હોમપેજદેશઅંકિત શર્મા હત્યા કેસમાં તાહિર હુસૈન દોષિત: ઑપઇન્ડિયાના એ રિપોર્ટિંગ પર મહોર,...

અંકિત શર્મા હત્યા કેસમાં તાહિર હુસૈન દોષિત: ઑપઇન્ડિયાના એ રિપોર્ટિંગ પર મહોર, જેનાથી ઉજાગર થયું હતું હિંદુવિરોધી રમખાણોનું સત્ય

મીડિયા, ખાસ કરીને આંતરરાષ્ટ્રીય મીડિયા તાહિર હુસૈનના બચાવમાં એક પછી એક લેખો ઢસડી રહ્યું હતું ત્યારે ઑપઇન્ડિયાના આ ઇન્ટરવ્યુથી એ સાબિત થયું હતું કે અંકિત શર્માની હત્યા મુસ્લિમ ટોળાએ કરી હતી અને તેનો આગેવાન તાહિર હુસૈન હતો.

- Advertisement -

ફેબ્રુઆરી 2020. કેન્દ્ર સરકારે 2019ના અંતમાં સંસદમાં પસાર કરાવેલા નાગરિકતા સંશોધન કાનૂનના (CAA) વિરોધમાં દેશભરમાં ફાટી નીકળેલાં વિરોધ પ્રદર્શનોની આડમાં દિલ્હીમાં રમખાણો કરવામાં આવ્યાં. ટાર્ગેટ પર હિંદુ સમુદાય હતો. મેઇનસ્ટ્રીમ મીડિયા તેને સામાન્ય તોફાનો, હિંસામાં ખપાવી રહ્યું હતું. ત્યારે ઑપઇન્ડિયાએ ગળું ખોંખારીને કહ્યું હતું કે આ ‘હિંદુવિરોધી હિંસા’ છે. જે રમખાણો થયાં છે તેને ‘એન્ટી હિંદુ રાયટ્સ’ કહેવાં જોઈએ. અહીં હિંદુઓ પીડિત હતા. હિંદુઓને નિશાન બનાવીને જ રમખાણોને અંજામ અપાયો હતો. તેના માટે રીતસર કાવતરું ઘડવામાં આવ્યું હતું. ઑપઇન્ડિયાએ માત્ર કહી દીધું એમ નહીં, શ્રૃંખલાબંધ ગ્રાઉન્ડ રિપોર્ટ, અન્ય અહેવાલો થકી આ સાબિત કર્યું. આ જ રમખાણો દરમ્યાન માર્યા ગયેલા આઇબી અધિકારી અંકિત શર્માની હત્યાના કેસમાં કોર્ટે આમ આદમી પાર્ટીના પૂર્વ કાઉન્સિલર તાહિર હુસૈન અને અન્ય આરોપીઓને દોષિત ઠેરવીને ઑપઇન્ડિયાના આ રિપોર્ટિંગ પર મહોર મારી છે.

નવી દિલ્હીની કડકડડૂમા કોર્ટે 2020નાં દિલ્હીનાં હિંદુવિરોધી રમખાણો દરમિયાન આઈબી અધિકારી અંકિત શર્માની ઘાતકી હત્યા કરવાના કેસમાં આમ આદમી પાર્ટીના પૂર્વ કાઉન્સિલર તાહિર હુસૈન અને અન્ય પાંચને દોષિત ઠેરવ્યા છે. CAA વિરોધ પ્રદર્શન દરમિયાન તાહિર હુસૈનની આગેવાની હેઠળના ટોળાએ અંકિત શર્માનું અપહરણ કરીને તેમની હત્યા કરી ઓળખ છુપાવવાના ઇરાદે એસિડ નાખીને તેમની લાશને નાળામાં ફેંકી દીધી હતી. 23મી જુલાઈએ દોષિતોની સજા પર સુનાવણી થશે.

તાહિર હુસૈન અને તેની ગેંગ વિરુદ્ધનો આ ચુકાદો સાબિત કરે છે કે 2020નાં દિલ્હી રમખાણો અચાનક નહોતાં થયાં પરંતુ તે એક આયોજિત કાવતરું હતું. દીવા જેવી સ્પષ્ટ વાત હોવા છતાં લેફ્ટિસ્ટ ઇકોસિસ્ટમના ચેલાચપાટાઓએ તાહિરનો બચાવ કરવાના દરેક સંભવ પ્રયાસ કર્યા હતા અને તે જ પોતે પીડિત છે તેવું સાબિત કરવા માટે રીતસરનું એક કેમ્પેઇન ચલાવવામાં આવ્યું હતું. આ તમામ પ્રોપગેન્ડા પણ કોર્ટના આદેશ સાથે ધ્વસ્ત થયો છે.

- Advertisement -

‘ઑલ્ટ ન્યૂઝ’ જેવી વેબસાઇટો અને પ્રતિબંધિત કટ્ટરપંથી ઇસ્લામી સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા, જાવેદ અખ્તર, અનુરાગ કશ્યપ, સ્વરા ભાસ્કર અને વિશાલ દદલાની જેવા બૉલિવુડ અભિનેતા-ફિલ્મનિર્માતાઓ તેમજ રાણા અય્યુબ જેવા કથિત પત્રકારોએ તાહિર હુસૈનના સમર્થનમાં ખૂબ લખ્યું હતું. એકસૂરે તમામ બૂમો પાડી રહ્યાં હતાં કે તાહિર હુસૈન મુસ્લિમ હોવાને કારણે સરકાર તેને જાણીજોઈને નિશાન બનાવી રહી છે.

વિદેશી મીડિયા સંસ્થા ‘વૉલ સ્ટ્રીટ જર્નલ’એ પણ એવો ખોટો દાવો કર્યો હતો કે અંકિત શર્માની હત્યા ‘જય શ્રી રામ’ના નારા લગાવતા ટોળાએ કરી હતી. ત્યારપછી અંકિત શર્માના ભાઈએ પોતે સામે આવીને અખબારને ઉઘાડું પાડવું પડ્યું હતું. જમાત-એ-ઇસ્લામી અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાન વગેરે પણ તાહિર હુસૈનના બચાવમાં દોડી આવ્યા હતા. ‘ધ વાયર’ જેવા પ્રોપગેન્ડા પોર્ટલે હુસૈનને એક્ટિવિસ્ટ તરીકે રજૂ કરીને તેના પક્ષમાં બહુ રિપોર્ટિંગ કર્યું હતું.

વાસ્તવિકતા ઉજાગર કરતા ઑપઇન્ડિયાના ગ્રાઉન્ડ રિપોર્ટ

એ યાદ કરી લઈએ કે 24 અને 25 ફેબ્રુઆરી 2020ના દિવસોમાં CAA વિરોધ પ્રદર્શન દરમિયાન ભયાનક રમખાણો ફાટી નીકળ્યાં હતાં, જેમાં IB અધિકારી અંકિત શર્મા ઉપરાંત હેડ કોન્સ્ટેબલ રતન લાલ, દિલબર નેગી અને રાહુલ સોલંકી જેવા 53 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને સેંકડો લોકો ઘાયલ થયા હતા. ત્યારબાદ દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે નોંધેલી FIRમાં ઉમર ખાલિદ, શરજીલ ઇમામ, તાહિર હુસૈન અને ખાલિદ સૈફી સહિતના ઘણા લોકોનાં નામ સામેલ કરવામાં આવ્યાં હતાં.

જ્યારે એક તરફ લેફ્ટિસ્ટ-ઇસ્લામિસ્ટ ગેંગ પક્ષપાતી વલણ અપનાવીને તાહિર હુસૈન અને અન્ય આરોપીઓનો બચાવ કરી રહી હતી અને પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવી રહી હતી ત્યારે બીજી તરફ ‘ઑપઇન્ડિયા’એ આ ઘટનાઓ પાછળની વાસ્તવિકતા બહાર લાવવાનો પ્રયાસ કર્યો હતો.

27 ફેબ્રુઆરી 2020ના રોજ ઑપઇન્ડિયાએ અંકિત શર્માના ભાઈ અંકુર શર્માનો ઇન્ટરવ્યુ કર્યો. ઇન્ટરવ્યુમાં અંકુરે જણાવ્યું હતું કે અંકિત ચાંદ બાગ વિસ્તારમાં ચાલી રહેલી હિંસાને શાંત પાડવા માટે ઘરની બહાર નીકળ્યા હતા. અંકિતને વિશ્વાસ હતો કે હિંદુ અને મુસ્લિમ બંને પક્ષના લોકો તેમને ઓળખે છે અને એક IB અધિકારી તરીકે તેમની વાત જરૂર સાંભળશે અને શાંત થઈ જશે.

અંકુરે ઑપઇન્ડિયાને કહ્યું, “તેણે (અંકિત) મને કહ્યું હતું, હું લોકોને ઓળખું છું. તેઓ મારી વાત સાંભળી લેશે.”

અંકુરના જણાવ્યા મુજબ અંકિત શર્મા ગયા ત્યારે ત્યાં હાજર હિંદુઓ અંકિતની વાત માનીને પાછા હટી ગયા હતા, પરંતુ મુસ્લિમ ટોળાને જ્યારે ખબર પડી કે અંકિત IB અધિકારી છે ત્યારે પથ્થરમારો અને પેટ્રોલ બૉમ્બના હુમલાઓ વચ્ચે ટોળું અંકિતને પકડીને તાહિર હુસૈનના ચાર માળના મકાનની અંદર ખેંચી ગયું હતું. ત્યારબાદ તેમની હત્યા કરી નાખવામાં આવી.

મીડિયા, ખાસ કરીને આંતરરાષ્ટ્રીય મીડિયા તાહિર હુસૈનના બચાવમાં એક પછી એક લેખો ઢસડી રહ્યું હતું ત્યારે ઑપઇન્ડિયાના આ ઇન્ટરવ્યુથી એ સાબિત થયું હતું કે અંકિત શર્માની હત્યા મુસ્લિમ ટોળાએ કરી હતી અને તેનો આગેવાન તાહિર હુસૈન હતો.

28 ફેબ્રુઆરી 2020ના રોજ ઑપઇન્ડિયાએ મુસ્લિમ ટોળાના હાથમાંથી માંડ-માંડ બચેલા એક હિંદુ બાળકનો ઇન્ટરવ્યુ લીધો હતો. તેણે જણાવ્યું કે ઉપદ્રવીઓ તેને અને IB અધિકારી અંકિત શર્મા સહિત અન્ય ત્રણ લોકોને તાહિર હુસૈનના ઘરની અંદર ખેંચી રહ્યા હતા, પરંતુ તે કોઈક રીતે પોતાનો જીવ બચાવીને ભાગી છૂટ્યો. તેણે એમ પણ જણાવ્યું કે મુસ્લિમ ટોળાએ ચાંદ બાગ વિસ્તારમાં આવેલા એક શિવ મંદિર પર પણ હુમલો કર્યો હતો.

પક્ષપાતી માહિતી પીરસતા વિકીપીડિયાની પોલ ખોલી

માર્ચ 2020માં ઑપઇન્ડિયાએ ઘટસ્ફોટ કર્યો કે દિપેશ રાજ નામના એક સિનિયર એડિટરે વિકિપીડિયા પર ભાજપ નેતા કપિલ મિશ્રાનો ફોટો મૂકીને તેમને રમખાણો માટે દોષિત ઠેરવ્યા હતા. આ પેજ પર હિંદુ વિરોધી નારાઓ અને મસ્જિદ પર થયેલા હુમલાનો ઉલ્લેખ હતો, પરંતુ મુસ્લિમ ટોળાએ કરેલી હિંસા અને અન્ય વિગતોને જાણીજોઈને છુપાવવામાં આવી હતી.

રમખાણો પછી 27 ફેબ્રુઆરી 2020ના રોજ ઑપઇન્ડિયાની ચાંદ બાગ વિસ્તારની મુલાકાત દરમિયાન ત્યાંના સ્થાનિક લોકોએ જણાવ્યું કે મુસ્લિમ તોફાનીઓએ દુકાનો પર મારેલા બોર્ડ અને નામ વાંચી-વાંચીને માત્ર હિંદુઓની દુકાનોને જ નિશાન બનાવી હતી.

હિંદુઓએ પલાયન કરવાની ફરજ પડી, ગ્રાઉન્ડ રિપોર્ટમાં એ પણ જણાવ્યું

આ ઉપરાંત મુસ્તફાબાદથી આવેલા આશરે 3,000 જેટલા મુસ્લિમ ઉપદ્રવીઓએ તાહિર હુસૈનની ચાર માળની બિલ્ડિંગની છત પરથી માત્ર હિંદુઓ પર પથ્થરો, એસિડ અને પેટ્રોલ બૉમ્બ ફેંક્યા હતા, જે અગાઉથી જ ત્યાં તૈયાર રાખવામાં આવ્યા હતા.  

દિલ્હીના શિવ વિહાર વિસ્તારમાં આવેલી બે સ્કૂલોના ગ્રાઉન્ડ રિપોર્ટથી ઑપઇન્ડિયાએ ઘટસ્ફોટ કર્યો હતો કે હિંદુઓ પર હુમલા કરવા મુસ્લિમ માલિકીની ‘રાજધાની પબ્લિક સ્કૂલ’નો ઉપયોગ થયો હતો. ત્યાં પણ અગાઉથી જ મોટા પ્રમાણમાં પથ્થરો, એસિડ અને પેટ્રોલ બૉમ્બ ફેંકવા માટેની મોટી ગુલેલો એકઠી કરાઈ હતી. ઉપદ્રવીઓએ આ જ સ્કૂલની છત પરથી હુમલા કરીને હિંદુ માલિકીની ‘ડીઆરપી પબ્લિક સ્કૂલ’ને સંપૂર્ણપણે સળગાવીને રાખ કરી દીધી હતી.

બ્રિજપુરીના સ્થાનિકોએ વાતચીતમાં જણાવ્યું હતું કે રમખાણો દરમિયાન મુસ્લિમ તોફાનીઓએ હિંદુઓની દુકાનો લૂંટીને સળગાવી દીધી હતી, જ્યારે પોતાની બાઇક શોરૂમની કિંમતી વસ્તુઓ અગાઉથી જ સુરક્ષિત જગ્યાએ ખસેડી લીધા બાદ પોતે જ શોરૂમમાં તોડફોડ કરીને પીડિત હોવાનો ડોળ કર્યો હતો. આ રમખાણોમાં મુસ્તફાબાદ વિસ્તારના તોફાનીઓએ દિનેશ ખટીક નામના દલિત હિંદુ યુવકની ઘાતકી હત્યા કરી હતી. આ ઉપરાંત ટ્યુશનેથી પાછી ફરતી હિંદુ સગીર બાળકીઓ સાથે અત્યંત અમાનુષી વર્તન કરીને તેમના કપડાં ઉતારી દેવામાં આવ્યાં હતાં.

ઑપઇન્ડિયાએ પોતાના ગ્રાઉન્ડ રિપોર્ટમાં જણાવ્યું કે દિલ્હીના મૌજપુર જેવા મુસ્લિમ બહુલ વિસ્તારોમાં ડરના માર્યા આશરે 150થી 200 હિંદુ પરિવારોએ પોતાના ઘરની બહાર ‘મકાન વેચવાનું છે’ તેવાં પોસ્ટરો લગાવી દીધાં હતાં, કારણ કે રમખાણો બાદ પણ તેમને સતત ડરાવવામાં આવી રહ્યા હતા. આ સાથે જ દેશી અને વિદેશી ડાબેરી મીડિયા જ્યારે આ રમખાણખોરોને ‘લોકશાહીના રક્ષકો’ ગણાવીને બચાવવાનો પ્રયાસ કરી રહ્યું હતું ત્યારે ઑપઇન્ડિયાએ સતત તેમની સામે તથ્યો રજૂ કરીને આ હિંદુ વિરોધી અને પદ્ધતિસરના કાવતરાનો પર્દાફાશ કર્યો હતો.

તાહિર હુસૈન હતો માસ્ટરમાઈન્ડ, ચાર્જશીટમાં થયા હતા ઘટસ્ફોટ

તાહિર હુસૈન સામે ચાલેલા કેસમાં દિલ્હી પોલીસે જે ચાર્જશીટ દાખલ કરી હતી તેની ઉપરથી ઑપઇન્ડિયાએ સંખ્યાબંધ અહેવાલો પ્રકાશિત કરીને જણાવ્યું હતું કે આ સમગ્ર કાવતરાનો માસ્ટરમાઈન્ડ જ તાહિર હુસૈન હતો.

દિલ્હી પોલીસની ચાર્જશીટ અનુસાર, તાહિર હુસૈને શાહીન બાગ ખાતે ઉમર ખાલિદ અને ખાલિદ સૈફી સાથે મળીને આ રમખાણોનું પૂર્વનિયોજિત કાવતરું ઘડ્યું હતું. આ રમખાણો ભડકાવવા માટે શેલ કંપનીઓ દ્વારા શંકાસ્પદ નાણાકીય વ્યવહારો કરવામાં આવ્યા હતા અને કટ્ટરપંથી સંગઠન PFI (પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા, પછીથી બૅન કરવામાં આવ્યું હતું) તરફથી પણ આર્થિક મદદની ખાતરી અપાઈ હતી. હુમલાને અંજામ આપવા માટે તાહિર હુસૈને રમખાણોના થોડા દિવસો પહેલાં જ પોતાની પિસ્તોલ છોડાવી લીધી હતી અને પુરાવા ન રહે તે માટે CCTV કેમેરા પણ બંધ કરાવી દીધા હતા.

પોતાના કબૂલાતનામામાં તાહિર હુસૈને સ્વીકાર્યું હતું કે તેણે ‘કાફિરોને પાઠ ભણાવવા’ માટે આ રમખાણોનું આયોજન કર્યું હતું અને ઊંચી બિલ્ડિંગ હોવાથી પોતાના ઘરને હુમલાનું મુખ્ય કેન્દ્ર બનાવ્યું હતું. 24 ફેબ્રુઆરી 2020ના રોજ તેના ભાઈઓ અને સાથીદારોની હાજરીમાં મુસ્લિમ તોફાનીઓએ મજહબી નારાઓ લગાવીને ખાસ કરીને હિંદુઓનાં ઘરો અને દુકાનોને નિશાન બનાવીને હુમલા કર્યા હતા.

હિંદુઓ પ્રત્યેની નફરત અને આઈબી અધિકારી અંકિત શર્માની હત્યામાં સીધી સંડોવણી હોવા છતાં તાહિર હુસૈનને ઇસ્લામી કટ્ટરપંથીઓ અને લેફ્ટ મીડિયા સતત પીડિત તરીકે રજૂ કરીને સમર્થન આપતાં રહ્યાં. એટલું જ નહીં, તેને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMએ મુસ્તફાબાદ વિધાનસભા બેઠક પરથી ચૂંટણીની ટિકિટ આપીને પુરસ્કૃત પણ કર્યો હતો. આજે દોષિત સાબિત થયા પછી પણ તેના સમર્થકો તેને નિર્દોષ અને સરકારનો ભોગ બનેલો દર્શાવી રહ્યા છે, પરંતુ ઑપઇન્ડિયાએ આ મુસ્લિમ વિક્ટિમહૂડના પ્રોપગેન્ડા સામે સત્ય ઉજાગર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં