Thursday, July 18, 2024
More
  હોમપેજગુજરાતરાજકોટ: મુસ્લિમ યુવકે 13 વર્ષની હિંદુ સગીરાનું અપહરણ કરી શારીરિક અડપલા કર્યા,...

  રાજકોટ: મુસ્લિમ યુવકે 13 વર્ષની હિંદુ સગીરાનું અપહરણ કરી શારીરિક અડપલા કર્યા, ભક્તિનગર પોલીસે દ્વારકા જતી ટ્રેનમાંથી ઝડપ્યો

  સગીરાના કાકાએ ફરિયાદમાં તેમ પણ જણાવ્યું હતું કે તેમની દુકાનની નજીક જ આરોપી અને તેના પિતા હુડકો માર્કેટમાં શાક-બકાલુ વેચવાનો ધંધો કરે છે. સગીરા અવારનવાર દુકાને આવતી જતી રહેતી, જેના કારણે આર્યન બલોચની તેના પર નજર બગડી હતી. તે સગીરાના શાળાએ જવા-આવવાના સમયે તેના ઘરની નજીક આવેલી પાનની દુકાને બેસી રહેતો હતો.

  - Advertisement -

  હિંદુ મહિલાઓ અને બાળકીઓ સાથે લવ જેહાદ અને અત્યાચારના ગુનાઓ સતત વધી રહ્યા છે. તેવામાં હવે રાજકોટમાં મુસ્લિમ યુવકે 9માં ધોરણમાં ભણતી 13 વર્ષની હિંદુ સગીરાનું અપહરણ કર્યું હોવાનો મામલો સામે આવતા લોકો ચોંકી ઉઠ્યા છે. આરોપ છે કે આરોપી સગીરાનો ઘણા સમયથી પીછો કરતો હતો અને લાગ જોઈને તેણે શાળાએ પહોંચેલી સગીરાને ગેટ પર જ આંતરી ત્યાંથી ઉઠાવી લીધી હતી. અપહરણ બાદ નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક પગલા લઇ દ્વારકા જતી ટ્રેનમાંથી આરોપીને ઝડપી સગીરાને છોડાવી હતી.

  અહેવાલો અનુસાર રાજકોટમાં હુડકો માર્કેટમાં શાક-બકાલુ વેચતા આર્યન શાશિફ બલોચ નામના મુસ્લિમ યુવકે 9માં ધોરણમાં ભણતી 13 વર્ષની હિંદુ સગીરાનું અપહરણ કરી લીધું હતું. તેણે ઘટનાના દિવસે બપોરે 12 વાગ્યે સગીરા સ્કૂલે ગઈ ત્યારે તેની પાછળ જઈ શાળાના ગેટ પાસેથી જ તેને ઉઠાવી લીધી હતી. ત્યારબાદ સગીરાના કાકાએ આ મામલે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ તાત્કાલિક એક્શન મોડમાં આવી હતી અને ઘટનાની રાત્રે જ આરોપીને રાજકોટ રેલવે સ્ટેશન પરથી દ્વારકા જતી ટ્રેનમાંથી ઝડપી લીધો હતો.

  સગીરાને શાળાએથી જ ઉઠાવી ગયો આરોપી

  સગીરાના કાકાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર તેમની 13 વર્ષની ભત્રીજી કોઠારિયા રોડ પર આવેલી એક શાળામાં ધોરણ 9માં અભ્યાસ કરે છે. ગત 30 ઓકટોબર 2023ના રોજ બાળકીના દાદીમાં તેને બપોરે શાળાએ મુકવા ગયા હતા, પરંતુ સાંજે જયારે તેઓ તેને પરત લેવા ગયા ત્યારે સગીરા નહોતી મળી આવી. ત્યારબાદ ચિંતામાં મુકાયેલા પરિવારે સગીરાની સગીરાની શોધખોળ કરવા છતાં તે ન મળતા તેમણે તુરંત ભકિતનગર પોલીસ મથકે મામલાની જાણ કરી હતી. જે બાદ ભક્તિનગર પોલીસે શંકાના આધારે આરોપીના અબ્બુની પૂછપરછ કરાતા આરોપી પણ ધંધાના સ્થળે કે ઘરે હાજર ન હોવાનું જાણવા મળ્યું હતું.

  - Advertisement -

  આ દરમિયાન CCTV ફુટેજ અને મોબાઇલ લોકેશનના આધારે તપાસ કરતા પોલીસને આરોપી આર્યન શાશિફ બલોચના ફોનનું કરંટ લોકેશન રાજકોટ રેલવે સ્ટેશન હોવાનું જાણવા મળ્યું હતું, સાથે જ ખ્યાલ આવ્યો હતો કે આરોપી સગીરાને લઇ ફરાર થઇ જવા દ્વારકા જતી ટ્રેનમાં બેઠો છે. જે બાદ પોલીસે ટ્રેનમાંથી આરોપીને શોધી તેની ધરપકડ કરી હતી અને સગીરાને મુકત કરાવી હતી. સગીરાની પ્રાથમિક પુછપરછમાં આરોપીએ શારીરિક અડપલા કર્યાનું ખુલતા સગીરાના કાકાની ફરીયાદ પરથી પોલીસે આર્યન બલોચ વિરુદ્ધ IPCની કલમો 363, 354 (ક) અને પોકસો એકટની કલમ 8 મુજબ ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

  આ મામલે વધુ માહિતી મેળવવા અમે ભક્તિનગર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ અધિકારીઓની વ્યસ્તતાને કારણે વાત થઈ શકી નહોતી.

  શાક-બકાલુ વેચવાનો ધંધો કરે છે આરોપી

  ઉલ્લેખનીય છે કે સગીરાના કાકાએ ફરિયાદમાં તેમ પણ જણાવ્યું હતું કે તેમની દુકાનની નજીક જ આરોપી અને તેના પિતા હુડકો માર્કેટમાં શાક-બકાલુ વેચવાનો ધંધો કરે છે. સગીરા અવારનવાર દુકાને આવતી જતી રહેતી, જેના કારણે આર્યન બલોચની તેના પર નજર બગડી હતી. તે સગીરાના શાળાએ જવા-આવવાના સમયે તેના ઘરની નજીક આવેલી પાનની દુકાને બેસી રહેતો હતો. આ પહેલા પણ તે સગીરાન ફોસલાવીને વાત કરવા બોલાવી હતી, જોકે પરિવારને આ વિશે જાણ થતાં તેમણે આરોપીને ઠપકો આપીને ભગાડી મુક્યો હતો.

  આરોપીની ધરપકડ થયા બાદ પીડિતાના પરિવારે આક્ષેપ કર્યો છે કે આર્યન તેમની દીકરીના નામે સોશિયલ મીડિયા એકાઉન્ટ ચલાવે છે. તેની પાસે સગીરાના ફોટા છે અને તેના દ્વારા તે તેમની દીકરીને બ્લેકમેલ કરીને ઉઠાવી ગયો હતો. આ સાથે જ પરિવારની તેવી પણ માંગ છે કે સગીરા બળાત્કારનો ભોગ બની છે કે નહીં તે જાણવા તેમના મેડીકલ ટેસ્ટ પણ કરાવવામાં આવે.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં