Friday, October 11, 2024
More
    હોમપેજક્રાઈમઅલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં તાલિબે કર્યું ફાયરિંગ: નદીમ અને કલીમ થયા ઘાયલ, આ...

    અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં તાલિબે કર્યું ફાયરિંગ: નદીમ અને કલીમ થયા ઘાયલ, આ પહેલા પણ બની છે આવી ઘટના

    અલીગઢના સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની મેડિકલ કોલોનીમાં AMU રજિસ્ટ્રાર ઓફિસમાં કામ કરતાં બે સગા ભાઈઓ નદીમ અને કલીમને ગોળી મારી દેવામાં આવી હતી.

    - Advertisement -

    અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં (AMU) બુધવાર (24 જુલાઈ) સવારે ફાયરિંગની ઘટના બની છે. AMU વારે-તહેવારે વિવાદોમાં હોય છે જ ત્યારે આજે યુનિવર્સિટી કેમ્પસમાં ફાયરિંગ થતાં ડરનો માહોલ ઉભો થયો છે. આ હુમલામાં 2 કર્મચારીઓ ઘાયલ થયા હતા, જેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. 2 હુમલાખોરોને પકડી લેવામાં આવ્યા હતા.

    અલીગઢના સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની મેડિકલ કોલોનીમાં AMU રજિસ્ટ્રાર ઓફિસમાં કામ કરતાં બે સગા ભાઈઓ નદીમ અને કલીમને ગોળી મારી દેવામાં આવી હતી. ગોળી વાગવાથી બંને ભાઈઓ ઘાયલ થયા હતા. ઘાયલ કર્મચારીઓને જવાહરલાલ નેહરુ મેડિકલ કોલેજમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

    ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટીમાં કામ કરતા બે સગા ભાઈઓને અલીગઢના બે હુમલાખોરોએ ગોળીબાર કરીને તેમને ગંભીર રીતે ઘાયલ કરી દીધા હતા. બંને ભાઈઓ સ્કૂટર પર ક્યાંક જઈ રહ્યા હતા, ત્યારે મિતરોઈ ચારરસ્તા પાસે બે હુમલાખોરોએ ગોળીબાર શરૂ કરતાં યુનિવર્સિટીમાં કામ કરતા બંને ભાઈ મહોમ્મદ નદીમ અને મહોમ્મદ કલીમ ગંભીર રીતે ઘાયલ થઈને રોડ પર પડ્યા હતા. નદીમને પેટમાં અને કલીમને માથામાં ગોળી વાગી છે.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે AMUની મેડિકલ કૉલોનીના રહેવાસી મોહમ્મદ નદીમ અને મોહમ્મદ કરીમ રજિસ્ટ્રાર ઑફિસના કર્મચારી છે. બુધવારે સવારે 9:30 વાગ્યે મેડિકલ કોલોનીમાં તાલિબ નામના વ્યક્તિએ બંને ભાઈઓ પર ગોળીબાર કર્યો હતો. ગોળી વાગતાં બંને ભાઈઓને ગંભીર રીતે ઘાયલ થયા. ઘટના સ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર તાલિબે 5 રાઉન્ડ ફાયર કર્યા હતા.

    મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે ગોળી ચલાવનારનો AMU સાથે કોઈ સબંધ નથી પરંતુ બંને પક્ષો વચ્ચે પહેલેથી જ દુશ્મની હતી. જે બાબતે કેસ પણ ચાલી રહ્યો હતો અને ગુરુવારે(25 જુલાઈ)ના રોજ આ કેસની સુનાવણી થવાની હતી. હુમલો કરનાર તાલિબ અને ઘાયલ નદીમ અને કલીમ એક જ ગામના હતા. તાલિબની ઓળખ ગેંગસ્ટર તરીકે થઈ છે, તેના ગામમાં તે ‘તાલિબ ગેંગ’ નામે પોતાની ગેંગ ચલાવે છે. તાલિબના ત્રાસથી બચવા નદીમ અને કલીમ ગામ છોડીને શહેરમાં ભાગી આવ્યા હતા.

    અગાઉ પણ થઈ ચૂક્યું છે AMUમાં ફાયરિંગ

    AMUમાં વિવાદો ચાલતા જ હોય છે ત્યારે AMU કેમ્પસમાં ફાયરિંગ થવાની આ પ્રથમ ઘટના નથી. હોળી દરમિયાન AMUમાં વિદ્યાર્થીઓ વચ્ચે ઝગડાઓ થયા હતા. હોળી રમી રહેલા વિદ્યાર્થીઓ પર હુમલો કરીને તેમની સાથે મારપીટ કરવામાં આવી હતી. આ દરમિયાન ભય ઉભો કરવા માટે હુમલાખોરો દ્વારા હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ મારપીટ દરમિયાન પણ એક વિદ્યાર્થી ઘાયલ થયો હતો. તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ સમયે કેમ્પસમાં હાજર સુરક્ષાદળના જવાનોએ હુમલો કરનારા વિદ્યાર્થીઓને પકડી પોલીસના હવાલે કર્યા હતા.

    આ સિવાય ગત વર્ષે સપ્ટેમ્બરમાં પણ AMUના જવાહરલાલ નહેરુ મેડિકલ કોલેજ ખાતે ફાયરિંગ્નિ ઘટના બની હતી. કેટલાક ગુંડાઓ કોલેજ પાસે આવેલી કેન્ટીનમાં હપ્તો ઉઘરાવવા ગયા હતા. કેન્ટીન સંચાલકે હપ્તો આપવાની ના પાડતાં ગુંડાઓએ ફાયરિંગ શરૂ કરી દીધી હતી. આ સિવાય AMUના 19 વર્ષીય વિદ્યાર્થી ફૈઝાન અન્સારીનું ISIS સાથે કનેક્શન પણ બહાર આવ્યું હતું.

    બુધવારે (23 જુલાઈ) થયેલી ફાયરિંગ માટે ASP અમૃત જૈને માહિતી આપી છે કે AMUમાં સવારમાં આ ઘટના બની હતી. ઘાયલોને જવાહરલાલ નેહરુ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. AMU પ્રશાસન અને પોલીસ ફોર્સ મેડિકલ કોલેજમાં હાજર છે. પોલીસે ઘટનાસ્થળેથી બે આરોપીઓની અટકાયત કરી છે. પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે જેમાં આંતરિક દુશ્મનીની વાત સામે આવી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં