Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસુરતના ઓલપાડમાંથી હિંદુ સગીરાને ભગાડી જનાર સાહિલ આખરે ઝડપાયો: ઘટના બાદ હિંદુઓનો...

    સુરતના ઓલપાડમાંથી હિંદુ સગીરાને ભગાડી જનાર સાહિલ આખરે ઝડપાયો: ઘટના બાદ હિંદુઓનો રોષ જોઈને સગીરાને ઓલપાડ ઉતારીને ભાગી ગયો હતો આરોપી

    ઓલપાડ ટાઉનમાં બે કોમ વચ્ચે ઘર્ષણ થવાની ઘટના બાદ ખુદ સૂરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક હિતેશ જોયસર દ્વારા પોતાની નિગરાની હેઠળ કડક હાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી 11 લોકોની અટક કરવા સાથે અન્ય લોકો વિરુદ્ધ પણ કામગીરી ચાલુ રાખતા મામલો થાળે પડ્યો છે.

    - Advertisement -

    તાજેતરમાં સુરતના ઓલપાડમાં તાજેતરમાં એક ઘટના સામે આવી હતી જેમાં સાહિલ નામનો એક મુસ્લિમ યુવક એક સગીર હિંદુ યુવતીને ભગાવી ગયો હતો. જે બાદ વિસ્તારમાં વાતાવરણ તંગ બન્યું હતું અને હિંદુઓ રોષે ભરાયા હતા. હવે સમાચાર મળી રહ્યા છે કે સુરત ગ્રામ્ય પોલીસે આખરે આ આરોપી સાહિલને ઝડપી પાડ્યો છે.

    દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ ઓલપાડ ટાઉનમાં આ ઘટનાએ કાયદો અને વ્યવસ્થા ખોરવા સાથે શાંતિ ડહોળવા જેવી બનેલી ચોકાવનારી ઘટના બાદ સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષકની નિગરાની હેઠળ બનાવેલી તપાસ કરતી જુદી જુદી ટીમે સગીરાને ભગાડીને લઈ જનાર વિધર્મી યુવકને પકડી પાડી તેની મેડિકલ તપાસ કરાવવા સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    ઘણી જગ્યાએ મુસ્લિમ આરોપીનું નામ સાહિલ જણાવેલું છે જયારે અમુક રિપોર્ટ્સમાં સોહિલ જાણવા મળ્યું છે.

    - Advertisement -

    શું હતી મૂળ ઘટના?

    ઓલપાડ ટાઉનમાં હિંદુ પરિવારની સગીર દીકરીને મુસ્લિમ યુવક પ્રેમ જાળમાં ફ્સાવીને ભગાડી લઈ જવાની ઘટના બાદ પોલીસે પોસ્કો હેઠળ ગુનો નોધવા સાથે સદર ઘટનાએ સ્થાનિકોમાં રોષ ફેલાતા વિધર્મી યુવક સગીરાને ઓલપાડ ટાઉનમાં મૂકીને ભાગી છૂટ્યો હતો.

    ત્યારે ઓલપાડની આ ઘટનામાં વિધર્મી યુવક પોલીસ પકડમાં ન આવતા કેટલાક અસામાજિક તત્વોએ ભેગા મળી આ મુદ્દે બે કોમ વચ્ચે ઘર્ષણ ઊભું કરી ઓલપાડ ટાઉનમાં કાયદો અને વ્યવસ્થા ખોરવાય તેવું કૃત્ય કર્યુ હતુ.

    ત્યારે ઓલપાડ ટાઉનમાં બે કોમ વચ્ચે ઘર્ષણ થવાની ઘટના બાદ ખુદ સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક હિતેશ જોયસર દ્વારા પોતાના નિરીક્ષણ હેઠળ કડક હાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી 11 લોકોની અટક કરવા સાથે અન્ય લોકો વિરુદ્ધ પણ કામગીરી ચાલુ રાખતા મામલો થાળે પડ્યો છે.

    જયારે આખી ઘટનાનું મૂળ કારણ સગીરાને ભગાડીને લઈ જનાર વિધર્મી યુવક સાહિલ સબ્બીર પૂનાગરી ( 20) ( હાલ રહે ઓલપાડ ટાઉન)ને પકડી પાડવામાં સફળતા મેળવી છે. જયારે સૂત્રોના કહેવા મુજબ ઓલપાડ ટાઉનમાંથી સગીરાને પ્રેમ જાળમાં ફસાવી ભગાડીને લઈ જવાની ઘટના બાબતે સાહિલની તલસ્પર્શી તપાસમાં પોલીસને ઘટના સંદર્ભે અનેક મહત્વની માહિતી હાથ લાગવા સાથે મોટા નામો ખુલવાની પણ શક્યતાઓ સેવાઇ રહી છે.

    હાલ ઓલપાડ પોલીસે સાહિલનું મેડિકલ કરાવવા સાથે વધુ તપાસ હાથ ધરી છે રવિવારે તેને કોર્ટમાં હાજર કરી રિમાન્ડ મેળવવામાં આવનાર છે. તે પહેલા તેની કાયદેસરની ધરપકડ કરવામાં આવી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં