના પરિવારમાં આવા વિષયોની ખુલીને વાત કરવી જોઈએ. પરિવારની બહેન-દીકરીઓ-મહિલાઓને આ દૂષણોથી અવગત રાખવી જોઈએ, જેથી કોઇ જેહાદી તેમણે પોતાની વાતોમાં ફસાવી ના જાય.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં