Friday, July 19, 2024
More
  હોમપેજક્રાઈમવડોદરામાં દિલ્હી સાક્ષી હત્યાકાંડ જેવો બનાવ થતાં થતાં રહી ગયો: સાહિલ વ્હોરાએ...

  વડોદરામાં દિલ્હી સાક્ષી હત્યાકાંડ જેવો બનાવ થતાં થતાં રહી ગયો: સાહિલ વ્હોરાએ વિકી બની પાદરાની સગીરાને લવ જેહાદમાં ફસાવી, પોલ ખુલી જતા માર્યો માર; રસ્તે જતા લોકોએ બચાવી

  સાહિલ વ્હોરાએ વિકી બની પાદરાની હિંદુ સગીરાને લવ જેહાદમાં ફસાવી બળાત્કાર ગુજાર્યો તે મામલે એસટી-એસસી સેલના ડીવાયએસપી બી.એચ.ચાવડા દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.

  - Advertisement -

  દેશ હજુ દિલ્હીનો સાક્ષી હત્યાકાંડ (Delhi Shakshi Murder Case) ભૂલ્યો નથી ત્યાં વડોદરામાં આવી જ એક ઘટના બનતા બનતા રહી ગઈ. વડોદરાના પાદરાની હિંદુ સગીરાને વિકી નામ રાખીને ફસાવનાર સાહિલ વ્હોરાની પોલ ખુલી જતા તેણે પીડિતાને જાહેરમાં મારવા લીધી હતી. જોકે રસ્તે જતા રાહદારીઓએ છોડાવતા પીડિતાનો બચાવ થયો હતો. સાહિલ વ્હોરાએ વિકી બની પાદરાની હિંદુ સગીરાને લવ જેહાદમાં ફસાવી અનેક વાર બળાત્કાર ગુજારી ચુક્યો છે. આ મામલે પાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

  મળતા અહેવાલ અનુસાર વડોદરાની કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હિંદુ સગીરા તેની એક મિત્ર દ્વારા સાહિલના સંપર્કમાં આવી હતી. જોકે તે સમયે વાતચીત ન થતા બાદમાં સાહિલે વચ્ચે રહેલી મિત્ર દ્વારા પીડિતાનો નંબર મેળવી લીધો હતો. ત્યારબાદ સાહિલે સગીરાને ફોન કરી પોતાનું નામ વિકી હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ શરુ થયેલા વાતચીતના દોર બાદ સાહિલે સગીરાને ભરોસામાં લઈ મિત્રતા કરવા કહ્યું હતું. પરંતુ પીડિતાએ તેના માટે ના પાડી હતી. જોકે થોડા સમય બાદ 26 વર્ષીય સાહિલ વ્હોરાએ ફોસલાવીને હિંદુ સગીરાને પોતાની વાતોમાં ફસાવી લીધી હતી.

  ઓળખ છુપાવીને અનેકવાર બળાત્કાર કર્યો

  પરિચય આગળ વધતા સાહિલ ઉર્ફે વિકીએ પીડિતાને લગ્નની લાલચ આપવાનું શરુ કર્યું હતું, સાહિલની વાતોમાં આવીને પીડિતા પણ તેનું કહ્યું માનવા લાગી હતી. જે બાદ સાહિલ ઉર્ફે વિકીએ પાદરા નજીક દરાપુરા ગામની સીમમાંથી પસાર થતા હાઇવે પાસે લઈ પીડિતા ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. ઉલ્લેખનીય છે કે પાદરામાં ઝંડાબજારમાં રહેતા 26 વર્ષીય સાહિલ પહેલેથી પરણિત છે.

  - Advertisement -

  કપડા પરથી પોલ ખુલી

  નોંધનીય છે કે થોડા મહિના અગાઉ જયારે પીડિતા પાદરા ખાતેથી જઈ રહી હતી ત્યારે મુસ્લીમોના એક જુલુસમાં તેણે વિકીને જોયો. આટલું જ નહીં તેણે મુસ્લિમો માફક કપડા પણ પહેર્યા હતા. જેના બીજા દિવસે પીડિતાએ આરોપીને આ બાબતે પૂછતાં સાહિલ ઉર્ફે વિકીએ જણાવ્યું હતું કે “તને હવે ખબર પડી જ ગઈ છે તો શા માટે પૂછે છે?” જે બાદ પીડિતાએ સાહિલ સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા હતા

  હિંદુ પીડિતાને મારી નાંખવાની ધમકી આપી હાઈવે ઉપર મારવા લીધી, લોકોએ છોડાવી

  ઉલ્લેખનીય છે કે પીડિતાએ સંબંધ તોડી નાંખતા સાહિલ ઉશ્કેરાઈ ગયો હતો અને છેલ્લી વાર મળવાના નામે બોલાવી દરાપુરા ગામ પાસેથી પસાર થઈ રહેલા હાઈવે પાસે લઈ ગયો હતો. જ્યાં તેણે ફરી પીડિતાને લગ્નની લાલચ આપી ફસાવવાનો પ્રયત્ન કર્યો હતો, જોકે સાહિલના મુસ્લિમ હોવાની અને પરણિત હોવાની વાત જાણી ચુકેલી પીડિતાએ તેને ઘસીને ના પડી દીધી હતી. જેને લઈને ઉશ્કેરાયેલા સાહિલે હિંદુ સગીરાને રસ્તા પર જ માર મારવાનું શરુ કરી દીધું હતું.

  સદનસીબે રસ્તા પરથી જઈ રહેલા લોકોએ વચ્ચે પડીને પીડિતાનો બચાવ કર્યો હતો. જોકે તે છતાં સાહિલે ધમકી આપતા કહ્યું હતું કે “જો તું મારી સાથે પ્રેમસંબંધ નહીં રાખે તો હું તને જાનથી મારી નાખીશ અને તારા ઘરે આવીને તારી આબરૂના ધજાગરા ઉડાવી દઈશ.” ઉલ્લેખનીય છે કે દિલ્હીની સાક્ષી હત્યા કાંડમાં પણ આરોપીએ પીડિતાને જાહેર રસ્તામાં છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી.

  સાહિલની ધમકીથી ડરી ગયેલી પીડિતાએ આ વાત તેના પરિવારને જણાવતા પરિવારે સગીરાને સાથે રાખી પાદરા પોલીસ સ્ટેશનમાં સાહિલ સલીમ વ્હોરા વિરુદ્ધ હિંદુ વિકી નામ ધારણ કરીને પ્રેમની જાળમાં ફસાવી તેમજ લગ્નની લાલચ આપીને બળાત્કાર કરવા બદલ ફરિયાદ નોંધાવી હતી.

  આ મામલે આરોપી સાહિલ વિરુદ્ધ પોક્સો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી આરોપી વિરુદ્ધ ધારાધોરણ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાહિલ વ્હોરાએ વિકી બની પાદરાની હિંદુ સગીરાને લવ જેહાદમાં ફસાવી બળાત્કાર ગુજાર્યો તે મામલે એસટી-એસસી સેલના ડીવાયએસપી બી.એચ.ચાવડા દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં