Thursday, July 25, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટગ્રાઉન્ડ રિપોર્ટ: હનુમાનગઢીની જમીન પર કબજો, ઝારખંડી મંદિર સરોવરમાં તાજિયા: નેપાળ સરહદે...

  ગ્રાઉન્ડ રિપોર્ટ: હનુમાનગઢીની જમીન પર કબજો, ઝારખંડી મંદિર સરોવરમાં તાજિયા: નેપાળ સરહદે વધતી મુસ્લિમ વસ્તીની અસર યુપીના બલરામપુરમાં

  નેપાળમાં ગ્રાઉન્ડ રિપોર્ટ દરમિયાન સરહદ પરના જિલ્લાઓમાં આવેલી મસ્જિદો વિશે તેમજ મંદિરો પર થયેલા ગેરકાયદે કબજા અંગે જાણવા મળ્યું હતું.

  - Advertisement -

  હાલમાં જ સામે આવેલા કેટલાક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે નેપાળ અને ભારતની સરહદ પર ઝડપથી ડેમોગ્રાફીમાં ફેરફાર થઇ રહ્યો છે. મસ્જિદો-મદ્રેસાઓની સંખ્યા સતત વધી રહી છે. જમીની હકીકતની તપાસ કરવા માટે 20થી 27 ઓગસ્ટ સુધી ઑપઇન્ડિયાની ટીમે ભારત સાથે જોડાયેલા નેપાળના વિસ્તારોની મુલાકાત લીધી હતી. અમે જે કંઈ પણ જોયું તે ક્રમબદ્ધ રીતે આ ગ્રાઉન્ડ રિપોર્ટ દ્વારા તમને જણાવી રહ્યા છીએ. 

  ભારત નેપાળ સરહદ પર ઉત્તર પ્રદેશનો જિલ્લો બલરામપુર આવેલો છે. આ જ જિલ્લાની ઝરવા સરહદ પરથી અમે નેપાળના દાંગ જિલ્લામાં પ્રવેશ્યા હતા. આ જિલ્લામાં શ્રાવસ્તી રોડ પર નેપાળ સરહદની સુરક્ષા કરનારા પેરામિલીટ્રી SSBનો બેઝ કેમ્પ છે. સૌથી પહેલાં અમે આ જિલ્લાનાં શહેરી વિસ્તારોની જાણકારી એકઠી કરી હતી. 

  નેપાળ સરહદ પર આવેલા શહેરમાં ઘૂસતાં જ મસ્જિદ 

  - Advertisement -

  ગોંડા રોડથી આવતા જ્યારે અમે બલરામપુર શહેરમાં ઘૂસ્યા ત્યારે અમને દૂરથી જ ખાંડની મિલ જોવા મળી. આ ક્ષેત્ર નેપાળ સરહદ પર ભગવતીગંજ વિસ્તારમાં આવે છે, જ્યાં અમને રસ્તા પર જ મસ્જિદો દેખાવા માંડી હતી. તે જ વિસ્તારમાં રહેતા નીરજ તિવારીએ અમને જણાવ્યું કે શહેરમાં અનેક વિસ્તારો મુસ્લિમ બહુલ છે, જેમાં સૌથી વધુ ચર્ચિત નામ બલુહા જિલ્લાનું છે. ઉલ્લેખનીય છે કે બલુહા મહોલ્લામાં જ સપ્ટેમ્બર 2020માં અકરમ નામના વ્યક્તિના ઘરમાં થયેલા બ્લાસ્ટમાં મકાન ધરાશાયી થઇ ગયું હતું અને જાનહાનિ થઇ હતી. 

  ભગવતીગંજ વિસ્તારમાં આવેલી મસ્જિદ

  અમે ભગવતીગંજ વિસ્તારમાં જ હતા અને લગભગ 500 મીટર જ આગળ વધ્યા ત્યાં બીજી મસ્જિદ પણ રસ્તાની બાજુમાં જોવા મળી. આ મસ્જિદથી થોડા જ અંતરે ભગવતીગંજનું પોલીસ મથક આવેલું છે. અહીંથી નજીકમાં જ શ્રીદત્તગંજ બજાર જવા માટે એક રસ્તો જાય છે. 

  ભગવતીગંજ વિસ્તારમાં બીજી મસ્જિદ

  હનુમાનગઢી મંદિર પર ગેરકાયદે કબજો 

  ઑપઇન્ડિયાની ટીમ બલરામપુર શહેરની બરાબર વચ્ચે આવેલા હનુમાનગઢી મંદિર પહોંચી હતી. આ મંદિરના મહંત મહેન્દ્રદાસજી મહારાજ છે, જેઓ અયોધ્યાના પ્રસિદ્ધ સંત કમલનયનદાસજી મહારાજના ઉત્તરાધિકારી છે. આ મંદિર સીધી રીતે અયોધ્યાની ‘છોટી છાવની’ નામના ધર્મસ્થળ સાથે જોડાયેલું છે.

  ત્યાંના પ્રબંધક નરેશસિંહ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, જ્યારેક આ મંદિરની જમીન પર મુસ્લિમોનું ગેરકાયદે અતિક્રમણ હતું, જે હમણાં પણ છે પરંતુ પહેલાં કરતાં ઘણું ઓછું થઇ ગયું. તેમણે એ પણ જણાવ્યું કે મંદિરની બરાબર બાજુમાં આવેલી બે દુકાનો હજુ પણ મુસ્લિમોની છે, જે મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. જેમાંથી એકનું નામ બદરુદ્દીન છે અને બીજો કાજૂ હોટેલવાળો હોવાનું જાણવા મળ્યું છે. 

  બલરામપુર સ્થિત હનુમાનગઢી મંદિર

  મંદિરમાં ફેંકવામાં આવતાં હતાં હાડકાં 

  નેપાળ સરહદ પર આવેલા બલરામપુરના સામાજિક કાર્યકર્તા પવન શુક્લાએ અમને જણાવ્યું કે યોગી સરકાર આવ્યા બાદ મંદિરના મહંતના સંઘર્ષઆ કારણે મુખ્ય શહેરમાં ગેરકાયદે કબજાઓ શિકાર બનેલી ઘણી જમીન પરત મળી ચૂકી છે. તેમણે એ પણ જણાવ્યું કે ક્યારેક પૂર્વ સાંસદ મુન્નન ખાને આ મંદિરના મુખ્ય દરવાજે અજમેરી હોટેલ નામે દુકાન ખોલાવડાવી હતી અને પછીથી અહીં પોતાની ઓફિસ બનાવી દીધી હતી. 

  પવન શુક્લા અનુસાર, ત્યારે મંદિરની અંદર અજમેરી હોટેલમાં બનનાર નોનવેજનાં હાડકાં ફેંકવામાં આવતાં હતાં. જોકે, હાલ થોડો બદલાવ આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. 

  મંદિરના આ હિસ્સા પર હમણાં પણ ગેરકાયદે કબજાનો આરોપ

  મંદિરના મહંત માંગી ચૂક્યા છે સુરક્ષા 

  હનુમાનગઢી મંદિરના મહંત મહેન્દ્ર દાસજી મહારાજ અનેક વખત પોતાની સુરક્ષા વધારવા માટે તંત્રને પત્ર લખી ચૂક્યા છે. અમને મંદિરના મુખ્ય દરવાજે હોમગાર્ડના બે જવાનો પણ તહેનાત જોવા મળ્યા હતા. અહીં એક કિલોમીટરની ત્રિજ્યામાં લગભગ અડધો ડઝન મસ્જિદો અને મદ્રેસાઓ છે. 

  હનુમાનગઢી મંદિરની બીજી તરફ મંદિરની જ એક ધર્મશાળા આવેલી છે. મંદિરના સંચાલક નરેશસિંહ અનુસાર, ક્યારેક આ ધર્મશાળાના એક હિસ્સા પર પણ કેટલાક મુસ્લિમોનો કબજો હતો, જેને હટાવવા માટે લાંબી કાયદાકીય લડાઈ લડવી પડી હતી.

  ઝારખંડી મંદિરના સરોવરમાં કર્બલા 

  વીર વિનય ચોક બલરામપુરથી જેવા અમે SSB કેમ્પ જતા માર્ગે આગળ વધ્યા તેવું જ રેલવે લાઈન પર કરીને રસ્તામાં બાજુ પર ઝારખંડી મંદિર જોવા મળ્યું હતું. આ મંદિરની બરાબર બાજુમાં એક મોટું તળાવ પણ છે. જેને સ્થાનિક લોકોએ ઝારખંડી સરોવર હોવાનું કહ્યું હતું. 

  ઝારખંડી મંદિરમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. અહીં મુખ્યત્વે મહાદેવ શિવજીની પૂજા થાય છે. અમને ઝારખંડી સરોવર પાસે લીલા રંગના ઝંડા જોવા મળ્યા હતા.

  ઝારખંડી સરોવર અને ત્યાં લહેરાતા લીલા ઝંડા

  ઑપઇન્ડિયા સાથે વાત કરતાં સ્થાનિક સામાજિક કાર્યકર્તા પવન શુક્લાએ જણાવ્યું હતું કે, તમામ કાગળોમાં આ જગ્યા ઝારખંડી સરોવર તરીકે જ નોંધાયેલી છે પરંતુ અહીં કર્બલા બનાવી દેવામાં આવ્યું છે. પવન શુક્લા અનુસાર દર વર્ષે અહીં તાજિયા દફન કરવામાં આવે છે. તેમના અનુસાર, આમ કેમ અને કોના આદેશથી થઇ રહ્યું છે તે તેઓ જાણતા નથી. બલરામપુરના જ રહેવાસી ૐકાર તિવારી અનુસાર સરકારો પ્રમાણે કેટલાક લોકોએ પોતાનું પ્રભુત્વ જમાવી રાખ્યું છે. 

  અન્ય માર્ગો પર પણ મસ્જિદો 

  ઝારખંડી મંદિર રેલવે સ્ટેશનથી થોડા જ અંતરે આવેલું છે. બલરામપુર શહેરમાં તુલસીપુર રોડ પર પણ અમને મુસ્લિમ સમુદાયના લોકોની કાર મેકેનિક વગેરેની દુકાનો અને મસ્જિદો જોવા મળી હતી. SSB કેમ્પથી 2 કિલોમીટરની ત્રિજ્યામાં પણ અમને લગભગ અડધો ડઝન મસ્જિદોના મિનારા જોવા મળ્યા હતા. 

  પહેલો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: ક્યારેક હતું હિંદુઓનું ગામ, હવે સ્વસ્તિક ચિહ્નવાળાં ઘરો પર 786નું નિશાન: સરહદપાર પણ ડેમોગ્રાફીમાં બદલાવ, નેપાળમાં ઘૂસતાં જ મસ્જિદ, મદ્રેસા અને ઇસ્લામ 

  બીજો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: ઘરો, મસ્જિદ-મદરેસાઓ પર ચાંદ-તારા સાથે લીલો ઝંડો, ધંધા-રોજગારમાં પણ દખલ: મુસ્લિમ વસ્તી વધારામાં સાથે જ નેપાળના કપિલવસ્તુના ‘કૃષ્ણ નગર’ પર ઈસ્લામિક રંગ ચડ્યો

  ત્રીજો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: નેપાળમાં લવ જેહાદ: વધતી મુસ્લિમ વસ્તી અને નેપાળી યુવતીઓ સાથે નિકાહના ખેલનું ‘દિલ્હી કનેક્શન’, તસ્કર ગેંગ ભારતીય સરહદ પર જોખમરૂપ 

  ચોથો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: બૌદ્ધ આસ્થાનું કેન્દ્ર હોય કે પંચાયતનું તળાવ… બધે જ મઝારો, શ્રાવસ્તીમાં ઘરોની છત પર લહેરાતા ઈસ્લામિક ધ્વજ

  પાંચમો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: મહારાણા પ્રતાપ સાથે લડેલ થારુ આદિવાસી લોકોનું પ્રભુત્વ ધરાવતા ગામમાં 3 મસ્જિદો, 1 મદરેસા: આ ભારત-નેપાળ સરહદ પર મુસ્લિમ વસ્તીની આ છે ‘પેટર્ન’

  છઠ્ઠો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: બૌદ્ધ-જૈન મંદિરો વચ્ચે બનાવી દીધી દરગાહ, પોલીસે ધ્વસ્ત કરી નાંખેલી મજાર ફરી બનાવી દેવાઈ: નેપાળ સરહદ પર વધતી મુસ્લિમ વસ્તી

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં