
દિલ્હી પોલીસે જંતર-મંતર પરથી કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શનકારીઓને તગેડી મૂકીને સ્થળ ખાલી કરાવી દીધું છે. જે સ્થળે સોનમ વાંગચુક અને અન્ય પ્રદર્શનકારીઓ સ્ટેજ બનાવીને બેઠા હતા એ સ્ટેજ પણ હટાવી દેવાયો છે.
સામે આવેલા વિડીયોમાં જોઈ શકાય છે કે પ્રદર્શન સ્થળે કોઈ પ્રદર્શનકારી નથી અને માત્ર સુરક્ષાબળોના કર્મચારીઓ જોવા મળે છે. સ્ટેજ વગેરે પણ હટાવી દેવામાં આવ્યું હતું. પોલીસે સ્થળ પર પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો છે.
Delhi: The stage at Jantar Mantar where Sonam Wangchuk and CJP workers had been holding a sit-in protest and hunger strike has been removed by the Delhi Police. Jantar Mantar has been completely cleared, and the entry of any protesters into the designated protest area has now… pic.twitter.com/A4iqGU3xE9
— IANS (@ians_india) July 20, 2026
હાલ પ્રદર્શનકારીઓ પરત ફર્યા છે. પરવાનગી વગર સંસદ સુધી કૂચ કરવા ગયેલા પ્રદર્શનકારીઓએ ઉશ્કેરાઈ જઈને પોલીસ પર પથ્થરમારો કર્યા બાદ પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને અમુક ઠેકાણે ટીયરગેસના સેલ પણ છોડવા પડ્યા હતા. જોકે પછીથી સ્થિતિ કાબૂમાં લઈ લેવામાં આવી.
વચ્ચે અમુક પ્રદર્શનકારીઓ સંસદ ભવન સુધી ધસી જવા મથી રહ્યા હતા પરંતુ તાત્કાલિક સુરક્ષાબળોએ સ્થિતિ સંભાળી લીધી હતી.
બીજી તરફ અમુક કોકરોચ નેતાઓ કેન્દ્રીય મંત્રી જે. પી નડ્ડાને મળવા માટે પહોંચ્યા હતા અને પોતાની માંગણીઓ લેખિત સ્વરૂપમાં સોંપી દીધી હતી. સરકારે ચર્ચા કરીને જવાબ આપવા માટે જણાવ્યું છે. ત્યારબાદ વધેલા-ઘટેલા પ્રદર્શનકારીઓને પોલીસે તગેડી મૂક્યા હતા.
Delhi Police appeals to all protestors to maintain peace, exercise restraint and cooperate with the police in ensuring peace and public order. All participants are requested to conduct themselves in a peaceful manner, refrain from indulging in any unlawful or violent activities… pic.twitter.com/5QBH9dGeha
— Delhi Police (@DelhiPolice) July 20, 2026
હાલ પોલીસે કહ્યું છે કે સ્થિતિ કાબૂમાં છે અને લોકોને અપીલ કરી છે કે તેઓ કાયદો-વ્યવસ્થા જાળવવામાં પોલીસ અને સુરક્ષાબળોની મદદ કરે. પોલીસે લોકોને કોઈ પણ અફવા, ખોટી માહિતી, ઉશ્કેરણીજનક બાબતો પર ધ્યાન ન આપવા માટે પણ અપીલ કરી છે.

