Sunday, October 13, 2024
More
    હોમપેજદેશકોંગ્રેસ સાંસદ ચરણજીત ચન્નીએ સંસદમાં કરી ખાલિસ્તાની આતંકવાદી અમૃતપાલને છોડવાની માંગ: નેટિઝન્સે...

    કોંગ્રેસ સાંસદ ચરણજીત ચન્નીએ સંસદમાં કરી ખાલિસ્તાની આતંકવાદી અમૃતપાલને છોડવાની માંગ: નેટિઝન્સે કહ્યું- આપી રહ્યા છે ટુકડે ટુકડે ગેંગને સાથ

    ચન્નીએ એમ કહ્યું હતું કે અમૃતપાલ સિંઘને બળજબરીથી જેલમાં મોકલવામાં આવ્યો. ચન્નીએ કહ્યું કે આ સ્વતંત્રતાનું ઉલ્લંઘન છે અને જેના વડે લાખો લોકોના અવાજને દબાવવામાં આવી રહ્યો છે.

    - Advertisement -

    કોંગ્રેસના સાંસદ અને પંજાબના પૂર્વ મુખ્યમંત્રી ચરણજીત સિંઘ ચન્નીએ ખાલિસ્તાની આતંકવાદી અમૃતપાલ સિંઘને ખુલ્લેઆમ સમર્થન આપ્યું છે. ગુરુવારે (25 જુલાઇ) લોકસભામાં બજેટ સત્ર દરમિયાન અમૃતપાલને સમર્થન આપીને વિવાદ ઊભો કર્યો છે. ચન્નીએ લોકસભામાં ભારપૂર્વક કહ્યું કે, “20 લાખ ભારતીયોએ અમૃતપાલને સત્તા પર પસંદ કર્યો છે.”

    પંજાબના પૂર્વ સીએમ ચરણજીત સિંઘ ચન્નીએ તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણીમાં અમૃતપાલની જીતનો ઉલ્લેખ કરતા આ નિવેદન આપ્યું હતું. ખાલિસ્તાની આતંકવાદી અમૃતપાલ સિંઘ અપક્ષમાંથી વર્ષ 2024ની લોકસભાની ચુંટણીમાં ઊભો હતો, અને તેણે ખદુર સાહિબ મતવિસ્તારમાં જીત મેળવી હતી. તેણે કોંગ્રેસના ઉમેદવાર કુલબીર સિંઘ ઝીરાને 1,97,120 મતોના માર્જિનથી હરાવ્યા હતા. આ નિવેદન પર નેટિઝન્સે કહ્યું કે ચન્ની ખાલિસ્તાની આતંકવાદીનું સમર્થન કરીને ટુકડે ટુકડે ગેંગને સાથ આપી રહ્યા છે.

    ચન્નીએ એમ કહ્યું હતું કે અમૃતપાલ સિંઘને બળજબરીથી જેલમાં મોકલવામાં આવ્યો. ચન્નીએ કહ્યું કે આ સ્વતંત્રતાનું ઉલ્લંઘન છે અને જેના વડે લાખો લોકોના અવાજને દબાવવામાં આવી રહ્યો છે. તેઓએ વધુમાં કહ્યું કે, “લાખો વોટ મેળવીને અમૃતપાલ લોકસભામાં પહોંચ્યા છે. આવી સ્થિતિમાં તેમને લોકસભામાં બોલતા અટકાવવા એ વાણી સ્વાતંત્ર્યનું ઉલ્લંઘન છે. અમૃતપાલને બોલતા રોકવાનો અર્થ લાખો લોકોનો અવાજ દબાવવો છે.”

    - Advertisement -

    કર્યો હતો પોલીસ સ્ટેશન પર હુમલો

    પંજાબ પોલીસે ગયા વર્ષે 23 ફેબ્રુઆરીની અજનલાની ઘટના બાદ કડક કાર્યવાહી શરૂ કરી હતી. અમૃતપાલ સિંઘ અને તેના સમર્થકો તેમના એક ખાલિસ્તાની સાથીદાર લવપ્રીત સિંઘ તુફાનની મુક્તિ માટે પોલીસ સ્ટેશનમાં ઘૂસી ગયા હતા. ખાલિસ્તાની આતંકવાદી અમૃતપાલ સિંઘ અને તેના સમર્થકો તલવારો અને બંદૂકો સાથે બેરિકેડ તોડીને અમૃતસર શહેરની બહારના પોલીસ સ્ટેશનમાં ઘૂસી ગયા હતા. આ દરમિયાન ખાલિસ્તાનીઓની પોલીસ સાથે અથડામણ પણ થઈ હતી.

    અમૃતપાલ સિંઘ અને તેના ખાલિસ્તાની સાથીદારો પર લોકો વચ્ચે સંઘર્ષ ફેલાવવા, હત્યાનો પ્રયાસ, પોલીસ કર્મચારીઓ પર હુમલો અને પોલીસને કાયદેસર રીતે ફરજ બજાવવામાં અવરોધ ઉભો કરવા સંબંધિત અનેક ફોજદારી કેસો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

    આ બાદ ખાલિસ્તાની આતંકવાદી અમૃતપાલ સિંઘ 18 માર્ચે પોલીસના હાથમાંથી છટકી ગયો હતો. ત્યારબાદ પોલીસથી બચવા પોતાનો દેખાવ અને વાહનો બદલીને ભાગતો ફરતો હતો. ઉલ્લેખનીય છે કે અમૃતપાલ સિંઘની એક મહિનાથી વધુ લાંબી શોધખોળ બાદ ગયા વર્ષે 23 એપ્રિલે તેની ધરપકડ કરવામાં આવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં