Friday, September 13, 2024
More
    હોમપેજક્રાઈમઅલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિદ્યાર્થીનું ISIS સાથે કનેક્શન હોવાનું સામે આવ્યું: 19 વર્ષીય...

    અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિદ્યાર્થીનું ISIS સાથે કનેક્શન હોવાનું સામે આવ્યું: 19 વર્ષીય આરોપી ફૈઝાન અંસારીની NIA દ્વારા ધરપકડ

    NIA મુજબ, ફૈઝને ભારતમાં ISIS પ્રવૃત્તિઓને સમર્થન આપવા અને વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર સંગઠનના પ્રોપગેન્ડાને પ્રસારિત કરવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા તેના સહયોગીઓ અને અન્ય અજાણ્યા વ્યક્તિઓ સાથે ગુનાહિત કાવતરું ઘડ્યું હતું.

    - Advertisement -

    રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ ગુરુવારે ઉત્તરપ્રદેશની અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU) ના 19 વર્ષીય વિદ્યાર્થી ફૈઝાન અંસારી ઉર્ફે ફૈઝની પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ISIS સાથે કથિત સંબંધો હોવાથી ધરપકડ કરી હતી.

    NIAએ જણાવ્યું હતું કે, આરોપી ફૈઝાન અંસારી દેશમાં કાર્યરત ISISના મોડ્યુલો સામે NIAની કાર્યવાહીના ભાગરૂપે ઝારખંડ અને ઉત્તરપ્રદેશમાં તેના ઘરમાં શોધખોળ કરી, ભાડાના આવસમાં તપાસ કરાયા બાદ ધરપકડ કરવામાં આવી હતી. NIA દ્વારા 19 જુલાઈએ ભારતીય દંડ સંહિતા (IPC) અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ નોંધાયેલા કેસમાં ફૈઝાનને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય ષડયંત્રના તમામ પાસાઓનો પર્દાફાશ કરવા માટે એજન્સી તેની તપાસ સાથે આગળ વધશે.

    ATSએ જણાવ્યું હતું કે, 16 અને 17 જુલાઈના રોજ ઝારખંડના લોહરદગા જિલ્લામાં આરોપીઓના ઘર અને ઉત્તરપ્રદેશના અલીગઢમાં ભાડાના રૂમની તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં ઘણા ઈલેક્ટ્રોનિક ઉપકરણો સાથે ગુનાહિત સામગ્રી અને દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા.

    - Advertisement -

    NIA મુજબ, ફૈઝને ભારતમાં ISIS પ્રવૃત્તિઓને સમર્થન આપવા અને વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર સંગઠનના પ્રોપગેન્ડાને પ્રસારિત કરવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા તેના સહયોગીઓ અને અન્ય અજાણ્યા વ્યક્તિઓ સાથે ગુનાહિત કાવતરું ઘડ્યું હતું.

    એનઆઈએએ જણાવ્યું હતું કે, “ફૈઝાન અંસારી દ્વારા ISIS વતી ભારતમાં હિંસક આતંકવાદી હુમલાઓ કરવા માટે આ કાવતરું ઘડવામાં આવ્યું હતું.”

    તપાસમાં જાણવા મળ્યું છે કે અલીગઢ યુનિવર્સિટીનો છાત્ર ફૈઝાન અને તેના સહયોગીઓએ ઈસ્લામિક દેશ પ્રત્યેની પોતાની નિષ્ઠાનું વચન આપ્યું હતું. એજન્સીએ ઉમેર્યું હતું કે, “આરોપી પણ સક્રિય રીતે તાજેતરમાં ધર્મ પરિવર્તન કરનારાઓને કટ્ટરપંથી બનાવવાની પ્રક્રિયામાં હતો અને ભારતમાં ISIS કેડર બેઝને મજબૂત કરવા માટે તેમને આતંકવાદી જૂથ તરફ આકર્ષિત કરતો હતો.”

    NIAએ જણાવ્યું હતું કે ફૈઝાન વિદેશ સ્થિત ISIS હેન્ડલર્સના સંપર્કમાં હતો જેઓ ફૈઝાનને પ્રતિબંધિત સંગઠનમાં ભરતી કરાવવા માટે માર્ગદર્શન આપતા હતા. “ISISના અન્ય સભ્યો સાથે, તે હિંસક કાર્યવાહીની યોજના બનાવી રહ્યો હતો અને વિદેશમાં ISIS સંઘર્ષ થિયેટરમાં ‘હિજરત’ કરવાનું વિચારી રહ્યો હતો.”

    (આ સમાચાર અહેવાલ સિન્ડિકેટ ફીડમાંથી પ્રકાશિત કરવામાં આવ્યો છે. હેડલાઇન સિવાયની સામગ્રી OpIndia સ્ટાફ દ્વારા લખવામાં કે સંપાદિત કરવામાં આવી નથી)

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં