હોમપેજદેશસ્પેશિયલ બુકિંગ સાથેના સલૂન કોચમાં રુદ્રાભિષેક, આગના કોઈ જોખમ વગર થતી પૂજા…...

સ્પેશિયલ બુકિંગ સાથેના સલૂન કોચમાં રુદ્રાભિષેક, આગના કોઈ જોખમ વગર થતી પૂજા… વિડીયો વાયરલ થયો તો ઇસ્લામી-લેફ્ટિસ્ટોને તકલીફ કેમ થઈ?

આ અભિષેક થઈ રહ્યો હતો અને તેના માટે હવનની જરૂર પડતી નથી. પંડિતો શિવજીનો અભિષેક કરીને મંત્રપાઠ કરી રહ્યા હતા. પૂજામાં ક્યાંય આગ પ્રગટાવવામાં આવી ન હતી કે જ્વલનશીલ પદાર્થોનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો.

- Advertisement -

સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વિડીયો એક ચાલતી ટ્રેનના કોચનો છે. જેમાં અમુક પંડિતો પૂજા કરતા જોવા મળે છે. આ વિડીયો ઈન્ટરનેટ પર ફેલાવીને વાંધો ઉઠાવવામાં આવી રહ્યો છે. ઇસ્લામી કટ્ટરપંથીઓ અને લેફ્ટિસ્ટો આ ઘટનાને ટ્રેનમાં થતી નમાજની ઘટનાઓ અને તેને લઈને સર્જાતા વિવાદ સાથે જોડી રહ્યા છે અને ફરિયાદ કરી રહ્યા છે કે નમાજને જો પરવાનગી ન હોય તો હિંદુ પૂજા અને વિધિ પર કેમ કોઈ રોક નથી.

મોહમ્મદ ઝુબૈર નામનો પ્રોપગેન્ડાબાજ પોતાને ફેક્ટચેકર તરીકે ઓળખાવે છે અને ‘ઑલ્ટ ન્યૂઝ’ નામની એક કથિત ફેક્ટચેકિંગ વેબસાઈટ ચલાવે છે. પોતાને ફેક્ટચેકર ગણાવતા આ ઇસમે સામાન્ય બુદ્ધિ દોડાવ્યા વગર આ વિડીયો શૅર કર્યો અને સાથે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવને ટેગ કરીને લખ્યું, ‘શું રેલ મંત્રાલયે આની પરવાનગી આપી હતી? જો એમ હોય તો શું પ્રક્રિયા છે?’

ઝુબૈર વાસ્તવમાં તેની ફોલોઅર ટોળકીને ઉશ્કેરી રહ્યો હતો, પણ એટલામાં રેલ વિભાગે જ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખ્યું અને સાચી હકીકત જણાવી, જેનાથી ટોળકીનો પ્રોપગેન્ડા એક ઝાટકે ધ્વસ્ત થઈ ગયો.

- Advertisement -

‘નોર્ધન રેલવે’એ X પર સ્પષ્ટતા કરતાં કહ્યું કે આ કોચ સામાન્ય નહીં પણ સલૂન કોચ છે અને તેના માટે કાયદેસર IRCTC પરથી બુકિંગ કરવામાં આવ્યું હતું અને ₹3 લાખ પૂરા ચૂકવવામાં આવ્યા હતા. આ સલૂન કાર પછીથી પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેન સાથે જોડવામાં આવી હતી. 10 જુલાઈએ ટ્રેન નવી દિલ્હીથી મુંબઈ ગઈ ત્યારે તેનો ઉપયોગ થયો હતો.

આગળ જણાવવામાં આવ્યું કે આના માટે રેલવેએ 10 જુલાઈએ એક નોટિફિકેશનથી વિભાગને જાણકારી પણ આપી હતી. સાથે કહ્યું કે, “સુરક્ષા, સલામતી અને યાત્રીઓની સુવિધા એ રેલ વિભાગની જવાબદારી છે પણ આ ઘટનામાં કોઈને કોઈ ઈજા પહોંચી નથી કે જોખમ સર્જાયું નથી. પંડિતો અભિષેક કરતા જોવા મળે છે એ અભિષેક સલૂન કારમાં થયો હતો.”

હવે સલૂન કાર શું છે એ સમજીએ.

સલૂન કાર એક પ્રમાણે પ્રાઇવેટ લક્ઝરી રેલવે કૉચ હોય છે અને IRCTC પરથી કમર્શિયલ ઉપયોગ માટે બુક કરી શકાય છે. આ કૉચમાં એસી બેડરૂમ, લિવિંગ અને ડાઇનિંગ એરિયા, એટેચ્ડ બાથરૂમ વગેરે જેવી સુવિધા હોય છે. ખાસ કરીને વરિષ્ઠ રેલ અધિકારીઓ કે VIP ટ્રાવેલ માટે વધારે ઉપયોગમાં લેવાય છે. પણ કોઈ પણ આ કૉચ બુક કરી શકે, તેના માટે જે રકમ નક્કી કરવામાં આવી હોય એ ચૂકવવી પડે. (જેમ અહીં ₹3 લાખ ચૂકવાયા હતા.)

આ કૉચ ટ્રેનના બાકીના ડબ્બાઓથી અલગ હોય છે અને ટ્રેન સાથે છેલ્લે જોડી દેવાય છે. એટલે એક રીતે આ પ્રાઇવેટ સ્પેસ થઈ. ત્યાં મુસાફરી કરતા લોકો કોઈ રીતે ટ્રેનના બાકીના ડબ્બામાં યાત્રા કરનારાઓ સાથે સંપર્કમાં આવતા નથી. જેટલા સમય માટે બુકિંગ હોય તે દરમ્યાન કૉચ સંપૂર્ણપણે તમારી પાસે જ રહે છે, તમારી પ્રાઇવેટ પ્રોપર્ટી તરીકે.

જોકે રેલવે કે અન્ય ડબ્બાઓમાં પસાર થતા મુસાફરોની સુરક્ષાને જોખમ ઊભું ન થાય તેની પૂરતી કાળજી રાખવામાં આવે છે. એટલે જ આવા કૉચમાં રસોઈ માટે રેલવે કૂક પણ પૂરા પાડે છે. જેના માટે અલગથી શુલ્ક લેવાય છે. સામાન પણ રેલવે પૂરું પાડે, જેના ચાર્જ અલગ હોય છે. કૂક એટલા માટે કારણ કે સામાન્ય માણસોને ચાલતી ટ્રેનમાં રસોઈ બનાવવામાં ફાવટ હોતી નથી અને રેલવે સુરક્ષા કારણોસર તેની પરવાનગી પણ આપતું નથી.

મૂળ શરત એ હોય છે કે કૉચ ભલે પ્રાઇવેટ હોય પણ સુરક્ષાની પૂરતી કાળજી લઈને તેનો ઉપયોગ કરવાનો હોય છે અને રેલની સંપત્તિ કે અન્ય મુસાફરોની સુરક્ષાને જોખમમાં ન મૂકી શકાય.

અર્થાત્, જે કૉચમાં પૂજા ચાલી રહી હતી એ આ સલૂન કાર હતી, અલગથી બુક કરવામાં આવી હતી. ત્યાં કોઈ પણ ગતિવિધિ થાય એ પ્રાઇવેટ સ્પેસ કહેવાય.

આગ લાગવાનો સવાલ જ નથી, કારણ કે આ ‘માનસ પૂજા’ હતી

છતાં એક પ્રશ્ન ઉઠી શકે કે પૂજા દરમ્યાન આગ લાગવાનું જોખમ રહે છે અને એ પ્રાઇવેટ કૉચ હોય તોય સમસ્યા તો યથાવત રહે. કારણ કે લોકોએ માની લીધું કે ચાલતી ટ્રેનમાં પૂજા થઈ રહી છે એટલે હોમ-હવન પણ થયા હશે, દીવડા પ્રગટાવવામાં આવ્યા હશે અને તેના કારણે ટ્રેનમાં આગ લાગવાનો ખતરો રહે.

આમ તો વિડીયોમાં પણ ક્યાંય આગ કે આગ લાગી શકે એવી ચીજો દેખાતી નથી, છતાં જે પંડિતો પૂજા કરી રહ્યા હતા તેમણે ઑપઇન્ડિયાને કહ્યું કે વાસ્તવમાં આ ‘માનસ પૂજા’ હતી અને તેમાં અગ્નિની હાજરી અનિવાર્ય હોતી નથી. તેના માટે હવન નહીં નાનકડો દીવો પણ પ્રગટાવવાની આવશ્યકતા રહેતી નથી.

આ અભિષેક થઈ રહ્યો હતો અને તેના માટે હવનની જરૂર પડતી નથી. પંડિતો શિવજીનો અભિષેક કરીને મંત્રપાઠ કરી રહ્યા હતા. પૂજામાં ક્યાંય આગ પ્રગટાવવામાં આવી ન હતી કે જ્વલનશીલ પદાર્થોનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો.

એટલે અહીં આગના જોખમવાળી વાતનો પણ છેદ ઉડી ગયો.

નમાજ સાથે સરખામણી મૂર્ખતા છે

બીજી એક ફરિયાદ એ છે કે ટ્રેનમાં નમાજનો વિરોધ કરવામાં આવે છે પણ પૂજાને પરવાનગી અપાય છે. પણ એ પણ દલીલ અસ્થાને છે.

નમાજના જે વિડીયો સામે આવે છે એ આ રીતે સલૂન કૉચના કે પ્રાઇવેટ સ્પેસના નહીં પબ્લિક સ્પેસના એટલે કે જનરલ કૉચના હોય છે. ત્યાં એકસાથે સેંકડો લોકો મુસાફરી કરતા હોય. તેમને અડચણરૂપ કોરિડોરમાં નમાજ પઢવામાં આવે એ ક્યારેય ન ચલાવી શકાય, કારણ કે તેનાથી અન્ય યાત્રીઓને અસુવિધા થાય છે. પ્રાઇવેટ સ્પેસ અને પબ્લિક સ્પેસમાં આ ફેર છે.

આનાથી વિપરીત સલૂન કૉચ વિશેષ હેતુએ બુક કરવામાં આવેલી જગ્યા છે અને અંગત ઉપયોગ માટે હોય છે. ત્યાં માણસ કોઈ પણ પ્રવૃત્તિ કરી શકે, રેલવેના નિયમોને આધીન રહીને. તાજેતરની પૂજાની ઘટનામાં રેલવેના કોઈ નિયમનું ઉલ્લંઘન થયું નથી. જે કંઈ હોબાળો થયો એ રેલવેના નિયમોની અધૂરી જાણકારી અને પ્રોપગેન્ડાબાજોએ વધારે મગજ ન દોડાવવાના કારણે થયો છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં