Tuesday, April 23, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટગ્રાઉન્ડ રિપોર્ટ: યુપી-નેપાળ સરહદે ‘સંયુક્ત આરબ અમીરાત એસોશિએશન’ના નળ, સિદ્ધાર્થનગરનું મુસ્લિમ બહુલ...

  ગ્રાઉન્ડ રિપોર્ટ: યુપી-નેપાળ સરહદે ‘સંયુક્ત આરબ અમીરાત એસોશિએશન’ના નળ, સિદ્ધાર્થનગરનું મુસ્લિમ બહુલ બજાર ડુમરિયાગંજ સપ્લાયર; અગાઉ લાગ્યા હતા ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા

  સિદ્ધાર્થગર જિલ્લાનું ડુમરિયાગંજ મુસ્લિમ બહુલ બજાર છે, અહીંથી જ 'સંયુક્ત અરબ અમીરાત એસોશિએશન'ના નળ સપ્લાય થાય છે.

  - Advertisement -

  હાલમાં જ સામે આવેલા કેટલાક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે નેપાળ અને ભારતની સરહદ પર ઝડપથી ડેમોગ્રાફીમાં ફેરફાર થઇ રહ્યો છે. મસ્જિદો-મદ્રેસાઓની સંખ્યા સતત વધી રહી છે. જમીની હકીકતની તપાસ કરવા માટે 20થી 27 ઓગસ્ટ સુધી ઑપઇન્ડિયાની ટીમે ભારત સાથે જોડાયેલા નેપાળના વિસ્તારોની મુલાકાત લીધી હતી. અમે જે કંઈ પણ જોયું તે ક્રમબદ્ધ રીતે આ ગ્રાઉન્ડ રિપોર્ટ દ્વારા તમને જણાવી રહ્યા છીએ. શ્રેણીનો અઢારમો રિપોર્ટ:

  શ્રાવસ્તી અને બલરામપુર જિલ્લામાં મુસ્લિમ વસ્તી સાથે ઈબાદતગાહ પર રિપોર્ટ બાદ અમે નેપાળ સરહદ પાસે સિદ્ધાર્થનગર જિલ્લા તરફ આગળ વધ્યા. અમે સિદ્ધાર્થનગરમાં બલરામપુર જિલ્લાના પચપેડવા માર્ગથી પ્રવેશ કર્યો હતો. 

  સિદ્ધાર્થનગર જિલ્લામાં પણ અમે રસ્તા પર અને બજારોમાં દેખાતી ઈબાદતગાહની સંખ્યા શ્રાવસ્તી અને બલરામપુર જિલ્લા જેવી જ લાગી. આ રિપોર્ટમાં નેપાળ સરહદ સાથે લાગતા સિદ્ધાર્થનગર જિલ્લાના એ રસ્તાઓ અને બજારોની ચર્ચા કરીશું. 

  - Advertisement -

  સિદ્ધાર્થનગરમાં ઘૂસતાં જ ઈબાદતગાહ 

  નેપાળ અને ભારતની સરહદ પર આવેલા બલરામપુર જિલ્લામાં પચપેડવાથી જેવા અમે સિદ્ધાર્થનગરમાં પ્રવેશ્યા, તેવો અમે મલગાહિયા ગામમાં પ્રવેશ કર્યો. આ ગામ નેપાળ બોર્ડર પાસે જ આવેલું છે અને સરહદને અડીને આવેલા રસ્તાની બાજુમાં વસેલું છે. આ ગામથી રસ્તા પરથી જ 2 ઈબાદતગાહ સ્પષ્ટ જોઈ શકાય તેમ છે. બંને સફેદ રંગની છે, જેની મિનારો દૂરથી જોઈ શકાય તેમ છે. સ્થાનિક લોકોએ આ ગામમાં મદ્રેસા પણ ચાલતી હોવાનું જણાવ્યું હતું. 

  માલગાહિયા ગામમાં બે મસ્જિદો

  હજુ અમે માલગાહિયા ગામથી માંડ 2 કિલોમીટર આગળ ચાલ્યા હોઇઓષું ત્યાં જિયાભરી નામનું બજાર દેખાયું હતું. જિયાભરી બજારમાં અમે રસ્તા પરથી થોડા જ અંતરે ઝાડ અને દુકાનો પાછળ એક ઈબાદતગાહ જોઈ હતી. જે પણ સફેદ રંગની હતી. 

  જિયાભરીમાં ઈબાદતગાહ

  બોર્ડર પર ગંદકી અને ‘નો મેન્સ લેન્ડ’માં પાલતૂ બકરીઓ 

  જિયાભરી બાદ વચ્ચે અન્ય પણ ઘણી મજારો અને ઈબાદતગાહ છોડીને અમે નેપાળ સરહદ પર બઢની બજાર પહોંચ્યા. અહીં અમે સરહદ પર કચરા અને ગંદકીઓ ઢગલો જોયો. બોર્ડરના ‘નો મેન્સ લેન્ડ’ વિસ્તારમાં પાલતૂ બકરીઓ ચરી રહી હતી. બોર્ડર પર સિદ્ધાર્થનગર તરફ અમને અહમદ બુટ હાઉસ, મકસૂદ શૂ  સેન્ટર, સલીમ પગરખાંની દુકાન વગેરે જોવા મળ્યું. 

  ‘નો મેન્સ લેન્ડ’માં કચરાનો ઢગલો

  અગાઉની સરકારોમાં લોકો નહતા મનાવી શકતા તહેવારો 

  નેપાળ અને ભારતની બઢની સરહદ પર સિદ્ધાર્થનગર જિલ્લામાં એકશાળા ના બોર્ડ પર લખેલા વેદમંત્રો તરફ અમારું ધ્યાન ગયું. આ ભારતીય સરહદની અંતિમ શાળા છે, જેનું નામ દયાનંદ લઘુ માધ્યમિક વિદ્યાલય છે. અહીં રજા આપવામાં આવી ચૂકી હતી,  જોકે અમને શાળાના આચાર્ય સાથે વાતચીત કરવાની તક મળી હતી. 

  દયાનંદ લઘુ માધ્યમિક વિદ્યાલયની મહિલા આચાર્યે અમને જણાવ્યું હતું કે, અગાઉની સરકારોમાં 12 વાગ્યે દૂર્ગાપૂજાની મૂર્તિ ઉઠાવી લેવાનો આદેશ મળી જતો હતો પરંતુ આ સરકારમાં અહીંના લોકો સુરક્ષા અનુભવી રહ્યા છે. મહિલા આચાર્યે તેઓ દોઢ દાયકાથી એ જ શાળામાં ફરજ બજાવતાં હોવાનું જણાવ્યું હતું. આ જ શાળાનો એક હિસ્સો આર્યકન્યા વિદ્યાલય પણ છે. 

  દયાનંદ અને આર્યકન્યા સ્કુલ

  ક્યારેક સરહદ પર હતી દયાનંદ વિદ્યાલયની સૌથી વધુ જમીન 

  બોર્ડર પર સ્થિત દયાનંદ વિદ્યાલયની સરહદ પાસે ‘જય મા અન્નપૂર્ણા ગિરી ગેસ ચૂલા રિપેર’ નામથી દુકાન ચલાવતા વૃદ્ધ વ્યક્તિએ અમને જણાવ્યું હતું કે, એક સમયે બઢની સરહદ પર સૌથી વધુ જમીન આ દયાનંદ સ્કુલના આચાર્ય તિવારીજીની હતી. તેમણે આગળ જણાવ્યું હતું કે, ધીમે-ધીમે અનેક લોકોએ તેમની જમીન ખરીદી લીધી હતી અને હવે તિવારીજીની માત્ર એક જ શાળા બચી છે. 

  બોર્ડર પર હાજર દુકાનદાર

  બઢનીમાં જથ્થાબંધ ભાવે મળે છે નકાબ 

  સિદ્ધાર્થનગરમાં બઢની બજારમાં અમને એક ખાસ વાત જોવા મળી એ હતી નકાબ સેન્ટર. અમે બઢની રેલવે સ્ટેશન પર થોડા જ અંતરે દુકાન જોઈ, જેનું નામ ‘ઉમર નકાબ સેન્ટર’ છે. આ દુકાનના બોર્ડ પર હિજાબ અને બુરખા પહેરેલી મહિલાઓનું ચિત્ર પણ દર્શાવવામાં આવ્યું છે. 

  ‘ઉમર નકાબ સેન્ટર’ના બોર્ડની ઉપર અરબી ભાષામાં કંઈક લખેલું જોવા મળ્યું. આજગ્યા એ ઈરાની ચાદર પણ બનાવવામાં આવે છે. અહીંથી નકાબ ખરીદીને લઇ જતા એક વ્યક્તિએ અમને જણાવ્યું હતું કે અહીં હિજાબનું વેચાણ સારું એવું થાય છે. 

  ઉમર નકાબ સેન્ટર

  ઉલ્લેખનીય છે કે આ સિદ્ધાર્થનગર જિલ્લામાં ડુમરિયાગંજ નામનું બજાર પણ છે, જ્યાં ગત વિધાનસભા ચૂંટણી બાદ સપાની મહિલા મુસ્લિમ ઉમેદવાર સૈયદા ખાતૂનના સમર્થનમાં વાંધાજનક સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ કેસમાં પોલીસે નવા ચૂંટાયેલાં મહિલા ધારાસભ્ય અને તેમના ઘણા સમર્થકો વિરુદ્ધ એફઆઈઆર પણ નોંધી હતી. ડુમરિયાગંજ માર્કેટ પણ મુસ્લિમોનું પ્રભુત્વ ધરાવતું માનવામાં આવે છે.

  નેપાળ સરહદ પર વધતી મુસ્લિમ વસ્તી અને વધી રહેલી મસ્જિદ-મદ્રેસાઓની સિરીઝમાં અમે અગાઉ સિદ્ધાર્થનગર જિલ્લાના ડુમરિયાગંજ પર પણ એક અહેવાલ કર્યો છે. ડુમરિયાગંજ જ એ સ્થળ છે જ્યાં ‘ખૈર ટેકનિકલ સોસાયટી’ દ્વારા ભારત-નેપાળ બોર્ડર પર ઉર્દૂ અને અરબી નેમપ્લેટ સાથેના નળ લગાવવામાં આવ્યા છે. આ નળ પર ‘યુનાઈટેડ આરબ અમીરાત એસોસિએશન’ અરબી ભાષામાં અને ‘ખૈર ટેકનિકલ સોસાયટી ઈન્ડિયા’ અંગ્રેજીમાં જોવા મળ્યું હતું. સ્થાનિક લોકોએ આ અહેવાલમાં જણાવ્યું હતું કે આ નળ ‘ઝકાત’ના પૈસાથી લગાવવામાં આવ્યા હતા.

  સરહદ પાસે સેંકડો મસ્જિદો-મદ્રેસાઓ

  ઑપઇન્ડિયાએ સિદ્ધાર્થનગર જિલ્લામાં નેપાળ બોર્ડર પર આવેલી મસ્જિદો અને મદરેસાઓ વિશે પણ માહિતી એકત્રિત કરી હતી. અમારા દ્વારા એકત્રિત કરવામાં આવેલી માહિતી અનુસાર નેપાળ બોર્ડરથી 15 કિલોમીટર દૂર સિદ્ધાર્થનગરમાં લગભગ 260 મસ્જિદો, 175 મદરેસા અને આવી 20 મસ્જિદો છે, જેમાં સાથે મદરેસા પણ ચાલે છે.

  સિદ્ધાર્થનગર જિલ્લામાં મઝારોની ગણતરી આ ઈબાદતગાહ કરતાં અલગ છે. જોકે, આ આંકડા નેપાળ સાથેની સિદ્ધાર્થનગરની સમગ્ર સરહદ માટેના નથી. સ્થાનિક લોકોએ કેમેરાની સામે ન આવવાની શરતે અમને જણાવ્યું હતું કે મસ્જિદો અને મદરેસાઓની અંદાજિત સંખ્યા તેનાથી પણ વધુ છે.

  નેપાળ બોર્ડર વિશે પહેલો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: ક્યારેક હતું હિંદુઓનું ગામ, હવે સ્વસ્તિક ચિહ્નવાળાં ઘરો પર 786નું નિશાન: સરહદપાર પણ ડેમોગ્રાફીમાં બદલાવ, નેપાળમાં ઘૂસતાં જ મસ્જિદ, મદ્રેસા અને ઇસ્લામ 

  બીજો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: ઘરો, મસ્જિદ-મદરેસાઓ પર ચાંદ-તારા સાથે લીલો ઝંડો, ધંધા-રોજગારમાં પણ દખલ: મુસ્લિમ વસ્તી વધારામાં સાથે જ નેપાળના કપિલવસ્તુના ‘કૃષ્ણ નગર’ પર ઈસ્લામિક રંગ ચડ્યો

  ત્રીજો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: નેપાળમાં લવ જેહાદ: વધતી મુસ્લિમ વસ્તી અને નેપાળી યુવતીઓ સાથે નિકાહના ખેલનું ‘દિલ્હી કનેક્શન’, તસ્કર ગેંગ ભારતીય સરહદ પર જોખમરૂપ 

  ચોથો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: બૌદ્ધ આસ્થાનું કેન્દ્ર હોય કે પંચાયતનું તળાવ… બધે જ મઝારો, શ્રાવસ્તીમાં ઘરોની છત પર લહેરાતા ઈસ્લામિક ધ્વજ

  પાંચમો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: મહારાણા પ્રતાપ સાથે લડેલ થારુ આદિવાસી લોકોનું પ્રભુત્વ ધરાવતા ગામમાં 3 મસ્જિદો, 1 મદરેસા: આ ભારત-નેપાળ સરહદ પર મુસ્લિમ વસ્તીની આ છે ‘પેટર્ન’

  છઠ્ઠો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: બૌદ્ધ-જૈન મંદિરો વચ્ચે બનાવી દીધી દરગાહ, પોલીસે ધ્વસ્ત કરી નાંખેલી મજાર ફરી બનાવી દેવાઈ: નેપાળ સરહદ પર વધતી મુસ્લિમ વસ્તી

  સાતમો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: હનુમાનગઢીની જમીન પર કબજો, ઝારખંડી મંદિર સરોવરમાં તાજિયા: નેપાળ સરહદે વધતી મુસ્લિમ વસ્તીની અસર યુપીના બલરામપુરમાં

  આઠમો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: પુરાતત્વ વિભાગ દ્વારા સંરક્ષિત જગ્યા પર પણ વક્ફની દરગાહ-મજાર: નેપાળ સરહદે વધતી મુસ્લિમ વસ્તી, મુશ્કેલીમાં બૌદ્ધ ધર્મસ્થળ 

  નવમો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: ‘2 મિનારા સાથેની મસ્જિદો સ્થાનિક, 1 મિનારાવાળી અરબી નાણાંની … લગભગ દરેક ગામમાં મદરેસાઓ’ – નેપાળ સરહદના મૌલાના કહે છે કે આ કમિશનની રમત છે

  દસમો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: SB બેઝ કેમ્પ હોય કે રસ્તો, ગામ હોય કે ખેતર…દરેક જગ્યાએ મસ્જિદ-મદ્રેસા અને મજાર: યુપીના બલરામપુરથી નેપાળની ઝરવા બોર્ડર સુધી

  અગિયારમો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: હિંદુ બાળકોના ખતના, મંદિરમાં લગ્ન બાદ લવજેહાદ: નેપાળ સરહદે બલરામપુર જિલ્લામાં વસ્તીના અસંતુલન સાથે વધતા પોક્સો કેસ

  બારમો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: ગામડાઓમાં અરબી-ઉર્દૂ લખેલા નળ, યુએઈના નામની મહોર; નેપાળી મુસ્લિમો ઊંચા દરે ખરીદે છે જમીન

  તેરમો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: નવા બનેલા ઓવરબ્રિજ નીચે મજાર-કર્બલા, રસ્તાના કિનારે મસ્જિદ-મદ્રેસા-દરગાહ: નેપાળના બઢની બોર્ડર હાઈવે પર ‘લીલો રંગ’ હાવી

  ચૌદમો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: ‘4 અને 14ની નીતિ એકપક્ષીય રીતે વસ્તી વધારી રહી છે… એક પણ મુસ્લિમ ન હોય તેવા ગામમાં મસ્જિદ બનાવવાનો પ્રયાસ’, યુપી-નેપાળ બોર્ડરથી ખાસ અહેવાલ

  પંદરમો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: ફારસીમાં ‘ગરીબ નવાઝ સ્કૂલ’નું બોર્ડ, તેના પર ચાંદ-તારા…’ ઘરો અને દુકાનોમાં લહેરાતા ઇસ્લામિક ધ્વજ, રસ્તાની બાજુમાં આવેલી કબરો

  સોળમો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: ’10 કિમીમાં 20 ગામો મુસ્લિમ બહુમતીવાળા, હિંદુઓ દબાઈને તેમના તહેવારો ઉજવે છે’, નેપાળ સરહદના ગામના વડાએ કહ્યું- ગરીબ દેખાતા મુસ્લિમો પાસે પણ અઢળક પૈસા છે

  સત્તરમો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: ‘150 મદરેસા, 200 મસ્જિદો…’ જાણો નેપાળ સરહદથી 15 કિમીની ત્રિજ્યાની સ્થિતિ, સરહદ પરના ગામોની સ્થિતિ જે બની ગયા છે મુસ્લિમ બહુમતીવાળા

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં