દિલ્હીના હિંદુવિરોધી રમખાણો દરમિયાન IB અધિકારી અંકિત શર્માની હત્યાના કેસમાં AAPનો પૂર્વ કાઉન્સિલર તાહિર હુસૈન દોષિત ઠર્યો: દિલ્હી કોર્ટે સંભળાવ્યો ચુકાદો

ડાબે કેજરીવાલ સાથે તાહિર અને જમણે અંકિત તિવારી

2020ના દિલ્હીના હિંદુવિરોધી રમખાણો દરમિયાન ઇન્ટેલિજન્સ બ્યુરોના (IB) અધિકારી અંકિત શર્માની હત્યા મામલે દિલ્હીની કોર્ટે સોમવારે (13 જુલાઈ) ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે આમ આદમી પાર્ટીના (AAP) પૂર્વ કાઉન્સિલર તાહિર હુસૈનને હત્યા કેસમાં દોષિત ઠેરવ્યો છે.

અંકિત શર્માની 25 ફેબ્રુઆરી, 2020ના રોજ ઉત્તર-પૂર્વ દિલ્હી રમખાણો દરમિયાન હત્યા કરવામાં આવી હતી. બીજા દિવસે તેમનો મૃતદેહ ચાંદ બાગ વિસ્તારમાં આવેલા નાળામાંથી મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેમના શરીર પર અનેક ધારદાર હથિયારના ઘા હોવાનું સામે આવ્યું હતું.

દિલ્હી પોલીસના આરોપ એવા હતા કે રમખાણો દરમિયાન તાહિર હુસૈનનાં મકાનનો ઉપયોગ હિંસક ટોળાંએ હુમલાનું સંકલન કરવા, પેટ્રોલ બૉમ્બ અને પથ્થરો એકઠા કરવા માટે કર્યો હતો. તપાસ બાદ પોલીસે તાહિર હુસૈન સહિત અનેક લોકો સામે હત્યા, ષડયંત્ર અને રમખાણો સંબંધિત વિવિધ કલમો હેઠળ ચાર્જશીટ દાખલ કરી હતી.

કોર્ટે હવે તાહિર હુસૈનને દોષિત જાહેર કર્યો છે. સજાની જાહેરાત અલગ સુનાવણીમાં કરવામાં આવશે. આ કેસ દિલ્હી રમખાણો સાથે જોડાયેલા સૌથી ચર્ચિત કેસોમાંનો એક રહ્યો છે.