Saturday, October 5, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપાટણના હઝરૂદિન સલીમે ઇન્સ્ટાગ્રામ પર પ્રિન્સ પટેલ નામ આપીને હિંદુ યુવતી ફસાવી:...

    પાટણના હઝરૂદિન સલીમે ઇન્સ્ટાગ્રામ પર પ્રિન્સ પટેલ નામ આપીને હિંદુ યુવતી ફસાવી: વારંવાર બળાત્કાર અને મારઝૂડ કરી 3 લાખ રૂપિયાના દાગીના પડાવી લીધા

    યુવતી બે વર્ષ અગાઉ તેના ભાઈ અને અન્યો સાથે ઈકો ભાડે કરી પોલો ફોરેસ્ટ ફરવા ગયા હતા. તેમાં એક ડ્રાઇવર અને બીજો એક માણસ સાથે હતા. ફરીને પાછા આવ્યાના બે ત્રણ દિવસ પછી યુવતીના ઇન્ટાગ્રામ પર મેસેજ આવતાં યુવતીએ સામે પૂછતાં તેણે જણાવેલ કે આપણે પોલો ફોરેસ્ટ ગયા હતા.

    - Advertisement -

    લવ જેહાદના વધુ એક કિસ્સામાં પાટણની હિંદુ યુવતીને હિંદુ નામ ધારણ કરીને ફસાવી દુષ્કર્મ આચનારા હવસખોર વિધર્મી યુવાન હઝરૂદિન સલીમ સિપાઈ સામે એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. સમગ્ર ઘટનાને લઈ પોલીસે આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.

    અહેવાલો મુજબ હારિજ તાલુકાના અડિયા ગામના મુસ્લિમ યુવક હઝરૂદિન સલીમ સિપાઈ પોતાની ઓળખ છુપાવી ચાણસ્માના ગંગેટ ગામની હિંદુ યુવતીને પ્રેમ જાળમાં ફસાવી રોકડ અને દાગીના મંગાવી પરત ન આપી તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી મારઝૂડ શરૂ કરી હતી.

    આ દરમિયાન યુવક પ્રિન્સ પટેલ નહીં પરંતુ હઝરૂદિન સિપાઈ હોવાનું જાણવા મળતા યુવતીને તેની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં તેના પિતાને ફોન કરી સમગ્ર ઘટનાની જાણ કરતાં તેના પિતાએ ઘરે પગ નહીં મુકવાનું કહેતા યુવતી પાંચેક દિવસથી ધારપુર સખીવન સ્ટોપ કેન્દ્ર ખાતે આશરો લીધો છે.

    - Advertisement -

    શું હતો આખો મામલો?

    ચાણસ્માના ગંગેટ ગામની 30 વર્ષીય યુવતી બે વર્ષ અગાઉ તેના ભાઈ અને અન્યો સાથે ઈકો ભાડે કરી પોલો ફોરેસ્ટ ફરવા ગયા હતા. તેમાં એક ડ્રાઇવર અને બીજો એક માણસ સાથે હતા. ફરીને પાછા આવ્યાના બે ત્રણ દિવસ પછી યુવતીના ઇન્ટાગ્રામ પર મેસેજ આવતાં યુવતીએ સામે પૂછતાં તેણે જણાવેલ કે આપણે પોલો ફોરેસ્ટ ગયા હતા.

    જેથી તેણે ડીપી જોઈ હા પાડતા તે શખ્શે જણાવેલ કે “તમે મને બહુ ગમો છો હું તમારી સાથે લગ્ન કરવા માગું છું.” જેથી યુવતીએ બીજા કોઈ સમાજમાં લગ્ન કરવાની ના પાડી હતી ત્યારે તેણે તે પ્રિન્સ સોમાભાઈ પટેલ પાટણનો રહેવાસી હોવાનું જણાવેલ. બે ત્રણ દિવસ પછી યુવતીએ સામેથી તે શખ્સેને ફોન કરી લગ્ન કરવાની હા પાડી હતી. પછી તેઓ ફોનથી વાતચિત કરતા હતા.

    યુવતી પાટણની ગીતા હોસ્પિટલમાં નોકરી કરતી હોવાથી ત્યાં મળવા જતો અને પ્રિન્સ પટેલ તરીકે વાતચીત કરતો. પાટણ રેલવે નાળા પાસેના શ્યામ પેલેસ ગેસ્ટ હાઉસમાં લઈ જઈ વારંવાર શરીર સંબંધ બાંધતો હતો. યુવતીએ તેની સાથે લગ્ન કરવાની વાત કરતાં તેણે ડોક્યુમેન્ટની નકલો લઈ વકીલ પાસે કાગળો તૈયાર કરાવી સહીઓ કરાવી હતી પરંતુ કોઈ કાગળો વાંચવા આપ્યા ન હતા.

    ધંધામાં જરૂરિયાતના નામે યુવતી પાસે પડાવ્યા પૈસા

    દરમિયાન ધંધામાં જરૂરિયાત હોઇ પૈસાની માગણી કરતા યુવતીએ તેનું ડોકિયું, તેની મમ્મીના કડલા તેના પરિચિત વ્યક્તિ પાસે ગીરવે મૂકી પૈસા અને 3 વિટી આપી હતી. આ ઉપરાંત 3 વીંટીઓ, અડધા તોલાની ચેન, એક જોડ બુટ્ટી સંખારી ગામે ગીરવે મૂકી પ્રેમીને પૈસા આપ્યા હતા. પરંતુ યુવતીના ભાઈના લગ્ન આવતા તેણે ઘરમાંથી ઘરેણા અને પૈસા આપ્યા છે તે જાહેર થઈ જશે તેવા ડરથી તે ઘર છોડીને પાટણ ખાતે પ્રેમી પાસે જતી રહી હતી.

    હઝરુદ્દીન ઉર્ફે પ્રિન્સે તેને પહેલા રામવિલાસ સોસાયટીમાં ભાડાના મકાનમાં રાખી હતી. દરમિયાન યુવતીએ હોસ્પિટલમાંથી નોકરી છોડી દીધી હતી. ઘરેથી લીધેલા પૈસા અને દાગીના પાછા આપવા માટે માંગણી કરતાં યુવક વાયદા કરતો હતો. નંદાસણ જમીન છે તે વેચવાની છે તેના એક વીઘાના 2 કરોડ આવવાના છે. તેણે જે દર દાગીના પૈસા લીધા છે તે પાછા આપી દેશે. યુવતી તેના પરિવારને મળવાની વાત કરતી તો તેના પર કેસ થયેલો છે. હમણાં ઘરે જવાય તેવું નથી અને તે સંતાતો ફરે છે તેમ બહાના બતાવી વાતને ટાળી દેતો હતો.

    મોબાઈલ પર હમેશા મુસ્લિમોના જ કોલ આવતા ભાંડો ફૂટ્યો

    ચાચરીયામાં સાથે રહેતા હતા ત્યારે યુવકના મોબાઇલ ફોન પર મુસ્લિમ લોકોના ફોન આવતા તેણે પૂછતાં તેની બહેને એક મુસ્લિમ યુવક સાથે પ્રેમલગ્ન કરેલા અને તેને બાળક થતાં તે છોડીને ભાગી ગઈ છે તેવું બહાનું કર્યું હતું અને બંને વચ્ચે તકરાર ચાલુ થતાં બંને કડી રહેવા ગયા હતા. તેને મુસ્લિમ સમાજમાં ધંધાકીય રીતે વધુ સર્કલ છે તેમ બચાવ કરતો હતો.

    તપાસ અધિકારી સિધ્ધપુર ડીવાયએસપી કે કે પંડ્યાએ જણાવ્યું હતું કે પાટણની હિંદુ યુવતીને ન્યાય અપાવવા દુષ્કર્મ મામલે મેડિકલ ચેકઅપ સહિતની કાર્યવાહી હાથ કરી આરોપી પકડવા માટે ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં