Tuesday, April 23, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટહાથમાં કલાવા બાંધીને ફરતો હતો સાક્ષીનો હત્યારો સાહિલ, હવે જેલના સળિયા ગણશે:...

  હાથમાં કલાવા બાંધીને ફરતો હતો સાક્ષીનો હત્યારો સાહિલ, હવે જેલના સળિયા ગણશે: અબ્બા સરફરાઝની પણ પૂછપરછ કરી રહી છે દિલ્હી પોલીસ

  કપિલ મિશ્રાએ એક ટ્વિટ કરીને આ ઘટનાને ‘લવ જેહાદ’ ગણાવી અને એ પણ પૂછ્યું કે તેના હાથમાં કલાવા કઈ રીતે આવ્યો?

  - Advertisement -

  દિલ્હીમાં રવિવારે થયેલી હિંદુ કિશોરીની જઘન્ય હત્યા મામલે આરોપી સાહિલની ધરપકડ કરી લેવામાં આવી છે. હત્યા બાદથી તે ફરાર હતો. દિલ્હી પોલીસે તેને ઉત્તર પ્રદેશના બુલંદશહરથી ઝડપી લીધો હતો. હાલ સાહિલ હિરાસતમાં છે અને આગળની કાર્યવાહી ચાલી રહી છે. 

  સાહિલ પકડાઈ ગયા બાદ જ્યારે મીડિયામાં તેની તસ્વીરો સામે આવી તો તેમાંથી એકમાં તે હાથમાં કલાવા (પવિત્ર દોરો) પહેરેલો જોવા મળ્યો હતો. જેના કારણે લોકોમાં ચર્ચા પણ થવા માંડી છે તો બીજી તરફ ભાજપ નેતા કપિલ મિશ્રાએ પણ સવાલ ઉઠાવ્યા છે. 

  કપિલ મિશ્રાએ એક ટ્વિટ કરીને આ ઘટનાને ‘લવ જેહાદ’ ગણાવી અને એ પણ પૂછ્યું કે સાહિલ સરફરાઝના હાથમાં કલાવા કઈ રીતે આવ્યો? તેમણે કહ્યું કે, આ દીકરીઓ સામે સુનિયોજિત હુમલો છે અને એ પણ તપાસ થવી જોઈએ કે સાહિલ પાછળનો માસ્ટરમાઈન્ડ કોણ છે. 

  - Advertisement -

  અન્ય ઘણા લોકોએ સાહિલના હાથમાં કલાવાને લઈને ટિપ્પણી કરી હતી. વળી કેટલાક લોકોએ આ ઘટનાને પાકિસ્તાની આતંકવાદી અજમલ કસાબ સાથે પણ જોડી હતી. નોંધનીય છે કે 26/11/2008ના રોજ મુંબઇમાં આતંકી હુમલો કરવા આવેલો કસાબ પણ હાથમાં કલાવા પહેરીને આવ્યો હતો. 

  નવભારત ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, સાહિલ એસી મેકેનિક તરીકે કામ કરે છે. ઉપરાંત તે અને સાક્ષી પહેલેથી એકબીજાને જાણતાં હતાં. દિલ્હી પોલીસ તેના પિતા સરફરાઝની પણ પૂછપરછ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે. 

  બીજી તરફ, પ્રાથમિક પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે 16 વર્ષીય સગીરાને 16 વખત ચાકુના ઘા મારવામાં આવ્યા હતા. ધારદાર હથિયારના ઘા વાગવાના કારણે તેની ખોપરી ફાટી ગઈ હતી. પોલીસ હાલ વિગતવાર પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે. 

  જાણવા મળ્યા અનુસાર સાહિલ અને સાક્ષી એકબીજાને ઓળખતા હતા. તાજેતરમાં કોઈક બાબતને લઈને બંને વચ્ચે ઝઘડો થઇ ગયો હતો. દરમ્યાન રવિવારે સાંજના અરસામાં સાક્ષી તેની બહેનપણીના ભાઈની બર્થ ડે પાર્ટીમાં ભાગ લેવા માટે જઈ રહી હતી ત્યારે દિલ્હીના શાહબાદ ડેરી વિસ્તારની એક ગલીમાં સાહિલે તેને રોકી હતી. બંને વચ્ચે બોલાચાલી થયા બાદ સાહિલે અચાનક ચાકુ કાઢીને ઉપરાછાપરી ઘા કરી દીધા હતા. એટલું જ નહીં, તેણે મોટા પથ્થર પણ માર્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઈ હતી. વધુ ચોંકાવનારી બાબત એ છે કે આ હત્યા જાહેરમાં થઇ હતી અને સાહિલ યુવતીને ચાકુ વડે મારી રહ્યો હોવા છતાં આસપાસથી લોકો પસાર થતા રહ્યા પરંતુ બચાવવા માટે આવ્યા ન હતા. 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં