Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસંતના આત્મવિલોપનના પ્રયાસ બાદ રાજસ્થાનની કોંગ્રેસ સરકાર જાગીઃ આદિબદ્રી અને કનકાંચલ પર્વતને...

    સંતના આત્મવિલોપનના પ્રયાસ બાદ રાજસ્થાનની કોંગ્રેસ સરકાર જાગીઃ આદિબદ્રી અને કનકાંચલ પર્વતને વન વિસ્તાર જાહેર કરાશે, 550 દિવસ જૂના આંદોલનનો અંત આવ્યો

    રાજસ્થાનમાં 500થી પણ વધુ દિવસથી ચાલી રહેલા સંતોના આંદોલનનો અંત છેક ત્યારે આવ્યો છે જ્યારે એક સંતે આત્મદાહનો પ્રયાસ કર્યો.

    - Advertisement -

    સંતના આત્મવિલોપનના પ્રયાસ બાદ રાજસ્થાનની કોંગ્રેસ સરકાર જાગી છે. રાજસ્થાનમાં ભરતપુર જિલ્લાના ડીગ વિસ્તારમાં આદિબદ્રી અને કનકાંચલ વિસ્તારમાં ગેરકાયદેસર ખનનને લઈને 550 દિવસથી ચાલી રહેલ સાધુ-સંતોનું આંદોલન સમાપ્ત થઈ ગયું છે. સંતના આત્મવિલોપનના પ્રયાસ બાદ રાજસ્થાનની રાજ્ય મંત્રી વિશ્વેન્દ્ર નાથ સિંહની વિનંતી પર સંતોએ તેમનું આંદોલન સમાપ્ત કર્યું હતું.

    બુધવારે (20 જુલાઈ 2022), 65 વર્ષીય બાબા વિજયદાસે આત્મદાહનો પ્રયાસ કર્યા પછી, રાજ્યના કેબિનેટ મંત્રી વિશ્વેન્દ્ર નાથ સિંહ આંદોલનકારી સંતો પાસે ગયા અને તેમની સાથે વાત કરી. વિશ્વેન્દ્ર નાથ સિંહે આદિબદ્રી અને કંકાંચલ અંગે સાધુ-સંતોની માંગણીઓ 15 દિવસમાં પૂર્ણ કરવાની ખાતરી આપી હતી.

    અહેવાલ મુજબ , 10 દિવસ પહેલા, બાબા હરિબોલદાસે 19 જુલાઈના રોજ મુખ્ય પ્રધાનના આવાસની સામે આત્મદાહની ચેતવણી આપી હતી, જેમાં આદિબદ્રી અને કનકાંચલ પર્વતને ખાણકામથી મુક્ત કરાવવાની માંગ કરવામાં આવી હતી. બાદમાં પ્રશાસને આંદોલનકારી સંતો સાથે વાત કરી અને તેમની પાસે સમય માંગ્યો. જે બાદ તેને ટાળવામાં આવી રહ્યું હતું.

    - Advertisement -

    જોકે, 19 જુલાઈએ જ બાબા નારાયણદાસ પાસોપા ગામમાં મોબાઈલ ટાવર પર ચઢ્યા હતા. આ પછી મોટી સંખ્યામાં સાધું-સંતો ત્યાં ભેગા થવા લાગ્યા હતા. બીજા દિવસે એટલે કે 20 જુલાઈએ બાબા વિજયદાસે કેરોસીન રેડીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. સંતના આ પગલાથી વહીવટીતંત્ર હચમચી ગયું હતું.

    ઘટનાની ગંભીરતાને જોતા જિલ્લા કલેક્ટર આલોક રંજન, આઈજી ગૌરવ શ્રીવાસ્તવ, એસપી શ્યામ સિંહ, ઝોનલ કમિશનર સંવરમલ વર્મા અને અન્ય ઘણા ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને સૌથી પહેલા બાબા નારાયણદાસને મોબાઈલ ટાવર પરથી નીચે ઉતાર્યા. બાદમાં કેબિનેટ મંત્રી વિશ્વેન્દ્ર સિંહ પાસોપા ગામમાં ગયા અને વિરોધ કરી રહેલા સાધુઓ સાથે વાત કરી.

    દરમિયાન કલેક્ટર આલોક રંજને બાબા વિજયદાસને લઈને અપડેટ આપી છે. તેમણે કહ્યું, “ડીગમાં સાધુ વિજયદાસ (જેમણે પોતાની જાતને આગ લગાવી હતી)ની હાલત હવે સ્થિર છે. સાધુઓએ તેમનો વિરોધ (પથ્થર ખનન પર) સમાપ્ત કર્યો છે. રાજ્ય સરકાર આગામી 15 દિવસમાં તેને વન વિસ્તાર જાહેર કરવા માટે જાહેરનામું બહાર પાડશે. અહીં જૂની ખાણો આવેલી છે. આ ખાણોને સ્થળાંતરિત કરવામાં આવશે અને બેરોજગાર બનેલા લગભગ 2,500 લોકોને અન્યત્ર રોજગારી આપવામાં આવશે. રાજ્ય સરકાર તેને (પથ્થર ખાણ વિસ્તાર) એક ધાર્મિક પ્રવાસન સ્થળ બનાવવા માંગે છે.”

    નોંધપાત્ર વાત એ છે કે, ભરતપુર જિલ્લાના ડીગ વિસ્તારમાં આદિબદ્રી અને કનકાંચલમાં ગેરકાયદેસર ખનન વિરુદ્ધ લગભગ 550 દિવસથી સાધુ-સંતોનું આંદોલન ચાલી રહ્યું હતું. ગેરકાયદે ખનન વિરુદ્ધ આ આંદોલન 16 જાન્યુઆરી 2021થી શરૂ થયું હતું. 6 એપ્રિલ 2021ના રોજ સાધુ-સંતોનું એક પ્રતિનિધિમંડળ સીએમ અશોક ગેહલોતને પણ મળ્યું હતું. જોકે, તેનો કોઈ ફાયદો થયો ન હતો. જોકે, સંતના આત્મદાહના પ્રયાસ બાદ હવે રાજ્ય સરકાર સંમત થઈ છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં