ન બાળકીનું મોત થયું, ન પોલીસે પેલેટ ગનનો ઉપયોગ કર્યો: કોકરોચોના પ્રદર્શન બાદ ચાલ્યો ફેક ન્યૂઝનો મારો, વાંચો શું છે હકીકત

કોકરોચ જનતા પાર્ટીના 20 જુલાઈના હિંસક પ્રદર્શનો બાદ સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ અને ઉશ્કેરણીજનક માહિતીનો સિલસિલો શરૂ થયો છે. આ જ ક્રમમાં દિલ્હી પોલીસે તાજેતરમાં બે દાવાની પોલ ખોલી.

કોકરોચ જનતા પાર્ટીના પ્રવક્તા સૌરવ દાસે દાવો કર્યો હતો કે દિલ્હી પોલીસે પ્રદર્શનકારીઓને વિખેરવા માટે પેલેટ ગનનો ઉપયોગ કર્યો હતો.

દિલ્હી પોલીસે સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે આ દાવો સદંતર ખોટો અને ભ્રામક છે અને પોલીસે પેલેટ ગનનો ઉપયોગ કર્યો ન હતો.

ઇસ્લામિસ્ટ પ્રોપગેન્ડાબાજ અને સ્વઘોષિત ફેક્ટચેકર મોહમ્મદ ઝુબૈરે એક પોસ્ટમાં વિડીયો શૅર કર્યો અને દાવો કર્યો કે દિલ્હી પોલીસે દંડામાં ખીલા ઠોકીને બાળકોને માર્યા હતા.

પોલીસે ફેક્ટચેક કરતાં જણાવ્યું કે પોલીસે આવી કોઈ લાઠીઓનો ઉપયોગ કર્યો ન હતો અને આ વિડીયો શૅર કરવામાં આવી રહ્યા છે એ પણ ગઈકાલના પ્રદર્શનના નથી.

અન્ય એક દાવો એવો કરવામાં આવ્યો હતો કે પ્રદર્શન દરમ્યાન એક છોકરીનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું. આ પણ સદંતર ખોટો દાવો છે.

PIBએ જણાવ્યું કે પ્રદર્શન દરમ્યાન કોઈ મૃત્યુ થયું નથી અને આવા દાવાઓમાં કોઈ સત્યતા નથી.

તાજેતરમાં જ સમાચાર આવ્યા હતા કે દિલ્હી પોલીસ હાલ પ્રદર્શનને કોન્સ્પિરસીના એન્ગલથી પણ ચકાસી રહી છે અને આશંકા છે કે અફવાઓ ફેલાવવા માટે અને ઉશ્કેરણીજનક માહિતી ફરતી કરવા માટે પાકિસ્તાનનાં હેન્ડલો અને બોટનો સહારો લેવામાં આવ્યો હતો.

બીજી તરફ કોકરોચ જનતા પાર્ટીનો પ્રવક્તા સૌરવ દાસ જ અનેક ફેક ન્યૂઝ ફેલાવતો ઝડપાઈ ચૂક્યો છે.