Saturday, September 7, 2024
More
    હોમપેજગુજરાતસુરતના કાપોદ્રામાં સૂરજ યાદવ બનીને રહેતો હતો સમીર ખાન, હિંદુ સગીરાનું અપહરણ...

    સુરતના કાપોદ્રામાં સૂરજ યાદવ બનીને રહેતો હતો સમીર ખાન, હિંદુ સગીરાનું અપહરણ કરી જયપુર લઈ જઈ કર્યો બળાત્કાર; પહેલેથી પરણિત આરોપી 5 વર્ષના બાળકનો છે બાપ

    પીડિતાના પિતાએ જણાવ્યું હતું કે, "આરોપી છેલ્લા ઘણા સમયથી હિંદુ બનીને તેમના ઘર પાસે એક રૂમમાં રહેતો હતો. તેણે અહીં પોતાની ઓળખ સૂરજ યાદવ તરીકે આપી હતી." અહીં વિચારવા જેવી બાબત તે છે કે આરોપીના પહેલાથી જ નિકાહ થઈ ગયા હતા અને તેને એક 5 વર્ષનું બાળક પણ છે જે વાત પણ તેણે બધાથી છુપાવી રાખી હતી.

    - Advertisement -

    સુરતમાં ફરી એકવાર લવ જેહાદ કરીને હિંદુ સગીરાને પીંખવાનો મામલો સામે આવ્યો છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં સૂરજ યાદવ બનીને રહેતા સમીર ખાને પડોશમાં રહેતી 17 વર્ષની હિંદુ સગીરાનું અપહરણ કરી રાજસ્થાનના જયપુર લઈ જઈ બળાત્કાર કર્યો હતો. ઘટનામાં આરોપી પહેલેથી પરણિત છે અને તેને એક 5 વર્ષનું બાળક પણ છે. ઘટના સામે આવ્યા બાદ બાળકીના પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે છટકું ગોઠવી સમીરની ધરપકડ કરી છે. હાલ તેની વિરુદ્ધ બળાત્કાર, પોક્સો તેમજ અપહરણનો ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

    અહેવાલો અનુસાર મૂળ ઉત્તર પ્રદેશના કંતીરામપુર પટ્ટીનો રહેવાસી આરોપી સુરતના કાપોદ્રા વિસ્તારમાં ઘણા લાંબા સમયથી સૂરજ યાદવ નામ ધારણ કરીને રહી રહ્યો હતો. આરોપી અહીં એમ્બ્રોઇડરીના કારખાનામાં મજૂરી કામ કરતો હતો. આરોપીના પહેલાથી જ નિકાહ થયેલા છે અને તેની પત્ની અને બાળક વતનમાં રહે છે. સુરતમાં હિંદુ બનીને રહેતા સમીરે પડોશમાં રહેતી હિંદુ સગીરાને ફોસલાવીને ભોળવી લીધી હતી.

    સગીરા પણ હીરાના કારખાનામાં કામ કરતી હતી અને ગત 20 નવેમ્બર 2023ના રોજ પગાર લેવાનું કહીને ઘરેથી નીકળી હતી. મોડી સાંજ સુધી બાળકી ઘરે ન પહોંચતા પરિવાર ચિંતામાં મુકાયો હતો. તેમણે કારખાને તપાસ કરતા તે ત્યાં ગઈ જ ન હોવાનું સામે આવ્યું હતું અને આ દરમિયાન સગીરાનો ફોન પણ બંધ આવતો હતો. પરિવારે સગાસંબંધી અને અન્ય જગ્યાએ તપાસ કર્યા બાદ અંતે થાકીને પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

    - Advertisement -

    ફરિયાદ દાખલ થયા બાદ ચાલેલી તપાસમાં સગીરા જયપુર હોવાનું સામે આવ્યું હતું. બાળકીની ભાળ મળ્યા બાદ પોલીસે આરોપીને ઝડપી લેવા છટકું ગોઠવ્યું હતું અને તેને સગીરાને મૂકી જવા સુરત રેલ્વે સ્ટેશન બોલાવ્યો હતો. સુરત પહોંચતાની સાથે જ પોલીસે તેની ધરપકડ કરી હતી. સમીર સગીરાને સાથે રાખીને જયપુરમાં 9 દિવસ સુધી રોકાયો હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. આરોપીનું આખું નામ સમીર ખાન ઉર્ફે ટીક્કન અલી છે.

    આરોપીએ હિંદુ નામ ધારણ કરીને સગીરાને ઉઠાવી

    સુરતના કાપોદ્રા ખાતે સગીરાનું અપહરણ અને બળાત્કાર મામલે પીડિતાના પિતાએ જણાવ્યું હતું કે, “આરોપી છેલ્લા ઘણા સમયથી હિંદુ બનીને તેમના ઘર પાસે એક રૂમમાં રહેતો હતો. તેણે અહીં પોતાની ઓળખ સૂરજ યાદવ તરીકે આપી હતી.”

    અહીં વિચારવા જેવી બાબત તે છે કે આરોપીના પહેલાથી જ નિકાહ થઈ ગયા હતા અને તેને એક 5 વર્ષનું બાળક પણ છે જે વાત પણ તેણે બધાથી છુપાવી રાખી હતી. આ દરમિયાન તેણે સગીરાનું અપહરણ કરીને તેના પર બળાત્કાર ગુજારતા પીડિત પરિવાર મોટી મુશ્કેલીમાં મુકાયો છે. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ બળાત્કાર, અપહરણ તેમજ પોક્સો અંતર્ગત ગુના નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં