Wednesday, May 8, 2024
More
    હોમપેજગુજરાત'તારી દીકરી 17 વર્ષની હતી ત્યારથી બળાત્કાર કરું છું, થાય તે કરી...

    ‘તારી દીકરી 17 વર્ષની હતી ત્યારથી બળાત્કાર કરું છું, થાય તે કરી લે’: રાજકોટમાં ક્રિકેટ કોચિંગની આડમાં કોચ મહેબૂબ બુખારીએ હિંદુ યુવતીને ફસાવી, પિતાને પણ આપી ધમકી; ધરપકડ થઇ

    ક્રિકેટ કોચિંગમાં ક્રિકેટ શીખવવાને બદલે મહેબૂબ બુખારીએ સગીરાને પ્રેમ જાળમાં ફસાવી અને તેનું બ્રેઇનવોશ કરી નાખ્યું. મહેબૂબે તેનું નામ પણ બદલીને નાઝનીન કરી નાંખ્યું હતું.

    - Advertisement -

    રાજકોટમાં ક્રિકેટ કોચ મહેબૂબ બુખારીએ હિંદુ યુવતી પર બળાત્કાર કરી તેને ગાયબ કરી દીધી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આરોપી મહેબૂબ પીડિતા સગીર વયની હતી ત્યારથી તેના પર બળાત્કાર ગુજરી રહ્યો હતો. આરોપ છે કે મહેબૂબે પીડિતાનું ધર્માંતરણ કરી તેનું નામ પણ બદલીને નાઝનીન કરી નાખ્યું હતું. બીજી તરફ હિંદુ યુવતી ગત 26 જૂનથી ગાયબ છે. આખી ઘટના સામે આવ્યા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી યુવતીની શોધખોળ ચાલુ કરી છે.

    મળતી માહિતી અનુસાર મૂળ તળાજાનો અને છેલ્લા કેટલાક વર્ષોથી રાજકોટ સ્થાયી થયેલ પીડિત પરિવારની દીકરી શહેરની કુંડલીયા કોલેજમાં અભ્યાસ કરે છે. પીડિતા સગીર વયની ઉમરમાં જ ક્રિકેટર બનવાનું સપનું લઈને મહેબૂબ બુખારીના કોચિંગ ક્લાસમાં જોડાઈ હતી. જ્યાં મહેબૂબે તેને પ્રેમજાળમાં ફસાવી તેના પર અનેકવાર બળાત્કાર ગુજાર્યો હતો. છેલ્લા 4 વર્ષથી મહેબૂબની હવસનો ભોગ બનેલી પીડિતા ગત 26 જૂને ઘરેથી ગાયબ થઈ જતા તેના પરિવારે મહેબૂબ બુખારી સામે ફરિયાદ નોંધાવી હતી.

    જય દ્વારિકાધીશ બોલનારી દીકરી અલ્લાહુ અકબરના નારા લગાવતી: પીડિત પરિવાર

    પીડિત પરિવારે ફરિયાદમાં જણાવ્યું હતું કે, “અત્યારે અમારી દીકરી કુંડલીયા કોલેજમાં અભ્યાસ કરે છે. તેને નાનપણથી જ ક્રિકેટનો શોખ હોવાથી અમે શહેરમાં ક્રિકેટનું કોચિંગ આપતા મહેબૂબ બુખારીનો સંપર્ક કર્યો હતો. તે જ્યારે 17 વર્ષની હતી, ત્યારે અમે તેને ક્રિકેટ કોચિંગમાં મોકલી હતી. ક્રિકેટ કોચિંગમાં ક્રિકેટ શીખવવાને બદલે મહેબૂબ બુખારીએ સગીર દીકરીને પ્રેમ જાળમાં ફસાવી અને તેનું બ્રેઇનવોશ કરી નાખ્યું હતું. મહેબૂબે તેનું નામ પણ બદલીને નાઝનીન કરી નાંખ્યું હતું. જય દ્વારિકાધીશ બોલનારી અમારી દીકરી અલ્લાહુ અકબરના નારા લગાવી નમાજ પઢવા લાગી હતી.”

    - Advertisement -

    ‘તારી છોકરી 17 વર્ષની હતી ત્યારથી તેના પર બળાત્કાર કરું છું, તારાથી થાય તે કરી લે’- મહેબૂબ

    હિંદુ યુવતીના પિતાના જણાવ્યા અનુસાર તેમની દીકરી અત્યારે 21 વર્ષની થઈ ગઈ છે. તે ઘરે હોય ત્યારે મસ્જિદ પણ જવા લાગી હતી અને નમાજ પણ પઢવા લાગી હતી. પરિવારે તેને અનેકવાર સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તે મહેબૂબના એટલા દબાણમાં હતી કે કહેતી હતી, “મારી જિંદગી બરબાદ થઇ ગઈ છે.”

    યુવતીના પિતા જ્યારે મહેબૂબ પાસે વાત કરવા ગયા ત્યારે તેણે તેમને હાથ પગ ભાંગી નાખવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને કહ્યું હતું કે, “તારી દીકરી 17 વર્ષની હતી ત્યારથી તેના પર બળાત્કાર કરું છું, તારાથી થાય તે કરી લે.” આ સિવાય આરોપીનો પરિવાર પણ તેમને ધમકીઓ આપતો હોવાનું યુવતીના પિતાએ જણાવ્યું હતું.

    ‘મારી જિંદગી બરબાદ થઈ ગઈ છે’- પીડિતા

    રાજકોટમાં ક્રિકેટ કોચ મહેબુબ દ્વારા બળાત્કાર પીડિતાના પરિવારના જણાવ્ય અનુસાર તેમની દીકરી અવારનવાર તેમ કહેતી કે, “મારી જિંદગી તો હવે બરબાર થઈ ગઈ છે. હું બીજા સાથે લગ્ન કરીશ તો મહેબૂબ મને મારી નાંખશે અને જો હું મહેબૂબ સાથે રહીશ તો એ મારી જિંદગીને નર્ક બનાવી દેશે. મારી ક્રિકેટર બનવાની કારકિર્દી પણ રોળાઇ ગઇ છે”. પરિવારના જણાવ્યા અનુસાર મહેબૂબની ઉશ્કેરણી અને ધમકીને કારણે પીડીતાએ ઘરમાંથી દોઢ લાખ રૂપિયાના સોનાના ઘરેણાંની ચોરી કરીને મહેબૂબને આપી દીધા હતા અને રોકડ પણ ચોરી કરીને મહેબૂબને આપતી હતી.

    હિંદુ યુવતીના પિતાએ કોલેજના સંચાલકો સામે આખી ઘટના કહ્યા બાદ સંચાલકોએ આ સમગ્ર મામલે પોલીસ કમિશનરને જાણ કરી હતી. જે બાદ પોલીસ દ્વારા આ મામલે લવ જેહાદના એન્ગલથી તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા મહેબૂબની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેની પૂછપરછ ચાલી રહી છે. તો બીજી તરફ પોલીસે ગાયબ પીડિતાને શોધવા પણ ચક્રો ગતિમાન કર્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં