Friday, May 10, 2024
More
    હોમપેજક્રાઈમવિજાપુરના લાડોલની 17 વર્ષીય હિંદુ સગીરાને ઉઠાવી લઇ ગયો હતો આઝમખાન સિદ્દીકી,...

    વિજાપુરના લાડોલની 17 વર્ષીય હિંદુ સગીરાને ઉઠાવી લઇ ગયો હતો આઝમખાન સિદ્દીકી, મહેસાણા પોલીસે પુણેથી ઝડપી પાડ્યો

    17 વર્ષની હિંદુ સગીરાને ઉઠાવી જનાર આઝમખાન નઝીમખાન સિદ્દીકી મૂળ ઉત્તરાખંડ રૂડકીનો રહેવાસી છે. હાલ તે મહારાષ્ટ્રના પુણે ખાતે આવેલા વાઘોડી વિસ્તારમાં રહેતો હતો.

    - Advertisement -

    મહેસાણામાં એક હિંદુ યુવતીના અપહરણનો મામલો સામે આવ્યો છે. અહીં વિજાપુરના લાડોલની 17 વર્ષની હિંદુ સગીરાને આઝમખાન સિદ્દીકી નામનો યુવક ઉઠાવી ગયો હતો. ગત 1 સપ્ટેમ્બરના રોજ સગીરાના પરિવારે પોતાની દીકરીને અજાણ્યો વ્યક્તિ ઉઠાવી ગયો હોવાની ફરિયાદ નોંધાવ્યા બાદ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસે તાત્કાલિક પગલાં લીધાં અને ગણતરીના કલાકોમાં જ આરોપીને મહારાષ્ટ્રના પુણેથી ઝડપી પાડ્યો હતો.

    મળતી માહિતી અનુસાર, વિજાપુરના લાડોલની 17 વર્ષની હિંદુ સગીરાને ઉઠાવી જનાર આઝમખાન નઝીમખાન સિદ્દીકી મૂળ ઉત્તરાખંડ રૂડકીનો રહેવાસી છે. હાલ તે મહારાષ્ટ્રના પુણે ખાતે આવેલા વાઘોડી વિસ્તારમાં રહેતો હતો. બીજી તરફ, આઝમ જે હિંદુ સગીરાને લઈને ભાગ્યો હતો તે લાડોલના એક શ્રમિક પરિવારની દીકરી છે. સગીરાનાં માતા-પિતા કડિયા કામ કરીને ગુજરાન ચલાવે છે.

    ઉલ્લેખનીય છે કે આશરે 5 મહિના પહેલાં આ 17 વર્ષની હિંદુ સગીરા 23 વર્ષના આઝમખાનના સંપર્કમાં આવી હતી. સંપર્કમાં આવ્યા બાદ આઝમે તેનું બ્રેઈનવોશ કરવાનું શરૂ કરી દીધું હતું અને પોતાની વાતોમાં ફોસલાવીને આઝમે સગીરાને પ્રેમજાળમાં ફસાવી લીધી હતી. આ 5 મહિના દરમિયાન આઝમે સગીરાને એ હદે ફોસલાવી કે તે તેનું કહ્યું જ કરવા લાગી હતી. તેવામાં ગત 1 સપ્ટેમ્બરના રોજ તેણે સગીરાને અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશને મળવા બોલાવી હતી.

    - Advertisement -

    સગીરા કાલુપુર પહોંચતા જ આઝમ તેને ટ્રેનમાં બેસાડીને મહારાષ્ટ્રના પુણે ખાતે લઇ ગયો હતો. બીજી તરફ પોતાની દીકરીને કોઈ ઉઠાવી ગયું હોવાની જાણ થતાં જ પરિવાર પોલીસ પાસે દોડી ગયો હતો. આ દરમિયાન આઝમનો નંબર મળી જતાં પોલીસે તેના નંબરને ટ્રેસ પર મૂકી દીધો હતો. જે બાદ લોકેશનના આધારે પોલીસને જાણવા મળ્યું હતું કે આઝમ સગીરાને લઇ પૂણેમાં છે. આ બધા વચ્ચે આઝમ લોકેશન બદલે તે પહેલાં તેને પકડવો ખૂબ જરૂરી હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસ હવાઈ માર્ગે તાત્કાલીક પૂણે પહોંચી હતી. જ્યાં લોકેશનના આધારે પોલીસે દરોડો પાડતાં 17 વર્ષની હિંદુ સગીરા અને આઝમખાન સિદ્દીકી બંને મળી આવ્યાં હતાં.

    પોલીસે તાત્કાલિક ધોરણે સગીરાને પોતાની કસ્ટડીમાં લઈ આઝમખાન સિદ્દીકીની ધરપકડ કરી તેને પરત લાડોલ લઇ આવી હતી. હાલ ઑપઇન્ડિયાની ટીમ આ ઘટના બાબતે ગ્રાઉન્ડ પરથી માહિતી મેળવવાનો પ્રયત્ન કરી રહી છે. વધુ માહિતી મળતાંની સાથે જ અમે આ લેખને અપડેટ કરી દઈશું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં