Sunday, April 28, 2024
More
    હોમપેજક્રાઈમસુરતની 15 વર્ષની હિંદુ સગીરાને મહારાષ્ટ્રના મુસ્લિમ યુવકે સોશિયલ મીડિયાથી ફસાવી: હોટેલ...

    સુરતની 15 વર્ષની હિંદુ સગીરાને મહારાષ્ટ્રના મુસ્લિમ યુવકે સોશિયલ મીડિયાથી ફસાવી: હોટેલ પર બોલાવી કર્યું અપહરણ, સાથ આપનાર યુવક ઝડપાયો; તપાસ શરૂ

    આ મામલે વેસુ પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈને બંને યુવકો પર અપહરણનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી અને વધુ તપાસ કરવા માટે 2 ટીમોની રચના કરી છે. આ બંને ટીમોને મહારાષ્ટ્રમાં મોકલવામાં આવી છે.

    - Advertisement -

    છેલ્લા ઘણા સમયથી એવા કિસ્સાઓ વધી રહ્યા છે કે જેમાં મુસ્લિમ યુવક સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી હિંદુ સગીરાઓ અને યુવતીઓને ફસાવે છે અને પછી લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારે છે. આવી એક ઘટના સુરતમાં બનવા પામી છે. જાણવા મળી રહ્યું છે કે મહારાષ્ટ્રના એક મુસ્લિમ યુવકે સુરતની 15 વર્ષની હિંદુ સગીરાનું અપહરણ કરી લીધું છે અને તેને લઈને ભાગી ગયો છે. સગીરાના પરિવારજનોએ આ અંગે વેસુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે મામલાની ગંભીરતા સમજી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

    મળતી માહિતી અનુસાર આ ઘટના સુરતમાં બનવામાં પામી હતી. જેમાં મહારાષ્ટ્રના એક મુસ્લિમ યુવકે સુરતના એક હિંદુ વેપારીની 15 વર્ષની સગીરા સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રતા કેળવી હતી. દરરોજ વાતો કરીને સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. આ બાદ તે મુસ્લિમ યુવક સગીરાને મળવા માટે છેક મહારાષ્ટ્રથી સુરત આવી પહોંચ્યો હતો. ત્યાં તેણે એક હોટેલમાં રૂમ બુક કર્યો હતો અને બીજા દિવસે તે 15 વર્ષની સગીરાને ત્યાં બોલાવી તેનું અપહરણ કરીને ત્યાંથી ભાગી ગયો હતો. સગીરાનું અપહરણ કરવાના આ કેસમાં આરોપી યુવકની સાથે તેનો અન્ય એક મિત્ર પણ સંડોવાયેલો હતો.

    પોલીસે 2 ટીમ બનાવી તપાસ આદરી

    સગીરાના પરિવારમાં જ્યારે આ અંગેની જાણ થઈ કે તરત જ તેના પરિવારજનોએ વેસુ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. પોલીસને તમામ જાણકારી આપી ફરિયાદ કરી હતી. વેસુ પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈને બંને યુવકો સામે અપહરણનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સ્ટેશનમાં સગીરાના પરિવારે ફરિયાદ દાખલ કરી હતી કે, સોશિયલ મીડિયાના માધ્યમથી મુસ્લિમ યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ તે મુસ્લિમ યુવક છેક મહારાષ્ટ્રથી સુરત આવી હોટેલમાં રોકાયો હતો. જ્યાં કિશોરીને બોલાવી હતી અને બીજા દિવસે તેનું અપહરણ કરી ભાગી ગયો હતો.

    - Advertisement -

    પોલીસની 2 ટીમો મહારાષ્ટ્ર મોકલાઈ

    વેસુ પોલીસ સ્ટેશનમાં સગીરાના પરિવારજનોએ ફરિયાદ કર્યા બાદ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. આ મામલે વેસુ પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈને બંને યુવકો પર અપહરણનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી અને વધુ તપાસ કરવા માટે 2 ટીમોની રચના કરી છે. આ બંને ટીમોને મહારાષ્ટ્રમાં મોકલવામાં આવી છે. મહારાષ્ટ્રમાંથી પોલીસની બંને ટીમોએ અપહરણમાં મદદ કરનાર યુવકને ઝડપી પાડ્યો છે. ત્યારે હજુ સુધી કિશોરી અને અપહરણ કરનાર યુવકની ભાળ મળી નથી. હાલ આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.

    જૂનાગઢમાં પણ બની હતી આવી ઘટના

    જોકે, આવી ઘટનાઓ ગુજરાતમાં સતત વધતી જ રહી છે. જેમાં સોશિયલ મીડિયાના માધ્યમથી મુસ્લિમ યુવકો સગીર કન્યાઓને ફસાવે છે. પણ તાજેતરમાં જ આવી એક ઘટના જૂનાગઢથી સામે આવી હતી. જેમાં સાહિલ મુલતાની નામના મુસ્લિમ યુવકે એક 17 વર્ષની સગીરા સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રતા કેળવી હતી અને બાદમાં લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી. લગ્નની લાલચ આપી સાહિલ મુલતાનીએ સગીરાને ભગાડીને ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. જે બાદ પોલીસ ફરિયાદ થતાં આરોપી સાહિલની ધરપકડ કરવામાં આવી હતી.

    આ પછી સાહિલ મુલતાની તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે તેણે અન્ય એક 23 વર્ષની યુવતી સાથે પણ દુષ્કર્મ કર્યું છે. જે બાદ પોલીસે તે યુવતીની ફરિયાદ લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સાથે એ પણ જાણવા મળ્યું હતું કે 23 વર્ષની યુવતી અને 17 વર્ષની સગીરા બંને પારિવારિક બહેનો હતી એન બંનેને અંધારામાં રાખી સાહિલ દુષ્કર્મ ગુજારતો હતો. પોલીસે POCSO અને બળાત્કારનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં