Wednesday, September 11, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'તે સાહિલને હિંદુ સમજતી હતી': હત્યારાને લઈને સાક્ષીની મિત્રનો મોટો ખુલાસો, લવ...

    ‘તે સાહિલને હિંદુ સમજતી હતી’: હત્યારાને લઈને સાક્ષીની મિત્રનો મોટો ખુલાસો, લવ જેહાદના એન્ગલથી પણ તપાસ કરશે પોલીસ

    હત્યાના થોડા સમય પહેલા સાક્ષી બહાર ચાલી ગઈ હતી. તે તેની મિત્ર આરતીની રાહ જોઈ રહી હતી, તે સમયે જ સાહિલે તેને આંતરી લીધી અને બન્ને વચ્ચે બોલાચાલી શરુ થઈ ગઈ.

    - Advertisement -

    દિલ્હીના શાહબાદ ડેરી વિસ્તારમાં કાળજું કંપાવી દે તેવા સાક્ષી હત્યાકાંડમાં નવો ખુલાસો થયો છે. સાક્ષીની એક મિત્રએ મીડિયા સામે ખુલાસો કર્યો છે કે સાક્ષી તેના દોસ્ત સાહિલને હિંદુ સમજતી હતી. મૃતક યુવતીની અન્ય એક મિત્ર નીતુએ પણ પોતાનું મૌન તોડ્યું છે અને જણાવ્યું છે કે સાક્ષી અને સાહિલ વચ્ચે કોઈ વાતને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ઝઘડો ચાલી રહ્યો હતો. દિલ્હી પોલીસે આરોપી સાહિલ સરફરાઝની ધરપકડ કરી લીધી છે અને તેનું મેડીકલ ચેકઅપ કરાવવામાં આવ્યું છે.

    મૃતક યુવતીની આરતી નામની મિત્ર મીડિયા સામે આવી છે. આરતીએ જણાવ્યું હતું કે તે અને સાક્ષી સાહિલને હિંદુ સમજતી હતી. તો બીજી તરફ પોલીસે જયારે સાહિલને ઉત્તર પ્રદેશના બુલંદશહરથી ઝડપ્યો, તે સમયે તેના હાથમાં એક ક્લાવો (રક્ષા સૂત્ર) બાંધેલો હતો. પોલીસનું કહેવું છે કે ‘લવ જેહાદ’ના એન્ગલથી પણ ઘટનાની તપાસ કરવામાં આવશે.

    ઉલ્લેખનીય છે કે ગત રવિવારે (28 મે 2023) સાક્ષી તેની મિત્ર નીતુના દીકરાના જન્મદિવસની ઉજવણીમાં સામેલ થવા જઈ રહી હતી, નીતુ તેના નજીકના મિત્રો માની એક હતી. નીતુનો પતી જેલમાં છે જેના કારણે અવારનવાર સાક્ષી તેના ઘરે જ રોકાઈ જતી હતી. નીતુએ મીડિયાને જાણકારી આપી હતી કે સાક્ષી અને સાહિલ છેલ્લા 3-4 વર્ષથી એક બીજાને ઓળખતા હતા. ગત કેટલાક દિવસોથી બંને વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો ચાલી રહ્યો હતો, અને સાક્ષી સાહિલ સાથે વાત કરવા નહોતી માંગતી.

    - Advertisement -

    હત્યાના થોડા સમય પહેલા સાક્ષી બહાર ચાલી ગઈ હતી. તે તેની મિત્ર આરતીની રાહ જોઈ રહી હતી, તે સમયે જ સાહિલે તેને આંતરી લીધી અને બન્ને વચ્ચે બોલાચાલી શરુ થઈ ગઈ. હત્યાના ઈરાદે આવેલા સાહિલે તેના પર પહેલા ચાકુના ઘા ઝીંકવાના શરુ કરી દીધા, જે પછી સાહિલે સાક્ષીને પત્થરથી છુંદી નાંખી હતી.

    ઉપરઉપરી થયેલા હુમલાથી સાક્ષી ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ અને જમીન પર ફસડાઈ પડી હતી. જોકે, આ પછી પણ સાહિલ અટક્યો નહીં અને તેના માથા પર પથ્થરથી મારતો રહ્યો, જેના કારણે સાક્ષીનું મોત નીપજ્યું. આ ક્રૂર હત્યાના CCTV પણ સામે આવ્યા છે જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ચુક્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં