Sunday, April 28, 2024
More
    હોમપેજક્રાઈમગીર-સોમનાથ: સુત્રાપાડાના ઘંટીયા પ્રાચી ગામે શૈક્ષણિક સંકુલના રેકટર આબીદ મુસાએ હિંદુ શિક્ષિકાના...

    ગીર-સોમનાથ: સુત્રાપાડાના ઘંટીયા પ્રાચી ગામે શૈક્ષણિક સંકુલના રેકટર આબીદ મુસાએ હિંદુ શિક્ષિકાના અંગત ફોટા પાડ્યા, ધમકીઓ આપી મુસ્લિમ બની જવા દબાણ કર્યું; હિંદુ સંગઠનો રોષમાં

    સૂત્રએ વધુમાં જણાવ્યું કે સ્થાનિક લોકો આને લવ જેહાદનો કિસ્સો ગણાવી રહ્યા છે અને ઈચ્છી રહ્યા છે કે આ આરોપી સામે ઉત્તરપ્રદેશની સરકારની જેમ કાર્યવાહી કરવામાં આવે.

    - Advertisement -

    ગીર-સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ઘંટીયા પ્રાચી ગામથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં એક ખાનગી શૈક્ષણિક સંકુલના મુસ્લિમ રેક્ટર, આબીદ મુસા સામે એક હિંદુ શિક્ષિકાએ ગંભીર આરોપો કર્યા છે. જેમાં છુપાઈને તેના અશ્લીલ ફોટા પાડવાથી લઈને, મારી નાખવાની ધમકી આપવી અને ધર્મપરિવર્તન કરી મુસ્લિમ બનવા માટે દબાણ કરવાનો સમાવેશ થાય છે. નાનકડા ગામમાં આ પ્રકારના બનાવથી લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે જેના અનુસંધાને પ્રાચીમાં આજે હિંદુ સંગઠનોએ મોટી સંખ્યામાં ભેગા થઈને સુત્રાપાડાના મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.

    અહેવાલો અનુસાર સુત્રાપાડા તાલુકાના ઘંટીયા પ્રાચી ખાતે ખાનગી શૈક્ષણિક સંકુલના રેકટર (કેરટેકર) તરીકે કામ કરતા મુસ્લિમ યુવક દ્વારા સ્કૂલની જ શિક્ષિકા સાથે તેમની ઈચ્છા વિરુદ્ધ સેલ્ફી ફોટા લઈ લગ્ન કરવા દબાણ કરતો હોવાનો હિંદુ શિક્ષિકા દ્વારા આરોપ લાગવાવમાં આવ્યા હતા. ફરિયાદી શિક્ષિકા અનુસાર તેની સગાઇ થઇ ચુકી છે અને આ આબીદ ખોટી રીતે પડેલા તેના ફોટા બતાવીને ધમકીઓ આપતો હતો કે “મારી સાથે લગ્ન કરી લે અને મુસ્લિમ બની જા, નહિ તો આ ફોટા તારા ફિયાન્સને મોકલીને તેને બદનામ કરી દઈશ.”

    ફરિયાદી શિક્ષિકાએ વધુમાં કહ્યું હતું કે આરોપી આબીદ મુસા તેના ભાઈનું અપહરણ કરવાની પણ ધમકીઓ આપતો હતો. આ મુસ્લિમ યુવક વડાળા ગીર ગામનો આબીદ મુસા ખાંડણી સામે લાગેલા આરોપોથી સ્થાનિક હિંદુ સમાજ ખુબ રોષે ભરાયો હતો. સ્થાનિક હિંદુ સંગઠનોએ મોટી સંખ્યામાં એકઠા થઈને આ બાબતે સુત્રાપાડા તાલુકાના મામલતદારને આવેદન પણ આપ્યું હતું. જે બાદ આરોપીની ધરપકડ પણ થઇ હતી.

    - Advertisement -

    લોકોએ ઉત્તરપ્રદેશ જેવી કાર્યવાહી કરવા માંગ કરી

    ઑપઇન્ડિયા સાથે થેયેલી ખાસ વાતચીતમાં સુત્રાપાડા તાલુકાના ઘંટીયા પ્રાચી ગામના એક સ્થાનિક સૂત્રએ જણાવ્યું હતું કે, “એક જ સ્કૂલમાં ફરજ બજાવતા આરોપી મુસ્લિમ યુવક દ્વારા હિંદુ શિક્ષિકા સાથે મિત્રતા રાખવા માટે વારંવાર દબાણ કરવામાં આવતું હતું તેમજ તેની સાથે લગ્ન કરવા અને ઇસ્લામમાં ધર્મપરિવર્તન કરવા પણ દબાણ કરવામાં આવતું હતું. સાથે વારંવાર ધમકીઓ આપવામાં આવતી હતી કે જો તે આવું નહિ કરે તો તેમના ફોટાઓ સોશિયલ મીડિયામાં વાઇરલ કરી બદનામ કરી દેશે. પરંતુ યુવતી તાબે ન થતા પાંચ દિવસ પહેલા મુસ્લિમ યુવક દ્વારા સોસીયલ મીડિયામાં ફોટાઓ વાઇરલ કરવામાં આવ્યા હતા ત્યારે યુવતી દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. સાથે સાથે સોશિયલ મીડિયામાં ફોટાઓ વાઇરલ થતા સમગ્ર હિંદુ સમાજ રોષે ભરાયો હતો.”

    સૂત્રએ વધુમાં જણાવ્યું કે સ્થાનિક લોકો આને લવ જેહાદનો કિસ્સો ગણાવી રહ્યા છે અને ઈચ્છી રહ્યા છે કે આ આરોપી સામે ઉત્તરપ્રદેશની સરકારની જેમ કાર્યવાહી કરવામાં આવે. હાલ આરોપીનો મોબાઈલ ફોરેન્સિક તપાસ માટે મોકલી દેવામાં આવ્યો છે અને જુદી જુદી કલમો અનુસાર તેની સામે પોલીસ કાર્યવાહી ચાલી રહી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં