હોમપેજમિડિયા'હેડમાસ્ટર્સ સન' પછી હવે 'બ્રેડમેકર': કાશ્મીરમાં જવાનો પર હુમલો કરનારા આતંકવાદીને ધ...

‘હેડમાસ્ટર્સ સન’ પછી હવે ‘બ્રેડમેકર’: કાશ્મીરમાં જવાનો પર હુમલો કરનારા આતંકવાદીને ધ પ્રિન્ટે આપી નવી ઓળખ

ઉમરને 'આતંકવાદી' ગણાવવામાં પણ 'ધ પ્રિન્ટ'નો રિપોર્ટ લખનાર અનન્યા ભારદ્વાજને ભારે તકલીફ થઈ છે. તેને 'ઓપરેટિવ' ગણાવીને રિપોર્ટર લખે છે કે તે કુલગામના એક ગામમાં બ્રેડ બનાવવાનું કામ કરતો હતો અને 10 નવેમ્બરથી તેના ઘરેથી ગાયબ થઈ ગયો હતો. ત્યારબાદ આતંકવાદીઓ સાથે જોડાઈ ગયો.

- Advertisement -

આતંકવાદીઓનાં, ઇસ્લામિસ્ટ ટેરરિસ્ટોનાં પાપ ધોઈને તેમને હ્યુમનાઇઝ કરનારી એક જમાત પણ દેશમાં સક્રિય છે તેનું મોટું ઉદાહરણ 2016માં કાશ્મીરમાં બુરહાન વાની નામનો હિઝબુલ મુજાહિદ્દીનનો આતંકવાદી માર્યો ગયો ત્યારે જોવા મળ્યું હતું. મીડિયાના લેફ્ટિસ્ટ વર્ગે બુરહાનને ‘હેડમાસ્ટરનો દીકરો’ ગણાવીને ભરપૂર રિપોર્ટિંગ કર્યું હતું અને જાણે કોઈ ક્રાંતિકારીને સેનાએ મારી નાખ્યો હોય એવું વાતાવરણ બનાવી નાખ્યું હતું. 2016ના એ એપિસોડનું  સ્મરણ ‘ધ પ્રિન્ટ’ના પત્રકારોએ કરાવ્યું છે, જેમણે તાજેતરના એક એનકાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકવાદી વિશે લખ્યું છે– ‘બ્રેડમેકર.’

પ્રિન્ટના પત્રકારોને આતંકવાદીની ઓળખ આપવા માટે આ જ શબ્દ મળ્યો. 17 નવેમ્બરના ‘ધ પ્રિન્ટ’ના રિપોર્ટની હેડલાઇન છે– ‘જમ્મુ-કાશ્મીરમાં એનકાઉન્ટરમાં બ્રેડમેકર માર્યો ગયો, અઠવાડિયા પહેલાં ઘર છોડીને LeTમાં જોડાયો હતો, CRPFના કર્મચારીઓ પર હુમલો કર્યો હતો.’ હેડલાઇનમાં LeT રેન્કમાં જોડાવાની અને સીઆરપીએફ પર હુમલો કરવાની વાત જાણીજોઈને અવતરણ ચિહ્નમાં લખવામાં આવી છે.

રિપોર્ટમાં એક 19 વર્ષીય ઉમર નિસાર ડારના એનકાઉન્ટરની વાત છે. થોડા દિવસ પહેલાં સીઆરપીએફના જવાનો પર એક ઘાતક હુમલો થયો હતો. જેમાં ત્રણેક જવાનોને ગંભીર ઇજાઓ પહોંચી. તપાસમાં જાણવા મળ્યું કે આ હુમલા પાછળ લશ્કર-એ-તૈયબાના ફ્રન્ટ ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’નો હેન્ડલર લતીફ ભટ અને તેના સાગરીતો સંડોવાયેલા હતા. પછીથી તમામ ફરાર થઈ ગયા. સુરક્ષાબળોએ એક પછી એક શોધીને ઠાર કર્યા. તાજા અહેવાલો પ્રમાણે લતીફ ભટ પણ ઠાર મરાયો છે.

- Advertisement -

જે ઉમર નિસાર ડારની વાત છે એ લતીફનો જ માણસ હતો. થોડા દિવસ પહેલાં તેના ઘરેથી ગાયબ થઈ ગયો હતો. ત્યારબાદ જ કાશ્મીરમાં સુરક્ષાબળો પર હુમલા થયા.

ઉમરને ‘આતંકવાદી’ ગણાવવામાં પણ ‘ધ પ્રિન્ટ’નો રિપોર્ટ લખનાર અનન્યા ભારદ્વાજને ભારે તકલીફ થઈ છે. તેને ‘ઓપરેટિવ’ ગણાવીને રિપોર્ટર લખે છે કે તે કુલગામના એક ગામમાં બ્રેડ બનાવવાનું કામ કરતો હતો અને 10 નવેમ્બરથી તેના ઘરેથી ગાયબ થઈ ગયો હતો. ત્યારબાદ આતંકવાદીઓ સાથે જોડાઈ ગયો.

તે લતીફ ભટનો માણસ હતો એ હકીકતનો ઉલ્લેખ કરતી વખતે પણ રિપોર્ટમાં ન લતીફને આતંકવાદી કહેવામાં આવ્યો છે કે ન ડારને. તેના માટે શબ્દ વપરાયો છે ‘હેન્ડલર.’ માત્ર હેન્ડલર પણ નહીં, ‘કથિત હેન્ડલર.’

ભારતીય પત્રકારોના એક વર્ગની સમસ્યા માત્ર એટલી નથી કે તેને રાષ્ટ્રવાદ પ્રત્યે પૂર્વગ્રહ છે. તેમની સમસ્યા એ પણ છે કે તેમને આતંકવાદ અને તેને પોષતી ઇસ્લામી કટ્ટરપંથી વિચારધારા પ્રત્યે પણ બૌદ્ધિક સહાનુભૂતિ રહે છે. આતંકવાદી કૃત્ય સામે આવે એટલે તેને બાજુ પર મૂકીને તેની પાછળની સામાજિક પરિસ્થિતિ, પારિવારિક સ્થિતિ, વ્યવસાય અને અંગત જીવનની તપાસ શરૂ થઈ જાય છે. હિંસક વિચારધારાની ચર્ચા કરતાં આતંકવાદી આ માર્ગે કઈ રીતે અને કયા સંજોગોમાં દોરાઈ ગયો હશે તેની ચિંતા પત્રકારોને થવા માંડે છે. આખરે આતંકવાદીની જવાબદારીની બાદબાકી થઈને પૃષ્ઠભૂમિ કેન્દ્રમાં આવી જાય છે.

કોઈ પણ વ્યક્તિનો વ્યવસાય, પરિવાર કે સામાજિક પૃષ્ઠભૂમિ પણ સમાચારનો હિસ્સો હોય તોપણ આ વિગતો એટલી બધી મહત્ત્વની ન થઈ જાય કે તેના કારણે આતંકવાદી પ્રવૃત્તિઓ અને તેનાં દુષ્પરિણામો પાછળ રહી જાય. અહીં હેડલાઇનમાં ઉમર નિસાર ડારને આતંકવાદી નહીં પણ બ્રેડમેકર ગણાવાયો છે. પ્રશ્ન એ નથી કે તે ખરેખર બ્રેડ બનાવવાનું કામ કરતો હતો કે નહીં. પ્રશ્ન એ છે કે તે આતંકવાદી સંગઠનનો માણસ હતો, કાશ્મીરમાં કાળો કેર વર્તાવનારા આતંકવાદી સાથે કામ કરતો હતો, સુરક્ષાબળો પર હુમલામાં સંડોવાયેલો હતો તો તેની પ્રાથમિક ઓળખ ‘બ્રેડમેકર’ કઈ રીતે બને?

પત્રકારત્વમાં શબ્દોની પસંદગી અર્થહીન હોતી નથી. હેડલાઇન વાચકના મનમાં ઘટનાની પહેલી છાપ છોડે છે. તેમાં કઈ વિગતોને પ્રાધાન્ય અપાય છે અને કોને નથી અપાતું એ સંપાદકીય સમજણ અને દૃષ્ટિકોણ બંને દર્શાવે છે. આતંકવાદીની આતંકવાદી તરીકેની ઓળખ બાજુ પર મૂકીને સામાન્ય નાગરિક તરીકેની ઓળખ રજૂ કરવામાં આવે, તેને હ્યુમનાઈઝ કરવામાં આવે એ વાચકનું ધ્યાન ભટકાવવાની વાત થઈ કહેવાય. આતંકવાદી સામાન્ય યુવક જ હતો, તેના મનમાં ભારત પ્રત્યે, હિંદુઓ પ્રત્યે, સેના પ્રત્યે કોઈ ઝેર ન હતું અને સંજોગવસાત એ ખોટા રસ્તે ચડી ગયો એવી છાપ ઊભી થઈ શકે.

આવું જ બુરહાન વાનીના કિસ્સામાં થયું હતું. બુરહાન વાનીની વાત કરીએ ત્યારે પહેલી અને છેલ્લી હકીકત એ ઉલ્લેખાવી જોઈએ કે તે આતંકવાદી હતો, હિઝબુલ મુહહિદ્દીન માટે કામ કરતો હતો. આતંકવાદીઓની ભરતી કરતો હતો અને સુરક્ષાબળો પર, નિર્દોષ નાગરિકો પર હુમલા કરતો હતો, પણ મીડિયાએ તેના સમાચારો આપતી વખતે તે ‘હેડમાસ્ટરનો દીકરો હતો’, ‘અભ્યાસમાં સારો હતો’ કે ક્રિકેટ સારું રમતો હતો– આ બધી વિગતોને વિશેષ મહત્ત્વ આપીને અહેવાલો છાપ્યા હતા.

આવી બિનજરૂરી સંવેદનશીલતા એકતરફી કેમ જણાય છે એ પણ એક પ્રશ્ન છે. આતંકવાદી માટે તેની આતંકવાદી તરીકેની ઓળખ પડતી મૂકીને વ્યવસાય અને અંગત જીવન સુધી પહોંચી જનારાઓ સુરક્ષાબળોના જવાનોને પીડા, તેમના પરિવારોની ચિંતા માટે આવી સંવેદનશીલતા દાખવતા હોતા નથી. આ પ્રિન્ટના રિપોર્ટની હેડલાઇનમાં જ ક્યાંય એ જવાનોની પીડાને સ્થાન અપાયું નથી. જે જવાનો પર હુમલો થયો તેમની ઈજા સમાચારના લખાણનો ભાગ માત્ર બની રહી જ્યારે આતંકવાદીની વ્યાવસાયિક ઓળખ હેડલાઇનના કેન્દ્રમાં આવી ગઈ.

આવી રજૂઆતોની બીજી એક અસર એ થાય છે કે તે આતંકવાદને એક સંગઠિત અને વૈચારિક સમસ્યા તરીકે જોવાને બદલે વ્યક્તિગત જીવનની કરુણ કથા તરીકે જોવાની દૃષ્ટિ વિકસાવવા માંડે છે. જે જેહાદી કટ્ટરપંથી વિચારધારાના કારણે આતંકવાદીઓ પેદા થાય છે, જે વિચારધારા આ આતંકવાદીઓને પોષે છે, જે હિંસક હેતુ માટે આતંકવાદીઓ આવાં કૃત્યોને અંજામ આપે છે એ હેતુ અને તેની પાછળનું નેટવર્ક, તેમને મળતી વૈચારિક-ભૌતિક મદદ અને આ આતંકવાદીઓના નિશાના પર કોણ રહે છે– આ બધી જ બાબતો ચર્ચામાંથી સરકી જાય છે અને ચર્ચાનું કેન્દ્ર આતંકવાદીના વ્યવસાય અને અંગત પૃષ્ઠભૂમિ સુધી સીમિત થઈ જાય છે. પત્રકારત્વમાં બદમાશી અને બદમાશીભર્યું પત્રકારત્વ આને જ કહેવાય છે. આવા પત્રકારત્વમાં લેફ્ટિસ્ટ-ઇસ્લામિસ્ટોને પહેલેથી માસ્ટરી છે!

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં