Wednesday, November 13, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગ્રાઉન્ડ રિપોર્ટ: નવા બનેલા ઓવરબ્રિજ નીચે મજાર-કર્બલા, રસ્તાના કિનારે મસ્જિદ-મદ્રેસા-દરગાહ: નેપાળના બઢની...

    ગ્રાઉન્ડ રિપોર્ટ: નવા બનેલા ઓવરબ્રિજ નીચે મજાર-કર્બલા, રસ્તાના કિનારે મસ્જિદ-મદ્રેસા-દરગાહ: નેપાળના બઢની બોર્ડર હાઈવે પર ‘લીલો રંગ’ હાવી

    ભારત-નેપાળ સરહદ પરનાં ગામોમાં અનેક જગ્યાએ દરગાહ, મસ્જિદ, મજારો વગેરે મળવાનો સિલસિલો બઢની હાઇવે વિસ્તારમાં પણ ચાલુ રહ્યો.

    - Advertisement -

    હાલમાં જ સામે આવેલા કેટલાક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે નેપાળ અને ભારતની સરહદ પર ઝડપથી ડેમોગ્રાફીમાં ફેરફાર થઇ રહ્યો છે. ઈબાદતગાહ અને મદ્રેસાઓની સંખ્યા સતત વધી રહી છે. જમીની હકીકતની તપાસ કરવા માટે 20થી 27 ઓગસ્ટ સુધી ઑપઇન્ડિયાની ટીમે ભારત સાથે જોડાયેલા નેપાળના વિસ્તારોની મુલાકાત લીધી હતી. અમે જે કંઈ પણ જોયું તે ક્રમબદ્ધ રીતે તમને જણાવી રહ્યા છીએ. આ કડીનો દસમો રિપોર્ટ:

    ગત રિપોર્ટમાં અમે બલરામપુર જિલ્લા મુખ્યમથકથી નેપાળ ઝરવા બોર્ડર પર જતા રસ્તે દેખાતી ઈબાદતગાહ વિશે જણાવ્યું હતું. ત્યારે અમે જણાવ્યું હતું કે કેવી રીતે લગભગ 50 કિલોમીટર લાંબી સડક મસ્જિદો, મજારો અને ઈબાદતગાહો વડે ઘેરાયેલી છે. જે બાદ અમે બલરામપુર જિલ્લા મુખ્યમથકના સીમાવર્તી તુલસીપુર બજારથી નેપાળના સૌથી વ્યસ્ત સરહદી વિસ્તારોમાંથી એક બઢની સરહદ તરફ આગળ વધવાનો નિર્ણય કર્યો. આ રસ્તો પણ લગભગ સાંઠેક કિલોમીટર લાંબો છે.  

    હાઈ-વે પર મજાર અને મદ્રેસાઓ 

    - Advertisement -

    નેપાળ બઢની બોર્ડર તરફ તુલસીપુર બજારથી મુખ્યમાર્ગ તરફ આગળ વધતાં જ અમને એક ઈબાદતગાહ જોવા મળી. તેને લીલા રંગે રંગવામાં આવી હતી અને આસપાસ સન્નાટો હતો. ઈબાદતગાહમાં એક મિનાર હતો અને આસપાસ પાકું બાંધકામ કરવામાં આવ્યું હતું. તે હાઇવેથી પચાસેક મીટર દૂર સ્થિત હતી. 

    હાઇવેની બરાબર બાજુમાં ઈબાદતગાહ

    આ મજારથી અડધોક કિલોમીટર આગળ વધતાં જ રસ્તાની ડાબી તરફ મદ્રેસાનું એક બોર્ડ જોવા મળ્યું. આ બોર્ડ ઉપર ‘મદ્રેસા અરબિયા અહલે સુન્નત કાદરિયા’ લખવામાં આવ્યું હતું. બોર્ડ અનુસાર મદ્રેસા ગામ પુરુષોત્તમપુરમાં જ બની હતી, જેને પ્રાથમિક સ્તર પર માન્યતા મળી હોવાનું જણાવવામાં આવ્યું. બોર્ડ અનુસાર, આ મદ્રેસા વર્ષ 2001થી ચાલે છે, અને જેનું સંચાલન મૌલાના નસરુદ્દીન કાદરી કરી રહ્યા છે. 

    મદ્રેસા અરબિયા અહલે સુન્નત કાદરિયા

    આ મદ્રેસાથી વધુમાં વધુ 2 કિલોમીટર આગળ વધતાં અમને ભરબજારમાં બનેલી 1 મિનારવાલી મસ્જિદ જોવા મળી. મસ્જિદની બહાર એક લાઈનમાં દુકાનો બની હતી. અહીં ગત રિપોર્ટનો ઉલ્લેખ જરૂરી છે, જેમાં એક મૌલવીએ અમને સિંગલ મિનારવાળી મસ્જિદ સાઉદી અરબના સહયોગથી બનાવવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું હતું. 

    1 મિનારવાળી મસ્જિદ

    આ જ મુખ્ય હાઇવે પર બઢની તરફ આગળ વધ્યા બાદ અમને ડાબી તરફ એક મદ્રેસા જોવા મળી. આ મદ્રેસાનું નામ ‘દારુલ ઉલુમ હબીબ ફૈઝાન તાજ્જુશારીયા’ છે. અહીં પાણીની ટાંકી વગેરે સ્પષ્ટ જોઈ શકાય છે. આ મદ્રેસા મટેહના નામની જગ્યા પર બની છે. 

    મદ્રેસા દારૂલ ઉલુમ હબીબા

    મટેહના બાદ મુખ્ય હાઈવર ઉપર કેવલપુર બજાર પડે છે. અહીં માર્ગથી એકદમ અડીને આવેલ એક દરગાહ જોવા મળી. દરગાહ પર કેટલાક લોકોની ભીડ પણ જોવા મળી. જેમાં પ્રવેશદ્વાર પર અરબી ભાષામાં કંઈક લખેલું જોવા મળ્યું હતું. 

    કેવલપુરમાં રસ્તાને અડીને આવેલ દરગાહ

    આ મજારથી મહત્તમ 100 મીટર આગળ વધ્યા બાદ કેવલપુરમાં જ એક મસ્જિદ જોવા મળી, જે રસ્તા પરથી લગભગ 200 મીટર અંદર બની છે. આ મસ્જિદ બે મિનારવાળી છે. 

    કેવલપુરની 2 મિનારાવાળી મસ્જિદ

    આ મસ્જિદથી મહત્તમ 100 મીટર આગળ વધવા પર અમને એક મદ્રેસાનો ગેટ જોવા મળ્યો. જે મુખ્ય માર્ગ પર સ્થિત હતો, જે કનેક્ટિંગ માર્ગ પર લઇ જાય છે. બોર્ડ પર તેનું નામ ‘મદ્રેસા દારુલ ઉલુમ સદયેહક નઈમિયાં’ લખવામાં આવ્યું હતું. આ ગામનું નામ રાજબાગ હતું, જે સરહદી વિસ્તાર ગેંસડી વિસ્તારમાં આવે છે. 

    મદ્રેસા દારૂલ ઉલુમ સદયેહક નઈમિયાં

    અમે માંડ 1 કિલોમીટર આગળ ન ચાલ્યા હોઈએ ત્યાં મુખ્ય માર્ગની બાજુમાં એક વધુ મદ્રેસા જોવા મળી. આ મદ્રેસાનું નામ ‘મદ્રેસા ખદીજાતુલ કુબલિયત બનાત’ છે. સફેદ રંગમાં રંગાયેલી આ મદ્રેસાની બાઉન્ડ્રી ચારેબાજુથી ઘેરાયેલી છે. 

    મદ્રેસા ખદીજાતુલ

    બઢની તરફ જઈ રહેલા રસ્તે અમે મદ્રેસાથી લગભગ ત્રણેક કિલોમીટર આગળ વધ્યા ત્યાં ફાતિમા ડિગ્રી કોલેજ જતા રસ્તા ઉપર ગેંસડી ક્ષેત્રમાં વધુ એક મદ્રેસા જોવા મળી. તે પણ રસ્તાના કિનારે જ આવેલી છે. જેનું નામ મદ્રેસા મૈકુલિયા જોહરા’ છે. જેમાં કેટલાક મૌલવી જેવા દેખાતા લોકો ભણાવતા અને બાળકો ભણતાં જોવા મળ્યાં હતાં. મદ્રેસાની આગળ એક સરકારી હેન્ડપંપ પણ જોવા મળ્યો. 

    મદ્રેસા મૈકુલિયા જોહરા

    ગેંસડી વિસ્તાર પાર કરતાં જ જેવા અમે પચપેડવા બજારમાં પહોંચ્યા તેવી જ અમને એક મોટી મસ્જિદ જોવા મળી. મસ્જિદ રસ્તાની બાજુમાં મુખ્ય બજારની બરાબર વચ્ચે બની છે. અહીંથી એક વધુ નાનો રસ્તો નેપાળ તરફ જાય છે અને આ બજારથી નેપાળ સરહદની પેલી તરફના પહાડ સ્પષ્ટ દેખાય છે. આ મસ્જિદ પણ બે મિનારાવાળી હતી. 

    સ્થાનિક નિવાસી એસ.કે મિશ્રાએ અમને જણાવ્યું કે રસ્તા પર જેટલી ઈબાદતગાહ કે મદ્રેસાઓ જોવા મળી રહી છે તેનાથી અનેકગણી વધુ ગામોમાં અંદર બનાવવામાં આવી છે. મિશ્રાએ પચપેડવાની મસ્જિદને વિસ્તારની મુખ્ય ઈબાદતગાહ ગણાવી હતી. 

    પચપેડવાની મસ્જિદ

    જેવું અમને પચપેડવા બજાર પાર કર્યું અને બઢની બોર્ડર તરફ આગળ વધ્યા તેવી જુડીકુઈયાં નામના ચોક પર વધુ એક મસ્જિદ જોવા મળી. ત્યાં સુધી અમે મહત્તમ 1 કિલોમીટર આગળ વધ્યા હતા. આ મસ્જિદ પણ રસ્તાની બાજુમાં સફેદ રંગમાં બની છે. મસ્જિદની આગળ જ એક પંચરની દુકાન છે. 

    જુડીકુઈયાં બજારમાં મસ્જિદ

    દરેક ગામમાં ઈબાદતગાહ 

    નેપાળ સરહદ નજીક જુડીકુઇયાં નામની ચોકથી અમે જેવા બે કિલોમીટર આગળ વધ્યા તેવી રસ્તાથી થોડા જ અંતરે આવેલી એક વધુ ઈબાદતગાહ જોવા મળી હતી. 2 મિનારાવાળી મસ્જિદ ગામ શંકરપુર કલાંમાં સ્થિત છે. 

    ગામ શંકરપુર કલાંમાં મસ્જિદ

    શંકરપૂર કલાં ગામમાં મહત્તમ 1 કિલોમીટર જ આગળ વધ્યા હશે ત્યાં વિષ્ણુપુર ગામમાં એક વધુ મસ્જિદ જોવા મળી. આ મસ્જિદ રસ્તા અને રેલવે લાઈનની બરાબર બાજુમાં બની છે. આ રેલવે લાઈન દિલ્હીથી નેપાળ સરહદે આવેવેલ બઢની રેલવે સ્ટેશનને જોડે છે. તે પણ 2 મિનારાવાળી મસ્જિદ છે. 

    વિષ્ણુપુર ગામમાં રેલવે લાઈનની બાજુમાં બનેલી મસ્જિદ

    લગભગ તમામ બજાર અને ગામ નેપાળની સરહદને અડીને આવેલાં છે. આ તમામ સ્થળોએથી માંડ 10 કિલોમીટરમાં જ નેપાળની સરહદ શરૂ થઇ જાય છે. હાલ વિષ્ણુપુરથી નીકળ્યા બાદ અમે નારાયણપુર ગામ પહોંચ્યા હતા. આ ગામમાં પણ અમને રસ્તા પર જ મસ્જિદ જોવા મળી. નારાયણપુરની સૌથી ખાસ વાત એ રહી કે અહીં સિંગલ મિનાર અને ડબલ મિનારવાળી મસ્જિદ બાજુ-બાજુમાં બની હતી. 

    ગામ નારાયણપુરની ઈબાદતગાહો

    નારાયણપુરથી થોડા જ અંતરે ચાલ્યા બાદ લક્ષ્મીનગર પોલીસ ચોકી જોવા મળી, જે બલરામપુર જિલ્લાના પચપેડવા પોલીસ મથક હેઠળ આવે છે. આ પોલીસ ચોકીની બરાબર બાજુમાં એક મદ્રેસા બની છે. આ મદ્રેસાનું નામ ‘ફજલ રહમાનિયા.’ આ મદ્રેસાની પણ પાકી બાઉન્ડ્રી બની છે.

    ફઝલ રહમાનિયા

    આ મદ્રેસાથી મહત્તમ 2 થી 3 મિનિટ અમે કાર તરફ આગળ વધ્યા હોઈશું ત્યાં ડાબી તરફ એક મોટી મસ્જિદ જોવા મળી. આ મસ્જિદ એક મિનારવાળી હતી, જેની આસપાસ ઇસ્લામી ઝંડા લાગેલા જોવા મળ્યા હતા. 

    લક્ષ્મીનગરની આગળ મસ્જિદ

    નવા બનેલા ઓવરબ્રિજ અને પુલો નીચે મજારો 

    આ યાત્રા દરમિયાન એક ખાસ વાત એ ધ્યાને આવી કે થોડા સમય પહેલાં જ બઢનીથી બલરામપુરને જોડતા હાઇવે પર નવા બનેલા ઓવરબ્રિજ નીચે મજારો અને કર્બલાનું નિર્માણ થયું છે. નિર્માણ અને રંગરોગાન જોતાં આ તમામ નવા દેખાય. જોકે, તેના વિશે આસપાસ રહેતો કોઈ વ્યક્તિ બોલવા માટે તૈયાર ન હતો. 

    બઢની તરફ જતા હાઇવે ઉપર ગામ બિશનપુર ટનટનવાની બરાબર સામે રસ્તા પર ઓવરબ્રિજ બન્યો છે. આ ઓવરબ્રિજથી આસપાસ નજર કરી તો જાણવા મળ્યું કે લગભગ અડધા કિલોમીટર દૂર ગામમાં લીલા રંગની એક ઈબાદતગાહ જોવા મળી હતી. 

    ઓવરબ્રિજથી થોડે જ અંતરે ઈબાદતગાહ

    જયારે અમે આસપાસ નજર દોડાવી તો અમને એક વધુ ઈબાદતગાહ પહેલી ઈબાદતગાહથી થોડા જ અંતરે જોવા મળી હતી. બંનેનું અંતર હાઈવર પર બનેલા ઓવરબ્રિજથી લગભગ એક સમાન છે. બીજી ઈબાદતગાહ 2 મિનારાવાળી મસ્જિદ છે. નેપાળ બોર્ડર નજીક બિશુનપુર ટનટનવા ગામના સ્થાનિક નિવાસીઓએ અમને એ ગામમાં મદ્રેસા હોવાની પણ જાણકારી આપી હતી. 

    બિશુનપૂર ટનટનવા ગામમાં બનેલી મસ્જિદ

    પચપેડવા પોલીસમથક વિસ્તારમાં ઘૂસતાં જ અમને પુલ પાસે એક નવી મજાર બનેલી જોવા મળી. જે બંજરિયા નામના ગામની નજીક આવેલી છે. રસ્તા પર બનેલા પુલથી મજારનું અંતર મહત્તમ 100 મીટર હતું. આસપાસ સન્નાટો હતો અને કોઈ વસ્તી જોવા મળી ન હતી. મજાર ઉપર ઇસ્લામી ઝંડા લાગેલા જોવા મળ્યા હતા. મજારને ઘેરીને એક લાંબો ચબૂતરો બનાવી દેવામાં આવ્યો હતો. મજારની પાસે એક તળાવ પણ આવેલું છે. જ્યાં અમને કોહંડૌરા ગામના અરબાઝ મળ્યા પરંતુ તેઓ મજાર વિશેનો ઇતિહાસ જણાવી શક્યા ન હતા. 

    પુલ પાસે બનેલી બજાર

    ગેંસડી બજાર જેવું અમે પાર કર્યું તેવો હાઇવે પર એક ઓવરબ્રિજ દેખાયો હતો. જેની બરાબર નીચે એક નવનિર્મિત મજાર દેખાઈ. કેટલાક લોકો તે કર્બલા હોવાનું જણાવી રહ્યા હતા. આ મજારનું ઓવરબ્રિજથી અંતર લગભગ એટલું જ હતું, જેટલું પચપેડવાની મજારતું અંતર રસ્તા પર બનેલા પુલથી હતું. આ મજારનો રંગ અને સાઈઝ પણ પાછલી મજાર જેવા જ હતા. જેની ઉપર પણ ઇસ્લામી ઝંડા લહેરાઈ રહ્યા હતા. આ મજારની બાજુમાં એક નદી પણ વહે છે. 

    ગેંસડી ઓવરબ્રિજની નીચે બનેલી મજાર

    તુલસીપુરથી ગેંસડી બાજર વચ્ચે હાઇવે પર બનેલા વધુ એક ઓવરબ્રિજ નીચે અમને વધુ એક મજાર જોવા મળી હતી. જ્યાંથી ગેંસડી લગભગ 5 કિલોમીટર દૂર છે. આ મજારનો રંગ પણ પહેલાં જેવી મજારો જેવો જ હતો. મજારની આસપાસ લીલા રંગના ઝંડા જોવા મળ્યા હતા. જોકે, સ્થાનિકો તેના વિશે વધુ જાણકારી આપી શક્યા ન હતા. 

    તુલસીપુર-ગેંસડી ઓવરબ્રિજની નીચે બનેલી મજાર

    મજારો અને ઈબાદતગાહ મળવાનો સિલસિલો નેપાળ નજીક બઢની બોર્ડર સુધી ચાલુ રહ્યો હતો. પચપેડવા બોર્ડર બાદ બલરામપુર જિલ્લો સમાપ્ત થઇ ગયો અને ઉત્તરપ્રદશનો જ સિદ્ધાર્થનગર જિલ્લો શરૂ થઇ ગયો હતો. આ જિલ્લામાં અમે જે કંઈ પણ જોયું તે આગામી રિપોર્ટમાં જણાવીશું. 

    નેપાળ બોર્ડર વિશે પહેલો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: ક્યારેક હતું હિંદુઓનું ગામ, હવે સ્વસ્તિક ચિહ્નવાળાં ઘરો પર 786નું નિશાન: સરહદપાર પણ ડેમોગ્રાફીમાં બદલાવ, નેપાળમાં ઘૂસતાં જ મસ્જિદ, મદ્રેસા અને ઇસ્લામ 

    બીજો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: ઘરો, મસ્જિદ-મદરેસાઓ પર ચાંદ-તારા સાથે લીલો ઝંડો, ધંધા-રોજગારમાં પણ દખલ: મુસ્લિમ વસ્તી વધારામાં સાથે જ નેપાળના કપિલવસ્તુના ‘કૃષ્ણ નગર’ પર ઈસ્લામિક રંગ ચડ્યો

    ત્રીજો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: નેપાળમાં લવ જેહાદ: વધતી મુસ્લિમ વસ્તી અને નેપાળી યુવતીઓ સાથે નિકાહના ખેલનું ‘દિલ્હી કનેક્શન’, તસ્કર ગેંગ ભારતીય સરહદ પર જોખમરૂપ 

    ચોથો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: બૌદ્ધ આસ્થાનું કેન્દ્ર હોય કે પંચાયતનું તળાવ… બધે જ મઝારો, શ્રાવસ્તીમાં ઘરોની છત પર લહેરાતા ઈસ્લામિક ધ્વજ

    પાંચમો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: મહારાણા પ્રતાપ સાથે લડેલ થારુ આદિવાસી લોકોનું પ્રભુત્વ ધરાવતા ગામમાં 3 મસ્જિદો, 1 મદરેસા: આ ભારત-નેપાળ સરહદ પર મુસ્લિમ વસ્તીની આ છે ‘પેટર્ન’

    છઠ્ઠો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: બૌદ્ધ-જૈન મંદિરો વચ્ચે બનાવી દીધી દરગાહ, પોલીસે ધ્વસ્ત કરી નાંખેલી મજાર ફરી બનાવી દેવાઈ: નેપાળ સરહદ પર વધતી મુસ્લિમ વસ્તી

    સાતમો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: હનુમાનગઢીની જમીન પર કબજો, ઝારખંડી મંદિર સરોવરમાં તાજિયા: નેપાળ સરહદે વધતી મુસ્લિમ વસ્તીની અસર યુપીના બલરામપુરમાં

    આઠમો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: પુરાતત્વ વિભાગ દ્વારા સંરક્ષિત જગ્યા પર પણ વક્ફની દરગાહ-મજાર: નેપાળ સરહદે વધતી મુસ્લિમ વસ્તી, મુશ્કેલીમાં બૌદ્ધ ધર્મસ્થળ 

    નવમો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: ‘2 મિનારા સાથેની મસ્જિદો સ્થાનિક, 1 મિનારાવાળી અરબી નાણાંની … લગભગ દરેક ગામમાં મદરેસાઓ’ – નેપાળ સરહદના મૌલાના કહે છે કે આ કમિશનની રમત છે

    દસમો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: SB બેઝ કેમ્પ હોય કે રસ્તો, ગામ હોય કે ખેતર…દરેક જગ્યાએ મસ્જિદ-મદ્રેસા અને મજાર: યુપીના બલરામપુરથી નેપાળની ઝરવા બોર્ડર સુધી

    અગિયારમો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: હિંદુ બાળકોના ખતના, મંદિરમાં લગ્ન બાદ લવજેહાદ: નેપાળ સરહદે બલરામપુર જિલ્લામાં વસ્તીના અસંતુલન સાથે વધતા પોક્સો કેસ

    બારમો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: ગામડાઓમાં અરબી-ઉર્દૂ લખેલા નળ, યુએઈના નામની મહોર; નેપાળી મુસ્લિમો ઊંચા દરે ખરીદે છે જમીન

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં