Thursday, April 25, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટહિંદુ નામ રાખીને યુવતીને ફસાવી, અંગત પળોના વિડીયો બનાવ્યા, મિત્રો પાસે રેપ...

  હિંદુ નામ રાખીને યુવતીને ફસાવી, અંગત પળોના વિડીયો બનાવ્યા, મિત્રો પાસે રેપ કરાવડાવ્યો: અમદાવાદના લવ જેહાદ કેસમાં આરોપી નાસિર હુસૈનની જામીન અરજી હાઇકોર્ટે ફગાવી

  હાઈકોર્ટે તેમ પણ નોંધ્યું હતું કે આરોપીએ પોતાની અસલ ઓળખ છુપાવીને પોતાને હિંદુ તરીકે દર્શાવ્યો હતો. નાસીરે ખોટી ઓળખના આધારે એક પરિણીત હિંદુ યુવતીને કાવતરામાં ફસાવીને તેને બ્લેકમેઇલ કરી હતી અને ત્યારબાદ ઇસ્લામ અપનાવી લેવા ધમકાવી હતી.

  - Advertisement -

  સામાન્ય રીતે લવ જેહાદ અને ધર્માંતરણના અનેક કિસ્સાઓ આખા દેશમાંથી આવતા રહે છે, પરંતુ ‘ધ કેરાલા સ્ટોરી’ ફિલ્મના આવ્યા બાદ લોકો ખુલીને આ વિષય પર વાત થતા થયા છે. કેટલાક કિસ્સાઓમાં પીડિતાઓ પણ હવે ખુલીને પોતાની વ્યથા જણાવી રહી છે. તેવામાં અમદાવાદમાં આ પ્રકારનો ઘૃણાસ્પદ કિસ્સો સામે આવ્યો હતો, જેમાં નાસીર હુસૈને સમીર પ્રજાપતિ બની અમદાવાદની પરિણીતા પર બળાત્કાર તો ગુજાર્યો, પણ તેને એટલી હદે પ્રતાડિત કરી કે તે ફિનાઈલ પીને મરવા મજબુર થઈ ગઈ હતી. જોકે સમયસર સારવાર મળતાં તે બચી ગઈ હતી અને હવે ન્યાય મેળવવા કોર્ટમાં લડત આપી રહી છે. આ મામલે તાજેતરમાં જ સમીર પ્રજાપતિ બની પરિણીતા પર બળાત્કાર ગુજારનાર નાસિર હુસૈનની જામીન અરજી હાઇકોર્ટે ફગાવી દીધી હતી.

  દિવ્ય ભાસ્કરના રિપોર્ટ મુજબ આ કેસના આરોપી નાસિર હુસૈન ઘાંચીએ જમીન મેળવવા પ્રયત્નો કર્યા હતા, પરંતુ તેના આચરેલા ગંભીર ગુનાને ધ્યાને રાખી પહેલા નીચલી કોર્ટે અને હાઇકોર્ટે પણ આરોપીની જામીન અરજી ફગાવી દીધી છે. ચોંકાવનારા આ કેસમાં હાઈકોર્ટે નોંધ્યું હતું કે આરોપીના વકીલ તરફથી ‘પ્રેમપ્રકરણ’નો મામલો હોવાની જે દલીલ કરવામાં આવી રહી છે એવો સાધારણ આ કેસ નથી. આ કેસ પ્રેમ કે નિષ્ફળ પ્રેમના લીધે ગુનો થઇ ગયો હોય એવો પણ નથી, પરંતુ સુવ્યવસ્થિત રીતે એક પરિણીત મહિલાને ફસાવવાનું કાવતરું છે.

  આ ઉપરાંત હાઈકોર્ટે તેમ પણ નોંધ્યું હતું કે આરોપીએ પોતાની અસલ ઓળખ છુપાવીને પોતાને હિંદુ તરીકે દર્શાવ્યો હતો. નાસીરે ખોટી ઓળખના આધારે એક પરિણીત હિંદુ યુવતીને કાવતરામાં ફસાવીને તેને બ્લેકમેઇલ કરી હતી અને ત્યારબાદ ઇસ્લામ અપનાવી લેવા ધમકાવી હતી. જ્યારે પીડિતાએ આરોપીનો વિરોધ કર્યો ત્યારે તેને માર પણ મારવામાં આવ્યો હતો. કેસની FIR અને પીડિતા સાથે કામ કરતી સહકર્મીનું નિવેદન ધ્યાનમાં લઈ સમીર પ્રજાપતિ બની પરિણીતા પર બળાત્કાર ગુજારનાર નાસિર હુસૈનની જામીન અરજી હાઇકોર્ટે ફગાવી દીધી હતી.

  - Advertisement -

  શું હતો આખો મામલો?

  મળતી માહિતી અનુસાર, અમદાવાદમાં રહેતી એક પરિણીતા પોતાના ઘરનું ગુજરાન ચલાવવા તેના પતિને મદદરૂપ થવા સ્પામાં નોકરી કરતી હતી, જ્યાં તે નોકરી કરતી હતી ત્યાં એક દિવસ સમીર પ્રજાપતિ નામનો એક યુવક આવ્યો. જેણે પરિણીતાના કામથી ખુશ થઈને ટીપમાં 100 રૂપિયા પણ આપ્યા. સમીરે પરિણીતાને વિશ્વાસમાં લઈને તેનો નંબર મેળવી લીધો અને કહ્યું કે તમારું કામ સારું છે અને મારા અન્ય પરિચિતોને આપનો રેફરન્સ આપીશ. જે બાદ સમીર અવારનવાર આ પરિણીતા પાસે આવતો.

  રિપોર્ટમાં જણાવ્યા અનુસાર પીડિતા થોડા સમય બાદ સ્પાની નોકરી છોડીને અન્ય જગ્યા પર નોકરી શરુ કરે છે. ત્યારબાદ સમીર સતત પીડિતાને ફોન કરીને સંપર્ક કેળવે છે, તે પરિણીતાના આવવા જવાનાં રસ્તા પર તેનો પીછો કરી ઓઅરિનિતન ઘરની અને પરિવારની તમામ માહિતી મેળવી લીધી હતી. જે બાદ તેણે પરિણીતાને ફોન કરીને ધમકી આપી હતી જો તે તેનું કહ્યું નહી કરે તો તેના પતિને કહેશે કે તારી પત્ની સ્પામાં ગેરકૃત્યો કરે છે. પીડિતાને ડરાવ્યા ધમકાવ્યા બાદ સમીર તેને હિમાલયા મોલ પાસેના એક ગેસ્ટહાઉસમાં લઇ જાય છે.

  ગેસ્ટ હાઉસમાં લઈ ગયા બાદ “હું તારા પતિને નહીં જણાવું કે તું સ્પામાં કામ કરે છે, પણ જેમ હું કહું છું તારે તેમ કરવું પડશે. જો તું નહીં કરે તો મારા ચપ્પુથી તને મારી નાંખીશ, તારા કપડાં ઉતાર” તેમ કહી નાસીર હુસૈને પરિણીતા પર બળાત્કાર ગુજાર્યો હતો. આટલું જ નહીં, આરોપી સમીર ઉર્ફે નાસીર હુસૈને પીડિતની જાણ બહાર મોબાઈલ ફોન પલંગ સામે રાખીને બળાત્કારનો વિડીયો બનાવી લીધો હતો. ત્યારબાદ સમીરની ઓળખ છતી થઈ જતા તેણે પરિણીતાને ધર્માંતરણ કરી નિકાહ કરવા દબાણ કર્યું હતું.

  પીડિતાના આંખે પાટા બાંધી મિત્રો પાસે બળાત્કાર કરાવ્યો

  જાણવા મળ્યા અનુસાર, આરોપીએ પ્રહલાદનગર ખાતે એક ફ્લેટ ભાડે રાખી પીડિતાને ત્યાં બોલાવી હતી. જે પછી સમીર ઉર્ફે નાસીરે તેના 2 મિત્રોને પણ ફ્લેટ પર બોલાવ્યા હતા, મિત્રોના આવ્યા બાદ આરોપીએ પીડિતની આંખે પાટા બાંધી દીધા હતા. ફ્લેટના રૂમમાં નાસીરે આવેલા બંને અજાણ્યા ઈસમો સાથે ‘ભાઈ યે માનતી નહિ હૈ’ એમ કહી વાતચીત કરી હતી. બન્ને અજાણ્યા ઈસમો સાથે પીડિતાને શરીર સબંધ બાધવા જણાવ્યું હતું. પછી સમીર ઉર્ફે નાસીર અને અન્ય બે ઈસમોએ પણ પીડિતા સાથે મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યા હતા. આટલું જ નહીં આરોપીઓએ પીડિતાના પ્રાઈવેટ પાર્ટના વાળ ખેંચ્યા હતા અને ગુપ્તાંગના ભાગે પીડાઓ આપી હતી અને ઇસ્લામ અપનાવી લે કહી ધમકી આપી હતી. તેમજ તારે આ વાત કોઈને કહેવાની નહીં અને તારા છોકરા ક્યાં ભણે છે એ અમને ખબર છે કહી પીડિતાને ડરાવી હતી.

  પીડિતની ફરિયાદ બાદ પોલીસે નાસીર અને હનીફ નામના આરોપીની ધરપકડ કરી હતી, જે બાદ આરોપીઓએ જામીન મેળવવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જોકે હાઈકોર્ટે પરિણીત મહિલાને ફસાવવાનું કાવતરું છે. તેની સાથે અનેક વાર બળાત્કાર, તેના અંગત પળોની વીડિયોગ્રાફી અને બ્લેકમેઇલિંગ તથા પાંચ લાખની ખંડણી માગવાનો ગંભીર ગુનો ધ્યાને રાખી આરોપીઓના જામીન નામંજૂર કર્યા હતા.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં