Monday, April 29, 2024
More
    હોમપેજદેશગ્રાઉન્ડ રિપોર્ટ: રામજન્મભૂમિ ટ્રસ્ટના અધ્યક્ષનું મંદિર લેન્ડ જેહાદનો ભોગ બન્યું: સીમા યુપી-નેપાળની......

    ગ્રાઉન્ડ રિપોર્ટ: રામજન્મભૂમિ ટ્રસ્ટના અધ્યક્ષનું મંદિર લેન્ડ જેહાદનો ભોગ બન્યું: સીમા યુપી-નેપાળની… પરંતુ જમીન કબજે કરવા માટે મોડેલ પેલેસ્ટાઈનનું

    બલરામપુર જિલ્લામાં, કટ્ટરવાદી ઇસ્લામવાદીઓએ આસ્થાના મુખ્ય કેન્દ્ર એવા હનુમાન ગઢી મંદિરની જમીન પર કબજો કર્યો હતો. કોર્ટે કબજો છોડાવવાનો હુકમ કર્યો હતો. પોલીસ-વહીવટ આજદિન સુધી કબજો છોડાવી શક્યું નથી… કારણ કે ત્યાં કબજો જાળવી રાખવા પેલેસ્ટાઈન મોડલ અપનાવવામાં આવ્યું છે.

    - Advertisement -

    હાલમાં જ સામે આવેલા કેટલાક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે નેપાળ અને ભારતની સરહદ પર ઝડપથી ડેમોગ્રાફીમાં ફેરફાર થઇ રહ્યો છે. મસ્જિદો-મદ્રેસાઓની સંખ્યા સતત વધી રહી છે. જમીની હકીકતની તપાસ કરવા માટે 20થી 27 ઓગસ્ટ સુધી ઑપઇન્ડિયાની ટીમે ભારત સાથે જોડાયેલા નેપાળના વિસ્તારોની મુલાકાત લીધી હતી. અમે જે કંઈ પણ જોયું તે ક્રમબદ્ધ રીતે આ ગ્રાઉન્ડ રિપોર્ટ દ્વારા તમને જણાવી રહ્યા છીએ શ્રેણીનો 20મો રિપોર્ટ:

    નેપાળ અને ભારતના સરહદી વિસ્તારોમાં વસ્તીમાં વધારો અને ઇસ્લામિક પૂજા સ્થાનોની સંખ્યાના મુદ્દે, અમે બલરામપુર જિલ્લામાં આસ્થાના મુખ્ય કેન્દ્ર એવા હનુમાન ગઢી મંદિરના મહંત મહેન્દ્ર દાસ સાથે વાત કરી. આ મંદિરનું નામ હનુમાન ગઢી છે, જેના વર્તમાન મહંત મહેન્દ્ર દાસ છે. તેમણે તેમના સત્તાવાર લેટર હેડ પર લખીને મંદિર પરના લેન્ડ જેહાદ વિષે અમને તેમનો જવાબ આપ્યો. તેમણે પોતે મંદિરનો એક ભાગ બદરુદ્દીન નામના ગેરકાયદે કબજેદારના કબજામાં હોવાનું જણાવ્યું હતું.

    રામજન્મભૂમિ ટ્રસ્ટના પ્રમુખના મંદિર પર પણ લેન્ડ જેહાદ

    OpIndia સાથે વાત કરતા, હનુમાન ગઢી મંદિર, વીર વિનય ચૌરાહા બલરામપુરના મેનેજર નરેશ કુમારે જણાવ્યું કે આ મંદિર શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના મહંત નૃત્ય ગોપાલ દાસનું મંદિર છે. નરેશના કહેવા પ્રમાણે અત્યારે અહીંના મહંત મહેન્દ્રદાસ છે. તેમણે કહ્યું કે કેટલાક મુસ્લિમોએ આ મંદિરના મોટા ભાગ પર કબજો (લેન્ડ જેહાદ) જમાવ્યો છે, જેને તેઓ ઘણા વર્ષોથી ધીમે ધીમે દૂર કરી રહ્યા છે.

    - Advertisement -
    મંદિરને અડીને આવેલી જમીન, જેના પર બદરુદ્દીનના કબજાનો આરોપ છે

    કોર્ટના આદેશ… છતાં પોલીસ-પ્રશાસન લાચાર

    મહંત મહેન્દ્ર દાસ દ્વારા OpIndiaને આપેલા લેખિત જવાબમાં કહેવામાં આવ્યું છે કે નેપાળ સરહદને અડીને આવેલા બલરામપુરમાં લેન્ડ જેહાદ કરનારાઓ કોર્ટના આદેશનું પણ પાલન કરતા નથી. મહેન્દ્ર દાસે આ અવહેલના પાછળ વહીવટીતંત્રના કેટલાક અધિકારીઓને પણ જવાબદાર ઠેરવ્યા હતા.

    તેમણે લખ્યું છે કે એક હિંદુ મંદિરના મહંત હોવાને કારણે તે પોતે સાક્ષી છે અને પીડિત છે કે આ મંદિરની જમીન પર કેટલાક મુસ્લિમોએ ગેરકાયદે કબજો જમાવ્યો છે, જેને કોર્ટના આદેશ પછી પણ વહીવટીતંત્ર હટાવી શકતું નથી.

    મહંત નૃત્ય ગોપાલ દાસ દ્વારા કબજા સામે કેસ દાખલ

    જમીન હડપ કરવા માટે પેલેસ્ટિનિયન મોડેલ

    મહંત મહેન્દ્ર દાસના જણાવ્યા અનુસાર, તેમના મંદિરની જમીનનો કબજો જાળવી રાખવા માટે પેલેસ્ટિનિયન મોડલ અપનાવવામાં આવ્યું છે. તેમણે સમજાવ્યું કે મંદિરની જમીનનો કબજો જાળવી રાખવા માટે પેલેસ્ટિનિયન સિસ્ટમ અપનાવવામાં આવી હતી, જેમ પેલેસ્ટાઈનમાં મહિલાઓ અને બાળકોને આગળ લાવવામાં આવે છે.

    હનુમાન ગઢી મંદિરના મહંત મહેન્દ્ર દાસે લેખિતમાં જણાવ્યું હતું કે ઘણા વર્ષોના કાગળ અને કાયદાકીય લડાઈ છતાં મુસ્લિમ પક્ષકારો મંદિરની જમીનનો કબજો લઈ શક્યા ન હતા, કોર્ટમાં હારી ગયા હતા, ત્યારે તેમણે મહિલાઓ અને બાળકોને તે જ જગ્યાએ બેસાડી દીધા હતા. આ પાછળ તેમનો હેતુ એક જ છે – બાળકો દ્વારા હત્યા કરાવીને નાની ઉંમરનું બહાનું કાઢવું અથવા મહિલાઓ દ્વારા ચારિત્ર્યને કલંકિત કરવામાં આવે. પરિણામે મંદિરની જમીન હજુ સુધી સંપૂર્ણ રીતે મંદિર હસ્તક થઈ શકી નથી.

    મહંત મહેન્દ્ર દાસ દ્વારા OpIndia ને મોકલવામાં આવેલ પત્ર

    હડપના પેલેસ્ટિનિયન મોડેલમાં પત્રકારો અને વહીવટી લોકોનો સમાવેશ

    મહંત મહેન્દ્ર દાસે અમને જણાવ્યું કે બલરામપુરમાં લેન્ડ જેહાદ કરવાના પેલેસ્ટિનિયન મોડલમાં મહિલાઓ અને બાળકોની પાછળ કેટલાક પત્રકારો અને વહીવટી લોકો પણ ઉભા છે. અમને આપવામાં આવેલા પત્રમાં તેમણે લખ્યું છે કે તેઓ નેપાળ બોર્ડર પર શ્રાવસ્તી લોકસભા મતવિસ્તારમાં ગેરકાયદેસર કબજામાં રહેલા તમામ ધર્મસ્થળોને મુક્ત કરાવવા માટે અભિયાન શરૂ કરશે. તેમણે ત્યાં સુધી કહ્યું કે આ કામ માટે ગમે તેટલી કિંમત ચૂકવવી પડશે તે તૈયાર છે.

    બલરામપુર પોલીસે કોર્ટના આદેશ પર કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હતું

    મહંત મહેન્દ્ર દાસે અમને જણાવ્યું કે OpIndiaના અગાઉના પ્રકાશિત સમાચારમાં, બલરામપુર પોલીસે સત્તાવાર ટ્વીટમાં કહ્યું હતું કે ગેરકાયદેસર કબજા અંગે કોર્ટના આદેશોનું પાલન કરવામાં આવશે. તેમણે પ્રશ્નાર્થ સ્વરમાં પૂછ્યું કે આવી સ્થિતિમાં તે નેપાળ સરહદે દાયકાઓથી આવેલા મંદિરના ગેરકાયદેસર કબજાને હટાવવામાં આટલો વિલંબ કેમ કરી રહી છે?

    કબજેદારોને જાણ કરવા કોણે કાર્યવાહી કરી?

    બલરામપુરના હનુમાનગઢી મંદિરનું સંચાલન કરતા નરેશ કુમારે ઑપઈન્ડિયાને જણાવ્યું કે કોર્ટમાં કેસ જીત્યા બાદ મહંત નૃત્ય ગોપાલ દાસે પોતે બલરામપુર પ્રશાસનને મંદિરની જમીન પર ગેરકાયદે અતિક્રમણ હટાવવાની માંગ કરી હતી. નરેશ કુમાર સેહરાવતના જણાવ્યા અનુસાર, આ માંગ પર ઉચ્ચ અધિકારીઓએ તાબાના અધિકારીઓને પણ સૂચનાઓ આપી હતી.

    આ પછી, નરેશે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે જે પત્ર પર વહીવટી અધિકારીઓએ કબજો હટાવવાની કાર્યવાહી પર 17 સપ્ટેમ્બર 2022ના રોજ સહી કરે છે તેના બે દિવસ પછી, તે જગ્યાએ શાહીન બાગની શૈલીમાં ઘણી સ્ત્રીઓ અને બાળકોને બેસાડી દેવામાં આવે છે.

    ગેરકાયદેસર કબજા પર કાર્યવાહીનો પત્ર

    નરેશ કુમારે શંકા વ્યક્ત કરી હતી કે વહીવટીતંત્રની અંદરના કોઈએ કાર્યવાહીની બદરુદ્દીન પક્ષને આ બધી માહિતી લીક કરી દીધી.

    ‘અગાઉની સરકારોમાં કબજો, અમે પગલાં લઈશું’

    OpIndiaએ બલરામપુર શહેર અને નેપાળ સરહદે ગેરકાયદેસર કબજાની ફરિયાદ અંગે બલરામપુર શહેરના ભાજપના ધારાસભ્ય પલટુરામ સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે જે પણ ગેરકાયદે કબજાઓ દેખાય છે, તે અગાઉની સરકારોની તુષ્ટિકરણ નીતિઓને કારણે છે. તેમના મતે વર્તમાન સરકાર ગંભીરતાથી પગલાં લઈ રહી છે.

    તેમણે અમને કહ્યું કે તેઓ નેપાળ સરહદ પરની સ્થિતિ વિશે તેમના સ્તરેથી સરકાર અને વહીવટીતંત્રને માહિતી પહોંચાડશે અને શક્ય તેટલી વહેલી તકે તેના ઉકેલ તરફ આગળ વધશે. ધારાસભ્ય પલ્ટુ રામે નેપાળ બોર્ડરથી મીડિયામાં આવી રહેલા અહેવાલોને ચિંતાજનક ગણાવ્યા છે.

    નેપાળ બોર્ડર વિશે પહેલો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: ક્યારેક હતું હિંદુઓનું ગામ, હવે સ્વસ્તિક ચિહ્નવાળાં ઘરો પર 786નું નિશાન: સરહદપાર પણ ડેમોગ્રાફીમાં બદલાવ, નેપાળમાં ઘૂસતાં જ મસ્જિદ, મદ્રેસા અને ઇસ્લામ 

    બીજો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: ઘરો, મસ્જિદ-મદરેસાઓ પર ચાંદ-તારા સાથે લીલો ઝંડો, ધંધા-રોજગારમાં પણ દખલ: મુસ્લિમ વસ્તી વધારામાં સાથે જ નેપાળના કપિલવસ્તુના ‘કૃષ્ણ નગર’ પર ઈસ્લામિક રંગ ચડ્યો

    ત્રીજો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: નેપાળમાં લવ જેહાદ: વધતી મુસ્લિમ વસ્તી અને નેપાળી યુવતીઓ સાથે નિકાહના ખેલનું ‘દિલ્હી કનેક્શન’, તસ્કર ગેંગ ભારતીય સરહદ પર જોખમરૂપ 

    ચોથો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: બૌદ્ધ આસ્થાનું કેન્દ્ર હોય કે પંચાયતનું તળાવ… બધે જ મઝારો, શ્રાવસ્તીમાં ઘરોની છત પર લહેરાતા ઈસ્લામિક ધ્વજ

    પાંચમો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: મહારાણા પ્રતાપ સાથે લડેલ થારુ આદિવાસી લોકોનું પ્રભુત્વ ધરાવતા ગામમાં 3 મસ્જિદો, 1 મદરેસા: આ ભારત-નેપાળ સરહદ પર મુસ્લિમ વસ્તીની આ છે ‘પેટર્ન’

    છઠ્ઠો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: બૌદ્ધ-જૈન મંદિરો વચ્ચે બનાવી દીધી દરગાહ, પોલીસે ધ્વસ્ત કરી નાંખેલી મજાર ફરી બનાવી દેવાઈ: નેપાળ સરહદ પર વધતી મુસ્લિમ વસ્તી

    સાતમો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: હનુમાનગઢીની જમીન પર કબજો, ઝારખંડી મંદિર સરોવરમાં તાજિયા: નેપાળ સરહદે વધતી મુસ્લિમ વસ્તીની અસર યુપીના બલરામપુરમાં

    આઠમો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: પુરાતત્વ વિભાગ દ્વારા સંરક્ષિત જગ્યા પર પણ વક્ફની દરગાહ-મજાર: નેપાળ સરહદે વધતી મુસ્લિમ વસ્તી, મુશ્કેલીમાં બૌદ્ધ ધર્મસ્થળ 

    નવમો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: ‘2 મિનારા સાથેની મસ્જિદો સ્થાનિક, 1 મિનારાવાળી અરબી નાણાંની … લગભગ દરેક ગામમાં મદરેસાઓ’ – નેપાળ સરહદના મૌલાના કહે છે કે આ કમિશનની રમત છે

    દસમો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: SB બેઝ કેમ્પ હોય કે રસ્તો, ગામ હોય કે ખેતર…દરેક જગ્યાએ મસ્જિદ-મદ્રેસા અને મજાર: યુપીના બલરામપુરથી નેપાળની ઝરવા બોર્ડર સુધી

    અગિયારમો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: હિંદુ બાળકોના ખતના, મંદિરમાં લગ્ન બાદ લવજેહાદ: નેપાળ સરહદે બલરામપુર જિલ્લામાં વસ્તીના અસંતુલન સાથે વધતા પોક્સો કેસ

    બારમો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: ગામડાઓમાં અરબી-ઉર્દૂ લખેલા નળ, યુએઈના નામની મહોર; નેપાળી મુસ્લિમો ઊંચા દરે ખરીદે છે જમીન

    તેરમો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: નવા બનેલા ઓવરબ્રિજ નીચે મજાર-કર્બલા, રસ્તાના કિનારે મસ્જિદ-મદ્રેસા-દરગાહ: નેપાળના બઢની બોર્ડર હાઈવે પર ‘લીલો રંગ’ હાવી

    ચૌદમો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: ‘4 અને 14ની નીતિ એકપક્ષીય રીતે વસ્તી વધારી રહી છે… એક પણ મુસ્લિમ ન હોય તેવા ગામમાં મસ્જિદ બનાવવાનો પ્રયાસ’, યુપી-નેપાળ બોર્ડરથી ખાસ અહેવાલ

    પંદરમો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: ફારસીમાં ‘ગરીબ નવાઝ સ્કૂલ’નું બોર્ડ, તેના પર ચાંદ-તારા…’ ઘરો અને દુકાનોમાં લહેરાતા ઇસ્લામિક ધ્વજ, રસ્તાની બાજુમાં આવેલી કબરો

    સોળમો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: ’10 કિમીમાં 20 ગામો મુસ્લિમ બહુમતીવાળા, હિંદુઓ દબાઈને તેમના તહેવારો ઉજવે છે’, નેપાળ સરહદના ગામના વડાએ કહ્યું- ગરીબ દેખાતા મુસ્લિમો પાસે પણ અઢળક પૈસા છે

    સત્તરમો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: ‘150 મદરેસા, 200 મસ્જિદો…’ જાણો નેપાળ સરહદથી 15 કિમીની ત્રિજ્યાની સ્થિતિ, સરહદ પરના ગામોની સ્થિતિ જે બની ગયા છે મુસ્લિમ બહુમતીવાળા

    અઢારમો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: યુપી-નેપાળ સરહદે ‘સંયુક્ત આરબ અમીરાત એસોશિએશન’ના નળ, સિદ્ધાર્થનગરનું મુસ્લિમ બહુલ બજાર ડુમરિયાગંજ સપ્લાયર; અગાઉ લાગ્યા હતા ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા

    ઓગણીસમો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: ‘નેપાળથી ગુનેગારને પકડવો એ પાકિસ્તાનથી લાવવા બરાબર છે’; સીમા પર તૈનાત ડીએસપીએ કહ્યું- નેપાળ પોલીસ અમારી જેવી સક્રિયતા બતાવતી નથી

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં