Thursday, April 25, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટયુપીમાંથી ઝડપાયેલા આતંકવાદી મોહમ્મદ તારિકે સુરતની સુમેરા બાનુ પાસેથી મેળવી હતી લવ...

  યુપીમાંથી ઝડપાયેલા આતંકવાદી મોહમ્મદ તારિકે સુરતની સુમેરા બાનુ પાસેથી મેળવી હતી લવ જેહાદની ટ્રેનિંગ, પૂછપરછમાં કબૂલ્યું- ભારતમાં જેહાદ કરીને શરિયા લાગુ કરવા માંગતો હતો

  ATSને સુમેરાના ફોનમાંથી મોહમ્મદ તારિકની માહિતી મળતાની સાથે જ ATSએ તેની ધરપકડ કરી લીધી હતી. તારિકની ધરપકડ બાદ તેણે કબુલ્યું હતું કે તે મુજાહિદ્દીન બનવું તેનું સપનું હતું.

  - Advertisement -

  ગત મહિને ગુજરાત ATSએ પોરબંદરથી ઇસ્લામિક આતંકવાદી સંગઠન ISKP સાથે જોડાયેલા ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરીને એક મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો. આ ત્રણની પૂછપરછ બાદ સુરતથી એક સુમેરાબાનુ નામની મહિલાને પણ પકડી લેવાઈ હતી. જેના તાર હવે યુપી પહોંચ્યા છે. અહીં ગોરખપુરથી એક તારિક નામનો શખ્સ પકડાયો છે, જાણવા મળ્યું છે કે યુપીમાંથી ઝડપાયેલા આતંકવાદી મોહમ્મદ તારિકે સુરતની સુમેરા બાનુ પાસેથી લવ જેહાદની ટ્રેનિંગ લીધી હતી.

  મળતી માહિતી અનુસાર ગુજરાત ATSની પૂછપરછમાં સુમેરા બાનુએ તે વાતનો સ્વીકાર કર્યો હતો કે, તે સોશિયલ મીડિયા દ્વારા દેશના અનેક યુવાનોને લવ જેહાદ અને આતંકવાદી સંગઠનો સાથે જોડવાનું રેકેટ ચલાવતી હતી. જે કટ્ટરપંથી યુવક સુમેરાના ભરોસામાં આવી જતો, તેને સુમેરા વોટ્સએપ અને ટેલીગ્રામના ગ્રુપ બનાવી અન્ય મુસ્લિમ યુવકોને જોડવા નિર્દેશ આપતી. તેવામાં યુપીમાંથી ઝડપાયેલા આતંકવાદી મોહમ્મદ તારિકે સુરતની સુમેરા બાનુ પાસેથી લવ જેહાદની ટ્રેનિંગ લઈ પોતે પણ અલગ અલગ સોશિયલ મીડિયા ગ્રુપ બનાવ્યા હોવાનું પણ કબુલ્યું છે.

  નોંધનીય છે કે ATSને સુમેરાના ફોનમાંથી મોહમ્મદ તારિકની માહિતી મળતાની સાથે જ ATSએ તેની ધરપકડ કરી લીધી હતી. તારિકની ધરપકડ બાદ તેણે કબુલ્યું હતું કે તે મુજાહિદ્દીન બનવું તેનું સપનું હતું, તે બગદાદીની બંદુકો જોઇને તેનાથી પ્રભાવિત હતો. તેણે ISIS માટેના શપથ પણ લીધા હતા. ATSને તારિકના ફોનમાંથી અરબી ભાષામાં લખાયેલા સાહિત્ય સાથે ISISના ઝંડા અને હથિયારોના ફોટા પણ મળી આવ્યા હતા.

  - Advertisement -

  ઓનલાઈન ગેમ રમીને લોકોને જોડી રહ્યો હતો

  તારિક મોટાભાગે ઘરમાં જ રહેતો, તેના પરિવારમાં તેના અબ્બુ જેઓ સરકારી શિક્ષક છે તેમના ઉપરાંત દરજી કામ કરતો ભાઈ, અમ્મી અને મોટી બહેન છે. આ ઉપરાંત તપાસમાં તે પણ સામે આવ્યું હતું કે તારિક ઓનલાઈન ગેમ રમીને પોતાના વિસ્તારના યુવકોને જોડી રહ્યો હતો. તે ISIS તરફી ગ્રુપમાં તેના જેવા જ કટ્ટર યુવકોને જોડીને જેહાદ કરવા તૈયાર કરતો હતો. ATSએ તેના વિરુદ્ધ IPCની કલમ 121 A, 123 અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ ધારા 13, 18 અને 38 મુજબ ગુનો નોંધી કાર્યવાહી શરુ કરી છે.

  એક મહિના પહેલા ઝડપાઈ હતી આતંકવાદી સુમેરા

  નોંધનીય છે કે તારિક જે સુમેરાબાનુની વાત કરી રહ્યો છે તે મૂળ રૂપે ભરૂચના રહેવાસી છે. છેલ્લા કેટલાક વર્ષોથી તે પોતાના બાળકો અને અમ્મી-અબ્બુ સાથે સુરતના લાલગેટ વિસ્તારમાં રહેતી હતી. સુમેરા ધોરણ 12 સુધી ભણેલી છે અને તેણે તમિલનાડુના યુવક સાથે નિકાહ કર્યા હતા. રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર નિકાહના થોડા જ સમયમાં સુમેરાના તલાક થઈ ગયા હતા. તલાક બાદ તે સુરત આવી તેના અમ્મી અબ્બુ સાથે રહેવા લાગી હતી. સુમેરના અબ્બુ પોસ્ટમાં નોકરી કરતા હતા, હાલ તેઓ નિવૃત્ત છે અને જણાવાયું છે કે તેમના પેન્શન પર જ તેમનું ઘર ચાલતું હતું. તારિકની જેમ સુમેરા પણ મોટાભાગે ઘરમાં જ રહેતી હતી અને ઓનલાઈન આતંકવાદી ગતિવિધિઓ સાથે જોડાયેલી રહેતી હતી.

  ઉલ્લેખનીય છે કે સુમેરા બાનુ નિકાહ પહેલાંથી જ આતંકવાદી સંગઠન ISISથી ખૂબ પ્રભાવિત હતી અને તેમાં જોડાવવા માંગતી હતી. રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર આ પ્રકારના સંગઠનો બાકીના ભાગો કરતાં દક્ષિણ ભારતમાં વધુ સક્રિય હોવાના કારણે જ સુમેરાએ તમિલનાડુના મુસ્લિમ યુવક સાથે નિકાહ કર્યા હતા. નિકાહ બાદ તે શૌહરથી અલગ થઈ ગઈ હતી અને સુરત આવી ગઈ હતી. જોકે આ સમયગાળા દરમિયાન તે ISISમાં સફળતાપૂર્વક જોડાઈ ગઈ હતી. ગુજરાત ATSને સુમેરાબાનુ પાસેથી મળી આવેલા મોબાઈલ ફોનમાં ISISને લગતી સામગ્રીઓ પણ મળી આવી હતી. ગત મહિને ગુજરાત ATSએ પોરબંદરથી ઇસ્લામિક આતંકવાદી સંગઠન ISKP સાથે જોડાયેલા ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરીને પૂછપરછ બાદ સુરતથી સુમેરાબાનુ પણ ધરપકડ કરાઈ હતી.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં