Sunday, April 28, 2024
More
    હોમપેજગુજરાત'અલ્તાફે' ઇન્સ્ટાગ્રામ પર 'રાહુલ' બનીને જામનગરની સગીરા સાથે કર્યો લવ જેહાદ: પોલીસે...

    ‘અલ્તાફે’ ઇન્સ્ટાગ્રામ પર ‘રાહુલ’ બનીને જામનગરની સગીરા સાથે કર્યો લવ જેહાદ: પોલીસે નાલાસોપારાથી ઝડપ્યો; બળાત્કાર, POCSO અને એટ્રોસિટી સહિતનો ગુનો દાખલ

    આરોપી અલ્તાફ સોશિયલ મીડિયામાં રાહુલ, મિસ્ટર જોની જેવા નામ રાખીને અલગ અલગ એકાઉન્ટ બનાવી છોકરીઓ સાથે મિત્રતા કરી મળવા જતો. ત્યાર બાદ તેને ભગાડીને લગ્ન કરી તેને કન્વર્ટ (ધર્માંતરણ) કરતો હોવાનું પણ ધ્યાને આવ્યું છે.

    - Advertisement -

    જામનગરથી લવ જેહાદનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયામાં નામ બદલીને ઉત્તર પ્રદેશના એક મુસ્લિમ યુવકે એક સગીરાને પ્રેમઝાળમાં ફસાવી ઉઠાવી ગયો હતો. જે બાદ વર્ષ 2021માં પીડિતાના પિતાએ અપહરણની ફરિયાદ નોંધાવી હતી. તેવામાં લાંબી પોલીસ તપાસ ચાલ્યા બાદ ખુલાસો થયો હતો કે મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી મુસ્લિમ યુવક અલ્તાફે ઇન્સ્ટાગ્રામ પર હિંદુ નામ રાખી જામનગરની હિંદુ સગીરા સાથે લવ જેહાદ આચર્યો છે. પોલીસે આરોપીની મુંબઈના નાલાસોપારાથી ધરપકડ કરી સગીરાને છોડાવી છે.

    મળતી માહિતી અનુસાર જામનગરમાં રોજી પેટ્રોલપંપ નજીકના વિસ્તારમાં પોતાના માતાપિતા સાથે રહેતી સગીરા વર્ષ 2021માં અચાનક ક્યાંક ગાયબ થઇ ગઈ હતી. જે બાદ તેના પરિવારે તેની શોધખોળ આદરી હતી. આ દરમિયાન તેમને જાણ થઇ હતી કે તેમની દીકરીનું અપહરણ થઇ ગયું છે. જે બાદ તેના પિતાએ જામનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ દાખલ થતાની સાથે જ પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો. આ દરમિયાન પોલીસે પણ અપહરણ થયું હોવાની પુષ્ટિ કરી હતી.

    પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે સગીરા ઇન્સ્ટાગ્રામ પર એક યુવક સાથે સંપર્કમાં હતી. પોલીસે તે દિશામાં તપાસ કરતા તે યુવક મુસ્લિમ હોવાનું સામે આવ્યી હતું. આ યુવકે હિંદુ નામથી પોતાનું પ્રોફાઈલ બનાવી રાખ્યું હતું. વધુ તપાસમાં પોલીસને મૂળ આરોપી ઉત્તરપ્રદેશનો રહેવાસી અલ્તાફ ઉર્ફે બબલુ અન્સારી હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ જામનગરની સીટી ‘સી’ ડીવીઝન પોલીસે લોકેશનના આધારે મુંબઈના નાલાસોપારાથી અલ્તાફની ધરપકડ કરી હતી. આ દરમિયાન પોલીસને ગાયબ હિંદુ સગીરા પણ મળી આવી હતી. આરોપીએ અન્ય ફેક એકાઉન્ટ બનાવી બીજી કેટલીક યુવતીઓના સંપર્કમાં હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

    - Advertisement -

    બળાત્કાર, POCSO અને એટ્રોસિટી સહિતનો ગુનો દાખલ

    જામનગરની સગીરા સાથે લવ જેહાદ થવાની આ આખી ઘટના બાબતે જામનગર DYSP જયવીરસિંહ ઝાલાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “જામનગર સીટી ‘સી’ વિસ્તારમાં 27 જુલાઈ 2023ના રોજ પીડિતાના પિતાએ પોતાની 12 વર્ષની સગીર વયની દીકરીના અપહરણની ફરિયાદ આપી હતી. જેમાં લાંબા સમયની તપાસ બાદ આરોપી અલ્તાફ મોહમ્મદ અન્સારી ઉર્ફે બબલુ, ઉ.વ 29 વર્ષની મુંબઈના નાલાસોપારા ખાતેથી અટકાયત કરવામાં આવી છે. આરોપી સોશિયલ મીડિયામાં રાહુલ, મિસ્ટર જોની જેવા નામ રાખીને અલગ અલગ એકાઉન્ટ બનાવી છોકરીઓ સાથે મિત્રતા કરી મળવા જતો. ત્યાર બાદ તેને ભગાડીને લગ્ન કરી તેને કન્વર્ટ (ધર્માંતરણ) કરતો હોવાનું પણ ધ્યાને આવ્યું છે.”

    હાલ પોલીસે આરોપી વિરુદ્ધ IPCની કલમો 363, 366, 376(2), 376 (3), POCSO એક્ટની કલમ 4 અને 6, તેમજ એટ્રોસિટી એક્ટની કલમ 3, 2 અને 5 આ ઉપરાંત આઈટી એક્ટની કલમ 66 C મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. તો બીજી તરફ સગીરાને તબીબી ચકાસણી માટે જામનગરની જી.જી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવી છે. જામનગરની સગીરા લવ જેહાદ જેવા દુષણમાં ફસાતા સ્થાનિક લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં