Sunday, October 6, 2024
More
    હોમપેજગુજરાતવડોદરાના માંજલપુરમાં સાહિલ ઘાંચીએ ઇન્સ્ટાગ્રામ પર હિંદુ યુવતી ફસાવી, ઓળખ છુપાવી તેની...

    વડોદરાના માંજલપુરમાં સાહિલ ઘાંચીએ ઇન્સ્ટાગ્રામ પર હિંદુ યુવતી ફસાવી, ઓળખ છુપાવી તેની સાથે ભાડે રહેવા લાગ્યો: કરણી સેનાએ ભાંડો ફોડતા પોલીસે કરી ધરપકડ

    લવ જેહાદના આરોપીની તપાસમાં જાણવા મળ્યું છે કે, તેણે મકાનમાલિકને પોતાની સાચી ઓળખ વિશે અંધારામાં રાખી મકાન ભાડે લીધું હતું. કરણી સેના દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસે સાહિલની ધરપકડ કરી હતી.

    - Advertisement -

    વડોદરામાં દિનપ્રતિદિન લવ જેહાદના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે વધુ એક લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. માંજલપુરની એક સોસાયટીમાં મકાનમાલિકને અંધારામાં રાખી ભાડાથી રહેતો મુસ્લિમ યુવક સાહિલ ઘાંચી હિંદુ યુવતીને મકાનમાં લાવતા સ્થાનિકો દ્વારા કરણી સેનાને જાણ કરાઈ હતી. ત્યારબાદ કરણી સેનાએ સાહિલ નામના મુસ્લિમ યુવકને પોલીસને સોંપ્યો હતો.

    GSTVના અહેવાલ મુજબ વડોદરામાં માંજલપુર અલવાનાકા પાસેની એક સોસાયટીમાં મુસ્લિમ યુવક સાહિલ ઘાંચી પોતાના ભાડાના મકાનમાં એક હિંદુ યુવતીને લઈને ગયો હતો. આ બાબતે સ્થાનિકોને જાણ થઈ હતી આ સાથે જ સ્થાનિકોએ કરણી સેનાને જાણ કરતા તેઓએ સાહિલને પકડીને પોલીસને સોંપ્યો હતો. લવ જેહાદના આરોપીની તપાસમાં જાણવા મળ્યું છે કે, તેણે મકાનમાલિકને પોતાની સાચી ઓળખ વિશે અંધારામાં રાખી મકાન ભાડે લીધું હતું. કરણી સેના દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસે સાહિલની ધરપકડ કરી હતી.

    પોલીસ પુછપરછમાં સામે આવ્યું છે કે સાહિલ ઘાંચીએ પરણિત હોવા છતાં ઇન્સ્ટાગ્રામ દ્વારા હિંદુ યુવતીને ફસાવી હતી પોતાની ઓળખ છુપાવીને. સાહિલ હાલમાં ઇકો વાન ચલાવે છે. જેમાં તે ખાનગી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને લાવવા લઈ જવાનું કામ કરે છે.

    - Advertisement -

    વડોદરા થઇ રહ્યું છે લવજેહાદીઓ માટે કુખ્યાત

    આ પહેલા પણ વડોદરામાંથી આવા ઘણા લવ જેહાદના કિસ્સાઓ સામે આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગત મહિને જ વડોદરાના પાદરામાં એક લવ જેહાદની ઘટના સામે હતી. જેમાં સાહિલ વ્હોરા નામના મુસ્લિમ યુવકે વિકી નામ ધારણ કરીને હિંદુ સગીરાને ફસાવી તેનું શારીરિક શોષણ કર્યું હતું. સગીરા સામે તેની પોલ ખૂલી જતાં તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. એક દિવસ જ્યારે તે જાહેરમાં તે સગીરાને માર મારી રહ્યો હતો ત્યારે રાહદારીઓએ તેને બચાવી હતી જે બાદ સાહિલની ધરપકડ કરાઈ હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે તે આ સગીરા પાસે બળજબરીથી દેહવ્યાપાર પણ કરાવતો હતો.

    આ સિવાય પણ વડોદરામાં ગત જૂન મહિનામાં બીજો એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં ઓળખ છુપાવીને હિંદુ યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી ખોટા ઓળખપત્રના આધારે હોટેલોમાં રોકાવા લઈ જનાર ઈરફાન વિરુદ્ધ એક પછી એક 2 હિંદુ યુવતીઓએ ફરિયાદ નોંધાવી હતી. આ સિવાય તેના મોબાઈલમાંથી અન્ય યુવતીઓ સાથે વાતો કરતો હોવાના પુરાવાઓ પણ મળી આવ્યા હતા. આ બાબતને લઈને હિંદુ સંગઠનો ખૂબ જ રોષે ભરાયા હતા. આ સાથે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ બાબતે સજાગ થઈ ગુજરાત પોલીસને દરેક હોટેલોમાં ચેકિંગ કરવા આદેશ અપાયા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં