Saturday, September 7, 2024
More
    હોમપેજગુજરાતવધુ એક હિંદુ સગીરા પીંખાઈ: પાલનપુરમાં મહેંદી હુસૈને કપડાં લેવાની લાલચ આપી...

    વધુ એક હિંદુ સગીરા પીંખાઈ: પાલનપુરમાં મહેંદી હુસૈને કપડાં લેવાની લાલચ આપી 15 વર્ષીય બાળકીની આબરૂ લૂંટી, ગુનો નોંધાયા બાદ ફરાર

    મહેંદી હુસૈને બાળકીને નવા કપડાં અપાવવાના બહાને પોતાની જ ગાડીમાં ઉઠાવી લીધી હતી. જે બાદ તે તેને લઈને અમદાવાદ, મોરબી અને જૂનાગઢ જેવા અલગ અલગ શહેરોમાં લઈ ગયો હતો. આ દરમિયાન તેણે માત્ર 15 વર્ષની બાળકી ઉપર બળાત્કાર ગુજાર્યો હતો.

    - Advertisement -

    છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં હિંદુ સગીરાઓ પર અત્યાચારના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. તેવામાં હવે પાલનપુરમાં હિંદુ સગીરા બળાત્કારનો ભોગ બની હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. ઘટનામાં આરોપી મહેંદી હુસૈન નામનો મુસ્લિમ યુવક છે, જે ડ્રાઈવિંગનો ધંધો કરે છે. તેણે હિંદુ સગીરાનું ગાડીમાં અપહરણ કરી અલગ અલગ શહેરોમાં લઈ જઈ પાશવી બળાત્કાર ગુજાર્યો હતો. આ મામલે પીડિતાની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો સહિતના ગુના નોંધી કાર્યવાહી શરુ કરી છે.

    આ મામલે મળતી માહિતી અનુસાર પીડિત હિંદુ સગીરા પાલનપુરના ગઢ પંથકની રહેવાસી છે. ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવતી સગીરા કેટરિંગમાં ભોજન પીરસવાનું કામ કરીને પોતાના પરિવારને આર્થિક મદદરૂપ થાય છે. આ દરમિયાન તે આરોપી મહેંદી હુસૈન જામુશા ફકીરના સંપર્કમાં આવી હતી. તેવામાં ગત 4 ડિસેમ્બર 2023ના રોજ મહેંદી હુસૈને તેને ફોસલાવીને પોતાની ગાડીમાં અપહરણ કરી લીધું હતું.

    અહેલાવોમાં જણાવ્યા અનુસાર મહેંદી હુસૈને બાળકીને નવા કપડાં અપાવવાના બહાને પોતાની જ ગાડીમાં ઉઠાવી લીધી હતી. જે બાદ તે તેને લઈને અમદાવાદ, મોરબી અને જૂનાગઢ જેવા અલગ અલગ શહેરોમાં લઈ ગયો હતો. આ દરમિયાન તેણે માત્ર 15 વર્ષની બાળકી ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. મહેંદી હુસૈને બાળકીને પીંખીને ગત 7 ડિસેમ્બરના રોજ તેના ઘર નજીક ઉતારીને ફરાર થઈ ગયો હતો.

    - Advertisement -

    બાળકી પર થયેલા બળાત્કારની જાણ થતાં જ તેની માતાએ ગઢ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ મામલે વધુ માહિતી લેવા ઑપઇન્ડિયાએ પાલનપુરના ગઢ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા ફરજ પર હાજર અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, “હિંદુ સગીરાની ઉમર માત્ર 15 વર્ષ 11 મહિના અને 26 દિવસ છે. તેની માતાએ નોંધાવેલી ફરિયાદના આધારે હાલ પોલીસે IPCની કલમો 363,366,376(3), 376(2)(L) તેમજ પોક્સો મુજબ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. હાલ આરોપી ફરાર છે ખૂબ જ જલ્દીથી તેની ધરપકડ કરી લેવામાં આવશે.” નોંધનીય છે કે પાલનપુરમાં હિંદુ સગીરા બળાત્કારનો ભોગ બની તે મામલે હાલ CPI ડીસા કેસની તપાસ કરી રહ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં