Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગ્રાઉન્ડ રિપોર્ટ: SB બેઝ કેમ્પ હોય કે રસ્તો, ગામ હોય કે ખેતર…દરેક...

    ગ્રાઉન્ડ રિપોર્ટ: SB બેઝ કેમ્પ હોય કે રસ્તો, ગામ હોય કે ખેતર…દરેક જગ્યાએ મસ્જિદ-મદ્રેસા અને મજાર: યુપીના બલરામપુરથી નેપાળની ઝરવા બોર્ડર સુધી

    લોકોનાં ઘરો ભલે તૂટેલી-ફૂટેલી હાલતમાં હોય, પરંતુ ઈબાદતગાહો ચમકતી જોવા મળી. અનેક જગ્યાએ ગામમાં વચ્ચે પણ મસ્જિદો.

    - Advertisement -

    હાલમાં જ સામે આવેલા કેટલાક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે નેપાળ અને ભારતની સરહદ પર ઝડપથી ડેમોગ્રાફીમાં ફેરફાર થઇ રહ્યો છે. મસ્જિદો અને દ્રેસાઓની સંખ્યા સતત વધી રહી છે. જમીની હકીકતની તપાસ કરવા માટે 20થી 27 ઓગસ્ટ સુધી ઑપઇન્ડિયાની ટીમે ભારત સાથે જોડાયેલા નેપાળના વિસ્તારોની મુલાકાત લીધી હતી. અમે જે કંઈ પણ જોયું તે ક્રમબદ્ધ રીતે તમને જણાવી રહ્યા છીએ. આ કડીનો દસમો રિપોર્ટ:

    નેપાળ નજીક બલરામપુર જિલ્લાના સરહદી ક્ષેત્રોમાં મસ્જિદો-મદ્રેસાઓ અને મજારોમાં વધારા અંગેની જમીની હકીકત જાણવા માટે અમે આ વિસ્તારોની પણ મુલાકાત લીધી હતી. બલરામપુર જિલ્લાના શહેરી વિસ્તારોમાં વધતી મુસ્લિમ વસ્તી અને તે સબંધિત સમસ્યાઓ દર્શાવતો રિપોર્ટ તમે અહીં ક્લિક કરીને વાંચી શકશો. 

    સરહદી વિસ્તારોમાં રિપોર્ટિંગ દરમિયાન અમે બલરામપુર જિલ્લામાં નેપાળ સરહદના સૌથી અંતિમ અને મોટા માર્કેટ તુલસીપુરને કેન્દ્ર બનાવ્યું. અહીંથી જ અમે બઢની બોર્ડર, ઝરવા બોર્ડર રોડ ઉપરાંત શ્રાવસ્તી રોડ પરની ઇબાદતગાહો અંગે જાણકારી મેળવી હતી. 

    - Advertisement -

    SSB બેસ કેમ્પથી 1 કિલોમીટર દૂર મસ્જિદ 

    નેપાળ સરહદની રક્ષા કરતી SSBની બેઝ કેમ્પ ઓફિસ બલરામપુરથી જેવા અમે તુલસીપુરની દિશામાં સરહદ તરફ આગળ વધ્યા તેવી જ મુખ્ય માર્ગ પર અમને એક મોટી મસ્જિદ જોવા મળી. ખાસ વાત એ છે કે આ મસ્જિદ SSB કેમ્પ અને પોલીસ સ્ટેશન વચ્ચે બની છે. આ મસ્જિદની આસપાસ ન્યાયાલય જેવાં મહત્વપૂર્ણ સંસ્થાન પણ સ્થિત છે. 

    SSB કેમ્પ પાસે બનેલ મસ્જિદ

    શિવાનગર વિસ્તારમાં 2 મસ્જિદો પાસપાસે 

    જેવા અમે તુલસીપુર તરફ આગળ વધ્યા તેવી બલરામપુર શહેરથી લગભગ 5 કિલોમીટર બાદ શિવ નગર વિસ્તારમાં અમને બે મસ્જિદો પાસપાસે જ જોવા મળી હતી. રસ્તા પરથી બંને મસ્જિદોનું અંતર ક્રમશઃ અડધો અને એક કિલોમીટર જેટલું હતું. જેમાંથી એક તો ખેતરો વચ્ચે નવી બનેલી જોવા મળી હતી. અહીં એ વાત પણ નોંધવા જેવી છે કે આ જ રસ્તો બઢની અને ઝરવા જેવી આંતરરાષ્ટ્રીય સરહદોને ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌ સાથે જોડે છે. 

    શિવનગર વિસ્તારમાં ખેતરમાં બનેલી મસ્જિદ

    આ મસ્જિદથી થોડા જ મીટરના અંતરે બીજી મસ્જિદ પણ સ્પષ્ટ દેખાય છે. 

    પહેલી મસ્જિદ સિંગલ, બીજી ડબલ મિનારા સાથે

    રસ્તાને અડીને આવેલ મજાર 

    આ જ રસ્તા પર થોડા આગળ વધ્યા બાદ અમને એક મજાર દેખાઈ. મજારની આસપાસ રસ્તા પર કેટલીક ગાયો પણ જોવા મળી. મજારની સ્થિતિ જોઈને લાગ્યું કે રંગરોગાન તાજેતરમાં જ થયું હોવું જોઈએ. જોકે, આસપાસ કોઈ પણ આ મજારના ઇતિહાસ વિશે જણાવી શક્યું ન હતું. 

    રસ્તાની બાજુ પર બનેલી મજાર

    લોકહવા ગામમાં 2 મસ્જિદો 

    ઝરવા બોર્ડર પર આગળ વધતાં તુલસીપુર બજારથી લગભગ 4 કિલોમીટર પહેલાં લોકહવા નામનું ગામ દેખાયું. આ ગામમાં મુખ્ય રસ્તા પરથી જ ચાર મિનારા જોવા મળ્યા. સ્થાનિક નિવાસી સીપી મિશ્રાએ અમને જણાવ્યું કે ગામ મુસ્લિમ બહુલ છે અને મસ્જિદો ઉપરાંત મદ્રેસાઓ પણ છે. 

    લોકહવા ગામમાં ઈબાદતગાહ

    તુલસીપુર શહેરમાં ઘૂસતાં જ મદ્રેસા 

    તુલસીપુર આમ તો દેવીપાટન મંદિર માટે જાણીતું છે. દુનિયાભરના શ્રદ્ધાળુઓ અહીં આવતા રહે છે. જેવા અમે શહેરમાં પ્રવેશ્યા કે અમને એક મદ્રેસા જોવા મળી હતી. આ મદ્રેસાનું નામ ‘જમિયત બનત અલ સલાહિત સિન’ છે. જે ઝરવા બોર્ડર જતા મુખ્ય રસ્તા પર સ્થિત છે. તેની આસપાસ અન્ય બોર્ડ ઉર્દુ ભાષામાં લખવામાં આવ્યાં હતાં. 

    તુલસીપુર સ્થિત મદ્રેસા જમિયત બનત અલ સલાહિત સિન

    ઝરવા તરફ આગળ વધતાં જ અમને તુલસીપુર બજારમાં એક વધુ મદ્રેસા જોવા મળી. આ મદ્રેસાનું નામ મદ્રેસા અહલે સુન્નત ફૈઝુલ ઉલુમ છે. લીલા રંગે રંગાયેલી આ મદ્રેસામાં હાલ તાળું લાગેલું હતું અને વિદ્યાર્થીઓ દેખાય ન હતા. 

    મદ્રેસા અહલે સુન્નત ફૈઝુલ ઉલુમ

    તુલસીપુર બજારની બહાર જ મુખ્ય માર્ગ પર અમને વધુ એક ઇમારત દેખાઈ, જેની ઉપર અરબી ભાષામાં કંઈક લખેલું હતું. જોકે, એ ઇમારત કયા કામમાં વપરાય છે તે બાબતની જાણકારી ન મળી શકી. 

    અરબીમાં લખાયેલ લખાણ

    તુલસીપુર ઝરવા રોડ પર અનેક મજારો અને ઈબાદતગાહ 

    બલરામપુર-તુલસીપુર રોડથી તુલસીપુર-ઝરવા રોડ પર આગળ વધ્યા બાદ પણ ઈબાદતગાહો મળવાનો સિલસિલો ચાલુ જ રહ્યો. લગભગ 15 કિલોમીટર લાંબા નેપાળ તરફ જતા રસ્તે પણ અમને અનેક સ્થળોએ મસ્જિદો, મદ્રેસાઓ અને ઇબાદતગાહો જોવા મળી. અહીં ખાસ વાત એ જોવા મળી કે લોકોના ઘરો ભરે તૂટેલાં-ફૂટેલાં હોય પરંતુ ઈબાદતગાહો એકદમ ચમકતી જોવા મળી હતી. 

    ઝરવા રોડ પર ઈબાદતગાહ

    કેટલીક ઈબાદતગાહ એવી જગ્યાએ જોવા મળી જ્યાં આસપાસ વસ્તી જ ન હતી. અમે ત્યાંથી પસાર થતા લોકોને પૂછ્યું કે આ જગ્યાએ કોણ આવે છે તો કોઈએ સાપ્તાહિક કે કોઈએ માસિક મેળો લાગતો હોવાનું જણાવ્યું. 

    એકાંતમાં બનેલી ઈબાદતગાહ

    તુલસીપુર બજાર ખતમ થતાં જ અમને આઉટરમાં એક દરગાહ જોવા મળી. જણાવવામાં આવ્યું કે આ દરગાહ પર મુસ્લિમોથી વધુ હિંદુઓ આવે છે. અમને એ પણ જણાવવામાં આવ્યું કે દરગાહ પર અગરબત્તી અને ચાદરપોશી વગેરેનું ટર્નઓવર મહિને લાખો રૂપિયાનું છે. 

    તુલસીપુર બજાર બહાર બનેલી દરગાહ

    ઝરવા બોર્ડર તરફ આગળ વધતાં ખાલી સ્થળો પર મજારોના પાકાં અને નવાં નિર્માણ પણ સ્પષ્ટ જોવા મળ્યા. 

    ઝરવા બોર્ડર રોડ પર વધુ એક મજાર

    આ મજારો વિશે એક ખાસ વાત પણ જાણવા મળી. સ્થાનિક લોકોએ જણાવ્યું કે પહેલાં તેને એક નિશ્ચિત સ્થાને પાકી બનાવવામાં આવી હતી ત્યારબાદ આસપાસના એક મોટા હિસ્સાનું પાકું નિર્માણ કરી દેવામાં આવ્યું. મોટાભાગના કિસ્સાઓમાં આ નિર્માણ મુખ્ય રસ્તા સુધી પહોંચતું જોવા મળ્યું હતું. 

    નેપાળ ઝરવા બોર્ડર તરફ આગળ વધતા અમે જોયું કે ઈબાદતગાહોનું નિર્માણ ન માત્ર રસ્તાના કિનારે થયું છે પરંતુ ગામમાં વચ્ચે પણ મસ્જિદો જોવા મળી હતી. આવી મસ્જિદો અમને અનેક ગામોમાં જોવા મળી. 

    માર્ગની નજીક આવેલ ઇદગાહ
    ગામમાં વચ્ચે મસ્જિદ

    ઝરવા બોર્ડરના રસ્તે અમે અનેક મદ્રેસાઓ દેખાઈ. આ મદ્રેસાઓમાં ભણતા કેટલાક વિદ્યાર્થીઓ પણ ત્યાં હાજર હતા. 

    મદરેસા તુલ મુદા

    નેપાળ બોર્ડર વિશે પહેલો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: ક્યારેક હતું હિંદુઓનું ગામ, હવે સ્વસ્તિક ચિહ્નવાળાં ઘરો પર 786નું નિશાન: સરહદપાર પણ ડેમોગ્રાફીમાં બદલાવ, નેપાળમાં ઘૂસતાં જ મસ્જિદ, મદ્રેસા અને ઇસ્લામ 

    બીજો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: ઘરો, મસ્જિદ-મદરેસાઓ પર ચાંદ-તારા સાથે લીલો ઝંડો, ધંધા-રોજગારમાં પણ દખલ: મુસ્લિમ વસ્તી વધારામાં સાથે જ નેપાળના કપિલવસ્તુના ‘કૃષ્ણ નગર’ પર ઈસ્લામિક રંગ ચડ્યો

    ત્રીજો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: નેપાળમાં લવ જેહાદ: વધતી મુસ્લિમ વસ્તી અને નેપાળી યુવતીઓ સાથે નિકાહના ખેલનું ‘દિલ્હી કનેક્શન’, તસ્કર ગેંગ ભારતીય સરહદ પર જોખમરૂપ 

    ચોથો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: બૌદ્ધ આસ્થાનું કેન્દ્ર હોય કે પંચાયતનું તળાવ… બધે જ મઝારો, શ્રાવસ્તીમાં ઘરોની છત પર લહેરાતા ઈસ્લામિક ધ્વજ

    પાંચમો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: મહારાણા પ્રતાપ સાથે લડેલ થારુ આદિવાસી લોકોનું પ્રભુત્વ ધરાવતા ગામમાં 3 મસ્જિદો, 1 મદરેસા: આ ભારત-નેપાળ સરહદ પર મુસ્લિમ વસ્તીની આ છે ‘પેટર્ન’

    છઠ્ઠો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: બૌદ્ધ-જૈન મંદિરો વચ્ચે બનાવી દીધી દરગાહ, પોલીસે ધ્વસ્ત કરી નાંખેલી મજાર ફરી બનાવી દેવાઈ: નેપાળ સરહદ પર વધતી મુસ્લિમ વસ્તી

    સાતમો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: હનુમાનગઢીની જમીન પર કબજો, ઝારખંડી મંદિર સરોવરમાં તાજિયા: નેપાળ સરહદે વધતી મુસ્લિમ વસ્તીની અસર યુપીના બલરામપુરમાં

    આઠમો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: પુરાતત્વ વિભાગ દ્વારા સંરક્ષિત જગ્યા પર પણ વક્ફની દરગાહ-મજાર: નેપાળ સરહદે વધતી મુસ્લિમ વસ્તી, મુશ્કેલીમાં બૌદ્ધ ધર્મસ્થળ 

    નવમો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: ‘2 મિનારા સાથેની મસ્જિદો સ્થાનિક, 1 મિનારાવાળી અરબી નાણાંની … લગભગ દરેક ગામમાં મદરેસાઓ’ – નેપાળ સરહદના મૌલાના કહે છે કે આ કમિશનની રમત છે

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં