Monday, October 7, 2024
More
    હોમપેજગુજરાતપાટણ લવ જેહાદ: મોહમ્મદ હુસૈન બલોચે હિંદુ નામ ધારણ કરી હિંદુ યુવતી...

    પાટણ લવ જેહાદ: મોહમ્મદ હુસૈન બલોચે હિંદુ નામ ધારણ કરી હિંદુ યુવતી ફસાવી, ભાંડો ફૂટતાં અશ્લીલ ફોટા વાઇરલ કરવાની ધમકી આપી કર્યા દુષ્કર્મ, થઇ ધરપકડ

    આરોપી મુસ્લિમ યુવક મોહમ્મદ હુસૈન ફકીર મોહમ્મદે ખોટી ઓળખ આપી, પોતાનો ધર્મ છુપાવી યુવતી સાથે દુષ્કર્મ કર્યાની જાણ યુવતીને થતાં બંને વચ્ચે ઝઘડો થયો હતો. જ્યારે બંને વચ્ચે ઝઘડો થયો હતો ત્યારે હિંદુ યુવતી મુસ્લિમ યુવકને વશ ન થતાં યુવકે પોતાના ફોનમાં પાડેલા યુવતીના અશ્લીલ ફોટા વાયરલ કરવાની ધમકી પણ આપી હતી. વારંવાર આવી ધમકીઓ આપીને મુસ્લિમ યુવક હિંદુ યુવતી પર દુષ્કર્મ આચરતો હતો.

    - Advertisement -

    ગુજરાતમાં લવ જેહાદના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. જેમાં મુસ્લિમ યુવાનો પોતાની ઓળખ છુપાવી, હિંદુ નામ ધારણ કરીને હિંદુ યુવતીઓને પ્રેમજાળમાં ફસાવે છે. તેની સાથે શારીરિક સંબંધો બનાવે છે. હિંદુ યુવતીના વિશ્વાસ સાથે ચેડાં કરી તેને અવારનાવર દુષ્કર્મનો ભોગ બનાવે છે. આવી લવ જેહાદની ઘટનાઓથી ગુજરાત ઘણા સમયથી પીડાઈ રહ્યું છે. ત્યારે ફરી એક આવી લવ જેહાદની ઘટના પાટણમાં થઈ હોવાનું સામે આવ્યું છે. જેમાં એક મુસ્લિમ યુવકે હિંદુ નામ ધારણ કરીને હિંદુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. એટલું જ નહીં પણ ચાર માસ સુધી યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. યુવતીને મુસ્લિમ યુવાનની કરતૂતો વિશે જાણ થતાં તેણે પાટણ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ મુસ્લિમ યુવાનને ઝડપી પાડ્યો હતો.

    અહેવાલોના જણાવ્યા અનુસાર પાટણમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક લગ્ન પ્રસંગ દરમિયાન આરોપી મોહમ્મદ હુસૈન ફકીર મોહમ્મદ બલોચ નામના યુવાને હિંદુ યુવતીને પોતાનો મોબાઈલ નંબર આપ્યો હતો. યુવતી સાથે મોબાઈલ દ્વારા સંપર્ક કરી તેની સાથે અવારનાવર વાતો કરતો હતો. આ દરમિયાન તેણે પોતાની ઓળખ એક હિંદુ તરીકે આપી હતી. જેથી હિંદુ યુવતી આ મુસ્લિમ યુવાનની વાતોમાં ભોળવાઈ ગઈ હતી. મુસ્લિમ યુવાને હિંદુ નામ ધારણ કરી પોતાની ખોટી ઓળખ આપી યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. આરોપી મુસ્લિમ યુવાને ચાર માસ સુધી યુવતી પર દુષ્કર્મ આચર્યું હોવાનું પણ સામે આવ્યું છે.

    ફોટો વાયરલ કરવાની ધમકી આપી કરતો હતો દુષ્કર્મ

    આરોપી મુસ્લિમ યુવક મોહમ્મદ હુસૈન ફકીર મોહમ્મદે ખોટી ઓળખ આપી, પોતાનો ધર્મ છુપાવી યુવતી સાથે દુષ્કર્મ કર્યાની જાણ યુવતીને થતાં બંને વચ્ચે ઝઘડો થયો હતો. જ્યારે બંને વચ્ચે ઝઘડો થયો હતો ત્યારે હિંદુ યુવતી મુસ્લિમ યુવકને વશ ન થતાં યુવકે પોતાના ફોનમાં પાડેલા યુવતીના અશ્લીલ ફોટા વાયરલ કરવાની ધમકી પણ આપી હતી. વારંવાર આવી ધમકીઓ આપીને મુસ્લિમ યુવક હિંદુ યુવતી પર દુષ્કર્મ આચરતો હતો. યુવતીએ હિંમત કરીને મુસ્લિમ યુવક સામે પાટણ એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

    - Advertisement -

    પોલીસે ગણતરીના કલાઓમાં આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી મોહમ્મદ હુસૈનને મેડિકલ ટેસ્ટ માટે હોસ્પિટલમાં મોકલાયો હોવાનું જણાવ્યું હતું. પોલીસ યોગ્ય તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરશે.

    પાટણમાં પ્રસરી રહ્યો છે ‘લવ જેહાદ’

    આ પહેલા પણ પાટણમાં લવ જેહાદની ઘટના સામે આવી હતી. જેમાં પાટણના હારિજ તાલુકાના અડિયા ગામના મુસ્લિમ યુવક હઝરૂદિન સલીમ સિપાઈએ પોતાની ઓળખ છુપાવી પ્રિન્સ પટેલ નામ જણાવી ચાણસ્માના ગંગેટ ગામની હિંદુ યુવતીને પ્રેમ જાળમાં ફસાવી હતી. એ સિવાય તેણે રોકડ અને દાગીના મંગાવી પરત ન આપી તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી મારઝૂડ શરૂ કરી હતી.

    આ દરમિયાન યુવક પ્રિન્સ પટેલ નહીં પરંતુ હઝરૂદિન સિપાઈ હોવાનું જાણવા મળતા યુવતીને તેની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં તેના પિતાને ફોન કરી સમગ્ર ઘટનાની જાણ કરી હતી. તેના પિતાએ ઘરે પગ નહીં મુકવાનું કહેતા યુવતીએ પાંચેક દિવસ ધારપુર સખીવન સ્ટોપ કેન્દ્ર ખાતે આશરો લીધો હતો. જેમાં પાટણની હિંદુ યુવતીએ હિંદુ નામ ધારણ કરીને ફસાવી દુષ્કર્મ આચનારા હવસખોર મુસ્લિમ યુવાન હઝરૂદિન સલીમ સિપાઈ સામે એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં