Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘તું મને પસંદ છે, મારી સાથે ફરવા ચાલ’: ઉધનામાં હિંદુ યુવતીને રસ્તા...

    ‘તું મને પસંદ છે, મારી સાથે ફરવા ચાલ’: ઉધનામાં હિંદુ યુવતીને રસ્તા પર આંતરી મોહસીને કરી બળજબરી, ઠપકો મળતાં યુવતીને તમાચો ઝીંક્યો, ચપ્પુ લઈને મારવા દોડ્યો

    ઉધના વિસ્તારમાં રહેતી યુવતીએ આ અંગે ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે રજાનગર, ભાઠેનાના રહેવાસી મોહસીન નિહાલ શેખ સહિત બે સામે છેડતી, મારામારી અને ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

    - Advertisement -

    સુરતના ઉધનામાં યુવતીની છેડતી મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. એક મુસ્લિમ યુવકે હિંદુ યુવતીને રસ્તા વચ્ચે ઊભી રાખીને ‘તું મને પસંદ છે, મારી સાથે ફરવા ચાલ’ એવું કહ્યું હતું. યુવતીએ ઇનકાર કરતાં ઉશ્કેરાયેલા યુવકે યુવતીને તમાચો મારી દીધો હતો અને તેની પાછળ ચપ્પુ લઈને દોડ્યો હતો. આ મામલે આરોપી મોહસીન શેખ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

    ‘તું મને પસંદ છે, મારી સાથે ફરવા ચાલ’ કહીને મોહસીને યુવતીનો હાથ પકડી લીધો

    રિપોર્ટ અનુસાર, ઉધનામાં યુવતીની છેડતી મામલે બે શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ઘટના ગુરુવારે (11 મે 2023) ભાઠેના રણછોડ નગર ચાર રસ્તા પર બપોરના સમયે બની હતી. મોહસીન શેખ નામના મુસ્લિમ યુવકે રસ્તા પર પસાર થતી યુવતી (ઉં. 20)ને આંતરીને તેની છેડતી કરી હતી. મોહસીને યુવતીને ‘તું મને પસંદ છે, મારી સાથે ફરવા ચાલ’ કહીને તેનો હાથ પકડી લીધો હતો. બાદમાં ગભરાયેલી યુવતી હાથ છોડાવીને નોકરીએ જવા નીકળી ગઈ હતી.

    યુવતીને તમાચો માર્યો અને ચપ્પુ કાઢીને તેને મારવા દોડ્યો

    યુવતી જ્યારે નોકરી પરથી ઘરે પરત જઈ રહી હતી ત્યારે સાંજે મોહસીન શેખ યુવતીની પાછળ બાઈક પર તેના એક મિત્ર સાથે આવ્યો હતો. યુવતીએ ફરી છેડતીના ડરથી આ વાત તેના માનેલા ભાઈને કરી હતી, જે નજીકમાં આવેલી ચાની લારી પર હતો. તે યુવતીને બાઈક પર બેસાડીને મોહસીન પાસે ગયો અને તેને ઠપકો આપ્યો હતો. ઉશ્કેરાયેલા મોહસીને બાદમાં યુવતીને તમાચો મારી દીધો હતો અને ખિસ્સામાંથી ચપ્પુ કાઢીને તેની પાછળ મારવા દોડ્યો હતો. ભયભીત બનેલી યુવતી ભાગવા જતાં તેના પગમાં ઈજા થઈ હતી.

    - Advertisement -

    મોહસીન શેખ સામે છેડતી, મારામારી અને ધમકી સહિતના ગુનાઓ નોંધવામાં આવ્યા

    યુવકના હાથમાં ચપ્પુ જોઈને યુવતીએ બૂમાબૂમ કરતાં મોહસીન શેખ અને તેનો મિત્ર ત્યાંથી બાઈક પર ભાગી નીકળ્યા હતા. ઉધના વિસ્તારમાં રહેતી યુવતીએ આ અંગે ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે રજાનગર, ભાઠેનાના રહેવાસી મોહસીન નિહાલ શેખ સહિત બે સામે છેડતી, મારામારી અને ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

    સુરતમાં યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપનારા ઇબ્રાહિમની ધરપકડ

    ઉલ્લેખનીય છે કે, સુરતમાં હિંદુ યુવતીને ધમકી આપનારા મુસ્લિમ યુવકની તાજેતરમાં ધરપકડ કરવામાં આવી હતી. યુવતીએ ફ્રેન્ડશિપ તોડી નાખતાં આરોપી ઇબ્રાહિમે તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જે બાદ યુવતીએ ફરિયાદ કરતાં ઇબ્રાહિમ યુસુફ શાહને પોલીસે પકડી પાડ્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં