Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપાલડીમાં ઉઝેફા છીપાએ પોતાના જ મિત્રની માતા સાથે કર્યો લવ જેહાદ: વારંવાર...

    પાલડીમાં ઉઝેફા છીપાએ પોતાના જ મિત્રની માતા સાથે કર્યો લવ જેહાદ: વારંવાર કર્યા બળાત્કાર અને પૈસા પણ પડાવ્યા, ધમકીઓથી કંટાળીને મહિલાએ કરી ફરિયાદ

    થોડા સમયબાદ ઉઝેફાએ કોઈકને કોઈક બહાને તેની પાસે રૂપિયા પડાવવાનું શરૂ કર્યું હતું. થોડી વાર સુધી માંગણી મુજબ રૂપિયા આપ્યા બાદ જયારે મહિલાએ એકવાર તેને પૈસા આપવાની ના પડી તો ઉઝેફાએ તેને બતાવી દેવાની ધમકી આપી અને વાત કરવાનું બંધ કરી દીધું હતું.

    - Advertisement -

    દેશભરની જેમ ગુજરાતમાંથી પણ રોજબરોજ લવ જેહાદના અનેક કિસ્સાઓ બનતા હોય છે. જેમાં મુસ્લિમ યુવકો હિંદુ યુવતતીઓ/મહિલાઓને એનકેન બહાના કરીને પોતાના પ્રેમની જાળમાં ફસાવે છે અને બાદમાં તેમને તરછોડી દે છે અથવા ઇસ્લામ અપનાવવા દબાણ કરે છે. પરંતુ અમદાવાદના પાલડીમાં સામે આવેલ તાજો કિસ્સો સૌની આંખ ખોલનારો છે. જે બાબતે એલિસબ્રીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ છે.

    ગુજરાત તકના અહેવાલ મુજબ પાલડી વિસ્તારમાં રહેતી એક 42 વર્ષીય મહિલાએ સોમવારે એલિસબ્રીજ પોલીસ સ્ટેશનમાં પોતાના જ પુત્રના મિત્ર વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં મહિલાએ કહ્યું છે કે તેના 21 વર્ષના પુત્રના મિત્ર ઉઝેફા છીપાએ તેને લગ્નનો ખોટો વાયદો કરીને તેની સાથે અનેકવાર બળાત્કાર કર્યા છે અને લગ્ન કરવાના વાયદાથી પણ ફરી ગયો છે.

    મિત્રની દુકાને જઈને તેની જ માતા સાથે કર્યું અફેર, મુક્યો લગ્નનો પ્રસ્તાવ

    મહિલાએ નોંધાવેલ ફરિયાદ મુજબ એકવાર તેમની સ્ટેશનરી દુકાન પર તેમના પુત્રનો મિત્ર ઉઝેફા છીપા આવ્યો હતો અને તેમને પહેલી વાર મળ્યો હતો. ત્યારથી તેઓ એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. એકવર્ષ સુધી સંપર્કમાં રહ્યા દરમિયાન તેમના પ્રેમસંબંધ પણ બંધાયા હતા. જે બાદ આરોપી ઉઝેફાએ કોઈકને કોઈક ભણે જયારે મહિલાના ઘરે કોઈ ન હોય ત્યારે તેમના ઘરે જવાનું શરૂ કર્યું અને એક વાર તો મહિલા સામે સીધો લગ્નનો પ્રસ્તાવ મૂકી દીધો હતો.

    - Advertisement -

    મહિલાએ જણાવ્યું કે તેણે તેનો લગ્નનો પ્રસ્તાવ માન્ય રાખ્યો હતો. જે બાદ તે આરોપી તે મહિલાને એલિસબ્રીજ વિસ્તારમાં આવેલ અનેક હોટલોમાં અવારનવાર લઈ જતો હતો અને સંબંધ બાંધતો હતો. તેણે મહિલાને એવો પણ વાયદો કર્યો હતો કે જો તે તેના પતિને છોડીને તેની સાથે લગ્ન કરશે તો તે બંને બીજા શહેરમાં જઈને સાથે રહેવા લાગશે.

    લગ્નના બહાને પૈસા પડાવ્યા

    મહિલાએ ફરિયાદમાં આગળ જણાવ્યું કે થોડા સમયબાદ ઉઝેફાએ કોઈકને કોઈક બહાને તેની પાસે રૂપિયા પડાવવાનું શરૂ કર્યું હતું. થોડી વાર સુધી માંગણી મુજબ રૂપિયા આપ્યા બાદ જયારે મહિલાએ એકવાર તેને પૈસા આપવાની ના પડી તો ઉઝેફાએ તેને બતાવી દેવાની ધમકી આપી અને વાત કરવાનું બંધ કરી દીધું હતું.

    એ બાદ પણ મહિલાએ ઘણીવાર તેનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તે હવે તેની સાથે વાત નહોતો કરતો અને લગ્નની વાતથી પણ ફરી ગયો હતો.

    જે બાદ આ સમગ્ર ઘટનાક્રમ મહિલાએ પોતાના પતિ અને પુત્રને જણાવી હતી. અને બાદમાં એલિસબ્રીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હાલમાં પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં