Friday, September 13, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅમદાવાદનો ચોંકાવનારો કિસ્સો: નાસિર હુસૈન ઘાંચીએ સમીર પ્રજાપતિ બનીને હિન્દૂ યુવતી ફસાવી,...

    અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો: નાસિર હુસૈન ઘાંચીએ સમીર પ્રજાપતિ બનીને હિન્દૂ યુવતી ફસાવી, લિવ-ઇનમાં રાખી અને મિત્રોને બોલાવીને સામૂહિકે બળાત્કાર કર્યો

    નાસીર હુસૈન ઘાંચીએ તેને વિશ્વાસમાં લઈને પોતાની સાથે લિવ-ઇનમાં રહેવા માટે તૈયાર કરી હતી. જે બાદ તેણે તે યુવતીનું જ આધારકાર્ડ પડાવી લઈને આનંદનગર રોડ પર એક ફ્લેટ ભાડે રાખ્યો હતો અને ત્યાં જ તે બંને લિવ-ઈનમાં રહેતા હતા.

    - Advertisement -

    દિલ્હીના શ્રદ્ધા વોકર હત્યાકાંડ બાદ એ જ પ્રકારનો એક લિવ-ઈન રિલેશનશિપનો કિસ્સો અમદાવાથી સામે આવ્યો છે. જેમાં નાસિર હુસૈને પોતાના મિત્રો સાથે મળીને લિવ-ઇનમાં રહેતી હિન્દૂ યુવતી પર સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો.

    અહેવાલો અનુસાર, વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ એક સ્પામાં કામ કરતી યુવતી પાસે એક યુવક વારંવાર સ્પા કરાવવા આવતો હતો. તેણે પોતાનું નામ સમીર પ્રજાપતિ અને ઓળખ હિન્દૂ તરીકે આપી હતી. બાદમાં તેણે તે યુવતીનો પીછો કરવાનું શરૂ કર્યું અને સમય જતા તેની સાથે મિત્રતા પણ કરી હતી.

    બાદમાં નાસીર હુસૈન ઘાંચીએ તેને વિશ્વાસમાં લઈને પોતાની સાથે લિવ-ઇનમાં રહેતી કરવા માટે તૈયાર કરી હતી. જે બાદ તેણે તે યુવતીનું જ આધારકાર્ડ પડાવી લઈને આનંદનગર રોડ પર એક ફ્લેટ ભાડે રાખ્યો હતો અને ત્યાં જ તે બંને લિવ-ઈનમાં રહેતા હતા. આ દરમિયાન નાસીરે તેની નોકરી છોડાવી દીધી હતી અને તે યુવતી પર વારંવાર બળાત્કાર કરતો રહ્યો. આ દરમિયાન તેણે યુવતીના વિડીયો પણ ઉતારી લીધા હતા જેથી તે કોઈને આ વિષે જાણ ન કરે.

    - Advertisement -

    આ ઉપરાંત નાસીરે તેની પાસે વિડીયો વાઇરલ ન કરવા બદલ પાંચ લાખ રૂપિયાની માંગ પણ કરી હતી. જે બાદ કંટાળેલ યુવતીએ આપઘાત કરવાનો પ્રયત્ન કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.

    યુવતીએ પોતાની આપવીતી સંભળાવતા જણાવ્યું કે એકવાર નાસીર પોતાના બે મિત્રોને પોતાની સાથે ફ્લેટ પર લઇ આવ્યો હતો અને તેની આંખો પર પટ્ટી બાંધીને ત્રણેવે એકસાથે તેના પર સામુહિક બળાત્કાર કર્યો હતો.

    નાસિર સાથે તેની પત્ની અને સાળો પણ આ લવ-જેહાદમાં સામેલ હતા

    પોલીસ ફરિયાદ બાદ તપાસમાં સામે આવ્યું કે આ સમગ્ર ગુન્હામાં નાસીરની પત્ની, તેની સાળી અને સાળો પણ સંમેલિત હતા. આ બધાએ ભેગા મળીને આ યુવતી પાસેથી રૂપિયા પડાવવા આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો.

    હાલમાં પોલીસે નાસીર, તેની પત્ની અને તેના સાળાની ધરપકડ કરી લીધી છે. આ બાબતે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અને લવ જેહાદની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ઉપરાંત આ કેસ SC -ST સેલને સોંપવામાં આવ્યો છે. પોલીસ હવે નાસિરના બે મિત્રોની શોધ કરી રહી છે જેમણે તેના પર બળાત્કાર કર્યો હતો.

    દિલ્હીના શ્રદ્ધા વોકર હત્યાકાંડ બાદ લવ-જેહાદ અને લિવ-ઇનના અનેક કિસ્સાઓ દેશભરમાંથી સામે આવી રહ્યા છે જેમાં મુસ્લિમ યુવક હિન્દૂ યુવતીઓ સાથે અત્યાચારથી લઈને બલાત્કાર સુધી કરી રહ્યા હોય.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં