Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટદિલ્હીની મૌજપુર સ્થિત મસ્જીદમાં 10 વર્ષની બાળકીને જોઈ મૌલવી મોહમ્મદ અરમાનની અંદરનો...

    દિલ્હીની મૌજપુર સ્થિત મસ્જીદમાં 10 વર્ષની બાળકીને જોઈ મૌલવી મોહમ્મદ અરમાનની અંદરનો હેવાન જાગ્યો, શારીરિક અડપલા કર્યા: POCSO અંતર્ગત ધરપકડ

    આ ઘટના બાદ ડરી ગયેલી બાળકીએ મૌલવી મોહમ્મદ અરમાનની કરતુત વિષે તેના અમ્મી અબ્બુને જાણ કરતા તેઓને પણ આઘાત લાગ્યો હતો. અને તેઓ તાત્કાલિક ઝાફરાબાદ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને આરોપી મૌલવી મોહમ્મદ અરમાન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી.

    - Advertisement -

    દિલ્હીના મૌજપુરથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, ઝાફરાબાદ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા વિસ્તારમાં ઇસ્લામની તાલીમ લેવા આવતી 10 વર્ષની બાળકી સાથે મૌલવી મોહમ્મદ અરમાને મસ્જીદમાં જ શારીરિક અડપલા કર્યા હતા, મૌલવી મોહમ્મદ અરમાનની આ હરકતથી બાળકી હેબતાઈ ગઈ હતી અને તેના અમ્મી અબ્બુને જાણ કરતા ઘટનાનો ખુલાસો થયો હતો.

    અહેવાલો અનુસાર દિલ્હીની મૌજપુર સ્થિત મસ્જીદમાં થોડા દિવસો પહેલા મૌલવી મોહમ્મદ અરમાનને મુસ્લિમ બાળકોને ઇસ્લામની તાલીમ આપવા માટે નિયુક્ત કરવામાં આવ્યો હતો, આ દરમિયાન ગત 9 ડિસેમ્બરે ઇસ્લામ પઢવા આવતી 10 વર્ષની બાળકીને જોઈ મૌલવી મોહમ્મદ અરમાનની અંદરનો હેવાન જાગી જતા મૌલવી મોહમ્મદ અરમાને મસ્જીદમાં જ શારીરિક અડપલા કર્યા હતા.

    પોલીસે POCSO ની કલમો લગાવીને ધરપકડ કરી

    - Advertisement -

    આ ઘટના બાદ ડરી ગયેલી બાળકીએ મૌલવી મોહમ્મદ અરમાનની કરતુત વિષે તેના અમ્મી અબ્બુને જાણ કરતા તેઓને પણ આઘાત લાગ્યો હતો. અને તેઓ તાત્કાલિક ઝાફરાબાદ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને આરોપી મૌલવી મોહમ્મદ અરમાન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. બાળકીના વાલદેનની ફરિયાદના આધારે ઝાફરાબાદ પોલીસે આરોપી મૌલાવી મોહમ્મદ અરમાન વિરુદ્ધ POCSO એક્ટ અંતર્ગત કલમો લગાવીને મૌલવીની ધરપકડ કરી હતી.

    આ પહેલા પણ મદરેસા અને મસ્જીદોમાં પીંખાઇ છે બાળકીઓ

    નોંધનીય બાબત છે કે ઇસ્લામના પાઠ ભણાવતી મસ્જીદો અને મદરેસામાં બાળકો સાથે બળાત્કાર અને બર્બરતા થવાની આ કોઈ પહેલી ઘટના નથી, આ આગવું પણ આ પ્રકારની અનેક ઘટનાઓ સામે આવી ચુકી છે, ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લાના સોનૌલી વિસ્તારથી પણ આવીજ એક ઘટના સામે આવી હતી જ્યાં 8 વર્ષની બાળકી ઘરેથી કરિયાણાની દુકાન પર વસ્તુઓ ખરીદવા જઈ રહી હતી. ત્યારે રસ્તામાં 55 વર્ષીય આધેડ મૌલવી શમસુલ હક મળી આવ્યો હતો. તેણે માસૂમ બાળકીને ફોસલાવીને નજીકમાં આવેલી એક બંધ જૂની મદરેસામાં લઈ ગયો. જ્યાં તેના પર બળાત્કાર ગુજાર્યા બાદ તેને લોહીના ખાબોચિયામાં છોડીને ભાગી ગયો હતો. આ કેસમાં પોલીસે બળાત્કાર અને POCSO એક્ટ હેઠળ કેસ નોંધ્યો હતો.

    તે પહેલા રાજસ્થાનના કૉટા જિલ્લામાં મૌલવી અબ્દુલ રહીમે તેની પાસે ઇસ્લામની તાલીમ લેવા આવતી 6 વર્ષની માસુમ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. બળાત્કારી અબ્દુલ રહીમ પોતે 4 બાળકોનો પિતા છે, તેને એક દિકરી અને ચાર દિકરા છે. અબ્દુલ 4 મહિના પહેલા પિડીત બાળકીનાં ગામમાં આવ્યો હતો, અહીં તે મદ્રેસામાં રહેતો હતો, ગયા વર્ષે 14 નવેમ્બરે તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ મૌલવી અબ્દુલ રહીમને અદાલતે અંતિમ શ્વાસ સુધી જેલની સજા ફટકારી હતી અને અપરાધી મૌલવી ઉપર એક લાખનો આર્થિક દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં