Wednesday, April 24, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટગ્રાઉન્ડ રિપોર્ટ: બૌદ્ધ-જૈન મંદિરો વચ્ચે બનાવી દીધી દરગાહ, પોલીસે ધ્વસ્ત કરી નાંખેલી...

  ગ્રાઉન્ડ રિપોર્ટ: બૌદ્ધ-જૈન મંદિરો વચ્ચે બનાવી દીધી દરગાહ, પોલીસે ધ્વસ્ત કરી નાંખેલી મજાર ફરી બનાવી દેવાઈ: નેપાળ સરહદ પર વધતી મુસ્લિમ વસ્તી

  નેપાળમાં ગ્રાઉન્ડ રિપોર્ટ દરમિયાન ઑપઇન્ડિયાની ટીમને બૌદ્ધ અને જૈન મંદિરો વચ્ચે બનેલી દરગાહ વિશે જાણવા મળ્યું હતું તો એક તોડી પાડવામાં આવેલ મજાર ફરી ઉભી થઇ હોવાનું પણ નોંધ્યું હતું.

  - Advertisement -

  હાલમાં જ સામે આવેલા કેટલાક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે નેપાળ અને ભારતની સરહદ પર ઝડપથી ડેમોગ્રાફીમાં ફેરફાર થઇ રહ્યો છે. મસ્જિદો-મદ્રેસાઓની સંખ્યા સતત વધી રહી છે. જમીની હકીકતની તપાસ કરવા માટે 20થી 27 ઓગસ્ટ સુધી ઑપઇન્ડિયાની ટીમે ભારત સાથે જોડાયેલા નેપાળના વિસ્તારોની મુલાકાત લીધી હતી. અમે જે કંઈ પણ જોયું તે ક્રમબદ્ધ રીતે આ ગ્રાઉન્ડ રિપોર્ટ દ્વારા તમને જણાવી રહ્યા છીએ. 

  બુદ્ધોની આસ્થાનાં મુખ્યો કેન્દ્રો પૈકી એક છે શ્રાવસ્તી. અંગુલિમાલ ગુફા પણ અહીં જ છે. આ જ ગુફા પાસે આવેલી છે મીરા શાહ નામની એક મોટી દરગાહ. બુદ્ધોની જગ્યા પર દરગાહનું શું કામ? આ જ સવાલના જવાબ માટે અમે દરગાહના ખાદિમ અને સંરક્ષક અને ત્યાં સ્થળ પર હાજર લોકો પાસેથી તે જગ્યા વિશે જાણવાના પ્રયાસો કર્યા હતા. 

  ભારત સાથે નેપાળથી પણ દરગાહ પર આવે છે લોકો

  - Advertisement -

  દરગાહના સંરક્ષક મુશ્તાક અહમદે ઑપઇન્ડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે, દરેક જુમ્માની રાત્રે દરગાહ પર ભારે ભીડ એકથી થાય છે. તેમણે એમ પણ જણાવ્યું કે દર વર્ષે માગશર મહિનાની વસંત પાંચમી (એટલે કે દર વર્ષે સરસ્વતી પૂજાના દિવસે) મજાર પર મેળો પણ ભરાય છે. 

  મુશ્તાક અહમદના જણાવ્યા અનુસાર, આ દિવસે ન માત્ર ભારતના ખૂણેખૂણામાંથી પરંતુ નેપાળથી પણ હજારો લોકો દરગાહ પર આવે છે. જેમાં હિંદુ-મુસ્લિમ  હોય છે. અહમદ અનુસાર, આ ભીડને નિયંત્રિત કરવા માટે પ્રશાસન પોતાની રીતે હોમગાર્ડ વગેરે તહેનાત કરે છે. 

  પાક્કી બાઉન્ડ્રીથી ઘેરાયેલી દરગાહ

  સાલાર ગાઝી સાથે સબંધિત છે દરગાહ

  મુશ્તાકે અમને આગળ જણાવ્યું કે મીરા શાહની દરગાહ બહરાઇચના સાલાર ગાઝીવાળી દરગાહ સાથે સબંધિત છે. સાલાર ગાઝીને ‘સરકાર’ તરીકે સંબોધતાં મુશ્તાકે આગળ જણાવ્યું કે, જ્યારથી બહરાઇચની દરગાહ શરીફ છે ત્યારથી આ મજાર પણ અહીં જ છે. 

  મુશ્તાક અહમદે દરગાહ વક્ફ બોર્ડ સાથે રજિસ્ટર્ડ અને એક સમિતિ દ્વારા સંચાલિત હોવાનું જણાવ્યું હતું. તેમણે દરગાહના સદર જવ્વાદ અને નાયબ સદર મુશ્તાક રઝા હોવાનું જણાવ્યું હતું. દરગાહની ઉપર ઇસ્લામી ઝંડા લગાવેલા પણ જોવા મળ્યા હતા.

  દરગાહની ઉપર લાલ-લીલા ઝંડા

  દરગાહને પણ બૌદ્ધ-જૈન મંદિરો જેવી સુવિધાઓ આપવાની માંગ

  બૌદ્ધ ધર્મસ્થળો પર સુરક્ષા અને અન્ય સુવિધાઓનો ઉલ્લેખ કરીને દરગાહના સંરક્ષક મુશ્તાકે કહ્યું કે, તેમને આ બધી સુવિધાઓ મળે છે પરંતુ દરગાહને કશું મળતું નથી. મુશ્તાક અનુસાર, ત્યાં કોઈ પણ આવે છે એ ખુલ્લામાં ઉંઘે છે અને દરગાહ સમિતિ બધી વ્યવસ્થા કરે છે. 

  મુશ્તાક અહમદે જણાવ્યું કે, ઘણા દિવસ સુનાવણી કર્યા બાદ પણ દરગાહને કંઈ મળ્યું નથી. તેથી તેમણે હવે વક્ફ બોર્ડને જણાવ્યું છે અને બોર્ડ સરકાર સમક્ષ આ સુવિધાઓની માંગણી કરશે. તેમણે કહ્યું કે, દરગાહની પાક્કી બાઉન્ડ્રી અને અંદર તમામ જનસુવિધાઓની માંગ સરકારે પૂર્ણ કરવી જોઈએ. તેમણે દરગાહથી 200 મીટરના અંતરે આવેલ એક જૈન મંદિરનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે તેમને તમામ સુવિધાઓ આપવામાં આવી છે.

  સરકારી નળ હતા ગામલોકો માટે, દરગાહમાં લગાવી દીધા

  જ્યારે અમે દરગાહમાં લગાવવામાં આવેલ બલ્બ અંગે પ્રશ્ન કર્યો તો મુશ્તાક અહમદે કહ્યું કે તેમને સરકારે હજુ સુધી વીજળી આપી નથી. મુશ્તાક અનુસાર દરગાહ સમિતિએ પોતાની રીતે જ સોલાર લાઈટ લગાવી છે. 

  આ ઉપરાંત, દરગાહ કેમ્પસમાં 4 સરકારી નળ અને ગામમાં વપરાતી સરકારી ડસ્ટબિન દેખાવા પર મુશ્તાકે પોતાને હુસૈનજોત ગામનો પૂર્વ પ્રધાન પ્રતિનિધિ હોવાનું જણાવીને કહ્યું કે, નળ અને ડસ્ટબિનને તે જ ગામના સમાનમાંથી લાવવામાં આવ્યાં હતાં. દરગાહ પર પાણીનો સબમર્સિબલ ચલાવવા માટે એક જનરેટર પણ લગાવવામાં આવ્યું છે.

  હેન્ડપમ્પ

  બસપા સાંસદે કર્યો છે દરગાહને સુવિધા અપાવવાનો વાયદો

  દરગાહના સંરક્ષક અહમદને બહુજ સમાજ પાર્ટીના સ્થાનીય સાંસદ રામ શિરોમણી વર્માએ વિશ્વાસ અપાવ્યો છે કે તેઓ શાસન પાસેથી દરગાહને તમામ સુવિધાઓ પૂરી પાડવામાં મદદ કરશે. જોકે, તેમણે લાંબા સમયથી કરી રાખેલા વાયદા પર અમલ ન કરવા પર અફસોસ વ્યક્ત કરતાં મુશ્તાકે કહ્યું કે, તેઓ તમામ ફરી એકવાર તેમની પાસે જશે અને આ અંગે યાદ કરાવશે. 

  દરગાહમાં મહિલાઓને જવા માટેની પરવાનગી નહીં

  મીરા શાહ દરગાહના ખાદિમ જવ્વાદ અલીએ અમને જણાવ્યું હતું કે, શરિયત અનુસાર દરગાહમાં મહિલાઓનો પ્રવેશ પ્રતિબંધિત છે. તેમણે કહ્યું કે, બોર્ડ લગાવી દીધું છે પરંતુ તેમ છતાં ઘણી મહિલાઓ અંદર જતી રહે છે. જ્યારે અમે તેમને પ્રશ્ન કર્યો કે શું શરિયત કાયદો તોડીને જે મહિલાઓ અંદર જાય છે તેમની મુરાદ પૂરી થશે? ત્યારે તેમણે કહ્યું કે- બેશક પૂરી થશે. 

  દરગાહમાં જતી મહિલા

  ભગવા ગમછામાં દેખાયો મૌલવી

  મજાર પર એક વાત ખાસ નોંધવામાં આવી કે ત્યાંના સંરક્ષક અહમદે જે હિંદુ શ્રદ્ધાળુને અમારી સાથે વાત કરવા માટે આગળ કર્યો હતો તે ભગવા વસ્ત્રોમાં હતો. તેણે પોતાનું નામ હરિહર બાબા જણાવ્યું હતું અને પોતાને મીરા શાહ દરગાહનો ભક્ત ગણાવ્યો હતો. તેની સાથે અન્ય એક મૌલવી જેવો દેખાતો વ્યક્તિ પણ ગળામાં ભગવો ગમછો નાંખીને બેઠો હતો.

  દરગાહના સંરક્ષક મુસ્તાક (ચશ્મામાં) અને પાછળ ભગવા ગમછામાં મૌલવી

  પુરાતત્વ વિભાગને એલર્ટ, તોડી પાડેલી મજાર ફરી ઉભી થઇ

  ઑપઇન્ડિયા દ્વારા મેળવવામાં આવેલ જાણકારી અનુસાર, વર્ષ 2018માં શ્રાવસ્તી પોલીસે લેખિતમાં પુરાતત્વ વિભાગને વિસ્તારમાં વધી રહેલી ઈબાદતગાહો વિશે એલર્ટ મોકલ્યું હતું. આ એલર્ટ પર પુરાતત્વ વિભાગે શું કાર્યવાહી કરી તે વિશે જાણકારી મળી શકી નથી, જે મળતાં જ અપડેટ કરી દેવામાં આવશે. 

  નેપાળ ગ્રાઉન્ડ રિપોર્ટ દરમિયાન જાણકારી એ પણ મળી કે દરગાહ પાસે રસ્તા પર આવેલ એક મજારને 2020માં જિલ્લા તંત્રે ધ્વસ્ત કરી દીધી હતી. જોકે, હવે ધ્વસ્ત કરવામાં આવેલી મજાર ફરી બની ચૂકી છે અને ત્યાં ભીડ એકઠી થવાની શરૂ થઇ ગઈ છે.

  નેપાળ સરહદ વિશે પહેલો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: ક્યારેક હતું હિંદુઓનું ગામ, હવે સ્વસ્તિક ચિહ્નવાળાં ઘરો પર 786નું નિશાન: સરહદપાર પણ ડેમોગ્રાફીમાં બદલાવ, નેપાળમાં ઘૂસતાં જ મસ્જિદ, મદ્રેસા અને ઇસ્લામ 

  બીજો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: ઘરો, મસ્જિદ-મદરેસાઓ પર ચાંદ-તારા સાથે લીલો ઝંડો, ધંધા-રોજગારમાં પણ દખલ: મુસ્લિમ વસ્તી વધારામાં સાથે જ નેપાળના કપિલવસ્તુના ‘કૃષ્ણ નગર’ પર ઈસ્લામિક રંગ ચડ્યો

  ત્રીજો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: નેપાળમાં લવ જેહાદ: વધતી મુસ્લિમ વસ્તી અને નેપાળી યુવતીઓ સાથે નિકાહના ખેલનું ‘દિલ્હી કનેક્શન’, તસ્કર ગેંગ ભારતીય સરહદ પર જોખમરૂપ 

  ચોથો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: બૌદ્ધ આસ્થાનું કેન્દ્ર હોય કે પંચાયતનું તળાવ… બધે જ મઝારો, શ્રાવસ્તીમાં ઘરોની છત પર લહેરાતા ઈસ્લામિક ધ્વજ

  પાંચમો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: મહારાણા પ્રતાપ સાથે લડેલ થારુ આદિવાસી લોકોનું પ્રભુત્વ ધરાવતા ગામમાં 3 મસ્જિદો, 1 મદરેસા: આ ભારત-નેપાળ સરહદ પર મુસ્લિમ વસ્તીની આ છે ‘પેટર્ન’

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં