Tuesday, November 12, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅમદાવાદના જાવેદે ઓળખ છુપાવીને ઉજ્જૈનની હિંદુ છોકરીને ફસાવી, ઘરે લઇ જઈને રેપ...

    અમદાવાદના જાવેદે ઓળખ છુપાવીને ઉજ્જૈનની હિંદુ છોકરીને ફસાવી, ઘરે લઇ જઈને રેપ કર્યો: ધરપકડ માટે ગુજરાત આવશે MP પોલીસ

    પીડિતાએ જણાવ્યું કે, સાથે રહેવા દરમિયાન તેની હરકતો પરથી તેને જાણવા મળ્યું કે તેનો પ્રેમી ખરેખર મુસ્લિમ છે. જેથી તે ત્યાંથી ભાગી છૂટી હતી અને બુધવારે ઉજ્જૈન આવી ગઈ હતી. 

    - Advertisement -

    મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં એક લવ જેહાદ કેસ સામે આવ્યો છે. અહીં એક હિંદુ યુવતીએ મુસ્લિમ યુવક જાવેદ પર ઓળખ છુપાવીને પ્રેમજાળમાં ફસાવીને રેપ કરવાનો આરોપ લગાવ્યો છે. આરોપી અમદાવાદનો હોવાનું જાણવા મળ્યું છે, જેની ધરપકડ માટે એમપી પોલીસ ગુજરાત આવી રહી છે. 

    પીડિતાએ હિંદુ સંગઠનો સાથે પહોંચીને ઉજ્જૈનના નીલગંગા પોલીસ મથકે જઈને ફરિયાદ નોંધાવી હતી. તેણે જણાવ્યું કે, જાવેદે પોતે ગુર્જર સમાજનો હોવાનું કહીને તેને પ્રેમજાળમાં ફસાવી હતી અને અમદાવાદ લઇ ગયો હતો અને ભાડાનાં મકાનમાં રાખીને તેની સાથે દુષ્કર્મ પણ કર્યું હતું. પરંતુ તેને વાસ્તવિકતાની જાણ થઇ તો ભાગી છૂટી હતી. 

    પીડિતાએ જણાવ્યું કે, વર્ષ 2021ના અંતમાં સોશિયલ મીડિયા પર તેની ઓળખાણ જાવેદ સાથે થઇ હતી. પરંતુ ત્યારે તેણે પોતે ગુર્જર સમાજમાંથી આવતો હોવાનું જણાવ્યું હતું. પીડિતાએ આરોપ લગાવ્યો કે, ગુર્જર સમાજમાંથી આવતો હોવાના કારણે પહેલાં તેને લાગ્યું હતું કે તે હિંદુ છે. પીડિતા અનુસાર, જાવેદે જણાવ્યું હતું કે તે લખનૌનો નિવાસી છે અને અમદાવાદમાં ફેબ્રિકેશનનું કામ કરે છે. બંને વચ્ચે ઓળખાણ થયા બાદ વાતચીત થવા માંડી હતી. 

    - Advertisement -

    વર્ષ 2022માં પીડિત યુવતી પરિજનો સાથે ઝઘડો કરીને અમદાવાદ જાવેદ પાસે આવી ગઈ હતી. જ્યાંથી 15 દિવસ બાદ પરત ફરી હતી. યુવતીએ કહ્યું કે, તે ઘરે આવી તો તેના પરિજનો તેના લગ્ન માટે તૈયારી કરી રહ્યા હતા. તે પ્રેમી (જાવેદ) સાથે લગ્ન કરવા માંગતી હતી, જેથી ગત ડિસેમ્બરમાં તે ફરી તે જાવેદને કહીને અમદાવાદ ચાલી ગઈ હતી. જ્યાં બંને ભાડાના મકાનમાં રહેતા હતા. તેણે જણાવ્યું કે, ત્યાં બંને વચ્ચે અનેક વખત શારીરિક સબંધો બંધાયા હતા. 

    પીડિતાએ જણાવ્યું કે, સાથે રહેવા દરમિયાન તેની હરકતો પરથી તેને જાણવા મળ્યું કે તેનો પ્રેમી ખરેખર મુસ્લિમ છે. જેથી તે ત્યાંથી ભાગી છૂટી હતી અને બુધવારે ઉજ્જૈન આવી ગઈ હતી. 

    ઉજ્જૈનમાં લવ જેહાદ પીડિતા સાથે ફરિયાદ નોંધાવવા ગયેલા બજરંગ દળના જિલ્લા સંયોજક પિન્ટૂ કૌશલે કહ્યું કે, અટક જોઈને યુવતી જાવેદની પ્રેમજાળમાં ફસાઈ ગઈ હતી અને આરોપી તેને લગ્નના બહાને લઈ જઈને દુષ્કર્મ કરતો રહ્યો. થોડા દિવસો પહેલાં યુવતીને જાવેદની હકીકત જાણવા મળી તો તેણે તેના પરિજનોને જણાવ્યું હતું. જાવેદ સામે રેપ કેસ દાખલ કરાવવામાં આવ્યો છે. 

    નીલગંગા પોલીસ મથકના ઇન્ચાર્જ તરૂણ કુરીલે જણાવ્યું હતું કે, યુવતીની ફરિયાદના આધારે કેસ દાખલ કરવામાં આવ્યો છે અને યુવકની શોધખોળ માટે એક પોલીસની ટીમ અમદાવાદ મોકલવામાં આવશે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં