Friday, October 11, 2024
More
    હોમપેજગુજરાતબરોડા સ્ટેટ પાસે હતી સોનાની તોપ, સંસ્કૃતિ મંત્રાલયે ન ખરીદતાં ઓગાળવી પડી:...

    બરોડા સ્ટેટ પાસે હતી સોનાની તોપ, સંસ્કૃતિ મંત્રાલયે ન ખરીદતાં ઓગાળવી પડી: મહારાણીએ સંભળાવ્યો કિસ્સો; કોંગ્રેસના ટેક્સેશનના કારણે આજે પણ રજવાડાંની અનેક ચીજો વિદેશમાં 

    રાધિકારાજે ગાયકવાડે કહ્યું કે, ‘અનેક ચીજો વિદેશોમાં ગઈ છે, અનેક દેશોના ખાનગી સંગ્રહમાં છે અને બહુ સામાન્ય ભાવમાં વેચાઈ છે. અનેક ભારતમાં નિર્મિત ચીજવસ્તુઓ બહાર ચાલી ગઈ છે, જે હવે ક્યારેય ભારત પરત નહીં ફરે.  

    - Advertisement -

    સ્વતંત્રતા બાદ જ્યારે રાજા-રજવાડાંનું વિલીનીકરણ કરવામાં આવ્યું ત્યારબાદ કેન્દ્રની કોંગ્રેસ સરકારની ટેક્સેશન નીતિઓના કારણે સેંકડો ચીજવસ્તુઓ દેશ બહાર મોકલી દેવામાં આવી હતી અથવા અમુક ઓગાળી દેવામાં આવી હતી. તાજેતરમાં રણવીર અલાહાબાદિયાના (Ranveer Allahbadia) એક પોડકાસ્ટમાં બરોડા સ્ટેટના (આજનું વડોદરા) મહારાણી રાધિકારાજે ગાયકવાડે રાજ્યની એક સોનાની તોપ વિશે એક કિસ્સો સંભળાવીને આ વાત કહી હતી. 

    મહારાણીએ જણાવ્યું કે, બરોડા સ્ટેટ (Baroda State) પાસે બહુ જૂની-પુરાણી એક સોનાની તોપ હતી, જે વર્ષોથી સાચવવામાં આવી હતી. પરંતુ સ્વતંત્રતા બાદ તેની ઉપર ડ્યુટી અને ટેક્સ એટલા લાગતા હતા કે રાજવી પરિવાર તે ખર્ચ ઉઠાવી શકે તેમ ન હતો. જેના કારણે મહારાજા રણજીતસિંહે કેન્દ્ર સરકારના સંસ્કૃતિ મંત્રાલયને તેને ખરીદી લેવા માટે વિનંતી કરી, પરંતુ સરકારે કોઇ રસ ન દાખવ્યો.

    તેઓ કહે છે કે, “મહારાજાએ કહ્યું હતું કે, આ ભારતની બહુ કીમતી અને સુંદર ચીજ છે અને ફરી ક્યારેય કોઇ નહીં બનાવે, સરકાર તેને ખરીદી લે. સરકાર માત્ર સોનાની કિંમત ચૂકવી દે, કારણ કે અમે ટેક્સ ભરી શકીએ તેમ નથી. પણ તે ન ખરીદાઈ અને આખરે તે ટંકશાળમાં વેચી દેવામાં આવી અને આખરે ઓગાળી દેવામાં આવી હતી.”

    - Advertisement -

    સ્વતંત્રતા બાદ રજવાડાંઓની સ્થિતિને લઈને મહારાણી રાધિકારાજે જણાવે છે કે, “રજવાડાંનું વિલીનીકરણ કરવાનો નિર્ણય દ્રઢ હતો અને કોઇ (રજવાડું) એમ નહીં કહે કે તે ખોટો હતો. આજે પણ વિશ્વાસ અતૂટ છે કે હિન્દુસ્તાન એક છે અને આપણને લોકતંત્રની જરૂર હતી જ. પરંતુ જ્યારે સાલિયાણાંનો મુદ્દો આવ્યો, ઈન્દિરા ગાંધીએ જ્યારે તે હટાવ્યાં…… હું એ વિષય પર ટિપ્પણી નહીં કરું કે તે હટાવવા જોઈતાં હતાં કે નહીં પરંતુ સંભવતઃ રાજવી પરિવારો આ નિર્ણય માટે તૈયાર ન હતા.”

    તેઓ આગળ કહે છે, “ત્યારબાદ ઘણો સંઘર્ષ કરવો પડ્યો, કારણ કે પછીથી વેલ્થ ટેક્સ આવી ગયા, ઘણું ટેક્સેશન થઈ ગયું હતું. જેથી અમારા પરિવારોને મુશ્કેલીઓ પડવા માંડી હતી અને પોતાની ચીજો હતી, જેમકે, પૂજાનાં વાસણો સોના-ચાંદીનાં હતાં, સિંહાસનો હતાં, અન્ય ચીજો હતી…. ઘણાએ આ બધું વેચવું પડ્યું, કારણ કે ટેક્સેશન વધુ હોવાના કારણે તેઓ તેને સાચવી શકે તેમ ન હતા.”

    મહારાણી કહે છે કે, “હું એ સંદર્ભે નથી કહી રહી કે લોકોનાં સોના-ચાંદી જતાં રહ્યાં, પરંતુ હું એ સંદર્ભ કહી રહી છું કે ઘણાએ આખરે આ ચીજો ઓગાળવી પડી. આ ચીજો બહાર વિદેશોમાં મોકલી દેવામાં આવી. આ જ ચીજો આપણા દેશમાં હોત, નેશનલ મ્યુઝિયમમાં હોત તો આજે પણ આપણી ભવ્ય સંસ્કૃતિની ઝલક તેમાં દેખાતી હોત. લોકોને ખબર પડી હોત કે ભારતનો વારસો કેવો છે, કેવી ચીજો હતી, કેટલું હૂનર અને કળા હતાં.”

    રાધિકારાજે ગાયકવાડે કહ્યું કે, ‘અનેક ચીજો વિદેશોમાં ગઈ છે, અનેક દેશોના ખાનગી સંગ્રહમાં છે અને બહુ સામાન્ય ભાવમાં વેચાઈ છે. અનેક ભારતમાં નિર્મિત ચીજવસ્તુઓ બહાર ચાલી ગઈ છે, જે હવે ક્યારેય ભારત પરત નહીં ફરે.  

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં