Friday, October 4, 2024
More
    હોમપેજક્રાઈમ55 વર્ષીય મૌલવી શમસુલ હકે મદરેસામાં 8 વર્ષની બાળકીનો કર્યો બળાત્કાર, લોહીથી...

    55 વર્ષીય મૌલવી શમસુલ હકે મદરેસામાં 8 વર્ષની બાળકીનો કર્યો બળાત્કાર, લોહીથી લથપથ છોડીને ફરાર: યુપીના મહારાજગંજની ઘટના

    જ્યારે લોહીથી લથબથ બાળકી રડતી રડતી ઘરે પહોંચી તો તેની હાલત જોઈ પરિવારના સભ્યો વ્યથિત થઈ ગયા. જે બાદ પરિવારજનો દ્વારા બાળકીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને બળાત્કારની ઘટના અંગે પોલીસને જાણ કરી હતી.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લાના સોનૌલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક શરમજનક ઘટના સામે આવી છે. સોમવારે (9 ઓગસ્ટ, 2022) એક 55 વર્ષીય આધેડ મૌલવીએ બંધ મદરેસામાં 8 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કાર બાદ મૌલવી બાળકીને લોહીથી લથપથ છોડીને ભાગી ગયો હતો. આ કેસમાં પોલીસે બળાત્કાર અને પૉક્સો એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એવું સામે આવ્યું છે કે સોમવારે સવારે 8 વર્ષની બાળકી ઘરેથી કરિયાણાની દુકાન પર વસ્તુઓ ખરીદવા જઈ રહી હતી. ત્યારે રસ્તામાં 55 વર્ષીય આધેડ મૌલવી શમસુલ હક મળી આવ્યો હતો. તે માસૂમ બાળકીને ફસાવીને નજીકમાં આવેલી એક બંધ જૂની મદરેસામાં લઈ ગયો. જ્યાં તેણી પર બળાત્કાર ગુજાર્યા બાદ તેને લોહીના ખાબોચિયામાં છોડીને ભાગી ગયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે જ્યારે લોહીથી લથબથ બાળકી રડતી રડતી ઘરે પહોંચી તો તેની હાલત જોઈ પરિવારના સભ્યો વ્યથિત થઈ ગયા.

    જે બાદ પરિવારજનો દ્વારા બાળકીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને બળાત્કારની ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ઘટનાસ્થળને સીલ કરી તપાસ શરૂ કરી હતી. જ્યારથી આ મામલો સામે આવ્યો છે ત્યારથી લોકોમાં નિર્દોષ બાળકીને શિકાર બનાવનાર મૌલવી શમસુલ હક પ્રત્યે ગુસ્સો છે. નોંધનીય છે કે પીડિત છોકરી અને આરોપી બંને એક જ સમુદાયના છે.

    - Advertisement -

    આ વિષયમાં માહિતી આપતા સીઓ નૌતનવા અનુજ કુમાર સિંહે કહ્યું કે આરોપીઓ વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે સીઓના નેતૃત્વમાં એસએચઓ સોનાલી મહેન્દ્ર યાદવ અને પારસમલિક એસએચઓ ગોરખનાથ સરોજે આરોપી શમસુલ હકની ધરપકડ કરી હતી. તે પારસમલિક વિસ્તારમાં છુપાયો હતો. એસએચઓએ કહ્યું કે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

    આ પહેલી વાર નથી કે કોઈ મૌલાનાએ આવી રીતે કોઈ નાનકડી બાળકી સાથે આવું ક્રૂર કૃત્ય કર્યું હોય. મૌલવીઓ દ્વારા મદરેસામાં થતા આવા બળાત્કારોના સમાચાર અવાર નવાર સામે આવતા જ હોય છે. હમણાં ના જ એક તાજા કિસ્સામાં, કોર્ટે એક મૌલવીને ઉંમરકેદની સજા ફટકારી હતી, જેને 2021માં રાજસ્થાનના કોટા શહેરમાં 6 વર્ષની માસુમ બાળકી પર મદરેસામાં જ બળાત્કાર ગુજાર્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં