Thursday, April 25, 2024
More
  હોમપેજક્રાઈમવડોદરા: હિતેન નામ રાખીને હિંદુ યુવતી સાથે હોટેલમાં રોકાયેલા ઈરફાનની ધરપકડ, હોટેલ...

  વડોદરા: હિતેન નામ રાખીને હિંદુ યુવતી સાથે હોટેલમાં રોકાયેલા ઈરફાનની ધરપકડ, હોટેલ મેનેજર સહિત અન્ય બે પણ પકડાયા: બજરંગ દળ કાર્યકર્તાઓએ ભાંડો ફોડ્યો હતો

  હિંદુ યુવતીને લઈને આવેલા ઈરફાન દીવાન નામના યુવકે નોંધણી હિતેન ઠાકોરના નામથી કરાવી હતી અને અને આધારકાર્ડ પણ એ જ નામનું આપ્યું હતું.

  - Advertisement -

  તાજેતરમાં વડોદરા શહેરમાંથી બજરંગ દળ કાર્યકર્તાઓએ હોટેલમાં હિંદુ ઓળખપત્ર આપીને હિંદુ યુવતી સાથે રોકાયેલા એક મુસ્લિમ યુવકને ઝડપી પાડ્યો હતો. ઈરફાન દીવાન નામનો આ યુવક ખોટું આઈડી આપીને હોટેલમાં રોકાયો હતો. જે મામલે પોલીસે ઇરફાન દીવાન સહિત ત્રણની ધરપકડ કરી લીધી છે. 

  મકરપુરા પોલીસ અનુસાર, તાજેતરમાં જ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે, તરસાલી બ્રિજ પાસેની એક હોટેલમાં એક મુસ્લિમ યુવક અને હિંદુ યુવતી ખોટું આધારકાર્ડ રજૂ કરીને રોકાયાં છે. જે પોલીસના ધ્યાને આવતાં અધિકારીઓ ગેસ્ટહાઉસ પર પહોંચ્યા હતા અને વિડીયો બાબતે પૂછપરછ કરી હતી. 

  વડોદરા પોલીસની પૂછપરછ અને હોટેલના રજિસ્ટરની તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, હિંદુ યુવતીને લઈને આવેલા ઈરફાન દીવાન નામના યુવકે હોટેલમાં નોંધણી હિતેન ઠાકોરના નામથી કરાવી હતી અને અને આધારકાર્ડ પણ એ જ નામનું આપ્યું હતું. આધારકાર્ડમાં હિતેન નામ અને વ્યક્તિ વાસ્તવમાં ઈરફાન દીવાન હોવાથી કોઈ પણ જાતની ખરાઈ કર્યા વગર હોટેલમાં પ્રવેશ આપતાં પોલીસે હોટેલ મેનેજર, ઈરફાન દીવાન અને આધારકાર્ડ વાપરવા આપનાર ઇરફાનના મિત્ર હિતેન ઠાકોર સામે જાહેરનામા ભંગ બદલનો ગુનો દાખલ કર્યો હતો. ત્યારબાદ આ ત્રણેયની ધરપકડ કરી લેવામાં આવી હતી. 

  - Advertisement -

  શું છે કેસ? 

  કેસની વધુ વિગતો એવી છે કે તાજેતરમાં રાત્રે વડોદરાના બજરંગ દળ કાર્યકર્તાઓને એક મુસ્લિમ યુવક ખોટા આઈડી લઈને હિંદુ યુવતીને હોટેલમાં લઇ જતો હોવાની જાણકારી મળી હતી. ત્યારબાદ તેમણે  ગત ગુરૂવારે (22 જૂન, 2023) તરસાલીની એક હોટેલમાં જઈને તપાસ કરતાં ઈરફાન દીવાન નામનો યુવક એક હિંદુ યુવતી સાથે મળી આવ્યો હતો. બજરંગ દળ કાર્યકર્તાઓએ તેને પૂછતાં હિંદુ આઈડી બતાવ્યું હતું, જેમાં હિતેન નામ લખ્યું હતું. પરંતુ કડકાઈથી પૂછપરછ કરતાં તેણે કબૂલી લીધું હતું કે તે પોતે મુસ્લિમ છે અને ખોટા આઈડીથી રૂમ બુક કર્યો હતો. તેણે એ પણ જણાવ્યું હતું કે તેણે અગાઉ પણ આ રીતે ખોટા આઈડીથી રૂમ બુક કર્યો હતો.

  બજરંગ દળ કાર્યકર્તાઓએ જણાવ્યું કે, તેના ફોનમાંથી અન્ય પણ હિંદુ યુવતીઓના ફોટા મળી આવ્યા હતા. ત્યારબાદ તેમણે પોલીસને જાણ કરીને યુવકને સોંપી દીધો હતો. જોકે, બદનામીના ડરે યુવતી અને તેના પરિજનોએ યુવક સામે ફરિયાદ નોંધાવવાની ના પાડી દીધી હતી, પરંતુ પોલીસે સ્વયં સંજ્ઞાન લઈને જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો છે અને ત્રણની ધરપકડ કરી છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં