Wednesday, May 8, 2024
More
    હોમપેજગુજરાતવડોદરામાં ઇરફાને હિંદુ નામ સાથે રૂમ બુક કરીને યુવતી સાથે લવ જેહાદ...

    વડોદરામાં ઇરફાને હિંદુ નામ સાથે રૂમ બુક કરીને યુવતી સાથે લવ જેહાદ કરવાની ઘટના બાદ સરકાર એક્શનમાં: તમામ હોટેલોમાં તપાસના આદેશ, હર્ષ સંઘવીએ આપ્યું નિવેદન

    લવ જેહાદને લઈ ગુજરાત સરકાર એક્શનમાં, પોલીસને દરેક હોટલમાં જઇ ચેકિંગના આદેશ, હર્ષ સંઘવીએ પીડિતાઓને કરી સામે આવવાની અપીલ. કહ્યું- 'ફરિયાદીઓની ઓળખ ગુપ્ત રખાશે'

    - Advertisement -

    વડોદરામાં ઓળખ છુપાવીને હિંદુ યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી ખોટા ઓળખપત્રના આધારે હોટેલોમાં રોકાવા લઇ જનાર ઈરફાન વિરુદ્ધ એક પછી એક 2 હિંદુ યુવતીઓએ ફરિયાદ નોંધાવી છે. આ સિવાય તેના મોબાઇલમાંથી અન્ય યુવતીઓ સાથે વાત કરતો હોવાના પુરાવા પણ મળી આવ્યા છે. એવામાં હિંદુ સંગઠનો ખુબ રોષે ભરાયા છે. હવે સરકાર પણ આ બાબતે સજાગ થઇ હોય એમ ગુજરાત પોલીસને દરેક હોટેલોમાં ચેકીંગ કરવાના આદેશ અપાયા છે.

    અહેવાલો અનુસાર પાર્ટીના એક કામથી વડોદરા પહોંચેલા ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ બાબતે નિવેદન આપ્યું છે. સંઘવીએ જણાવ્યું છે કે, પોલીસને દરેક હોટેલમાં જઇ ચેકિંગના આદેશ આપ્યા છે તેમજ વડોદરાની ઘટનામાં ફરિયાદ નોંધવા પોલીસને તપાસના આદેશ આપ્યા હતા તેમજ સરકારની બે એજન્સી તપાસ કરી રહી છે. વધુમાં જણાવ્યું કે, “દીકરીઓના પરિવારને વિનંતી છે કે હિંમત કરીને આગળ આવે અને પરિવારનું નામ અને ઓળખ ગુપ્ત રાખીશું.”

    હર્ષ સંઘવીએ કહ્યું કે, આ કિસ્સો સામે આવતા તાત્કાલિક પોલીસને તપાસનો આદેશ આપ્યો હતો. તેમણે ઉમેર્યું કે, “આ કિસ્સો માત્ર વડોદરા પુરતો જ નહી પરંતુ સમગ્ર ગુજરાતમાં આવા કિસ્સાઓ ન બને તે માટે તમામ હોટેલોમાં ચેકિંગ ચાલુ છે. તેમજ આ પ્રકારની ઘટના કોઈના પણ ધ્યાને આવે તો તાત્કાલિક પોલીસને જાણકારી આપવી અમે આ બાબતે ખૂબ ગંભીરતાપૂર્વક પગલા ભરવા માટે મક્કમ છીએ.”

    - Advertisement -

    ઇરફાન સામે થઇ છે 2 ફરિયાદ

    તાજેતરમાં વડોદરા શહેરમાંથી બજરંગ દળ કાર્યકર્તાઓએ હોટેલમાં હિંદુ ઓળખપત્ર આપીને હિંદુ યુવતી સાથે રોકાયેલા એક મુસ્લિમ યુવકને ઝડપી પાડ્યો હતો. ઈરફાન દીવાન નામનો આ યુવક ખોટું આઈડી આપીને હોટેલમાં રોકાયો હતો. જે મામલે પોલીસે ઇરફાન દીવાન સહિત ત્રણની ધરપકડ કરી લીધી છે. 

    મકરપુરા પોલીસ અનુસાર, તાજેતરમાં જ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે, તરસાલી બ્રિજ પાસેની એક હોટેલમાં એક મુસ્લિમ યુવક અને હિંદુ યુવતી ખોટું આધારકાર્ડ રજૂ કરીને રોકાયાં છે. જે પોલીસના ધ્યાને આવતાં અધિકારીઓ ગેસ્ટહાઉસ પર પહોંચ્યા હતા અને વિડીયો બાબતે પૂછપરછ કરી હતી. જેમાં આ તમામ હકીકત સામે આવી હતી.

    વડોદરા પોલીસની પૂછપરછ અને હોટેલના રજિસ્ટરની તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, હિંદુ યુવતીને લઈને આવેલા ઈરફાન દીવાન નામના યુવકે હોટેલમાં નોંધણી હિતેન ઠાકોરના નામથી કરાવી હતી અને અને આધારકાર્ડ પણ એ જ નામનું આપ્યું હતું. આધારકાર્ડમાં હિતેન નામ અને વ્યક્તિ વાસ્તવમાં ઈરફાન દીવાન હોવાથી કોઈ પણ જાતની ખરાઈ કર્યા વગર હોટેલમાં પ્રવેશ આપતાં પોલીસે હોટેલ મેનેજર, ઈરફાન દીવાન અને આધારકાર્ડ વાપરવા આપનાર ઇરફાનના મિત્ર હિતેન ઠાકોર સામે જાહેરનામા ભંગ બદલનો ગુનો દાખલ કરાયા બાદ આ ત્રણેયની ધરપકડ કરી લેવામાં આવી હતી.

    જેના એક દિવસ બાદ ઈરફાન વિરુદ્ધ વધુ એક પીડિતાએ ફરિયાદ નોંધાવી હતી. શહેરના માણેજા વિસ્તારમાં રહેતી પીડિતા છેલ્લા ઘણા સમયથી ઈરફાનની હરકતોથી ત્રાસેલી હોવાનું તેણે ફરિયાદમાં જણાવ્યું છે. ડરના કારણે આજ દિન સુધી તે સામે નહોતી આવી, ત્યારે ઈરફાન વિરુદ્ધ ગુનો દાખલ થવાની જાણ થતા જ યુવતીએ હિંમત કરી માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં