Wednesday, April 24, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગ્રાઉન્ડ રિપોર્ટ: હિંદુ બાળકોના ખતના, મંદિરમાં લગ્ન બાદ લવજેહાદ: નેપાળ સરહદે બલરામપુર...

    ગ્રાઉન્ડ રિપોર્ટ: હિંદુ બાળકોના ખતના, મંદિરમાં લગ્ન બાદ લવજેહાદ: નેપાળ સરહદે બલરામપુર જિલ્લામાં વસ્તીના અસંતુલન સાથે વધતા પોક્સો કેસ

    ઓનલાઇન મળ્યા બાદ મંદિરમાં લગ્ન કર્યાં, પરંતુ પછીથી રૂપ બતાવવાનું ચાલુ કર્યું અને ઇસ્લામ અંગીકાર કરવા દબાણ કરાયું.

    - Advertisement -

    હાલમાં જ સામે આવેલા કેટલાક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે નેપાળ અને ભારતની સરહદ પર ઝડપથી ડેમોગ્રાફીમાં ફેરફાર થઇ રહ્યો છે. મસ્જિદો અને દ્રેસાઓની સંખ્યા સતત વધી રહી છે. ઉપરાંત, લવજેહાદ કેસ અંગે પણ જાણવા મળ્યું હતું. જમીની હકીકતની તપાસ કરવા માટે 20થી 27 ઓગસ્ટ સુધી ઑપઇન્ડિયાની ટીમે ભારત સાથે જોડાયેલા નેપાળના વિસ્તારોની મુલાકાત લીધી હતી. અમે જે કંઈ પણ જોયું તે ક્રમબદ્ધ રીતે તમને જણાવી રહ્યા છીએ. આ કડીનો અગિયારમો રિપોર્ટ:

    બલરામપુર જિલ્લામાં નેપાળ સરહદના ઝરવા તરફ જતા રસ્તાના કિનારે ઠેરઠેર ઈબાદરગાહોને લઈને અમે ગત રિપોર્ટમાં જણાવ્યું હતું. વધતી મુસ્લિમ વસ્તીના કારણે નેપાળમાં લવજેહાદ જેવા મુદ્દાને લઈને પણ અમે રિપોર્ટિંગ કર્યું હતું. આ જ સ્થિતિ ઉત્તરપ્રદેશના બલરામપુર જિલ્લામાં પણ છે. અહીં લવજેહાદના કેસ તો વધ્યા જ છે પરંતુ તેનાથી પણ એક ડગલું આગળ ચાલીને હિંદુ બાળકોને પણ કટ્ટરપંથી ઇસ્લામીઓ નિશાન બનાવી રહ્યા છે. 

    નેપાળ સરહદ પાસે આવેલ બલરામપુર જિલ્લામાં વસ્તીના અસંતુલનના કારણે કોઈ એક જાતિવિશેષ કે સમાજ વિશેષને જ સમસ્યા હોય તેમ નથી. બદલાતી પરિસ્થિતિઓ સાથે સરહદી વિસ્તારમાં રહેતા તમામે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. સરહદ પર ન માત્ર સાર્વજનિક સ્થળો પર કબ્જો કરીને ગેરકાયદે ઈબાદતગાહ બનાવવી એક મોટી સમસ્યા છે પરંતુ અહીં રહેતા લોકોએ લવજેહાદ જેવા મામલા સામે પણ લડવું પડી રહ્યું છે. 

    - Advertisement -

    હિંદુ બાળકોના ખતના કરાવવાની ધમકી 

    ઑપઇન્ડિયાને મળેલ ફરિયાદ નકલ અનુસાર, એપ્રિલ 2022માં નેપાળના ઝરવા વિસ્તારમાં રહેતા મુલ્લા જમીલે પોતાના ઘરે કામ કરતી હિંદુ મહિલાને ફોસલાવીને તેનાં ચાર બાળકોને લઈને ક્યાંક ચાલ્યો ગયો હતો. 

    પોલીસને મળેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે મુલ્લા ઝમીલ ફરિયાદીની પત્ની, 2 પુત્રી અને 2 પુત્રોને ઇસ્લામ કબૂલ કરાવવા માંગતો હતો. ફરિયાદમાં એ પણ આરોપ લગાવવામાં આવ્યો હતો કે પીડિતનાં તમામ બાળકોને સગીર મૌલાના નામના આરોપીના ઘરે તુલસીપુર બજાર પાસે એક ગામમાં રાખવામાં આવ્યાં હતાં.

    પોલીસને આપવામાં આવેલ ફરિયાદ

    પીડિતે આ જ ફરિયાદમાં સગીર મૌલાના અને મુલ્લા જમીલને આરોપી બનાવતાં કહ્યું કે આ બંનેએ તેનાં બાળકોનાં ખતના કરાવી દેવાની પણ ધમકી આપી હતી. પ્રાપ્ત જાણકારી અનુસાર આ બાળકોને મદ્રેસામાં ઉર્દુનું શિક્ષણ પણ આપવામાં આવી રહ્યું હતું અને તે બાળકો સાથે તેની માતાનું નામ પણ ઇસ્લામી કરી દેવામાં આવ્યું હતું. પીડિત વ્યક્તિ બોર્ડર વિસ્તારના હલૌરા ગામનો રહેવાસી છે. 

    છોકરી હિંદુ, મંદિરમાં અલી સાથે લગ્ન..પછી ઇસ્લામ કબૂલ ન કરવાની સજા મળી 

    અન્ય એક ઘટનાક્રમમાં વારાણસી રહેતી એક છોકરીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેને નેપાળ સરહદ ક્ષેત્રના પચપેડવાના રહેવાસી મુબારક અલીએ લગ્ન કરીને પ્રતાડિત કરી હતી. પીડિતાએ વારાણસી પોલીસ અને મુખ્યમંત્રીને ફરિયાદ કરીને કહ્યું હતું કે, ઓનલાઇન એપ મારફતે મુબારક અલીએ પરિવાર સહિત કાશી આવીને હિંદુ મંદિરમાં લગ્ન કર્યાં હતાં અને પોતાની સાથે ઘરે લઇ ગયો હતો. અહીં સુધી બધું ઠીક હતું પરંતુ પછીથી સમસ્યાઓ શરૂ થઇ હતી. 

    પીડિત છોકરીનું કહેવું છે કે શરૂઆતમાં તમામ ધર્મોમાં આસ્થાન ધરાવનાર મુબારક અલી નેપાળ સરહદ વિસ્તારના તેના ગામ ખખાદેઈ ખાતે ઘરે જઈને જ બદલાઈ ગયો અને તેને હેરાન કરવા માંડ્યો હતો. જેનો તેના પરિજનો પણ કોઈ વિરોધ કરતા ન હતા. 

    આરોપી મુબારક અલી

    પીડિતાએ ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, થોડા સમય બાદ તેને એક પુત્રી જન્મી તો પતિ મુબારકે પુત્રીને અમીના અને તેને ફાતિમા નામથી બોલવાનું શરૂ કરી દીધું. દરમ્યાન, મુબારક અલી પત્ની અને સાસુ પાસેથી પણ કામધંધાના નામે ઘણા પૈસા લઇ ચૂક્યો હતો. 

    પીડિતાએ રડતાં-રડતાં અમને જણાવ્યું કે ભૂલથી તેના મુખમાંથી ભગવાનનું નામ પણ નીકળી જાય તો તેને પ્રતાડિત કરવામાં આવતી હતી. તેણે કહ્યું કે, આખરે જ્યારે તેણે મુસ્લિમ બનવાનો ઇનકાર કરી દીધો તો તેને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી. હવે તે નિરાધાર બની પોતાની પુત્રી સાથે પિયરમાં રહે છે. 

    પીડિતાએ એ પણ આરોપ લગાવ્યો હતો કે હજુ સુધી પોલીસે તેની ફરિયાદ પર કોઈ કાર્યવાહી કરી નથી.

    ખોરવાતું વસ્તીનું સંતુલન, વધતી લવજેહાદ જેવી ઘટનાઓ 

    બલરામપુર જિલ્લા અદાલતમાં પોક્સો કેસના સરકારી વકીલ પવન શુક્લાએ ઑપઇન્ડિયા સાથે વાત કરતાં સ્વીકાર્યું કે વિસ્તારમાં મુસ્લિમ વસ્તી પહેલાંની સરખામણીએ ઘણી વધી છે. પવન શુક્લાએ એ પણ જણાવ્યું કે અનેક પીડિત છોકરીઓ સાથે બહેલાવી-ફોસલાવીને દુરાચાર થાય છે. 

    સરકારી વકીલે સરહદી વિસ્તાર તુલસીપુર પોલીસ મથક વિસ્તારના એક હિંદુ પરિવારનું ઉદાહરણ આપીને જણાવ્યું કે કેવી રીતે થોડાં વર્ષો પહેલાં તેમની સગીર પુત્રીને એક વયસ્ક મુસ્લિમે પોતાની જાળમાં ફસાવી હતી, જેને સજા અપાવવા માટે તેઓ હાલ પણ પ્રયાસ કરી રહ્યા છે. 

    પવન શુક્લા અનુસાર, આવા કેસોમાં જો સાક્ષી અને પીડિત પોતાના સ્ટેન્ડ પર અડગ રહે તો પોક્સો ઘણો પ્રભાવ પાડે છે. નેપાળ સરહદ પરના તુલસીપુર લવજેહાદ કેસ અંગે તેમણે જણાવ્યું હતું કે યુવતીનું નિવેદન નોંધવામાં આવી ચૂક્યું છે અને આશા છે કે જેલમાં બંધ આરોપીને સજા મળશે. 

    નેપાળ બોર્ડર વિશે પહેલો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: ક્યારેક હતું હિંદુઓનું ગામ, હવે સ્વસ્તિક ચિહ્નવાળાં ઘરો પર 786નું નિશાન: સરહદપાર પણ ડેમોગ્રાફીમાં બદલાવ, નેપાળમાં ઘૂસતાં જ મસ્જિદ, મદ્રેસા અને ઇસ્લામ 

    બીજો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: ઘરો, મસ્જિદ-મદરેસાઓ પર ચાંદ-તારા સાથે લીલો ઝંડો, ધંધા-રોજગારમાં પણ દખલ: મુસ્લિમ વસ્તી વધારામાં સાથે જ નેપાળના કપિલવસ્તુના ‘કૃષ્ણ નગર’ પર ઈસ્લામિક રંગ ચડ્યો

    ત્રીજો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: નેપાળમાં લવ જેહાદ: વધતી મુસ્લિમ વસ્તી અને નેપાળી યુવતીઓ સાથે નિકાહના ખેલનું ‘દિલ્હી કનેક્શન’, તસ્કર ગેંગ ભારતીય સરહદ પર જોખમરૂપ 

    ચોથો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: બૌદ્ધ આસ્થાનું કેન્દ્ર હોય કે પંચાયતનું તળાવ… બધે જ મઝારો, શ્રાવસ્તીમાં ઘરોની છત પર લહેરાતા ઈસ્લામિક ધ્વજ

    પાંચમો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: મહારાણા પ્રતાપ સાથે લડેલ થારુ આદિવાસી લોકોનું પ્રભુત્વ ધરાવતા ગામમાં 3 મસ્જિદો, 1 મદરેસા: આ ભારત-નેપાળ સરહદ પર મુસ્લિમ વસ્તીની આ છે ‘પેટર્ન’

    છઠ્ઠો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: બૌદ્ધ-જૈન મંદિરો વચ્ચે બનાવી દીધી દરગાહ, પોલીસે ધ્વસ્ત કરી નાંખેલી મજાર ફરી બનાવી દેવાઈ: નેપાળ સરહદ પર વધતી મુસ્લિમ વસ્તી

    સાતમો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: હનુમાનગઢીની જમીન પર કબજો, ઝારખંડી મંદિર સરોવરમાં તાજિયા: નેપાળ સરહદે વધતી મુસ્લિમ વસ્તીની અસર યુપીના બલરામપુરમાં

    આઠમો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: પુરાતત્વ વિભાગ દ્વારા સંરક્ષિત જગ્યા પર પણ વક્ફની દરગાહ-મજાર: નેપાળ સરહદે વધતી મુસ્લિમ વસ્તી, મુશ્કેલીમાં બૌદ્ધ ધર્મસ્થળ 

    નવમો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: ‘2 મિનારા સાથેની મસ્જિદો સ્થાનિક, 1 મિનારાવાળી અરબી નાણાંની … લગભગ દરેક ગામમાં મદરેસાઓ’ – નેપાળ સરહદના મૌલાના કહે છે કે આ કમિશનની રમત છે

    દસમો રિપોર્ટ: ગ્રાઉન્ડ રિપોર્ટ: SB બેઝ કેમ્પ હોય કે રસ્તો, ગામ હોય કે ખેતર…દરેક જગ્યાએ મસ્જિદ-મદ્રેસા અને મજાર: યુપીના બલરામપુરથી નેપાળની ઝરવા બોર્ડર સુધી

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં