
દિલ્હીમાં CJPના નામે યુવાનોને રસ્તા પર ઉતારીને મુખ્ય વંદાઓ વાનગીઓની જિયાફત ઉડાવતા દેખાયા છે. આખા પ્રદર્શન દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ થઈ રહ્યું હતું, ક્યાંક અટકાયતો થઈ રહી હતી. પરંતુ આ આખા આંદોલનનો ચહેરો ગણાતા વંદાઓ પૈકીનો એક કોકરોચ વિજેતા દહિયા તે સમયે બર્ગર ખાતો જોવા મળ્યો. વિડીયો વાયરલ થતાં પોતાના જ સમર્થકો અને અનેક યુવાનોએ સવાલો ઉઠાવ્યા.
(1/3) Here's a detailed breakdown of where the CJP leadership was when the youth were getting lathicharged and tear gassed.
— Joshua “J” Sean (@JoshuaJSean) July 21, 2026
1. Vijeta Dahiya: Was chilling in metro station burger joint and ran away from the protests. When challenged he called his own movement supporters trolls.…
સામાન્ય રીતે આવી સ્થિતિમાં કોઈ માણસ પોતાની ભૂલ સ્વીકારે કે ઓછામાં ઓછું અન્ય વંદાોનો વિચાર કરે. પરંતુ દહિયાએ તો ઉલટું જ કર્યું. તેણે કહ્યું કે બર્ગર ખાધું કારણ કે ભૂખ લાગી હતી, તે કોઈના પ્રત્યે જવાબદાર નથી, પ્રદર્શન કરવું તેની નોકરી નથી અને તેને કોઈએ આ માટે ચૂંટેલો નથી. આ બાબતે કોઈ જવાબ આપવાની જરૂર પણ નથી.
Clown Dahiya, after instigating children to riot on the streets, left to eat a burger.
— Political Kida (@PoliticalKida) July 21, 2026
Now he says, “It is not my responsibility to be at the protest. You people have not elected me”
They are openly mocking the students who supported them, calling them fools, and still some… pic.twitter.com/FKhFq5eveh
આટલેથી પણ વાત અટકી નહીં. દહિયાએ સવાલ પૂછનારાઓને જ ‘મૂર્ખ’ ગણાવ્યા અને કહ્યું કે તે કોઈને ખુશ કરવા માટે કામ કરતો નથી અને બર્ગર તો ખાતો જ રહેશે. જે યુવાનોને રસ્તા પર ઉતારવામાં આવ્યા, તેમની સામે આ નિવેદન માત્ર બચાવ નહોતું, પરંતુ તેમની ભાવનાઓની ખુલ્લેઆમ મજાક ઉડાવતું નિવેદન બની ગયું. એ જ સમયે એવું પણ જાણવા મળ્યું કે વડો વંદો પ્રદર્શન દરમિયાન ટ્રકમાં પોતાનો બચાવ કરી રહ્યો હતો!

