Monday, July 22, 2024
More
  હોમપેજગુજરાતબે સગી બહેનો સાથે લવ જેહાદ બાબતે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ:...

  બે સગી બહેનો સાથે લવ જેહાદ બાબતે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ: એકને ઇકબાલે સાત વર્ષ ઉત્તરપ્રદેશમાં બંધક રાખી, બીજીના સોહેલે 5 વખત કરાવ્યા ગર્ભપાત

  લવ જેહાદ જેવા મુદ્દે હિંદુ સંગઠનો હાલ રોષમાં છે અને અલગ અલગ આક્રમક કાર્યક્રમો કરી રહ્યાં છે. ત્યારે વિધર્મી યુવકો સામે કાર્યવાહી કરવા માટે હવે આગામી દિવસોમાં હોટલોમાં રેડ થાય તેવી પણ શક્યતાઓ છે.

  - Advertisement -

  તાજેતરમાં જ હિંદુ પરિવારની બે સગી બહેનો લવ જેહાદ નો શિકાર બની હોવાનો કિસ્સો સામે આવતા સૌ કોઈ ચોંકી ગયા હતા. અમદાવાદના ગોમતીપુર વિસ્તારની બે સગી બહેનો સાથે લવ જેહાદ થયું હોવાનું સામે આવ્યું છે. આ બાબતે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ છે.

  અહેવાલો અનુસાર શહેરના ગોમતીપુર વિસ્તારમાં રહેતી બે સગી બહેનો લવ જેહાદનો શિકાર બની હતી. મુસ્લિમ યુવકોએ પ્રેમજાળમાં ફસાવીને તેમના પર અત્યાચાર કર્યો હતો. ધર્મ પરિવર્તન કરાવીને માનસિક અને શારિરીક ત્રાસ આપ્યો હતો. બંન્ને બહેનો જેમતેમ કરીને આ આરોપીઓના ચુંગાલમાંથી છૂટી ઘરે આવી ગઈ છે. હિંદુ સંગઠનોનો સાથ સહકાર મળતા આ યુવતીઓમાં હિંમત આવી અને તેમણે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

  ઇકબાલ મોંઘી બાઈકો લઈને રોજ કરતો હતો પીછો

  એક પીડિતાએ ફરિયાદમાં પોતાની આપવીતી સંભળાવતા કહ્યું હતું કે, “હું રોજ સવારે ઘરેથી બહાર નીકળું એટલે મને કહેતો હતો કે, હું તને પ્રેમ કરું છું અને તારી સાથે લગ્ન કરવા માગું છું. પહેલા હું એની વાતોમાં આવી ગઈ અને પછી તેણે મારી જિંદગી બરબાદ કરી નાખી. મને અહીંથી મહારાષ્ટ્ર લઈ ગયો જ્યાં તેણે મારી પાસે એફિડેવિટમાં સહી કરાવી દીધી હતી. જેમાં મારો ધર્મ પરિવર્તન થઈ ગયો હતો તેવું મરાઠીમાં લખ્યું હતું.”

  - Advertisement -

  પીડિતાએ આગળ વાત કરતા જણાવ્યું હતું કે, “હું ગુજરાતી ભણેલી હતી, મરાઠી મને આવડતું ન હતું. પણ પ્રેમમાં એટલી પાગલ હતી એટલે ત્યાં સહી કરી દીધી. મને એમ કે મારા લગ્ન થઈ ગયા છે. પરંતુ ખરેખર અમારા લગ્ન થયા ન હતા અને મારું ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ તે મને તેના ગામ ઉત્તર પ્રદેશ લઈ ગયો હતો. જ્યાં મને નોનવેજ ખાવા માટે દબાણ કરાતુ હતું. ધીમે ધીમે હું આ ચૂંગાલમાં ફસાઈ ગઈ હતી.”

  પીડિતાના કહેવા અનુસાર ઇકબાલે તેને પ્રેમજાળમાં ફસાવી અને બાદમાં અશ્લીલ ફોટા પાડીને ધમકીઓ આપીને લગ્ન કરવા તેને ભગાવી ગયો હતો. ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં 7 વર્ષ સુધી તેને બંધક બનાવી રખાઈ હતી.

  નાની બહેનને મંથન જોષી બનીને સોહેલ ખાને ફસાવી

  બીજી બાજુ પીડિતાની જ નાની બહેનને ફેસબુક પર એક મંથન જોષી નામની પ્રોફાઈલ સંપર્કમાં આવી હતી, જે હકીકતમાં સોહેલ ખાન હતો. સોહેલે પણ ખુબ સિફતપૂર્વક યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી અને હિંદુ તરીકે તેની સાથે લગ્ન કરી લીધા. લગ્ન બાદ યુવતીને ખ્યાલ આવ્યો કે તે મંથન જોષી નહિ સોહેલ ખાન છે. હકીકત સામે આવતા સોહેલે પણ આ યુવતી પાસે ધર્મ પરિવર્તનના સોગંધનામામાં બળજબરીપૂર્વક સહી કરાવી લીધી હતી.

  યુવતીના કહેવા અનુસાર આશરે 5 વાર તેને બળજબરીથી ગર્ભપાત કરવા માટે પણ મજબુર કરાઈ હતી.

  ચશ્મા કરાવવાના બહાને યુવતી અમદાવાદ ભાગી આવી

  મોટી બહેન જે 7 વર્ષથી યુપીના પ્રતાપગઢમાં બંધક તરીકે રહેતી હતી તે ચશ્મા કરાવવાના બહાને ઘરની બહાર નીકળી અને મોકો જોઈને ત્યાંથી નાસી ગઈ હતી. સાથે જ તે નાની બહેનને પણ બચાવીને અમદાવાદ લઇ આવી હતી.

  હિંદુ સંગઠનો રોષમાં, હોટલો પર રેડ કરવાની આપી ચીમકી

  લવ જેહાદ જેવા મુદ્દે હિંદુ સંગઠનો અલગ અલગ આક્રમક કાર્યક્રમો કરી રહ્યાં છે, ત્યારે વિધર્મી યુવકો સામે કાર્યવાહી કરવા માટે હવે આગામી દિવસોમાં હોટલોમાં રેડ થાય તેવી પણ શક્યતાઓ છે.

  આ બધાની વચ્ચે અમદાવાદની બે સગી બહેનો મુસ્લિમ યુવકોના સંપર્કમાં આવી, લવ જેહાદ નો શિકાર બની અને તેઓ રોજ રોજ યાતનાઓ સહન કરવા મજબૂર બની હતી. હાલ આ મામલે હિંદુ સંગઠનોએ સાથે રહીને પીડિતાઓએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જ્યારે અન્ય એક ફરિયાદ નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

  પોલીસે યુપીના પ્રતાપગઢ જિલ્લાના સિરાય ગામના ઇકબાલહુસેન અનવરહુસેન અંસારી, સિરાયના અનવરહુસેન અંસારી, સિરાયની આબેદાબાનુ અનવરહુસેન અંસારી અને સિરાયના જ શહેઝાદહુસેન અનવરહુસેન અંસારી સામે IPC કલમ 376 (N) (બળાત્કાર), 377 (સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય), 344 (ખોટી રીતે કેદ કરી રાખવું), 354 A(1)(i) (જાતીય સતામણી), 354 D (1)(i) (પીછો કરવો), 506 (2) (જાનથી મારી નાખવાની ધમકી), 507 (ધાકધમકી), 498 A (ક્રૂરતા આચરવી), 114 (દુષ્પ્રેરણા) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં