Thursday, July 18, 2024
More
  હોમપેજગુજરાતખાનગી કંપનીએ ‘અનુભવી ઉમેદવારો’ માટે આપી હતી જાહેરાત, ઇન્ટરવ્યુ માટે ગયેલા યુવાનો...

  ખાનગી કંપનીએ ‘અનુભવી ઉમેદવારો’ માટે આપી હતી જાહેરાત, ઇન્ટરવ્યુ માટે ગયેલા યુવાનો ‘બેરોજગાર’ નહીં: અંકલેશ્વરના જે વિડીયોના આધારે ‘ગુજરાત મોડેલ’ પર ઉઠાવાઈ રહ્યા છે સવાલ, તેનું આ છે સત્ય

  કોંગ્રેસ પાર્ટીના અધિકારિક X હેન્ડલ પરથી એક પોસ્ટ કરવામાં આવી. આ પોસ્ટમાં 'નરેન્દ્ર મોદીનું ગુજરાત મોડેલ'ના મથાળા સાથે દાવો કરવામાં આવ્યો કે મોદીની સરકારમાં આખા દેશમાં બેરોજગારી વધી રહી છે. પરંતુ હકીકત કહેવામાં આવી નથી.

  - Advertisement -

  સોશિયલ મીડિયા અને ગુજરાતી મીડિયામાં ગુરુવારનો (11 જુલાઈ) એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ગુજરાતના અંકલેશ્વર ખાતે એક ખાનગી કંપનીમાં રોજગાર મેળવવા ગયેલા શિક્ષિત બેરોજગાર યુવાનોનો એટલો ધસારો જોવા મળ્યો કે રેલિંગ તૂટી પડી. ઘટના સાચી છે. પરંતુ આ ઘટનાને લઈને ગુજરાત સરકાર પર માછલાં ધોવામાં આવી રહ્યાં છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના દર્શાવી રહી છે કે ગુજરાતમાં કેટલા મોટા પ્રમાણમાં શિક્ષિત બેરોજગારો છે. કોંગ્રેસ અને ગુજરાતી મીડિયાએ દર વખતની જેમ અધૂરી માહિતી સાથે અપપ્રચાર ચાલુ કરી દીધો છે, પરંતુ હકીકત એ નથી જે દેખાડવામાં આવી રહી છે.

  કોંગ્રેસ પાર્ટીના અધિકારિક X હેન્ડલ પરથી એક પોસ્ટ કરવામાં આવી. આ પોસ્ટમાં ‘નરેન્દ્ર મોદીનું ગુજરાત મોડેલ’ના મથાળા સાથે દાવો કરવામાં આવ્યો કે મોદીની સરકારમાં આખા દેશમાં બેરોજગારી વધી રહી છે. પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે, “ગુજરાતના ભરૂચમાં એક હોટલમાં નોકરી મેળવવા માટે બેરોજગારોનું મોટું ટોળું એકઠું થયું. પરિસ્થિતિ એવી બની કે હોટેલની રેલિંગ તૂટી પડી અને ગુજરાત મોડેલની પોલ ખુલી ગઈ. નરેન્દ્ર મોદી આ બેરોજગારીના મોડેલને આખા દેશમાં થોપી રહ્યા છે.” માત્ર કોંગ્રેસ પાર્ટીના આધિકારિક X હેન્ડલ જ નહીં, તેમને સમર્થન આપતા સેંકડો લોકોએ આ જ કેપ્શન સાથે વિડીયો શૅર કર્યો અને ભાજપ સરકાર પર સવાલો ઉભા કર્યા હતા.

  આ તો થઈ રાજકીય પાર્ટીની વાત, કેટલીક નેશનલ અને ગુજરાતી મેઈનસ્ટ્રીમ મીડિયા ચેનલોએ પણ આ પ્રકારના દાવા સાથે અહેવાલો પ્રકાશિત કર્યા. દિવ્ય ભાસ્કર અને ગુજરાત સમાચાર સહિતની મીડિયા સંસ્થાઓએ પણ પોતાના અહેવાલોમાં દાવા કર્યા કે ગુજરાતમાં બેરોજગાર યુવાઓએ નોકરી મેળવવા પડાપડી કરી અને રેલિંગ તૂટી ગઈ. અગાઉ પણ ફેક ન્યૂઝ ફેલાવી ચૂકેલી ચેનલ ‘જમાવટ’ના X હેન્ડલ પર પણ આ વિડીયો પોસ્ટ કરીને ‘બેરોજગારોની ભીડ ઉમટી પડી’ હોવાના દાવા કરવામાં આવ્યા હતા.

  - Advertisement -

  શું છે વિડીયોની વાસ્તવિકતા?

  ઉલ્લેખનીય છે કે જેવો આ વિડીયો સામે આવ્યો કે, બીજી તરફ જે કંપની દ્વારા ઇન્ટરવ્યુ ગોઠવવામાં આવ્યા હતા તેની જાહેરાતના કટિંગ પણ ફરતાં થયાં અને તેનાથી પ્રોપગેન્ડા ધ્વસ્ત થઈ ગયો. આ કટિંગ BJP ગુજરાતના આધિકારિક હેન્ડલ પરથી પણ મૂકવામાં આવ્યાં છે. જેમાં સ્પષ્ટ જણાવાયું છે કે ખાનગી કંપનીએ આ જાહેરાત અનુભવી ઉમેદવારો માટે આપી હતી. અર્થાત, આ યુવાનો બેરોજગાર ન હોય શકે. જો ‘ફ્રેશર’ માટેની જાહેરાત હોત તો આ વાતમાં કશુંક તથ્ય હોત.

  વાસ્તવમાં નોકરીની આ જાહેરાત એક કેમિકલ કંપની દ્વારા આપવામાં આવી હતી. જાહેરાતમાં કંપનીએ જણાવ્યું હતું કે તેઓ ઝઘડિયા GIDCમાં નવો પ્લાન્ટ બનાવી રહ્યા છે અને તેના માટે તેમને અનુભવી ઉમેદવારોની જરૂર છે. કંપનીએ પોતાની જાહેરાતમાં સ્પષ્ટપણે ઉલ્લેખિત કર્યું છે કે તેમને 3થી લઈને 10 વર્ષ સુધીના અનુભવ ધરાવતા ઉમેદવારો માટે આ જાહેરાત બહાર પાડી છે. કંપનીએ શિફ્ટ ઇન્ચાર્જની પોસ્ટ માટે 6થી 10 વર્ષ, પ્લાન્ટ ઓપરેટરમાં 3થી 8 વર્ષ, DSC સુપરવાઈઝર 4થી 8 વર્ષ, મિકેનિકલ ફીટર માટે 3થી 8 વર્ષ અને ETP એક્ઝિક્યુટિવ માટે 4થી 7 વર્ષના અનુભવી ઉમેદવારોની ભરતી જાહેર કરી છે.

  ટૂંકમાં, આ તમામ યુવાનો હાલ ક્યાંક નોકરી કરતા હશે. તેઓ વધુ સારી તકો અને પગાર મળે તે ઈચ્છાથી ઇન્ટરવ્યુ આપવા માટે આવ્યા હશે. જેથી તેમને બેરોજગાર ગણી શકાય નહીં. વધુમાં, નોંધવા જેવી બાબત એ છે કે કોઇ હોટેલે ઇન્ટરવ્યુની વ્યવસ્થા કરી હોય અને ત્યાં અવ્યવસ્થા સર્જાય તો તેના માટે કોઇ તંત્ર કે સરકારો જવાબદાર ગણાતી નથી. તે જે-તે કંપનીએ જોવાનું રહે છે.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં