Thursday, April 2, 2026
More
    Home Blog Page 1160

    જ્ઞાનવાપી કેસ: વિવાદિત માળખામાંથી મળી આવેલ શિવલિંગ સુરક્ષિત રાખવાનો આદેશ સુપ્રીમ કોર્ટે યથાવત રાખ્યો; ASI સરવે મામલે સુનાવણી ટળી

    જ્ઞાનવાપી કેસ મામલે સુનાવણી કરતી કોર્ટે વિવાદિત માળખામાંથી મળી આવેલા શિવલિંગની સુરક્ષા કરવાનો આદેશ યથાવત રાખ્યો છે. સુપ્રીમ કોર્ટે અગાઉ 12 નવેમ્બર સુધી શિવલિંગની સુરક્ષા કરવાનો આદેશ આપ્યો હતો. બીજી તરફ, અલાહાબાદ હાઇકોર્ટે જ્ઞાનવાપી પરિસરના ASI સર્વે કરવાની માંગ પર સુનાવણી 28 તારીખ સુધી ટાળી દીધી છે. 

    સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી. વાય ચંદ્રચુડ, જસ્ટિસ સૂર્ય કાન્ત અને પીએસ નરસિમ્હાની ખંડપીઠે મામલાની સુનાવણી હાથ ધરી જે સ્થળેથી શિવલિંગ મળી આવ્યું છે તેની સુરક્ષા કરવાના વચગાળાના આદેશની મુદત લંબાવી દીધી હતી. ગત 17 મેના રોજ કોર્ટે શિવલિંગની સુરક્ષાનો આદેશ આપ્યો હતો. 

    ગત ગુરુવારે (10 નવેમ્બર 2022) હિંદુ પક્ષેથી વકીલ વિષ્ણુ શંકર જૈને સુપ્રીમ કોર્ટની ચીફ જસ્ટિસની બેન્ચ સમક્ષ આ મામલાની તાત્કાલિક સુનાવણી કરવા માટે અરજી કરી હતી. કારણ કે કોર્ટના અગાઉના આદેશની મુદત 12 નવેમ્બરના રોજ પૂર્ણ થનાર હતી. ત્યારબાદ કોર્ટે સુનાવણી મુકરર કરી હતી. 

    કોર્ટ જ્ઞાનવાપીનું સંચાલન કરતી અંજુમન ઇંતેઝામિયા મસ્જિદ સમિતિ દ્વારા વારાણસીની સિવિલ કોર્ટના સરવેના આદેશને પડકારતી અરજી પર સુનાવણી કરી રહી હતી. સુપ્રીમ કોર્ટે અરજદારોને જિલ્લા કોર્ટ સમક્ષ જઈ દલીલો રજૂ કરવાની છૂટ આપી છે. જેથી હવે અરજીઓ પર એકસાથે સુનાવણી કરવામાં આવે કે કેમ તે અંગે જિલ્લા ન્યાયાધીશ નિર્ણય કરશે. સાથે હિંદુ પક્ષને જવાબ રજૂ કરવા 3 અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે.

    વારાણસીની જિલ્લા કોર્ટે વિવાદિત પરિસરનો ASI સરવે કરાવવાના આદેશ આપ્યા હતા. આ આદેશ સામે મસ્જિદ સમિતિ અને યુપી સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડે અલાહાબાદ હાઇકોર્ટમાં અરજી કરી હતી. આ મામલે અલાહાબાદ હાઇકોર્ટે નીચલી કોર્ટના આદેશ પર રોક લગાવી દીધી હતી. હવે આ મામલે સિંગલ બેન્ચે સુનાવણી કરીને આગળની સુનાવણીની તારીખ નક્કી કરી હતી. 

    બીજી તરફ, શૃંગાર ગૌરી-જ્ઞાનવાપી કેસમાં જિલ્લા કોર્ટમાં પણ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ મામલે 2 નવેમ્બરના રોજ સુનાવણીમાં હિંદુ પક્ષની અરજી પર મુસ્લિમ પક્ષ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. જેમાં કોર્ટે  જ્ઞાનવાપી મસ્જિદના બાકીના હિસ્સા ખોલીને એડવોકેટ કમિશનની કાર્યવાહીની માંગ કરી હતી. આ મામલે હિંદુ પક્ષે પણ પોતાનો જવાબ દાખલ કર્યો છે. 

    આજીવન કેદની સજા કાપતા ગોધરાકાંડના ગુનેગાર અબ્દુલ રહેમાન અબ્દુલ મજીદના જામીનની મુદત સુપ્રીમ કોર્ટે લંબાવી

    ગોધરામાં મહિલાઓ અને બાળકો સહિત 59 કારસેવકોને ટ્રેનમાં જીવતા સળગાવનારા આરોપી અબ્દુલ રહેમાન અબ્દુલ મજીદના જામીન લંબાવ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે. પારિવારિક તકલીફોનો હવાલો આપીને સુપ્રીમ કોર્ટે શુક્રવારે 2007માં ગોધરા કાંડને અંજામ આપનાર અને આજીવન કારાવાસના કેદી એવા ગોધરા કાંડના ગુનેગારના જામીન લંબાવ્યા હતા.

    અહેવાલ મુજબ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ હિમા કોહલી અને જેબી પારડીવાલાની બેન્ચે સુનાવણી કરતાં નોંધ્યું હતું કે, મજીદની પત્નીની ગંભીર બીમારી અને પુત્રીઓ વિશેષ રૂપે અક્ષમ હોવાના કારણે 13 મે, 2022ના રોજના અગાઉના આદેશના આધારે ગોધરા કાંડના ગુનેગારના જામીન લંબાવ્યા છે.

    આરોપી મજિદ તરફથી હાજર રહેલા વકીલ સંજય હેગડેએ કોર્ટને માહિતી આપી હતી કે તે 20 વર્ષની જેલની સજા ભોગવી ચૂક્યો છે અને તેની અપીલ આ કોર્ટમાં પેન્ડિંગ છે, જેમાં હજુ થોડો સમય લાગવાની શક્યતા છે. 9 ઓક્ટોબર, 2017ના ગુજરાત હાઈકોર્ટના આદેશ સામે મજીદની અપીલને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે જેનો ચુકાદો હજુ બાકી છે.

    એક્સ્ટેંશનની માંગણી કરતી અરજી મુજબ માજિદની પત્નીને અંડાશયના કેન્સરનું નિદાન થયું છે અને તે 2019 થી સારવાર હેઠળ છે. વધુમાં આરોપીની બે પુત્રીઓ જન્મથી જ માનસિક વિકલાંગ છે જેના કારણે સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યો છે.

    અહેવાલો અનુસાર મજિદને ગોધરા ખાતે ટ્રેનમાં આગ ઓલવવા આવેલા ફાયર ફાઇટર પર પથ્થરમારો કરીને અને ફાયર ફાઇટિંગ વાહનને મોટું નુકસાન કરીને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો. જે બદલ ગુજરાત હાઈકોર્ટના આદેશમાં તેને દોષિત ઠરાવવામાં આવ્યો હતો. મજિદે હાજી બિલાલ અને અન્યોએ સાથે મળીને ફાયર બ્રિગેડના જવાનો પર પથ્થરમારો કર્યો હતો અને સ્ટાફને ઈજાઓ પહોંચાડી હતી અને તેમની ફરજ બજાવવામાં અવરોધ ઉભો કર્યો હતો. જ્યારે કોચ નં. S6માં પેટ્રોલ છાંટીને મહિલાઓ અને બાળકો સહિતના લોકોને જીવતા સળગાવી દીધા હતા.

    ઉલ્લેખનીય છે કે 27મી ફેબ્રુઆરી 2002 ના રોજ ગોધરા રેલવે સ્ટેશન ઉપર અયોધ્યા રામમંદિરની કારસેવા કરીને પરત ફરેલા હિંદુ કારસેવકોને લઈને આવતી સાબરમતી એક્સપ્રેસના ડબ્બામાં પૂર્વનિયોજિત ષડ્યંત્રના ભાગરૂપે આગ લગાડી દેવામાં આવી હતી. જેમાં 27 મહિલાઓ અને 10 બાળકો સહિત 59 લોકો મૃત્યુ પામ્યા હતા. આ ઘટનાના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા.

    ઉમેદવાર જાહેર કરે તે પહેલાં જ કોંગ્રેસમાં ભડકો, ડભોઇમાં 500 કાર્યકરોએ પાર્ટી છોડી કેસરિયો ખેસ ધારણ કર્યો: એક અઠવાડિયામાં 3 MLA છોડી ચૂક્યા છે પાર્ટી

    ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીને એક પછી એક ઝાટકા મળી રહ્યા છે. એક તરફ પાર્ટીમાંથી ધારાસભ્યોનાં રાજીનામાં ચાલુ જ છે ત્યાં ટિકિટની ફાળવણી બાદ સમર્થકો અને કાર્યકર્તાઓમાં પણ નારાજગી અને રોષ જોવા મળી રહ્યા છે. દરમ્યાન, વડોદરાની ડભોઇ બેઠક પર કોંગ્રેસ પાર્ટી ઉમેદવાર જાહેર કરે તે પહેલાં જ 500 કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ ગયા હતા. 

    ડભોઇ બેઠક પરથી કોંગ્રેસ પાર્ટીના સંભવિત ઉમેદવાર તરીકે બાલકૃષ્ણ પટેલનું નામ ચાલી રહ્યું છે. પરંતુ તેમનાથી નારાજ થઈને કેટલાક કાર્યકર્તાઓ ભાજપનો ખેસ પહેરી લીધો હોવાનું જાણવા મળ્યું છે. 

    આજે ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતાની હાજરીમાં ભાજપનો ખેસ પહેરી આ તમામ કાર્યકરો વિધિવત પાર્ટીમાં જોડાયા હતા. જેમાં શનોર ગામના સરપંચ રાકેશસિંહ અંબાલિયા સહિત રાજપૂત-ઠાકોર સમાજના આગેવાનોનો સમાવેશ થાય છે. 

    ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીએ ડભોઇ વિધાનસભા બેઠક પરથી શૈલેષ મહેતાને રિપીટ કર્યા છે. જ્યારે કોંગ્રેસે હજુ સુધી આ બેઠક ઉપર ઉમેદવારના નામની જાહેરાત કરી નથી. પરંતુ પાર્ટી ઉમેદવાર જાહેર કરે તે પહેલાં જ જેમના નામની ચર્ચા ચાલતી હતી તેનાથી નારાજ થઈને 500 કાર્યકરો ભાજપમાં ચાલ્યા ગયા છે. 

    હાલ સામી ચૂંટણીએ પક્ષપલટાનું પ્રમાણ ખાસ્સું વધી ગયું છે. તેમાં કોંગ્રેસ માટે ‘દુકાળમાં અધિક માસ’ જેવું થયું છે. છેલ્લી ઘડીએ પાર્ટીના ત્રણેક ધારાસભ્યો સાથ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જતાં કોંગ્રેસ વધુ નબળી પડી છે. 

    થોડા દિવસો પહેલાં છોટાઉદેપુરના કોંગ્રેસી ધારાસભ્ય મોહનસિંહ રાઠવા પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયા હતા. તેઓ 10 ટર્મથી ધારાસભ્ય હતા. પાર્ટીના મોટા નેતાના રાજીનામાંથી કોંગ્રેસને મોટો ફટકો પડ્યો હતો. 

    ત્યારબાદ તલાલાના ધારાસભ્ય ભગવાન બારડે પણ પાર્ટીને અલવિદા કહી દીધું હતું અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હતા. તેમણે ધારાસભ્ય પદેથી પણ રાજીનામું આપી દીધું હતું. 

    આ ઉપરાંત, ઝાલોદના ધારાસભ્ય ભાવેશ કટારાએ પણ કોંગ્રેસ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી તેમજ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દઈ, બીજા દિવસે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઇ ગયા હતા. આ ઉપરાંત, વિસાવદરના MLA હર્ષદ રિબડીયાએ પણ તાજેતરમાં જ પાર્ટી છોડી હતી. તેમને ભાજપે એ જ બેઠક પરથી ટિકિટ આપી છે. 

    ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરના રોજ મતદાન થશે. પરિણામ 8 ડિસેમ્બરે જાહેર કરાશે. 

    અયોધ્યામાં બનતી મસ્જિદના નિર્માણમાં દાન આપવા માટે હિંદુઓ આગળ, 40 ટકા દાન આપ્યું: ‘ગંગા-જમુની તહેઝીબ’ મજબૂત કરનારાઓને કેટલાક સવાલ

    પાંચસો વર્ષના સંઘર્ષ બાદ વર્ષ 2019માં અયોધ્યામાં હિંદુઓને તેમના આરાધ્ય ભગવાન શ્રીરામનું મંદિર બનાવવા માટે દેશની સર્વોચ્ચ અદાલતે લીલી ઝંડી આપી. તેની સાથે જ મસ્જિદ બનાવવા માટે પાંચ એકર જમીન પણ આપવામાં આવી હતી. ભવ્ય મંદિરનું કામ હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે. મસ્જિદ વિશે નવી જાણકારી સામે આવી છે. 

    પાંચ એકરમાં બનવા જઈ રહેલ મસ્જિદનો પ્લાન તો પાસ થઇ ગયો છે પણ હજુ કાયદાકીય કોકડું ગૂંચવાયું છે, જેના કારણે મસ્જિદ નિર્માણમાં મોડું થઇ રહ્યું છે. કારણ એ છે કે જમીન એગ્રીકલ્ચર યુઝ માટેની છે, એટલે તેમાં બાંધકામ ન થઇ શકે. આ માટે જે-તે જવાબદાર વ્યક્તિઓએ અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટીને અરજી કરી છે. નકશો પાસ થયા બાદ આગળ કામ ચાલશે. 

    બીજી તરફ, જાણવા એવું મળ્યું છે કે, આ મસ્જિદ માટે ઉત્તર પ્રદેશ સહિત દેશભરમાંથી ‘દાન’ આવ્યું છે. અને આ દાનમાંથી 40 ટકા હિસ્સો હિંદુઓનો હોવાનું કહેવાય છે. અહેવાલો જણાવે છે કે, મસ્જિદ માટે અત્યાર સુધી આવેલ દાનનો 30 ટકા હિસ્સો મુસ્લિમો, 30 ટકા હિસ્સો કોર્પોરેટ્સ તરફથી જ્યારે 40 ટકા હિસ્સો હિંદુઓ તરફથી મળ્યો છે. 

    મસ્જિદ ટ્રસ્ટના મંત્રી અતહર હુસૈન ભાસ્કરને જણાવે છે કે, ઓગસ્ટ 2020માં તેમણે મસ્જિદ નિર્માણમાં આર્થિક સહયોગ આપવા માટે બેંકની વિગતો જારી કરી હતી. તેઓ કહે છે, “અત્યાર સુધી અમારી પાસે 40 લાખ રૂપિયાનું દાન આવી ચૂક્યું છે. જેનો લગભગ 30 ટકા હિસ્સો કોર્પોરેટ તરફથી આવ્યો છે, 30 ટકા હિસ્સો મુસ્લિમ સમુદાય જ્યારે બાકીનો 40 ટકા હિસ્સો હિંદુ સમુદાય તરફથી આવ્યો છે.”

    અન્ય એક રિપોર્ટ જણાવે છે કે, અયોધ્યામાં મસ્જિદ નિર્માણ માટે જે સૌથી પહેલા 11 લોકોએ ‘દાન’ આપ્યું હતું, તેઓ હિંદુઓ હતા. એવું પણ જણાવવામાં આવ્યું કે, મોટી સંખ્યામાં હિંદુઓ ગુપ્ત દાન કરી રહ્યા છે!

    મસ્જિદ સમિતિએ તો એવું પણ કહ્યું કે તેમણે આ ‘દાન’ ઉઘરાવવા માટે કોઈ પણ પ્રકારનું અભિયાન ચલાવ્યું નથી. એટલે એનો અર્થ એ થયો કે હિંદુઓ સામે ચાલીને ‘ગંગા-જમુની તહેઝીબ’ને બળ આપવા માટે મહેનતનો રૂપિયો દાન કરી રહ્યા છે. 

    આ ‘ગંગા-જમુની તહેઝીબ’ એ જ બકવાસ અને ફાલતુ બાબત છે જેની વાતો કરીને તથાકથિત લિબરલો અને કથિત સેક્યુલરો હિંદુઓને પગ તળે કચડતા આવ્યા છે. આ તહેઝીબ ખરેખર હોત તો તમારે ભગવાન રામની જન્મભૂમિની લડાઈ લડવા માટે આટલાં વર્ષો સંઘર્ષ કરવો પડ્યો ન હોત કે ભગવાન આટલાં વર્ષો તંબૂમાં રહ્યા ન હોત. ખરેખર આ ‘તહેઝીબ’ અસ્તિત્વ ધરાવતી હોત તો કન્હૈયાલાલ, ઉમેશ કોલ્હે અને એવા સેંકડો લોકો આજે આપણી વચ્ચે હોત, જેઓ માત્ર ‘કાફિર’ હોવાના કારણે ધર્માન્ધ મઝહબીઓ દ્વારા માર્યા ગયા હતા. 

    ‘ધાર્મિક સૌહાર્દ’ની આડમાં વાસ્તવિકતાથી કિનારો કરી શકાય નહીં. અને વાસ્તવિકતા એ છે કે અહીં દર થોડા દિવસે કોઈને કોઈ શહેરની કોઈ શેરીમાં ‘સર તન સે જુદા’ના નારા લાગે છે. વાસ્તવિકતા એ છે કે કોઈ વિવાદિત માળખામાંથી શિવલિંગ મળી આવે ત્યારે તેની મજાક ઉડાવવામાં આવે છે. અને તેનો વિરોધ કરવામાં આવે ત્યારે એક આખી ગ્લોબલ ઇકોસિસ્ટમ વચ્ચે કૂદી પડે છે અને વાત ‘સર તન સે જુદા’ સુધી પહોંચી જાય છે. 

    એટલે ધર્મનિરપેક્ષતા અને આવી તહઝીબના ઝંડા લઈને ફરતાં પહેલાં એ જોજો કે માત્ર એક સોશિયલ મીડિયા પોસ્ટના કારણે કે સામેનો વ્યક્તિ જુદી ધાર્મિક માન્યતા ધરાવતો હોવાના કારણે છેક હત્યા કરવા સુધી પહોંચી જતી મઝહબી વિચારધારાને પોષવામાં ક્યાંક તમારું પણ યોગ’દાન’ નથી ને? કારણ કે, આજના સમયમાં તમારું કામ માત્ર એક પોતાની વિચારધારા ધરાવતી સરકારને મત આપી આવવા માત્ર જેટલું નથી. 

    પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાના તમામ 6 દોષિતો 30 વર્ષ બાદ જેલમાંથી છૂટ્યા, સુપ્રીમ કોર્ટે આપ્યા આદેશ

    પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાના તમામ 6 દોષિતો છોડી મૂકવાના આદેશ આપવામાં આવ્યાં છે. સુપ્રીમ કોર્ટે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાના કેસમાં શુક્રવારે (11 નવેમ્બર 2022) તમામ દોષિતોને મુક્ત કરવાનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે મુખ્ય આરોપીની અરજી પર સુનાવણી કરતા કહ્યું કે, જો તેઓ અન્ય કોઈ કેસમાં દોષિતો આરોપી ન હોય તો તમામ રાજીવ ગાંધીના હત્યારાઓ જેલમાંથી છોડી દેવામાં આવે.

    જસ્ટિસ બીઆર ગવઈ અને બીવી નાગરથનાની બેન્ચે પોતાનો ચુકાદો આપ્યો અને દોષિતો નલિની, સંથન, મુરુગન, શ્રીહરન, રોબર્ટ પાયસ અને રવિચંદ્રનને જેલમાંથી મુક્ત કર્યા હતા. કોર્ટે કહ્યું કે ઘણા લાંબા સમયથી રાજ્યપાલે તેમના પર કાર્યવાહી નથી કરી, તેથી તેઓ આ નિર્ણય લઈ રહ્યા છે. કલમ 142નો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે આ કેસમાં એક દોષિતને છોડવાનો આદેશ બાકીના 5 દોષિતોને પણ લાગુ પડશે. અર્થાત રાજીવ ગાંધીની હત્યાના તમામ 6 દોષિતોની સજા કોર્ટે પૂરી કરી દીધી છે. ત્યારબાદ આજે તેમને છોડવામાં આવ્યા હતા.

    મળતી માહિતી મુજબ, કોર્ટના આદેશના એક કલાક બાદ જ આજીવન કેદની સજા ભોગવી રહેલા તમામ દોષિતોને મુક્ત કરવામાં આવ્યા હતા. અગાઉ, આ કેસમાં દોષિત પેરારીવલનને જેલમાં સારી વર્તણૂક જોઈને છોડી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ બાકીના દોષિતોએ પણ આ જ આદેશને ટાંકીને મુક્તિની માંગ કરી હતી, જેના પર સુનાવણી દરમિયાન કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે.

    કોર્ટે દેશની ભાવનાઓનું ધ્યાન ન રાખ્યું: કોંગ્રેસ

    રાજીવ ગાંધી હત્યાના દોષિતોની મુક્તિ પર કોંગ્રેસે કહ્યું કે, આ માફી સ્વીકાર્ય નથી. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે પત્ર જાહેર કરીને કહ્યું- સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતી વખતે દેશની ભાવનાઓને ધ્યાનમાં નથી રાખી. ચુકાદો ભૂલોથી ભરેલો છે.

    પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા

    ઉલ્લેખનીય છે કે રાજીવ ગાંધીની 21 મે 1991ના રોજ તમિલનાડુના શ્રીપેરમ્બદુરમાં એક ચૂંટણી રેલી દરમિયાન ધનુ નામના એલટીટીઈના આત્મઘાતી બોમ્બર દ્વારા હત્યા કરવામાં આવી હતી. રાજીવ ગાંધીને ફૂલોનો હાર પહેરાવ્યા બાદ તે તેમના પગને સ્પર્શ કરવાના બહાને આગળ આવ્યો અને નીચે નમીને કમરે બાંધેલ વિસ્ફોટકમાં તેણે વિસ્ફોટ કર્યો. આ વિસ્ફોટમાં રાજીવ ગાંધી સહિત અન્ય અનેક લોકો પણ માર્યા ગયા હતા.

    વડાપ્રધાનની હત્યા બાદ ગુનેગારોને સજા

    1999માં આ કેસમાં 26 લોકોને ફાંસીની સજા આપવામાં આવી હતી. જેમાંથી 19ને પહેલેથી જ નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા જ્યારે બાકીના 7ની સજા યથાવત રાખવામાં આવી હતી અને તેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. તેમાંથી નલિની નામની આરોપી ગર્ભવતી હતી જેથી તેની સજા માફ કરવામાં આવી હતી.

    ‘ચૂંટણીમાં ટિકિટ આપવાની લાલચે મહિલાનું શોષણ કર્યું’: ‘આપ’ પ્રભારી અને દિલ્હીના MLA ગુલાબસિંહ યાદવ સામે કોંગ્રેસનો આરોપ, એક વિડીયો પણ જારી કર્યો

    ગુજરાતમાં સતત વિવાદો અને ચર્ચામાં રહેતી આમ આદમી પાર્ટીની મુશ્કેલી હજુ વધી છે. કોંગ્રેસ પાર્ટીનાં પ્રવક્તા પ્રગતિ આહીરે આમ આદમી પાર્ટીના (આપ) ગુજરાત પ્રભારી ગુલાબસિંહ યાદવ પર ટિકિટ આપવાના બહાને મહિલાઓનું યૌન શોષણ કરવાના ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને આ આરોપ લગાવ્યા હતા. 

    કોંગ્રેસ નેતા પ્રગતિ આહીર, રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્મા અને અન્ય નેતાઓએ આજે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને એક વિડીયો પણ જારી કર્યો હતો. જેમાં એક મહિલા આરોપ લગાવીને કહેતી સંભળાય છે કે આપ નેતા ગુલાબસિંહ યાદવે તેનું શારીરિક શોષણ કર્યું હતું. 

    કોંગ્રેસ નેતા પ્રગતિ આહીરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, આમ આદમી પાર્ટી દંગા, દારૂ અને ડ્રગ પર ચાલતી હતી અને હવે વધુ એક D- દુષ્કર્મ પર ચાલે છે. તેઓ શિક્ષણ અને આરોગ્યની વાતો કરે છે પરંતુ તેમના દાંત દેખાડવાના જુદા અને ચાવવાના જુદા છે. તેમણે એમ પણ કહ્યું કે, આ કૃત્ય દિલ્હીના ધારાસભ્ય અને ગુજરાતના પ્રભારી ગુલાબસિંહ યાદવ દ્વારા કરવામાં આવ્યું છે.

    કોંગ્રેસ નેતાએ ઉમેર્યું કે, ગુજરાતની જનતા અને મહિલાઓ આમ આદમી પાર્ટીને જવાબ આપશે. તેમણે એ પણ પ્રશ્ન કર્યો હતો કે આમ આદમી પાર્ટી કયા મોઢે લોકો પાસે મત માંગવા જશે. સાથે તેમણે ગુજરાતની મહિલાઓને અપીલ કરતાં કહ્યું હતું કે, લાલચો આપવામાં આવે કે વાયદાઓ કરવામાં આવે પરંતુ આ પ્રકારના હીન કૃત્યો કરનારાઓથી તેઓ દૂર રહે. 

    તેમણે કહ્યું કે, ટિકિટ આપવાની લાલચે મહિલાઓનું શોષણ કરવામાં આવતું હોય એવો આ એક જ કિસ્સો સામે આવ્યો છે, બની શકે કે ભવિષ્યમાં આવા બીજા કિસ્સાઓ પણ સામે આવી શકે છે. 

    તેમણે વધુ જાણકારી આપતાં કહ્યું કે, આ મહિલાને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ આપવાની અને સંગઠનમાં સારો હોદ્દો આપવાની વાત કરવામાં આવી હતી. સાથે પોલીસ અને ગૃહ વિભાગને અપીલ કરી કે તેઓ પીડિત મહિલાની ફરિયાદ સાંભળીને તેમને રક્ષણ આપે. 

    મીડિયા દ્વારા પૂછવામાં આવતાં કોંગ્રેસે જણાવ્યું હતું કે, આ વિડીયો મીડિયાના માધ્યમથી તેમની પાસે આવ્યો હતો. તેમણે કહ્યું કે, કાયદાના કારણે મહિલાની વિગતો સાર્વજનિક કરવામાં આવી નથી, પરંતુ તેઓ જાણે છે કે આ મહિલા કોણ છે.

    પૂર્વ સૈનિક દેવાથી કંટાળીને ઘર છોડીને ગયા હતા, રાધા સ્વામીનો સત્સંગ સાંભળીને પોતાનો નિર્ણય બદલ્યોઃ પરત ફરીને પોલીસને સાચી વાત કહી

    રાજધાની દિલ્હીના પ્રેમ નગર વિસ્તારમાંથી ગુમ થયેલા 60 વર્ષીય નિવૃત્ત સૈનિક રાજેન્દ્ર પ્રસાદને પોલીસે શોધી કાઢ્યો છે. તે દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચને સરાઈ રોહિલા રેલવે સ્ટેશન પાસે મળી આવ્યો હતો.

    રાજેન્દ્ર પ્રસાદે જણાવ્યું કે તેમનું અપહરણ થયું ન હતું અને તેઓ સ્વેચ્છાએ પંજાબ ગયા હતા. ત્યાં, બિયાસમાં રાધા-સ્વામીનો સત્સંગ સાંભળીને, તેમણે પોતાનો વિચાર બદલી નાખ્યો અને ઘરે પાછા ફરવાનું વિચાર્યું હતું. તેમણે કહ્યું કે જ્યારે તે સરાઈ રોહિલ્લા રેલ્વે સ્ટેશન પર પાછો ફર્યો ત્યારે પોલીસે તેમને પકડી લીધા હતા.

    પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પૂર્વ સૈનિક રાજેન્દ્ર પ્રસાદે પોતાના પર દેવાના કારણે આ વાર્તા બનાવી હતી. તેણે પોતાના ફોન પરથી ‘સર તન સે જુડા, અજમેર વાયા પાકિસ્તાન’ અને પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના ધ્વજનો ફોટો અને ઘરની કેટલીક ક્લિપિંગ્સ સાથેનો એક સંદેશ મોકલ્યો હતો.

    પૂછપરછ પર નિવૃત્ત સૈનિક રાજેન્દ્ર પ્રસાદે જણાવ્યું કે તે તેના પરિવાર અને આર્થિક સમસ્યાઓને લઈને તણાવમાં હતો, તેથી તે ઘરથી દૂર રહેવા માંગતો હતો. તેણે એ પણ કબૂલ્યું હતું કે તેણે પોતે જ તેમના ફોન પરથી તેના પરિવારને ધમકીભર્યા સંદેશા મોકલ્યા હતા.

    દિલ્હી પોલીસના સ્પેશિયલ કમિશનર ઓફ પોલીસ (ક્રાઈમ બ્રાંચ) રવિન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, “મૂળ હરિયાણાના રોહતકના બોહર ગામના રહેવાસી રાજેન્દ્ર પ્રસાદ પ્રેમ નગર સુલતાનપુરીમાં તેમના પરિવાર સાથે રહે છે. તેમને ત્રણ બાળકો છે. તે 7 નવેમ્બરના રોજ અચાનક ગાયબ થઈ ગયા હતા. તેમણે તેમના મોબાઈલથી તેના પરિવારના સભ્યોને મેસેજ કર્યો કે ‘સર તન સે જુડા, અજમેર વાયા પાકિસ્તાન’ આ સાથે પ્રતિબંધિત સંગઠન પીએફઆઈનો ઝંડો પણ મોકલ્યો હતો.”

    તેમના પરિવારે 7 નવેમ્બર 2022ના રોજ ફરિયાદ નોંધાવી હતી કે તેમના જ નંબર પરથી ‘સર તન સે જુદા ઇન અજમેર વાયા પાકિસ્તાન’નો મેસેજ આવ્યો હતો. આ સાથે પ્રતિબંધિત કટ્ટરપંથી સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના ઝંડાનો ફોટો મોકલવામાં આવ્યો છે. સંબંધીઓનો એવો પણ દાવો છે કે કેટલાક મુસ્લિમો ઘણા દિવસોથી તેમનું અનુસરણ કરી રહ્યા હતા.

    તે જ સમયે, પૂર્વ સૈનિકની પુત્રી કિરણે દાવો કર્યો હતો કે કેટલાક મુસ્લિમો તેના પિતાનો ઘણા દિવસોથી પીછો કરી રહ્યા હતા. આ વાત તેના પિતાએ જાતે ઘરે જણાવી હતી. તેણે કહ્યું હતું કે પીછો કરી રહેલા મુસ્લિમો તેના પર તેમના સંગઠનમાં જોડાવા અને ધર્મ પરિવર્તન માટે દબાણ કરી રહ્યા હતા. જોકે, તેમણે સંસ્થાનું નામ જાહેર કર્યું ન હતું. રાજેન્દ્ર પ્રસાદની નાની દીકરી ગુલશને જણાવ્યું કે તેના પિતા પ્રેમ નગર સ્થિત સર્વોદય કન્યા વિદ્યાલયમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે કોન્ટ્રાક્ટ પર કામ કરે છે.

    ભરતપુરમાં જ્યાં એક સંતે અવૈધ ખનન રોકવા આત્મદાહ કર્યો હતો, ત્યાં ફરી ભેગા થયા 3000 સાધુઓ: રાજસ્થાન સરકારે હજુ ક્રશર બંધ નથી કરાવ્યા

    રાજસ્થાનના ભરતપુરના ડીગ નગરના પાસોપા ગામમાં આદિ બદ્રી અને કનકંચલ ટેકરીઓમાંથી ખનન કામગીરી બંધ થયા બાદ ક્રશર બંધ કરવાની માંગ ઉઠી છે. જુલાઈમાં સાધુઓના આંદોલન દરમિયાન ટાવર પર ચઢી ગયેલા સંત નારાયણ દાસે બે દિવસ પહેલા ડીગના સબ ડિવિઝનલ ઓફિસરને ક્રશર બંધ કરવા માટે એક મેમોરેન્ડમ આપ્યું હતું. ત્રણ દિવસમાં ક્રશર બંધ નહીં થાય તો આત્મવિલોપનની મૌખિક ચેતવણી આપી હતી, જેનો આવતીકાલે સમય પૂરો થઈ રહ્યો છે.

    સંત નારાયણદાસની ચેતવણી બાદ જિલ્લા વહીવટી તંત્ર સતર્ક બન્યું છે અને આજે પ્રશાસનની સાથે ઋષિ-સંતોની પણ કલેક્ટર કચેરીના સભાગૃહમાં બેઠક યોજીને સાધુઓને સમજાવ્યા હતા. સંત નારાયણ દાસ પણ સભામાં પહોંચ્યા હતા અને ચેતવણી આપતાં નારાયણ દાસે કહ્યું કે કાલે હું મારી જાતનું બલિદાન આપીશ.

    3 મહિના પહેલા જ એક સંતે કર્યું હતું અહીંયા આત્મદાહ

    3 મહિના પહેલા એક સંતે આત્મદાહ કર્યો હતો અને તે સંતના આત્મદાહ બાદ આજે ફરીથી બીજા સંત નારાયણ દાસે આવતીકાલે આત્મદાહની ચેતવણી આપી હતી, જેના કારણે જિલ્લા વહીવટી તંત્રની ઉંઘ હરામ થઈ ગઈ હતી. સાધુ સંતો 550 દિવસથી બ્રજ ક્ષેત્રમાં કાર્યરત ખાણકામને રોકવાની માંગ સાથે આંદોલન કરી રહ્યા હતા, જે જુલાઈમાં ગુસ્સે થઈ ગયા હતા. તે આંદોલનમાં બાબા વિજય દાસે આત્મદાહ કર્યો હતો.

    બીજી તરફ, સંત નારાયણદાસ જેમણે આજે ક્રશર બંધ કરવાની માંગણી સાથે આવતીકાલે વહીવટીતંત્રને આત્મવિલોપનની ચેતવણી આપી હતી. તે જ સમયે, 19 જુલાઈના રોજ સંત નારાયણ દાસ મોબાઈલ ટાવર પર ચઢી ગયા હતા. જુલાઈ મહિનામાં સંતોના ઉગ્ર આંદોલન અને આત્મદાહ બાદ રાજસ્થાન સરકારમાં ખળભળાટ મચી ગયો હતો. રાજસ્થાન સરકાર ભીંસમાં આવી હતી અને ભાજપે તેને મોટો મુદ્દો બનાવી દીધો હતો.

    સાધુ સંતોએ ફરી ઉગ્ર આંદોલન શરૂ કરવું પડ્યું

    રાજસ્થાનના ભરતપુરના ડીગ નગરના પાસોપા ગામમાં આદિ બદ્રી અને કંકાંચલ પહાડીઓમાંથી ખાણકામ બંધ કરવાની માંગણી સાથે 20 જુલાઈના રોજ પાસોપા ગામમાં સંતોના 550 દિવસ સુધી ચાલેલા આંદોલનમાં સંત વિજય દાસે પેટ્રોલ રેડીને આત્મદાહ કર્યો હતો. જેના કારણે રાજસ્થાન સરકારમાં ખળભળાટ મચી ગયો હતો.

    સંત વિજય દાસના આત્મદાહ પછી જ, રાજસ્થાન સરકારે તે તમામ ટેકરીઓને જંગલ વિસ્તાર તરીકે જાહેર કરી અને આ વિસ્તારમાંથી તમામ ખાણકામની કામગીરી બંધ કરી દીધી. સાધુઓની માંગણીને સ્વીકારીને રાજ્ય સરકારે આદિબદ્રી અને કંકાંચલ પર્વતને વન વિસ્તાર જાહેર કર્યો હતો, પરંતુ ત્યાં લગાવેલા ક્રશરને ત્યાંથી હટાવવામાં આવ્યા ન હતા. તે ટેકરીઓ પર ક્રશર ચલાવવામાં આવે છે. હવે ક્રશર બંધ કરવાની માંગ સાથે સંતોનું આંદોલન ફરી ઉગ્ર બન્યું હતું.

    ડીગ અને કામણ પ્રદેશની પહાડીઓ કૃષ્ણની પૂજાનું સ્થળ માનવામાં આવે છે. આ વિસ્તારમાંથી ખાણકામ બંધ કરાવવાની માંગણી સાથે સંત સમાજ લાંબા સમયથી ધરણા કરી રહ્યો હતો. તે સમયે સંત વિજય દાસે આત્મવિલોપન કર્યું હતું અને તે પછી જ સરકારે તે ટેકરીઓને જંગલ વિસ્તાર તરીકે જાહેર કરી હતી. રાજસ્થાન સરકારે પણ સંત વિજયદાસની આત્મદાહની ઘટના અંગે તપાસ સમિતિની રચના કરી હતી.

    ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધન: કોંગ્રેસે NCP માટે 3 બેઠકો છોડી

    ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની જ્યારથી જાહેરાત થઇ છે ત્યારથી ગુજરાતના રાજકરણમાં રોજ એક નવો વળાંક આવતો જોવા મળી રહ્યો છે. ક્યાંક કોઈ મોટા નેતાઓ પાર્ટી બદલાતા જોવા મળી રહ્યા છે તો ક્યાંક જેને અપેક્ષા ન હોય એમને ટિકિટો મળી રહી છે. હવે ગુજરાતના રાજકારણને લગતા વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહેવાલો અનુસાર કોંગ્રેસ અને એનસીપી આ વિધાનસભા ચૂંટણી સાથે મળીને લડી શકે છે.

    અહેવાલો મુજબ જગદીશ ઠાકોર અને જયંત બોસ્કી વચ્ચેની બેઠક સફળ સાબિત થઈ છે. બંને પક્ષો વચ્ચે ત્રણ બેઠક માટે ગઠબંધન થયું છે. જેમાં ઉમરેઠ, દેવગઢ બારિયા અને નરોડા બેઠકોનો સમાવેશ થાય છે.

    કોંગ્રેસ અને એનસીપીના આ ગઠબંધનથી ઉમરેઠ, નરોડા અને દેવગઢ બારિયાની બેઠકો એનસીપીને ફાળવતા ગોંડલથી રેશ્મા પટેલ અને કુતિયાણાથી કાંધલ જાડેજાની દાવેદારી પર પ્રશ્નાર્થ ઉઠ્યો છે. ગઠબંધનની જાહેરાત કરતાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે ફક્તા આ ત્રણ બેઠકો માટે જ બંને પક્ષો વચ્ચે ગઠબંધન સધાયું છે.

    NCP નેતા જયંત બોસ્કીએ જણાવ્યું હતું કે, “જગદીશ ભાઇ ધોની સ્ટાઇલમાં બેટીંગ કરી રહ્યા છે, અને અમારો તેમને ટેકો છે. યુપીએના બધા ઘટક દળો ખસી ગયા છે. એનસીપીના શરદ પવાર, સોનિયા ગાંધી સાથે ખભેખભો મિલાવી લડી રહ્યા છે. અમે ત્રણ બેઠકો માટે લડી રહ્યા છીએ. તમામ બેઠક એનસીપીના મેન્ડેટ પર લડાવવામાં આવશે. કાંધલ જાડેજાની વાત ચાલે છે. કોંગ્રેસ કહેશે તો આગળ વિચારીશું.”

    તેમણે ઉમેર્યું હતું કે, “અમારો કોઇ ઉમેદવાર અપક્ષ ઉભા રહે તો અમારો ટેકો નહી હોય. કુતિયાણા બેઠક પર કોંગ્રેસ ગ્રિન સિગ્નલ આપશે તો અમે મેન્ડેન્ટ આપીશું. જો કોઇ અપક્ષ ઉમેદવારી કરશે તો તેને છ વર્ષ માટે પાર્ટી માટે સસ્પેન્ડ કરાશે. નિકુલ તોમર કોંગ્રેસના કે એનસીપીના સીમ્બોલ પર લડશે તે ચુંટણી પંચના નિયમો જોઇ નક્કી કરાશે.”

    મહત્વનું છે કે આ પહેલા પણ અહેવાલો આવ્યા હતા કે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે એનસીપી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થઈ શકે છે. જે અંગે બંને પક્ષોના વરિષ્ઠ નેતાઓ રઘુ શર્મા, જયંત બોસ્કી, નિકુલસિંહ તોમર વચ્ચે બંધ બારણે બેઠક યોજાઈના અહેવાલ સામે આવ્યા હતા.

    દિલ્હીની મૌજપુર સ્થિત મસ્જીદમાં 10 વર્ષની બાળકીને જોઈ મૌલવી મોહમ્મદ અરમાનની અંદરનો હેવાન જાગ્યો, શારીરિક અડપલા કર્યા: POCSO અંતર્ગત ધરપકડ

    દિલ્હીના મૌજપુરથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, ઝાફરાબાદ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા વિસ્તારમાં ઇસ્લામની તાલીમ લેવા આવતી 10 વર્ષની બાળકી સાથે મૌલવી મોહમ્મદ અરમાને મસ્જીદમાં જ શારીરિક અડપલા કર્યા હતા, મૌલવી મોહમ્મદ અરમાનની આ હરકતથી બાળકી હેબતાઈ ગઈ હતી અને તેના અમ્મી અબ્બુને જાણ કરતા ઘટનાનો ખુલાસો થયો હતો.

    અહેવાલો અનુસાર દિલ્હીની મૌજપુર સ્થિત મસ્જીદમાં થોડા દિવસો પહેલા મૌલવી મોહમ્મદ અરમાનને મુસ્લિમ બાળકોને ઇસ્લામની તાલીમ આપવા માટે નિયુક્ત કરવામાં આવ્યો હતો, આ દરમિયાન ગત 9 ડિસેમ્બરે ઇસ્લામ પઢવા આવતી 10 વર્ષની બાળકીને જોઈ મૌલવી મોહમ્મદ અરમાનની અંદરનો હેવાન જાગી જતા મૌલવી મોહમ્મદ અરમાને મસ્જીદમાં જ શારીરિક અડપલા કર્યા હતા.

    પોલીસે POCSO ની કલમો લગાવીને ધરપકડ કરી

    આ ઘટના બાદ ડરી ગયેલી બાળકીએ મૌલવી મોહમ્મદ અરમાનની કરતુત વિષે તેના અમ્મી અબ્બુને જાણ કરતા તેઓને પણ આઘાત લાગ્યો હતો. અને તેઓ તાત્કાલિક ઝાફરાબાદ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને આરોપી મૌલવી મોહમ્મદ અરમાન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. બાળકીના વાલદેનની ફરિયાદના આધારે ઝાફરાબાદ પોલીસે આરોપી મૌલાવી મોહમ્મદ અરમાન વિરુદ્ધ POCSO એક્ટ અંતર્ગત કલમો લગાવીને મૌલવીની ધરપકડ કરી હતી.

    આ પહેલા પણ મદરેસા અને મસ્જીદોમાં પીંખાઇ છે બાળકીઓ

    નોંધનીય બાબત છે કે ઇસ્લામના પાઠ ભણાવતી મસ્જીદો અને મદરેસામાં બાળકો સાથે બળાત્કાર અને બર્બરતા થવાની આ કોઈ પહેલી ઘટના નથી, આ આગવું પણ આ પ્રકારની અનેક ઘટનાઓ સામે આવી ચુકી છે, ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લાના સોનૌલી વિસ્તારથી પણ આવીજ એક ઘટના સામે આવી હતી જ્યાં 8 વર્ષની બાળકી ઘરેથી કરિયાણાની દુકાન પર વસ્તુઓ ખરીદવા જઈ રહી હતી. ત્યારે રસ્તામાં 55 વર્ષીય આધેડ મૌલવી શમસુલ હક મળી આવ્યો હતો. તેણે માસૂમ બાળકીને ફોસલાવીને નજીકમાં આવેલી એક બંધ જૂની મદરેસામાં લઈ ગયો. જ્યાં તેના પર બળાત્કાર ગુજાર્યા બાદ તેને લોહીના ખાબોચિયામાં છોડીને ભાગી ગયો હતો. આ કેસમાં પોલીસે બળાત્કાર અને POCSO એક્ટ હેઠળ કેસ નોંધ્યો હતો.

    તે પહેલા રાજસ્થાનના કૉટા જિલ્લામાં મૌલવી અબ્દુલ રહીમે તેની પાસે ઇસ્લામની તાલીમ લેવા આવતી 6 વર્ષની માસુમ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. બળાત્કારી અબ્દુલ રહીમ પોતે 4 બાળકોનો પિતા છે, તેને એક દિકરી અને ચાર દિકરા છે. અબ્દુલ 4 મહિના પહેલા પિડીત બાળકીનાં ગામમાં આવ્યો હતો, અહીં તે મદ્રેસામાં રહેતો હતો, ગયા વર્ષે 14 નવેમ્બરે તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ મૌલવી અબ્દુલ રહીમને અદાલતે અંતિમ શ્વાસ સુધી જેલની સજા ફટકારી હતી અને અપરાધી મૌલવી ઉપર એક લાખનો આર્થિક દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.