Monday, July 22, 2024
More
  હોમપેજગુજરાતભુજમાં ફિરોઝે હિંદુ યુવતી ફસાવી, ધર્માંતરણ કરાવીને કર્યા નિકાહ, અન્યો સાથે સુવા...

  ભુજમાં ફિરોઝે હિંદુ યુવતી ફસાવી, ધર્માંતરણ કરાવીને કર્યા નિકાહ, અન્યો સાથે સુવા કરી મજબૂર: વિરોધ કરવા પર લોખંડની પાઇપથી ઢોર માર માર્યો

  આ વિડીયોમાં યુવતીના શરીરનું એક પણ એવું નથી જ્યાં ઈજાના નિશાન ન હોય. શરૂઆતમાં આ વિડીયો પર નેટિઝન્સ શંકા-કુશંકા કરી રહ્યા હતા. પરંતુ હવે જ્યારે ખુદ પીડિતાએ જ મીડિયા સમક્ષ આવીને આ આખી ઘટના બાબતે નિવેદન આપ્યું છે તે બાદ આ વિડીયો સાચા સાબિત થયા છે.

  - Advertisement -

  લવ જેહાદ અને હિંદુ યુવતીઓ સાથેના અત્યાચારોની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે, તેવામાં હાલ સોશિયલ મીડિયામાં એક વિડીયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભુજમાં ફિરોઝ નામના એક મુસ્લિમ યુવકે હિંદુ યુવતી જાનકીને ફસાવીને તેની સાથે નિકાહ કર્યા. નિકાહ બાદ આ યુવકે યુવતીને અન્ય લોકો સાથે સંબંધ રાખવા કહેવામાં આવ્યું અને યુવતીએ તેમ કરવાની ના પડતા ફિરોઝે તેને ઢોર માર માર્યો. પીડિત મહિલાએ એક મીડિયા સાથે વાત કરીને આ વાઇરલ વિડીયો સાચો હોવાની મહોર મારી છે.

  ઝી ન્યુઝ દ્વારા આપવામાં આવેલા રીપોર્ટ અનુસાર પીડિત યુવતીએ આ મામલે જણાવ્યું હતું કે, “એ ડ્રગ્સ સહિતના ધંધામાં મને સંડોવવા માંગે છે, હું ના પાડું તો એ મારી સાથે મારપીટ કરે છે. તે મને અવળા ધંધામાં ફસાવવા માંગે છે, હું આનામાં ફસાઈ ગઈ છું, કોઈ પણ બહેનો આવા વિધર્મીની જાળમાં ન ફસાતા.”

  સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો વિડીયો

  સોશિયલ પ્લેટફોર્મ X પર અનેક લોકો દ્વારા પોસ્ટ કરવામાં આવેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે એક યુવતી સુતી છે અને તેને ક્રૂર રીતે માર મારવામાં આવ્યો છે. યુવતીના પીઠના ભાગે કાળા ચકામા પડી ગયા છે અને કેટલીક જગ્યાએ ચામડી પણ ફાટી ગયેલી જોવા મળે છે. વિડીયોમાં દેખાતા આ દ્રશ્યો વિચલિત કરનારા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ યુવતીનું નામ જાનકી છે અને ફિરોઝ નામના યુવકે તેને ફસાવીને તેની સાથે નિકાહ કર્યા હતા.

  - Advertisement -

  ‘ધ એનેલાઇઝર (ન્યુઝ અપડેટ) ‘ નામના X હેન્ડલે આ વિડીયો પોસ્ટ કરીને લખ્યું હતું કે, “હવે સમય આવી ગયો છે કે હિંદુ યુવતીઓ ‘મારો અબ્દુલ અલગ છે’ તેવી જીદ છોડી દે, ભુજમાં જેહાદી ફિરોઝે જાનકી નામની એક હિંદુ યુવતી ને ફસાવી, તેનું ધર્મ પરિવર્તન કર્યું અને નિકાહ કર્યા. ત્યારબાદ તે તેને અન્યો સાથે સુવા માટે મજબુર કરવા લાગ્યો, અપ્રાકૃતિક સંબંધ બનાવે છે અને તેને ઢોર માર મારે છે. જરા આ યુવતીની હાલત જુઓ, તેને લોખંડના પાઈપ વડે ઢોર માર મારવામાં આવ્યો છે.”

  આવી જ એક પોસ્ટ અંગ્રેજી સાપ્તાહિક ‘ઓર્ગેનાઈઝર વિકલી’ દ્વારા પણ કરવામાં આવી હતી. જેમાં લખવામાં આવ્યું હતું કે, “ગુજરાતના ભુજમાં ફિરોઝ નામના એક મુસ્લિમ યુવકે કથિત રીતે એક હિંદુ યુવતીને ફસાવી અને તેની સાથે નિકાહ કરવા દબાણ કર્યું, જાનકી દ્વારા લગાવવામાં આરોપો મુજબ ફિરોઝે તેને અન્ય લોકો સાથે સુવા માટે મજબુર કરી. વિડીયોમાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે જાનકીને આરોપીએ નિર્દયતાથી માર માર્યો છે.”

  X યુઝર ‘મિસ્ટર સિન્હા’ દ્વારા પણ આજ યુવતીના 2 વિડીયો પોસ્ટ કરીને લખવામાં આવ્યું છે કે, “ભુજમાં એક મુસ્લિમ યુવક ફિરોઝ એક હિંદુ યુવતી જાનકીને ફસાવવામાં આવે છે, તેનો ધર્મપરિવર્તન કરે છે અને તેની સાથે નિકાહ કરે છે. ત્યાર બાદ તે યુવતીને અન્ય લોકો સાથે સંબંધ બનાવવા મજબુર કરે છે, તેની સાથે અપ્રાકૃતિક સંબંધ બાંધે છે અને તેને ખરાબ રીતે માર મારે છે.. જરા તેની હાલત જુઓ… જોવામાં ખુબજ પીડાદાયક છે… તેને આખી રાત લોખંડની પાઈપથી માર મારવામાં આવ્યો છે.”

  ઉલ્લેખનીય છે કે આ તમામ યુઝરો દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વિડીયોમાં યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત દેખાઈ રહી છે. આ તમામ યુઝરોએ મુકેલા વિડીયો અને માહિતી એક સરખી જોવા મળી રહી છે. આ તમામે એક જ દાવો કર્યો છે કે ભુજમાં ફિરોઝ નામના એક મુસ્લિમ યુવકે હિંદુ યુવતી જાનકીને ફસાવીને તેની સાથે અત્યાચાર કર્યો છે. આ વિડીયોમાં યુવતીના શરીરનું એક પણ એવું નથી જ્યાં ઈજાના નિશાન ન હોય. શરૂઆતમાં આ વિડીયો પર નેટિઝન્સ શંકા-કુશંકા કરી રહ્યા હતા. પરંતુ હવે જ્યારે ખુદ પીડિતાએ જ મીડિયા સમક્ષ આવીને આ આખી ઘટના બાબતે નિવેદન આપ્યું છે તે બાદ આ વિડીયો સાચા સાબિત થયા છે.

  અપડેટ: આ કેસમાં પછીથી ઑપઇન્ડિયાએ પીડિતાનો સંપર્ક કર્યો હતો, જેમાં તેમણે હૃદયદ્રાવક આપવીતી જણાવી અને ફિરોઝ તેમની સાથે અગાઉ પણ મારપીટ કરતો હોવાનું અને નમાજ પઢવા માટે અને માંસ ખાવા માટે દબાણ કરતો હોવાનું જણાવ્યું હતું. રિપોર્ટ અહીં ક્લિક કરીને વાંચી શકાશે.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં