Sunday, October 6, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટદિલ્હી: 16 વર્ષીય સાક્ષીને સરાજાહેર રહેંસી નાંખનાર સાહિલ પકડાયો, ચાકુના 20 ઘા...

    દિલ્હી: 16 વર્ષીય સાક્ષીને સરાજાહેર રહેંસી નાંખનાર સાહિલ પકડાયો, ચાકુના 20 ઘા માર્યા હતા, પથ્થર વડે માથું કચડ્યું હતું

    રવિવારે સાંજના અરસામાં સાક્ષી તેની બહેનપણીના ભાઈની બર્થ ડે પાર્ટીમાં ભાગ લેવા માટે જઈ રહી હતી ત્યારે દિલ્હીના શાહબાદ ડેરી વિસ્તારની એક ગલીમાં સાહિલે તેને રોકીને હુમલો કરી દીધો હતો.

    - Advertisement -

    દિલ્હીમાં 16 વર્ષીય કિશોરી સાક્ષીની હત્યા મામલે આરોપી સાહિલની ધરપકડ કરી લેવામાં આવી છે. રવિવારે (28 મે, 2023) સાંજે તેણે કિશોરીને ચાકુના 20 ઘા કરીને રહેંસી નાંખી હતી અને ત્યારબાદ પથ્થર વડે ઘા કર્યો હતો. આ જઘન્ય હત્યાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. 

    ધરપકડ કરાયેલા આરોપી સાહિલની ઉંમર 20 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે. હત્યા બાદ પોલીસે વિવિધ ટીમ બનાવીને દિલ્હીમાં તેની શોધખોળ આદરી હતી. આજે બપોરે ઉત્તર પ્રદેશના બુલંદશહરથી તેને દબોચી લેવામાં આવ્યો હતો. 

    તપાસ કરતા પોલીસ અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે, ઘટના બાદ કિશોરીને મૃત હાલતમાં હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. હાલ તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. તેના શરીર ઉપર 20 કરતાં વધુ ઘા હોવાનું જણાવવામાં આવ્યું છે.

    - Advertisement -

    બીજી તરફ, આ મામલે રાષ્ટ્રીય મહિલા આયોગ પણ સક્રિય થયું છે અને અધ્યક્ષ રેખા શર્માએ દિલ્હી પોલીસ કમિશનરને એક પત્ર લખીને આ મામલે યોગ્ય અને ઝડપી તપાસ કરવાનું કહી ઝડપથી આરોપીની ધરપકડ કરવાની માંગ કરી હતી. આ ઉપરાંત, મામલાની તપાસ માટે કમિશને પણ એક ત્રણ સભ્યોની ટીમની રચના કરી છે.

    કરપીણ હત્યાનો આ મામલો રવિવાર (28 મે, 2023)નો છે. આરોપી સાહિલ અને મૃતક સાક્ષી વચ્ચે પ્રેમસબંધ હતો. તાજેતરમાં કોઈક બાબતને લઈને બંને વચ્ચે ઝઘડો થઇ ગયો હતો. દરમ્યાન રવિવારે સાંજના અરસામાં સાક્ષી તેની બહેનપણીના ભાઈની બર્થ ડે પાર્ટીમાં ભાગ લેવા માટે જઈ રહી હતી ત્યારે દિલ્હીના શાહબાદ ડેરી વિસ્તારની એક ગલીમાં સાહિલે તેને રોકી હતી. 

    બંને વચ્ચે બોલાચાલી થયા બાદ સાહિલે અચાનક ચાકુ કાઢીને ઉપરાછાપરી 20 ઘા કરી દીધા હતા. એટલું જ નહીં, તેણે મોટા પથ્થર પણ માર્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઈ હતી. વધુ ચોંકાવનારી બાબત એ છે કે આ હત્યા જાહેરમાં થઇ હતી અને સાહિલ યુવતીને ચાકુ વડે મારી રહ્યો હોવા છતાં આસપાસથી લોકો પસાર થતા રહ્યા પરંતુ બચાવવા માટે આવ્યા ન હતા. 

    ઘટના બાદ પોલીસને જાણ કરવામાં આવી. પોલીસે સ્થળ પર જઈને જોતાં યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે આરોપી ફરાર થઇ ગયો હતો. જોકે, હવે તેની ધરપકડ કરી લેવામાં આવી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં